________________
॥ श्रीआचाराङ्ग प्रदीपिका ॥
388
આ સિવાય તેમણે કયા કયા ગ્રન્થો રચ્યા હતા તેમજ તેમના કુલ કેટલા શિષ્યો હતા તથા તેઓશ્રીએ શાસનપ્રભાવનાના કયા કયા કાર્યો કર્યા હતા તે મેળવવા અમે ઘણી શોધખોળ કરવા છતાં ન મળતા અત્યારે આટલાથી જ સંતોષ માનીએ છીએ.
આ સંપાદનમાં આધારભૂત
-:
: આચારાંગસૂત્રની પ્રદીપિકાની હસ્તલિખિત પ્રતિઓ :
(૧) પા. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડાર - પાટણ - ની આ પ્રતિ છે. પત્ર ૧ થી ૧૨૪. ભંડારનો કેટલોગ નંબર ૬૮૯૪ છે. પ્રત્યેક પત્રમાં લગભગ ૧૯ પંક્તિઓ છે. અને પ્રત્યેક પંક્તિમાં ૬૯ અક્ષરો છે. દરેક પત્રની મધ્યમાં રિક્ત સ્થાન છે. પ્રતિ શુદ્ધ પ્રાયઃ છે. મુખ્યતયા આ પ્રતિ ઉપરથી જ આ ગ્રંથની વાચના તૈયાર કરી છે.
(૨) હે.- શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડાર-પાટણની આ પ્રતિ છે. પત્ર ૧ થી ૧૮૩. ભંડારનો કેટલોગ નંબર ૧૦૪૦૯ છે. પ્રત્યેક પત્રમાં લગભગ ૧૫ પંક્તિઓ છે. અને પ્રત્યેક પંક્તિમાં ૫૨ થી ૫૫ અક્ષરો છે. પ્રત્યેક પત્રની મધયમાં તથા બંને બાજુમાં કલાત્મક સુશોભનો છે. ગ્રંથને અંતે ટીકાકારની પ્રશસ્તિ છે, જે પા. પ્રતિમાં નથી. પા. પ્રતિમાં જ્યાં પાઠ પડી ગયો હોય, તેમ જ અશુદ્ધ પાઠ હોય ત્યાં અમે હે. પ્રતિનો ઉપયોગ કર્યો છે.
આ સિવાય મુદ્રિત પ્રદીપિકાનો. પણ આ ગ્રંથના સંશોધન અને સંપાદન વખતે ઉપયોગ કર્યો છે. જેની માહિતી નીચે મુજબ છે.
888888
888
॥ ૨૬ ॥