Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01 Author(s): Motichand Oghavji, Satyasundarvijay Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 8
________________ | મંત્રીશ્વરનું જીવનચરિત્ર મૂળ સંસ્કૃતમાંથી ગુજરાતીમાં લખી પ્રસિદ્ધિમાં કરી મૂકવાનો યોગ આવ્યો છે. ને બીજું આ કાવ્યને વિષે કર્તા-કવિ ઉપાધ્યાયે અનેક અતિ ઉપયોગી વિષયોનો અનુપમ સંગ્રહ કર્યો છે. ધર્મનું યથાર્થ સ્વરૂપ, તત્વનો યત્નપૂર્વક, નિર્ણય, સ્વર્ગનરકાદિકનાં સુખદુ:ખનો તાદેશ ચિતાર, પ્રાસંગિક ઉત્તમ સ્ત્રીપુરુષોની નાની મોટી ઉપકથાઓ તથા સર્વથા અધિક કેવળી ભગવંતનો, સંસારી જીવને ઉપકાર કરનારો ઉપદેશ ઈત્યાદિ પ્રકરણોના પ્રસ્ફોટનને યોગે જાણે આ વૈરાગ્યરસના પ્રવાહની નદીઓ વહેતી કરી છે; તો એવા અમૂલ્ય અમૃતમય ઝરણામાંથી સર્વવિવેકી જનો યથારૂચિ પાન કરે એ પણ આ પ્રયાસનો એક હેતુ છે. | વળી ગ્રંથકારે આ ગ્રંથમાં ધર્મના અધિકારની સાથે પ્રસ્તુત મંત્રીશ્વરની બુદ્ધિકળાના દૃષ્ટાંતો અને ચમત્કારી કાર્યોની નોંધ લેતાં, ઉત્તમ કવિત્વશક્તિદર્શક ઉચ્ચ કલ્પનાઓ તથા પ્રૌઢ પણ સરલ શબ્દશૈલી સહિત સ્થળે સ્થળે ભિન્ન ભિન્ન ઋતુઓનાં વર્ણન, ગામ-નગર-પર્વતાદિ પૃથ્વીના વિભાગોના આબેહુબ ચિત્રો, સૃષ્ટિસૌંદર્યદર્શક સ્થળોનો મનહર આલેખ-વગેરે અભુત રસમય કાવ્યકળાના ચિત્તને આફ્લાદ ઉપજાવનારા વિષયો રૂપી પુષ્પોને અનેક અર્થ- ચમત્કૃતિ, વિવિધ વૃત્ત અને નવનવીન અલંકારો રૂપી દોરીઓ વડે ગુંથીને, આ ગ્રંથરૂપી પુષ્પહારની એવી મનપસંદ રીતે રચના કરી છે કે એ સંસ્કૃત હારનો સંસ્કૃતના અધિકારીઓ એકલા જ ઉપભોગ ન લે પણ ગુર્જરી ભાષાનો વિદ્વદ્વર્ગ સુદ્ધાં એ જુએ-નિરખે-હસ્તને વિષે ગ્રહણ કરે અને હોંશે હોંશે એની પરિમલથી આકર્ષાઈ એને સદાકાળ પોતાના કઠપ્રદેશને વિષે આરોપણ કરી રાખે-એવી પણ એક પ્રબળ ઈચ્છાને લીધે ભાષાંતર કર્તા એ પુષ્પહારને-એ મનહર અને નિત્યસુવાસિત હારને ગુર્જર જનમંડળને અર્પણ કરે છે. તો સર્વ ગુણજ્ઞ અને મહાનુભાવ આર્યજનો એને સાદર પરિધાન કરશે એવી અભિલાષા રાખવામાં આવે છે. માનવીની અભયકુમાર મગધદેશના રાજ્યકર્તા શ્રેણિક મહીપાલનો પુત્ર હતો. યુવરાજ શ્રેણિક પોતાના પિતાની હયાતીમાં એક વખતે પિતાથી રીસાઈને દૂરPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 322