Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચમરાદિક કી પરિષ કા નિરૂપણ
લકના સ્વરૂપનું નિરૂપણ કરીને હવે લેકમાં રહેલા ચમરાદિકની પરિષદનું સૂત્રકાર કથન કરે છે-“ વાત ક ર કુમાર ” ઈયાદિ
સૂત્રાર્થ—અસુરેન્દ્ર, અસુરકુમારરાય ચમરની ત્રણ પરિષદ કહી છે–(૧) સમિતા, (૨) ચંડ અને (૩) જાતા. આભ્યન્તર પરિષદને શમિતા કહે છે, મધ્યમિકા પરિષદને ચંડા કહે છે અને બાહ્ય પરિષદને જાતા કહે છે. એ જ પ્રમાણે અસુરેન્દ્ર, અસુરકુમારરાય ચમરના સામાનિક દેવેની પણ ત્રણ પરિષદ કહી તેમના નામ પણ ચમરની પરિષદ જેવાં જ છે. એ જ પ્રમાણે ચમરના ત્રાય. અિંશક દેવોની પણ એ જ નામવાળી ત્રણ પરિષદ કહી છે.
લેકપલેની ત્રણ પરિષદનાં નામ તુમ્બા, ગુટિતા અને પર્યા છે. અને મહિષીઓની ત્રણ પરિષદનાં નામ પણ લોકપાલોની ત્રણ પરિષદે જેવાં જ છે. બલીની પરિષદાના પણ એ જ ત્રણ નામો છે. ધરણના જે સામાનિક અને ત્રાયશ્ચિશક દે છે તેમની પરિષદનાં નામ પણ સમિતા, ચંડા અને જાતા જ છે, તથા તેમના કપાલે અને તેમની અગ્રમહિષીઓની પરિષદનાં નામ ઈશા, ત્રુટિતા અને દઢરથા છે. ધરણના વિષયમાં જેવું કથન કરવામાં આવ્યું છે એવું જ કથન બાકીના ભવનપતિએ વિષે પણ સમજી લેવું.
પિશાચેન્દ્ર, પિશાચરાજ કાળની ત્રણ પરિષદનાં નામ આ પ્રમાણે છે, ઈશા, ત્રુટિતા અને દૃઢરથા. એ જ પ્રમાણે તેના સામાનિક દે અને અગ્રમહિષીઓની પરિષદે વિષે પણ સમજવું. તેમની પરિષદનાં પણ એજ નામે સમજવાં. ગાંધર્વના ભેદરૂપ જે ગીતરતિ અને ગીતયશ છે, તેમની પરિષદે. પણ એ જ નામવાળી છે. જ્યોતિકેન્દ્ર, અને તિષ્ઠરાજ. ચન્દ્રની ત્રણ પરિષદોનાં નામ નીચે પ્રમાણે કહ્યાં છે-(૧) તુમ્મા, (૨) ત્રુટિતા અને પર્યા. એજ પ્રમાણે તેમને સામાનિક દેવે અને તેમની અગ્રમહિષીઓની પરિષદ વિષે પણ સમજવું, અને સૂર્યની પરિષદે વિષે પણ એવું જ કથન સમજી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨