________________
અધ્યાત્મ પંથની યાત્રા
સાચી આધ્યાત્મિક્તાનો ઉદય થાય અને આપણું જીવન કૃતકૃત્ય બને એ દૃષ્ટિને મુખ્ય રાખીને વિશેષાર્થોનું વિવરણ કરેલું હોવાથી આ ગ્રંથને “અધ્યાત્મને પંથે” એવું નામ આપેલું છે. આ ગ્રંથમાં માત્ર કોરું તત્ત્વજ્ઞાન નથી પરંતુ ઉત્તમ એવું જે અધ્યાત્મજ્ઞાન તેના સંક્ષિપ્ત વર્ણન સહિત દૈનિક જીવનમાં તેના પ્રયોગનું અને પ્રયોગની વિધિનું પણ તેમાં દિગ્દર્શન થયેલું છે. આમ આ ગ્રંથને “Synopsis ofPrinciples and Pracitce of Spiritualism” એ દૃષ્ટિની મુખ્યતાથી અવલોકન કરવાની વાચકવર્ગને વિનંતી છે.
આ ગ્રંથના આલેખનનો એક ઉદ્દેશ તો મૂળ ગ્રંથકર્તાના મહાન વચનોની ઊંડી વિચારણાના અવલંબનથી પોતાનું જીવન પવિત્ર બનાવવાનો અવસર વિશેષાર્થના લેખકને પ્રાપ્ત થાય તે છે. શ્રીમદ્જીના વચનોનો સાદો સરળ અર્થ યથાપદવી સામાન્ય મુમુક્ષુઓને પણ સમજવામાં આવે તે બીજો ઉદ્દેશ છે. ગુણાનુરાગી, સિદ્ધાંતપ્રેમી વિદ્વતર્ગને અને પૂજ્ય ત્યાગીગણને પણ શાસ્ત્રોક્ત દૃષ્ટિથી તેમના વચનોનો આધ્યાત્મિક અને સાહિત્યિક રસાસ્વાદ અનુભવવાનો અવસર પ્રાપ્ત થાય તે ત્રીજું પ્રયોજન છે. છેલ્લે, શ્રીજિન પરમાત્મા તથા પૂજ્ય પૂર્વાચાર્યોના વચનોનો સાર દેશકાળ આદિને ખ્યાલમાં રાખીને કેવી રીતે સરળ, અદ્ભુત પ્રયોગાત્મક અને લોકભોગ્ય શૈલીમાં શ્રીમદ્જીએ ગુજરાતી ભાષામાં રજૂ કર્યો છે તે વાતનો ખ્યાલ પણ સહજપણે આ વિશેષાર્થના અવલોકન દ્વારા પંડિતવર્ગને અને શાસ્ત્રાભ્યાસીઓને આવી જશે તેવી ભાવના અસ્થાને નહીં ગણાય.
ઉપસંહાર : આ પ્રમાણે જ્ઞાની પુરુષના વચનોનો સ્વશક્તિ પ્રમાણ વિચારવિસ્તાર કરવામાં અલ્પજ્ઞતાથી વા પ્રમાદથી કંઈ પણ ન્યૂનાધિક લખાઈ ગયું હોય તો સુજ્ઞપુરુષો તે તરફ અંગુલીનિર્દેશ કરશો અને વિશેષાર્થ લેખકની ક્ષતિને ક્ષમ્ય ગણી ઉદારભાવે મૂળમાંથી યથાર્થભાવ સમજશો એવી વિનંતી છે.
આ ઉત્તમ વચનોનો આશય સત્સમાગમના યોગે વારંવાર અભ્યાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org