Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth Author(s): Tulsi Acharya, Mahapragna Acharya Publisher: Jain Vishva Bharati View full book textPage 9
________________ અનુવાદકીય જૈન આગમોમાં મૂલસૂત્રોનું સ્થાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને ઉત્તરાધ્યયન અને દશવૈકાલિક ભાષા અને વિષયની દૃષ્ટિએ અત્યંત પ્રાચીન છે. આ સૂત્રોની તુલના સુત્તનિપાત, ધમ્મપદ વગેરે પ્રાચીન બૌદ્ધ સૂત્રો સાથે કરવામાં આવી છે. ઉત્તરાધ્યયન જૈન આગમોમાં પ્રથમ મૂલસુત્ર છે. ઉત્તરાધ્યયનની ટીકાઓના આધારે એ જાણી શકાય છે કે ભગવાન મહાવીરે પોતાના અંતિમ ચાતુર્માસ વેળાએ પૂછાયા વિનાના ૩૬ પ્રશ્નોના જે ઉત્તરો આપ્યા તે આ ગ્રંથમાં ૩૬ અધ્યયનો રૂપે સંગૃહીત હોવાથી આનું નામ ઉત્તરાધ્યયન પડ્યું. ભદ્રબાહુસ્વામીની ઉત્તરાધ્યયન-નિયુક્તિ અનુસાર આ ૩૬ અધ્યયનોમાંથી કેટલાક અંગગ્રંથોમાંથી લેવામાં આવ્યાં છે, કેટલાંક જિનભાષિત છે, કેટલાંક પ્રત્યેક બુદ્ધો દ્વારા પ્રરૂપિત છે અને કેટલાક સંવાદરૂપે કહેવામાં આવ્યા છે अंगप्पभवा जिणभासिया पत्तेयबुद्ध-संवाया। बंधे मक्खे य कया छत्तीसं उत्तरज्झयणा ।। (गा. ४) ઉત્તરાધ્યયન સુત્રનું મહત્ત્વ તેના પર રચાયેલી સંખ્યાબંધ ટીકાઓથી પણ સમજી શકાય છે. પ્રાચીન કાળની ભદ્રબાહુની નિર્યુક્તિ, જિનદાસ ગણિની ચૂર્ણિ પછી ૧૧મી સદીમાં ઉત્તરાધ્યયન સૂત્ર પર બે અત્યંત સમૃદ્ધ ટીકાઓ મળે છે– આ. શાન્તિસૂરિ (ઈ.સ.૧૧મી સદી પ્રથમાધ) વિરચિત શિષ્યહિતા ટીકા તથા આ. નેમિચન્દ્રસૂરિ (ઈ.સ.૧૧મી સદી ઉત્તરાર્ધ) વિરચિત સુખબોધા ટીકા. આ બે ટીકાઓ પ્રાચીન ટીકાઓમાં શિરમોર સમાન છે. અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષામાં અનુવાદ સાથે પણ ઉત્તરાધ્યયનની અનેક આવૃત્તિઓ પ્રકાશિત થઈ ચૂકી અત્રે આપેલ ગુજરાતી અનુવાદ આચાર્ય તુલસીજીના વાચના-પ્રમુખત્વ તળે આચાર્ય મહાપ્રજ્ઞજી સંપાદિત હિન્દી આવૃત્તિનો અનુવાદ છે. વિસ્તૃત આમુખ, મૂળ અને સંસ્કૃત છાયા, હિન્દી અનુવાદ, ચૌદસો જેટલાં ટિપ્પણો અને નવ પરિશિષ્ટોમાં સમાયેલ આ દળદાર ગ્રંથ ઉત્તરાધ્યયન સૂત્રનાં બધાં રહસ્યોને વાચક સમક્ષ ખોલી આપે છે. પરંપરાગત ઉપદેશવચનોને પોતાની અનન્ય પ્રતિભાથી, સમગ્ર વિશ્વના ધર્મોના પોતાના મર્મગામી અધ્યયનથી અને જીવનકળાના પોતે પ્રબોધેલા નવ્ય પ્રકાશથી આચાર્ય મહાપ્રજ્ઞજીએ આપણી સમક્ષ સરળ અને સુબોધક શૈલીમાં સ્પષ્ટ કરી આપ્યાં છે. ગુજરાતી અનુવાદનું કાર્ય મને સોંપી પૂજય આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીએ મારા પર પરમ ઉપકાર કરેલ છે. તેઓશ્રીના શુભ આશીર્વાદથી જ હું આ કાર્ય કરી શક્યો છું. અનુવાદ કરવા પ્રેરનાર શ્રી શુભકરણજી સુરાણાનો અને કાળજીપૂર્વક પ્રકાશનકાર્યની સઘળી વ્યવસ્થા ગોઠવી આપવા માટે શ્રી સિદ્ધરાજજી ભંડારીજીનો હું અત્રે હૃદયપૂર્વક આભાર માનું છે. સમગ્ર ગ્રંથનું સુંદર લેસર કંપોસ્ટંગ કરી આપવા માટે ચિ. મયંકને ધન્યવાદ. - રમણીક શાહ ૧૭-૬-૨૦૦૨ અમદાવાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 600