Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
મતતિ – સતત નાનાતિ રૂતિ સાતમી, આ વ્યુત્પત્તિ અનુસાર જે નિરંતર જાણતો જ રહે છે તેનું નામ આત્મા છે. જીવની એવી એક ક્ષણ પસાર થતી નથી કે જ્યારે આત્મા જાણવારૂપ ઉપયોગ ક્રિયાથી રહિત રહેતો હોય. જો કે ગત્ ધાતુનો અર્થ સતત ગમન કરવું પણ થાય છે, પરંતુ અહીં તે જાણવાના અર્થમાં વપરાયો છે. ઉપયોગ જ જીવનું લક્ષણ છે. આ લક્ષણ સિદ્ધ અને સંસારી બંને પ્રકારના જીવોમાં મોજૂદ હોય છે, તેથી આત્મામાં સર્વકાલિક બોધના સદ્ભાવનું પ્રતિપાદન થઈ જાય છે.
આ પ્રથમ પદમાં આત્માનું સ્વરૂપ પ્રગટ કર્યુ છે. – આત્મા એક છે, આ પદ અજાયબી ભરેલું છે; સંપૂર્ણ લોકનું જ્ઞાન આ પદ દ્વારા કરાવ્યું છે. આ પદથી ચરણ સ્તંભી જાય, વાણી વિરામ પામી જાય, મન શાંત અને સ્થિર થઇ જાય ને જીવ ધ્યાનમાં તલ્લીન બની જાય ત્યારે તે વિકલ્પોની દુનિયામાંથી નીકળી પોતાનો વિચાર કરતો થઈ જાય છે. જેને સાહિત્યમાં અર્થ પોરસી કહે છે, તેવા શબ્દો અને અર્થના ચિંતનમાં આત્મા ઊંડો ઊતરી જાય છે, ત્યારે પોતામાં ડૂબકી મારે ને જુએ ને વિચાર કરે છે કે મારી સમાન અનેક આત્મા નજરે પડે છે. અમે તો જુદા જુદા છીએ છતાં એક કેવી રીતે હોઈ શકે ? તેવા પશ્નના જવાબ પોતામાંથી જ મળે છે કે હા ભાઈ ! તું એક છે; સ્વતંત્ર છે; તારી સમાન બધાં છે ખરા પણ તું સ્વતંત્ર છે; માટે તું બીજામાં પડનહીં; તે તારા નથી. તું તારી રીતે એક જ છો અને એકત્વ જ તારું સ્થાન છે. સ્થાનથી બહાર ગયો માટે અનેકને તું તારી સમાન ન જાણતો, તારામય જાણવા લાગી ગયો અને હેરાન – પરેશાન થઈ ગયો. તે સારી રીતે એક અને એકત્વમાં જ છે છતાં તું તેને અનેકરૂપે જોઈ જાણી રહ્યો છો. જોનાર તું એક છો, જાણનારો એક, અનુભવ કરનારો એક, સુખી તું એક, સ્વતંત્ર ખરેખર તું એક છો. ભાઈ! તારું આંગણું તપાસ, તું એક છો, દ્રવ્યની જાતથી તું એક છો, ગુણથી ગુણી રૂપે તું એક છો. પર્યાયની અવસ્થા તારામાં થતી હોવાથી પણ તું એક છો. કેવું
36