Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01 Author(s): Motichand Oghavji, Satyasundarvijay Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 9
________________ દેશાંતર જતો રહે છે. ત્યાં કોઈ ભદ્રશ્રેષ્ઠીની નંદા નામે પુત્રી સાથે એનાં લગ્ન થાય છે. નંદાને ગર્ભ રહે છે. એવામાં એના પિતા પ્રસેનજિત્ રાજાને પ્રાણહર વ્યાધિ થાય છે અને શ્રેણિક ક્યાં છે એના ઉડતા સમાચાર મળે છે. પિતા પુત્રને બોલાવી લે છે. આજ્ઞાંકિત પુત્ર પણ વૃદ્ધ પિતાનો આદેશ શીર પર ચડાવી એમની સેવામાં હાજર રહેવાને ચાલી નીકળે છે. નંદાને પોતે કોણ છે એ વિષે એક સમસ્યા આપી જાય છે. તો પણ નંદા એ સમજી શકતી નથી. Bir the thingylkes અહીં પ્રસેનજિત્ રાજાનો વ્યાધિ વધી પડવાથી એનું મૃત્યુ નીપજે છે અને યુવરાજ ગાદીનશીન થાય છે. પાછળ નંદાને પુત્ર પ્રસવે છે. તે મોટો થાય છે અને પોતાનો પિતા ક્યાં છે એ સ્વાભાવિક પ્રશ્ન માતાને પુછે છે. માતા પણ શ્રેણિકે જતી વખતે એ આપેલી નિશાની પુત્રને બતાવે છે. વિદ્વાન પુત્ર તુરત સમજી જાય છે કે પોતે એક રાજપુત્ર છે અને એની માતા એક રાજપત્ની છે. પછી માતામહની આજ્ઞા લઈ માતાની સાથે પિતાને નગર જવા નીકળે છે. તે વખતે શ્રેણિકરાજા પોતાના અનેક મંત્રીઓમાં મંત્રીશ્વર-સર્વથી શ્રેષ્ઠ મંત્રી -Prime Minister- ની પદવી આપવાને માટે પરીક્ષા લે છે. તે પરીક્ષા સર્વ કોઈને માટે-પ્રજાજનને માટે કોઈ પણ દેશાંતરથી આવેલા પ્રવાસીને માટે પણ ખુલ્લી હતી. વય સુધાંનું પ્રમાણ બાંધ્યું નહોતું. પણ એ પરીક્ષામાં કોઈ ઉત્તીર્ણ (વિજયી) થતું નથી. આબાળ વૃદ્ધ સર્વ-અધિકારી વર્ગ પણ સર્વ નાસીપાસ થાય છે. એવામાં મોસાળમાં રહી જે પોતાના અતુલ બુદ્ધિબળ વડે સકળ વિદ્યાનો અભ્યાસ કરી પારંગત થયો છે, એવો વિદ્વાન અભય ત્યાં આવી પહોંચે છે. રાજાની પરીક્ષા વિષે સાંભળી પોતે એક ઉમેદવાર તરીકે બહાર પડે છે અને વયે નાનો પણ ચતુર અભય વિજયી નીવડે છે. રાજા વિજયી અભયને પોતાની પાસે બોલાવે છે; અને ઓળખાણ નીકળે છે. પિતા પુત્રને ભેટે છે અને મુખ્ય અમાત્યની મુદ્રિકા અર્પણ કરે છે. આમ પુત્રઅભય પિતા-શ્રેણિકરાજાનો મંત્રી થાય છે. (અહીં પહેલા સર્ગની સમાપ્તિ થાય છે.) આ પ્રમાણે અમાત્યની પદવી પ્રાપ્ત કરીને અભયકુમાર રાજા, પ્રજા,Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 322