Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
આવી પહોંચ્યું છે. આ સૂત્ર એકથી લઇને દસ સ્થાન સુધીની વાતો દર્શાવશે. જેમાં કેટલીક વાતો જીવો માટે ક્ષણભંગુર હશે. બાકી તો દુનિયામાં જેટલાં સ્થાનો છે તે બધાં સ્વાભાવિક અને વાસ્તવિક છે. તેને પોતાના માની લેવાના જે ભાવો કરવામાં આવે છે તે ક્ષણભંગુર હોવાથી સ્થાયી બનતા નથી. કયું સ્થાનક સ્થાયી બની શકે તેની જાણ, પરિજ્ઞાન કરાવવા માટે આ સૂત્રનું નામ છે સ્થાનાંગ.
તે સ્થાનાંગ એવું નામ જ અંગુલી નિર્દેશ કરીને કહે છે – ઊભા રહો, સ્થિર થાઓ, સાંભળો મારી વાત, તમે જેને શણગારો છો તે પારકી દુનિયાનો માલ લાવી, પારકી દુનિયામાં જ સ્થાપિત કરો છો. સ્થાપિત કરનાર તમે કોણ છો, તેને તો ઓળખો. તેનું સ્થાન અલૌકિક છે. ત્યાંના માર્ગ બહુ અમૂલ્ય, ઊંચા ને મહાન છે; સીધાને સુંદર છે; પુનરાગમન ન થાય તેવા છે. તે સ્થાનમાં લઇ જવા માટે જ મારું ઉપસ્થિત થવાપણું થયું છે. હું છું અરિહંત પરમાત્માનો સંદેશવાહક. ઠાણાંગ સૂત્ર મારું નામ, પ્રવચન આગમ પુરુષ તરીકે પ્રખ્યાતિ પામેલ છું.
પહેલું અંગ મારું આચરણનું હતું, બીજું અંગ સ્વ - પરને પ્રકાશિત કરનાર સૂત્રકૃતાંગ રૂપ હતું. હવે સ્વ સ્થાન ક્યાં છે અને પર સ્થાન ક્યાં છે ? તેવું ત્રીજા અંગનું સ્વરૂપ પ્રકાશિત કરવા હું આવી પહોંચ્યો છું. શ્રી ઠાણાંગ સૂત્રના રૂપમાં મને ખોલો, નિહાળો. એકીકરણના ભાવ લઈને આવ્યો છું. વધાવશો તો સુખી થશો; અરે ! પરમ સુખી થશો.
પ્રથમ સ્થાન મુમુલુસજજન ! | વિનયપૂર્વક યત્નાથી ખોલો મારા દ્વારને, તેમાં પ્રવચનથી પ્રવાહિત થયેલું પ્રકૃષ્ટ પદો ગાયા નજર સમક્ષ ચક્ષુગોચર થશે; તેનો અર્થ છે – આત્મા એક છે. અદ્ભુત વાત આપણને જાણવા મળે છે. આત્મા શબ્દ સત્ ધાતુથી બન્યો છે.
GS 35 4