________________
પ્રાસ્તાવિકમ્ ધર્મશાસ્ત્રોની ઉપયોગિતા-આત્મશુદ્ધિમાં વિશિષ્ટ આલમ્બનભૂત ધર્મગ્રન્થ ઉપર પ્રાસ્તાવિક લખવા માટે તે વિષયનું જ્ઞાન, શ્રદ્ધા અને ગબળ, વગેરે આવશ્યક છે. એના અભાવે એ કામ અશક્ય નહિ તે દુઃશક્ય તો છે જ. એમ છતાં ગ્રન્થને લખતાં તેને જે કંઈ વિશેષ મહિમા સમજાયો છે, તે વાચકેના લક્ષ્યમાં આવે અને તેઓ ગ્રન્થ પ્રત્યે બહુમાનવાળા બને, એ આશયથી કંઈક લખવા પ્રયત્ન કરું છું.
વસ્તુને સમજવા કે મૂલ્યાંકન કરવા માટે તે સંબંધી જ્ઞાન, વિવેક અને શ્રદ્ધા જોઈએ, તેના અભાવે એક વિશિષ્ટ વસ્તુ પણ સામાન્યરૂપે અને સામાન્ય વસ્તુ વિશિષ્ટરૂપે સમજાય. જેમ એક હીરાની કિંમત ઝવેરી જેટલી સમજે તેટલી સામાન્ય માણસ, કે ભોજનની આવશ્યકતા ભૂખ્ય સમજે તેટલી તૃત માણસ ન સમજી શકે, તેમ આત્મશુદ્ધિમાં માનવજીવનની સફળતા માનનારો ધર્મગ્રન્થનું જેટલું મૂલ્ય-મહત્ત્વ આંકી શકે તેટલું કેવળ ભૌતિકસુખમાં રાચનારો ન આંકી શકે, એ સામાન્ય બુદ્ધિથી સમજાય તેવું સત્ય છે. પણ તેથી વસ્તુની કિંમત ઘટતી નથી. હીરો તે હીરે અને ભજન તે ભજન છે જ. એમ ધર્મશાસ્ત્રો પણ ધર્મશાસ્ત્રો જ છે, અમૂલ્ય છે, અત્યન્ત ઉપકારી અને આવશ્યક છે. એના આશ્રય વિના કદાપિ સાચું સુખ મળે તેમ નથી. - ગ્રન્થની ઓળખાણ-દશવૈકાલિક નામને આ ગ્રન્થ એક વિશિષ્ટ ધિર્મપ્રન્થ છે. એમાં આત્મશુદ્ધિ માટેની વિવિધ સામગ્રી ભરેલી છે. આ ગ્રન્થના આલમ્બનથી આજ પૂર્વે સંખ્યાબદ્ધ આત્માએ સન્માર્ગને પામી સાચા સુખને સાધી શકયા છે, આજે પણ સાધે છે અને ભવિષ્યમાં કે હજારો વર્ષો સુધી ભવ્ય સાધી શકશે, એમ જ્ઞાનીઓ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org