Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 7
________________ પૂર્વે ગ્રીસ - રોમ આદિ પાશ્ચિમાત્ય દેશોના ઇતિહાસકારોએ પોતાના યા સમકાલીન કે પૂર્વકાલીન મહાપુરુષોનાં વૃત્તાન્ત લખી એમનાં નામ અમર કરવાનો યોગ્ય પ્રયાસ કર્યો છે; તેમ વર્તમાન સમયના ચરિત્ર નિરૂપકો પણ - પોતાની ઇષ્ટ વ્યક્તિને અમર કરવાની અંતઃકરણની લાગણી, અને મુખ્યત્વે છે. કરીને એ વ્યક્તિના કીર્તિકથનદ્વારા સમુદાયની ઉન્નતિનો પરિપૂર્ણ વિશ્વાસ-એ ઉભય વિચારથી નામાંકિત પુરુષોને જગપ્રસિદ્ધ કરે છે. જ્યારે આમ છે ત્યારે જે મહાપુરુષે એક વખતે (૧) પોતાની વસ્તૃત્વશક્તિથી, (૨) અત્યન્ત ગહન સિદ્ધાન્તોને વિકસિત કરનારા પોતાના સામર્થ્યથી, (૩) મનોજ્ઞ, દુપ્રેક્ષ્ય (dazzling) અને સર્વાશે યુક્તિમતું પ્રમાણોને ગ્રહણ કરી લેનારા પોતાના વિચારબળથી અને (૪) વિશાળ આશયો તથા - અસ્મલિત પુરુષાર્થથી, અત્યન્ત વ્યગ્રતાએ આકુળ છતાં પણ નિષ્કલંક અને : બહુદેશી દક્ષતાએ પૂર્ણ-કાર્યભાર વહન કરનાર રાજ્યનીતિજ્ઞ અમાત્ય તરીકે, જાણક્વચિત્ નમીને તો ક્વચિત્ નમાવીને દીર્ઘ દૃષ્ટિ પહોંચાડી દરેક કાર્ય કર્યું છે; વળી સ્વતંત્ર સત્તા વિના પણ પ્રધાનપદનું નિર્વહણ કરી, શાસન અને સાધુતાના આ સંમીલનથી પોતાના પૂર્ણ મહત્વની છાપ પાડી ઉત્તમપ્રકારની નિપુણતા સિદ્ધ કરી આપી છે; તથા રાજકુળમાં બનતા અનેક વિરોધવાળા પ્રસંગો શમાવવારૂપ આયાસમય ફરજો બજાવતાં, પ્રપંચ કરવામાં પ્રવીણ અને કાવતરાં કરવામાં કુશળ કહેવાતા પોલીસ ખાતાની અંગભૂત મારફાડ કર્યા વિના પણ વિજયપરંપરાઓ મેળવી અત્યન્ત અભિનંદનીય ચાતુર્ય દર્શાવ્યું છે; એટલું જ નહીં પણ, ઉત્તમપ્રકારની કાર્યશક્તિ, અંગીકૃત કાર્યમાં અખંડિત ઉત્સાહ અને દેશકાળને અનુસરતા વર્તન વડે, પોતાની કીર્તિને અક્ષય અને અજરપદ પ્રાપ્ત કરાવ્યું છે;એવા એક શાસ્ત્રપ્રસિદ્ધ નરરત્નનું જીવનચરિત્ર જનસમાજની ઐહિક તેમજ આમુષ્મિક ઉન્નતિનું ઉત્તમ સાધન થશે-એવી ધારણાથી આ અભયકુમાર ૧. “અભયકુમાર મંત્રીશ્વરની બુદ્ધિ હોજો” એ આપણા દર નવા વર્ષના દફતરમાં માંગળિક અર્થે લખાતા અનેક ઉત્કર્ષ સૂચક વાક્યોમાનું એક છે. એ પરથી પણ સમજાય છે કે અભયકુમારની બુદ્ધિ તીવ્ર અને સમયોચિત હોઈ ને જ દૃષ્ટાન્તાસ્પદ થઈ પડી હોવી જોઈએ.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 322