Book Title: Adhyatmana Panthni Yatra
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 10
________________ અધ્યાત્મ પંથની યાત્રા અને પ૯ છે) ચૂંટીને તેમના પરની વિશેષ વિચારણાનું આલેખન થવાથી વર્તમાન ગ્રંથ બન્યો છે. શ્રીમદ્ રાજચંદ્રજીના વિશાળ ઉપદેશમાંથી આ ચાર પત્રો એવી રીતે ચૂંટવામાં આવ્યા છે કે જેથી આધ્યાત્મિક્તામાં રસ લેનાર સૌ કોઈને પોતપોતાની યોગ્યતા અને જરૂરિયાત પ્રમાણે ઉપયોગી પાથેય મળી રહે. આમ પ્રાથમિક ભૂમિકાના સાઘકથી માંડીને ઉચ્ચ કોટિના સાધક મુનિને પણ પોતાના જીવનને ઉન્નત, જ્ઞાનસભર, વિકાસશીલ અને સ્વ-પર-ઉપકારી બનાવવામાં આ તત્ત્વજ્ઞાન સહાયક, પ્રેરક અને માર્ગદર્શક બની રહે છે. - દરેક પત્રાંકના પ્રારંભમાં તેનો ટૂંકો સાર ભૂમિકારૂપે આપ્યો છે, જે વાંચ્યા પછી તેનું વિવરણ વાંચવાથી વિષયને તેના પૂર્વાપર સંબંધ સહિત સમજવાનું સહેલાઈથી બની શકશે. દરેક પૃષ્ટના ઉપરના ભાગમાં મોટા અક્ષરોમાં મૂળ ઉપદેશની પાંડુલિપિનું અવતરણ કરેલ છે અને તેનો વિશેષાર્થ નીચે નાના અક્ષરોમાં છાપેલો છે. વિશેષાર્થોના આલેખનમાં જે જે શાસ્ત્રોનો આધાર લીધેલો છે તેની વિગત જે તે પાનાની નીચેના ભાગમાં પાદનોંધ સ્વરૂપે આપેલી છે. ગુજરાતી અને હિંદી અવતરણો વિશેષાર્થની સાથે જ છાપ્યા છે જ્યારે કોઈક અપવાદ સિવાય સંસ્કૃત-પ્રાકૃત અવતરણોનું ગુજરાતી ભાષાંતર જ અવતરિત કર્યું છે, પણ મૂળ સ્ત્રોતની વિગત નીચે પાદનોંધમાં આપી છે, જેથી વિશેષ અભ્યાસી મૂળનું અવલોકન કરી શકે. વિશેષાર્થનું કદ મધ્યમ રાખેલું છે. દૃષ્ટિ અધ્યાત્મપ્રધાન રાખેલ છે અને પારિભાષિક શબ્દોનો ઉપયોગ ઓછો કર્યો છે. ગ્રંથનું આલેખન અને પ્રયોજનઃ શ્રીમદ્ રાજચંદ્રજીની અનુભવવાણી ખૂબ ગંભીર, અર્થસભર, તત્ત્વપ્રકાશક અને સાધકોને વિશિષ્ટપણે પ્રેરણાદાયી છે. વળી તેમના વિસ્તૃત, ઉત્તમ અને ઉપકારી ઉપદેશમાંથી માત્ર સંક્ષિપ્ત અને આવશ્યક તત્ત્વજ્ઞાનનો જ ઉપદેશ આ પત્રોમાં અવતરિત કરેલો છે. આ તત્ત્વજ્ઞાનનો દૈનિક જીવનમાં કેવી રીતે પ્રયોગ કરવો કે જેથી આપણા જીવનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 121