________________
કઈ વિશિષ્ટ કારણે પૂર્વોમાંથી સારભૂત તત્તને ઉદ્ધાર કરી શકે ” એવી જિનાજ્ઞા છે, માટે આ બાળમુનિના હિતાર્થે હું પણ સિદ્ધાતના સારને ટુંકે ઉદ્ધાર (સંગ્રહ) કરું !
આ છે પ્રસ્તુત ગ્રન્થરચનાનું કારણ! ઉપર્યુક્ત પરોપકારભાવનાને વશ થઈ શ્રી શય્યભવસૂરિજીએ પૂર્વેમાંથી જે સારભૂત વસ્તુઓને લઈ ગ્રન્થરૂપે ગુંથી, તે જ ગ્રન્થ આ દશવૈકાલિક. તેમાં અધ્યયન દશ હેવાથી અને વિકાલવેળાએ રચેલું હોવાથી દશવૈકાલિક” એવું આનું સાવથ નામ છે.
પછી તો ગુરુજીએ સ્વયં એ ગ્રન્થ મનકમુનિને ભણાવવા માંડ્યો. તે માત્ર ગોખા એટલું જ નહિ, પણ એમાં જણાવેલા અષ્ટ પ્રવચનમાતાથી માંડીને અહિંસા, સત્ય, આદિ મહાવ્રતોનું પાલન કરવાપૂર્વક વિનય, વૈયાવચ્ચ, ગુરુભક્તિ, ત્યાગ, વૈરાગ્ય, તથા ક્ષમાદિ દશવિધ યતિધર્મ, વગેરે વિવિધ ભાવોને પ્રગટાવ્યા અને સંયમમાં એ રસ પ્રગટ કરાવ્યો, કે છ મહિનામાં તે જ્ઞાની બનેલા તે બાળમુનિ નિરતિચાર આરાધના કરીને સમાધિપૂર્વક કાળધર્મ પામી સ્વર્ગે ગયા. સમાધિ એટલે શરીરથી માંડી સર્વ બાહ્ય પદાર્થોની ઉપેક્ષા અને આત્મગુણોનો આનંદ ! જૈન સાધુધર્મ વિના અનાદિ જડસંગોને તોડીને આવી આત્માની રમણતા કયી રીતે પ્રગટાવી શકાય ? અને એ પ્રગટ્યા વિના અનાદિ જડનાં બંધનું દુઃખ શી રીતે ટળે ? જેઓને નિમિત્તે આ ગ્રન્થ રચાય તે આ મનકમુનિને ઉપકાર નાનોસૂનો ને લેખાય.
તે સમયે જ્ઞાનસમુદ્ર પણ સુરિજીને મનકમુનિના સ્વર્ગવાસથી નેત્રોમાં આંસુની ધારા ચાલી, તે જોઈ શ્રીયશોભદ્રાદિ તેઓને શિષ્યવર્ગ આશ્ચર્ય પામે. આજ પૂર્વે દીર્ઘ પરિચિત, ગીતાર્થ અને ચારિત્રશીલ અનેક મુનિવરને આરાધના કરાવી પરલોક સુધારનારા ગુરુજીને કોઈના વિરહનું દુઃખ ન થયું અને માત્ર છ મહિનાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org