Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati

View full book text
Previous | Next

Page 10
________________ પ્રકાશકીય (૨જી હિન્દી આવૃત્તિનું) ‘ઉત્તરઝયણાણિ' મૂળપાઠ, સંસ્કૃત છાયા, હિન્દી અનુવાદ અને ટિપ્પણી સાથે બે ભાગોમાં પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે. પહેલા ભાગમાં વીસ અધ્યયનો છે. બાકીના અધ્યયનો તથા વિવિધ પરિશિષ્ટો બીજા ભાગમાં સંલગ્ન રહેશે. વાચના પ્રમુખ આચાર્યશ્રી તુલસી તથા તેમના ઈંગિત અને આકાર પર સર્વકંઈ ન્યોછાવર કરનાર મુનિવૃંદની આ સમવેત કૃતિ આગમિક કાર્યક્ષેત્રમાં યુગાંતરકારી છે. આ કથનમાં અતિશયોક્તિ નથી, પણ સત્ય છે. બહુમુખી પ્રવૃત્તિઓના કેન્દ્ર પ્રાણપુંજ આચાર્યશ્રી તુલસી જ્ઞાન-ક્ષિતિજના એક મહાન તેજસ્વી સૂર્ય છે અને તેમનું મંડળ પણ શુભ્ર નક્ષત્રોનું તપોપુંજ છે. આ વાત અત્યંત શ્રમસાધ્ય કૃતિમાંથી સ્વયં ફળીભૂત થાય છે. ગુરુદેવના ચરણોમાં મારો વિનમ્ર પ્રસ્તાવ હતો-આપના તત્ત્વાવધાનમાં આગમોનું સંપાદન અને અનુવાદ થાયઆ ભારતના સાંસ્કૃતિક અભ્યદયની એક મૂલ્યવાન કડીના રૂપમાં ચિર-અપેક્ષિત છે. આ અત્યંત સ્થાયી કાર્ય થશે, જેનો લાભ એકાદ-બે જ નહિ, પરંતુ અનેક ભાવિ પેઢીઓને મળતો રહેશે, મને એ વાતનો અત્યંત આનંદ છે કે મારી મનોભાવના અંકુરિત જ નહિ, પણ ફલવતી અને રસવતી પણ બની છે. ‘દસઆલિય'ની જેમ જ ‘ઉત્તરઝયણાણિ'માં પણ પ્રત્યેક અધ્યયનના પ્રારંભમાં પાંડિત્યપૂર્ણ આમુખ આપવામાં આવેલ છે, જેનાથી અધ્યયનના વિષયનો સાંગોપાંગ આભાસ મળી જાય છે. પ્રત્યેક આમુખ એક અધ્યયનપૂર્ણ નિબંધ જેવો છે. પ્રત્યેક અધ્યયનના અંતમાં તે અધ્યયનમાં રહેલ વિશેષ શબ્દો તથા વિષયો પર તુલનાત્મક વિમર્શ પ્રસ્તુત કરવામાં આવેલ છે. પ્રયત્ન એવો કરવામાં આવ્યો છે કે કોઈપણ શબ્દ કે વિષય વિમર્શશુન્ય ન રહે. ટિપ્પણગત વિમર્શના સંદર્ભો પણ સપ્રમાણ નીચે આપવામાં આવ્યા છે. તેરાપંથના આચાર્યોની બાબતમાં એમ કહેવામાં આવે છે કે તેઓએ પ્રાચીન ચૂર્ણિ, ટીકા વગેરે ગ્રંથોનો બહિષ્કાર કર્યો હતો. વાસ્તવમાં તેની પાછળ તથ્ય ન હતું. સત્ય જયાં ક્યાંય હોય તે આદરણીય છે, એ જ તેરાપંથી આચાર્યોની દૃષ્ટિ રહી છે. ચતુર્થ આચાર્ય જયાચાર્યે પ્રાચીન ટીકાઓનો કેટલો ઉપયોગ કર્યો હતો તે તેમની ‘ભગવતી જોડી વગેરે રચનાઓથી પ્રગટ થાય છે. “દસઆલિય” તથા “ઉત્તરજઝયણાણિ’ તો આ વાતના પ્રત્યક્ષ પ્રમાણ છે કે નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકાઓ વગેરેનો જેટલો ઉપયોગ પ્રથમવાર વાચનાપ્રમુખ આચાર્યશ્રી તુલસી તથા તેમના ચરણોમાં સંપાદન-કાર્યમાં લાગેલા યુવાચાર્ય મહાપ્રજ્ઞ તથા તેમના સહયોગી સાધુઓએ કર્યો છે તેટલો કોઈપણ અદ્યાવધિ પ્રકાશિત સાનુવાદ સંસ્કરણમાં થયો નથી, સમગ્ર અનુવાદ અને લેખનકાર્ય અભિનવ કલ્પના સાથે થયેલ છે. મૌલિક ચિંતન પણ તેમાં કમ નથી. બહુશ્રુતતા અને ગંભીર અન્વેષણ પ્રતિ પૂઇ ઝળકે છે. અમે આશા રાખીએ છીએ કે બે ભાગમાં પ્રકાશિત થનાર આ ગ્રંથ પાઠકોને નવી સામગ્રી પ્રદાન કરશે અને તેઓ આને ખૂબ આદર સાથે અપનાવી લેશે. આભાર આચાર્યશ્રીની સુદીર્ઘ દષ્ટિ અત્યંત ભેદક છે. જયાં એક બાજુ જન-માનસની આધ્યાત્મિક અને નૈતિક ચેતનાની જાગૃતિના વ્યાપક આંદોલનોમાં તેમની અમૂલ્ય જીવન-ક્ષણો વપરાઈ રહી છે, ત્યાં બીજી બાજુ આગમ-સાહિત્ય-ગત જૈન સંસ્કૃતિના મૂળ સંદેશને જન-વ્યાપી બનાવવાનો તેમનો ઉપક્રમ પણ અનન્ય અને સ્તુત્ય છે. જૈન-આગમોને અભિલષિત રૂપમાં ભારતીય તથા વિદેશી વિદ્વાનોની સંમુખ લાવી મુકવાની આકાંક્ષામાં વાચના પ્રમુખના રૂપમાં આચાર્યશ્રી તુલસીએ જે અથાગ પરિશ્રમ પોતાના ખભા પર લીધો છે, તેને માટે જૈન જ નહિ, પરંતુ સમગ્ર ભારતીય જનતા તેઓશ્રી પ્રત્યે કૃતજ્ઞ રહેશે. યુવાચાર્ય મહાપ્રશજીનું સંપાદન અને વિવેચનકાર્ય તથા તેરાપંથ-સંઘના અન્ય વિદ્વાન મુનિર્વાદનો સક્રિય સહયોગ પણ સાચેસાચ અભિનંદનીય છે. અમે આચાર્યશ્રી અને તેમના સાધુ-પરિવાર પ્રત્યે આ જન-હિતકારી પવિત્ર પ્રવૃત્તિ માટે નતમસ્તક છીએ. દીપાવલી શ્રીચંદ રામપુરિયા લાડનું કુલાધિપતિ જૈન વિશ્વભારતી સંસ્થાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 600