Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકાઈ-હવે વિશેષ રૂપે દિશાઓની અપેક્ષાથી જીવના અલ્પબદ્ધત્વની પ્રરૂપણા કરાય છે.
દિશાઓની અપેક્ષાએ વિચાર કરવાથી દક્ષિણ દિશામાં બધાથી ઓછા પ્રષ્યિકાયિક જીવ છે. તેનું કારણ એ છે કે જ્યાં નકકર સ્થાન હોય છે ત્યાં પ્રધ્ધિકાયિક જીવ ઘણું હોય છે અને જયાં છિદ્ર કે પિલ હોય છે ત્યા થડા હોય છે. દક્ષિણ દિશામાં ઘણું ભવનપતિના ભવન અને નારકાવાસ હેવાના કારણે રંધોની વિપુલતા છે. તે કારણે દક્ષિણ દિશામાં પૃથ્વીકાયિક બધાથી ઓછા છે. દક્ષિણ દિશાની અપેક્ષાએ ઉત્તર દિશામાં પૃથ્વીકાયિક વિશેષાધિક છે. કેમકે ઉત્તરમાં દક્ષિણ દિશાની અપેક્ષાએ ભવનપતિના ભવન અને નારકા, વાસ ઓછા છે, તેથી જ ત્યાં સઘન સ્થાન અધિક છે, કેમકે પૂર્વમાં ચન્દ્ર, સૂર્ય દ્વીપ હોવાથી પૃથ્વીકાયિકનું બાહુલ્ય છે. પૂર્વ દિશાની અપેક્ષાએ પણ પશ્ચિમમાં વિશેષાધિક છે. કેમકે જેટલા ચન્દ્ર સૂર્ય દ્વીપ પૂર્વમાં છે તેટલા તે પશ્ચિમમાં પણ છે જ. પરંતુ લવણ સમુદ્રમાં ગૌતમ નામક દ્વીપ પશ્ચિમમાં અધિક છે, તેથીજ પૃથ્વીકાયિક પણ અધિક છે.
પૃથ્વીકાયિકોના અલપ બહુત્વની પ્રરૂપણા કરીને હવે દિશાઓની અપે. ક્ષાએ અપકયિકોના અ૫હત્વની પ્રરૂપણ કરાય છે
દિશાઓની અપેક્ષાએ બધાથી ઓછા અષ્કાયિક પશ્ચિમ દિશામાં છે, કેમકે પશ્ચિમ દિશામાં ગીતમદ્વીપ હોવાના કારણે ત્યાં જળ એછું છે–તેની અપેક્ષાએ પૂર્વ દિશામાં અકાયિક વિશેષાધિક છે, કેમકે પૂર્વમાં ગીતમદ્વીપ નથી અને તેને બદલે પાણી છે. પૂર્વની અપેક્ષાએ દક્ષિણમાં અષ્કાયિક વિશેવાધિક છે, કેમકે ત્યાં ચન્દ્ર, સૂર્યના તોપોનો અભાવ છે અને દક્ષિણની અપે ક્ષાએ ઉતરમાં વિશેષાધિક છે. કેમકે ત્યાં માનસરોવર હોવાના કારણે અષ્કાયિકની બહુલતા છે
| દિશાઓની અપેક્ષાથી સૌથી ઓછા તેજસ્કાયિક છે દક્ષિણ અને ઉત્તર દિશામાં છે. તેનું કારણ એ છે કે મનુષ્યક્ષેત્રમાંજ બાદર તેજસ્કાયિક જીવોનું વિદ્યમાન પણું હોય છે. બીજે નહીં તેમાં પણ જ્યાં મનુષ્યનું અધિકપણું હોય છે, ત્યાં પચન, પાચનની પ્રવૃત્તિ વિશેષ હોય છે. અને તે કારણે તેજસ્કાયિકેની પ્રચુરતા હોય છે. દક્ષિણ દિશામાં પાંચ ભરતક્ષેત્રમાં અને ઉત્તર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨