Page #1
--------------------------------------------------------------------------
________________
(ભકત મહાવી,
મીત ભકત
'
ન
મુનિશ્રી જિનચન્દ્રજી
Page #2
--------------------------------------------------------------------------
________________
માતૃભકત મહાવીર
પ્રવચનકાર
મુનિશ્રી જિનચન્દ્રજી (બંધુત્રિપુટી)
海
પ્રેરણા પ્રકાશન ટ્રસ્ટ : તીથલ, ભારત
Page #3
--------------------------------------------------------------------------
________________
MATRU BHAKAT MAHAVIR A discourse on Bhagwan Mahavir's Matru Bhakti MUNISHREE JINCHANDRAJI
© PRERNA PRAKASHAN TRUST First Edition, 1997 Fifth Edition, 2001
Copy : 1000
Price : Rs. 20/
Typesetting Yogesh Khatri, Mandvi-Kachchh.
Title Photo Ramesh Soni, Mumbai.
Printers Urmi Printers Ahmedabad. Ph. 5620838
Publisher PRERNA PRAKASHAN TRUST Shantiniketan Sadhana Kendra Tithal, Dist. Valsad, Gujarat. Pin 396 006. INDIA Phone : (02632) 48074
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય જીવનમાં શાંતિ અને સમાજમાં ક્રાંતિનો સંદેશ વિશ્વભરમાં પ્રસારતા પૂજ્ય બંધુત્રિપુટી મહારાજ જૈનધર્મના મહાન પ્રભાવક અને આગવી જીવન દ્રષ્ટિના ઉપાસક છે.
વિશ્વના અનેક દેશોમાં ચાલતી તેમની ધર્મયાત્રા દરમ્યાન થતા તેઓશ્રીના પ્રવચનોમાં ધર્મના મૌલિક સિદ્ધાંતોની વૈજ્ઞાનિક રજૂઆત અને જીવનસ્પર્શી અભિગમ સહુના હૃદયપટ ઉપર અમીટ છાપ ઉપસાવી જાય છે.
આવું જ એક અત્યંત પ્રેરણાદાયી પ્રવચન એટલે આ “માતૃભક્ત મહાવીર' આ પ્રવચન સાંભળીને અનેક વ્યક્તિઓના હૃદયના તાર ઝણઝણ્યા છે. અનેકની આંખો આંસુભીની બની છે.
સેંકડોની સંખ્યામાં સમાજમાં વહેંચાયેલી આ પ્રવચનની ઓડિયો-વિડિયો કેસેટોએ પણ અનેક પરિવારોમાં મનોમંથન જગાડ્યું છે અને જીવન પરિવર્તનનો એક રોમાંચક ઈતિહાસ સજર્યો છે !
આજથી પાંચ વર્ષ પૂર્વે તીથલના શાંતિનિકેતન સાધનાકેન્દ્રમાં પર્યુષણ પર્વ દરમ્યાન તેજસ્વી વક્તા પૂજયશ્રી જિનચન્દ્રજી મહારાજે આપેલું અત્યંત હૃદયસ્પર્શી આ પ્રવચન આજે પાંચમી આવૃત્તિરૂપે પુનઃમુદ્રિત થઈને આપના કરકમલમાં મૂકાઈ રહ્યું છે તેનું અમને ગૌરવ છે.
- આ પાંચમી આવૃત્તિમાં પ્રવચનની પૂર્વભૂમિકા' એ શીર્ષક હેઠળ લગભગ ૧૨ પેજનું મેટર નવું ઉમેરવામાં આવ્યું છે જેમાં જૈનધર્મમાં ઈશ્વર વિશેની માન્યતાની છણાવટ કરવામાં આવી છે જે ધ્યાનથી વાંચવા ભલામણ છે.
ભગવાન મહાવીરના હૃદયમાં માતૃભક્તિનો જેવો ભાવ હતો તેવો ભાવ આ પુસ્તિકાના વાંચન દ્વારા આપણા સહુના હૃદયમાં પણ જાગે તેવી શુભકામના સાથે, આ પુસ્તિકાના પ્રકાશનમાં તન-મન-ધનથી સહયોગી થનાર સર્વેના અમે આભારી છીએ.
ટ્રસ્ટીમંડળ - પ્રેરણા પ્રકાશન ટ્રસ્ટ
Page #5
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય શ્રી જિનચન્દ્રજી મહારાજે પર્યુષણ પર્વના પવિત્ર પ્રસંગે આપેલું
અત્યંત પ્રેરણાદાયી પ્રવચન માતૃભકત મહાવીર
અહીં બે વિભાગમાં વહેંચાયેલું છે.
પહેલા વિભાગમાં
ઉપકારી માતાપિતા પ્રત્યે બાળકોના હૃદયમાં કેવો ભાવ હોવો જોઈએ ?
અને બીજા વિભાગમાં માતાપિતાની શું ફરજો છે ? સંસ્કારોનો વારસો આપવા માટે માતાપિતાએ કેવી કાળજી લેવી જોઈએ ? એ વિષયની દયસ્પર્શી રજૂઆત
* કરવામાં આવી છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
માતૃભક્ત મહાવીર [પ્રવચનની પૂર્વભૂમિકા].
ભારતની આ પવિત્ર ધરતી ઉપર પ્રાચીનકાળથી જ સંતો, મહંતો અને અરિહંતો અવતરતા રહ્યા છે અને જગતના જીવોને કલ્યાણનો માર્ગ ચીંધતા રહ્યા છે.
આ ભારતની ધરતી પર જે કેટલાક ધર્મો પ્રારંભથી વિકસ્યા, એમાં મુખ્યત્વે ત્રણ ધારાઓ રહી :
(૧) હિંદુ પરંપરાની સનાતન ધર્મ પરંપરા (૨) બૌધ્ધ ધર્મની પરંપરા (૩) જૈન ધર્મની પરંપરા
આ ત્રણેય પરંપરા ભારતની અત્યંત પ્રાચીન ધર્મ પરંપરા છે અને ત્રણેય પરંપરાઓએ પાયાના કેટલાક મૌલિક તત્ત્વોનો સ્વીકાર કર્યો છે. આત્મ તત્ત્વનો સ્વીકાર કર્યો છે, પરમાત્મ તત્ત્વનો સ્વીકાર પણ કર્યો છે અને પરલોકની માન્યતાને તથા પુનર્જન્મની માન્યતાને પણ ત્રણેય ધર્મોએ સ્વીકારી છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
આ બધી વ્યાપક અને સર્વગ્રાહી આપણી સાત્ત્વિક માન્યતાઓ છે. પરંતુ એ આત્માના સ્વરૂપ વિષે અને પરમાત્માના સ્વરૂપ વિષે, આ પ્રત્યેક ધર્મ પરંપરાઓમાં પ્રાચીનકાળથી જ કેટલાક અલગ અલગ દ્રષ્ટિકોણ રહ્યા છે અને એ અલગ દ્રષ્ટિકોણને ઘણી વખત ન સમજનાર વ્યક્તિઓ ગેરસમજ કરી બેસતી હોય છે અને એવી કેટલીક ગેરસમજ આપણા સમાજમાં ફેલાયેલી છે. એમાંની એક ગેરસમજ “જૈનો નિરીશ્વરવાદી છે, એ ઈશ્વરને નથી માનતા, ભગવાનને નથી માનતા' આવી એક વ્યાપક માન્યતા બહુજન સમાજમમાં ફેલાયેલી છે.
પરંતુ મને એમ લાગે છે કે આ માન્યતા ઘણી ભૂલભરેલી અને અજ્ઞાનભરેલી છે. જૈનો ક્યારેય નિરીશ્વરવાદી રહ્યા નથી.
દર્શન હંમેશાં ઈશ્વરનો સ્વીકાર કરીને જ ચાલ્યું છે પરંતુ એ ઈશ્વર વિશેની જે કલ્પના છે, ઈશ્વર વિશેનો જે ખ્યાલ છે, એના સ્વરૂપ અંગેની જે માન્યતા છે એમાં જૈન દર્શન, અન્ય દર્શનો કરતાં જરાક જૂદું પડે છે.
જો જૈન દર્શન નિરીશ્વરવાદી હોય તો તમે વિચારો કે જૈન ધર્મમાં મંદિરોનું અસ્તિત્વ હોઈ શકત ખરૂં? મૂર્તિઓનું અસ્તિત્વ હોઈ શકત ખરૂં? ભક્તિમાર્ગનું અસ્તિત્વ હોઈ શકત ખરૂં? સ્તવન-સ્તુતિપ્રાર્થનાનું અસ્તિત્વ હોઈ શકત ખરું? જો ભગવાનને માનતા ન હોય તો પ્રાર્થના કોની કરવાની? તો કોના મંદિરો બનાવવાનાં? તો કોની મૂર્તિઓનાં નિર્માણ કરવાનાં ?
જૈન દર્શન પરમ આસ્તિક દર્શન છે. તે આત્મતત્ત્વને પણ
Page #8
--------------------------------------------------------------------------
________________
માને છે અને પરમાત્મતત્ત્વને પણ માને છે પરંતુ ૫રમાત્મા વિશેની એની બહુ સ્પષ્ટ સમજણ છે અને સ્પષ્ટ ખ્યાલો છે.
જૈન ધર્મે કોઈ એક વ્યક્તિને પહેલેથી પરમાત્મા તરીકે હંમેશને માટે સ્વીકારેલી નથી કે મહત્ત્વ આપ્યું નથી પણ એણે કહ્યું કે કોઈપણ આત્મા જો સાધના કરતો કરતો આગળ વધે અને પૂર્ણતાએ પહોંચે તો એ પરમાત્મા બની શકે છે. દરેક આત્માની અંદર પરમાત્મા બનવાની શક્યતા રહેલી છે.
એ આત્માએ પોતાની યોગ્યતાને પ્રગટ કરવી પડે અને એવી રીતે સાધના કરતાં કરતાં જે પરમ આત્મા બને એનું જ નામ છે ઈશ્વર, એનું જ નામ છે પરમાત્મા.
આપણે ત્યાં આત્માની ત્રણ ભૂમિકાઓ બતાવેલી છે. આત્મા શબ્દ જ્યાં જોડાયેલો હોય એવા ત્રણ શબ્દો આપણે ત્યાં પ્રચલિત છે. (૧) બહિરાત્મા (૨) અંતરાત્મા (૩) પરમાત્મા. આ ત્રણ ઠેકાણે આત્મા શબ્દ જોડાયેલો છે. આમાં આત્મા કોમન શબ્દ છે. પણ એની આગળના વિશેષણો બદલાય છે.
બહિર + આત્મા
બહિરાત્મા
અંતર + આત્મા = અંતરાત્મા અને
=
પરમ + આત્મા = પરમાત્મા
આત્મા એક જ છે પણ એ આત્માની આ ત્રણ ભૂમિકાઓ છે.
૩
Page #9
--------------------------------------------------------------------------
________________
જ્યાં સુધી આત્મા દેહની ભૂમિકાએ, ઈન્દ્રિયોની ભૂમિકાએ, સ્થૂલ પદાર્થોની ભૂમિકાએ કે સ્થૂલ જગતના ખ્યાલોની અંદર અટવાયેલો છે, બહારના બાહ્ય જગતની સાથે એ બંધાયેલો છે ત્યાં સુધી એ આત્મા બહિરાત્મા કહેવાય છે.
ક્યારેક એ જ આત્માને એ ખ્યાલ આવે છે કે “આ દેહધારી, આ નામધારી, આ રૂપધારી જે બાહ્ય વ્યક્તિત્વ છે તે હું નથી. હું તો એનાથી કોઈક જુદું જ તત્ત્વ છું. મારે મારા આત્માને નિર્મળ કરવો છે. અને એ જીવ બહારના જગતથી થોડોક પાછો વળીને આંતરજગત તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે, આત્માના ગુણોનો વિકાસ કરવાનો પ્રારંભ કરે છે અને સાધનાના માર્ગે એ જ્યારે ડગ માંડે છે ત્યારે એ જ બહિરાત્મા હવે અંતરાત્મા કહેવાય છે. કારણ કે એ આત્મા અંદરમાં વળ્યો છે, અંતર્મુખ બન્યો છે.
અને એ રીતે અંતર્મુખ બનેલો એ આત્મા સાધના કરતાં કરતાં જ્યારે પૂર્ણતાએ પહોંચે છે અને પોતાને લાગેલાં કર્મનાં બંધનો, વાસનાનાં બંધનો, કુસંસ્કારોનાં બંધનો આ તમામ આવરણોને ભેદીને, આત્મા પોતાના પૂર્ણ સ્વરૂપને, શુધ્ધ સ્વરૂપને, જ્યારે પૂર્ણતાથી પ્રાપ્ત કરી લે છે ત્યારે એ જ આત્મા પરમાત્મા કહેવાય છે.
આમ આત્માની જે આ ત્રણ ભૂમિકાઓ છે એમાં કોઈપણ આત્મા બહિરાત્મામાંથી અંતરાત્મા બને અને અંતરાત્મામાંથી પરમાત્મા થવાના માર્ગે આગળ વધે તો એ આત્મા પરમાત્મા બની શકે છે.
૪
Page #10
--------------------------------------------------------------------------
________________
એ પરમાત્મ તત્ત્વનાં પણ જૈન દર્શનમાં બે સ્વરૂપ બતાવવામાં આવ્યા છે. એ તત્ત્વને બે વિભાગમાં વહેંચવામાં આવ્યું (૧) અરિહંત અને (૨) સિધ્ધ.
નમો અરિહંતાણં,” “નમો સિધ્ધાણં”..... માળા ગણી જઈએ છીએ પણ અરિહંત અને સિધ્ધ એ બેમાં પાયાનો શું ફરક છે એનો જ આપણને કોઈ ખ્યાલ નથી. બંને આપણા ઉપાસ્ય અને આરાધ્ય છે. પરંતુ એ બંનેમાં કેટલોક ફરક છે.
જે આત્માઓ અંતરાત્મા બનીને પરમાત્મા બને છે. પૂર્ણતાને પહોંચે છે. એવા આત્માઓને સિધ્ધ કહેવાય છે.
પરંતુ કેટલાક આત્માઓ એવા પણ છે કે જેમણે આત્માના મૂળભુત ગુણોને ધક્કો પહોંચાડનારાં ચાર ઘાતકર્મોનો ક્ષય કરી દીધો છે પણ અઘાતી કર્મો આત્મા ઉપર લાગેલા હોવાથી હજી જે દેહની અંદર બંધાયેલા છે એવા આત્માઓને જૈનધર્મમાં “અરિહંત' કે “કેવળી” કહેવામાં આવે છે.
દેહાતીત થઈ ગયેલા પરમ આત્માઓને આપણે સિધ્ધ કહીએ છીએ. અને દેહની અંદર રહેલા પરમ આત્માઓને અરિહંત કહીએ છીએ.
(૧) જે સર્વજ્ઞ બન્યા છે, (૨) જે વીતરાગ બન્યા છે, (૩) જે કરૂણામૂર્તિ છે, (૪) જે અનંતશક્તિ સંપન્ન છે અને તીર્થકર નામકર્મનો ઉદય જેમનો ચાલી રહ્યો છે તેવા જે દેહધારી પરમ આત્માઓ
Page #11
--------------------------------------------------------------------------
________________
તેમને આપણે અરિહંત કહીએ છીએ પણ જ્યારે એ પણ દેહાતીત બની જાય છે ત્યારે એ સિધ્ધ કહેવાય છે.
એટલે કે એ સાકારરૂપે દેવતત્ત્વની ઉપાસના કરવી છે તો જૈન દર્શને કહ્યું કે ‘અરિહંત’ની ઉપાસના કરો. અને નિરાકાર રૂપે દેવતત્ત્વની ઉપાસના કરવી છે તો ‘સિધ્ધ' પરમાત્માની ઉપાસના કરો.
દેવનાં (૧) સાકાર અને (૨) નિરાકાર બંને સ્વરૂપોને અન્ય ધર્મ પરંપરાઓએ પણ માન્યાં છે. પણ જૈનધર્મમાં ‘સાકાર’ અને ‘નિરાકાર’ શબ્દનો પ્રયોગ કરવાને બદલે એને ‘અરિહંત’ અને ‘સિધ્ધ’ એવા બે શબ્દો આપી દેવામાં આવ્યા છે.
જૈન પરંપરાની અંદર - સિધ્ધો પોતાના આત્માનું કલ્યાણ કરી લે છે. પોતાના જ આત્માને, પોતાની ચેતનાને શુધ્ધ કરીને – નિર્મળ કરીને પૂર્ણતાએ પહોંચાડીને તે કૃતકૃત્ય બની જાય છે ને ત્યાં એમનું કાર્ય પૂરું થાય છે. જ્યારે અરિહંતના આત્માઓમાં એક વિશેષતા છે કે પોતાના આત્માની નિર્મળતા તો એ પ્રાપ્ત કરે જ, પરંતુ સાથે સાથે ‘તીર્થંકર નામકર્મ’ નામનું એક એવું વિશિષ્ટ પુણ્યકર્મ એમના ઉદયમાં આવે છે કે જેના કારણે એ જગતના કલ્યાણ માટેનો જબરદસ્ત અને સરળતાભર્યો પુરૂષાર્થ પણ કરે છે.
એવા અરિહંત કોઈ પણ આત્મા બની શકે છે. અહિં બેઠેલા આત્માઓમાંથી પણ સંભવ છે કે કોઈ અચિંહતનો આત્મા પણ હોઈ શકે. જો એ પોતાની બહિરાત્મ દશામાંથી બહાર આવે, અંતરાત્મ દશામાં પ્રવેશ કરે અને સાધના કરતાં કરતાં પૂર્ણ સ્થાને પહોંચી ને
૬
Page #12
--------------------------------------------------------------------------
________________
અરિહંત બની શકે તો એમાં કોઈ આશ્ચર્ય નથી અને એવા અરિહંતો દરેક કાળની અંદર ચોવીસ તીર્થકરોના રૂપમાં થતાં રહ્યાં છે.
જૈન ધર્મની કાળગણના પણ થોડી અલગ છે. હિંદુ પરંપરામાં દ્વાપરયુગ, ત્રેતાયુગ, સતયુગ અને કળિયુગ ના વિભાગો કરી કાળગણના કરવામાં આવી છે.
જૈન ધર્મે કાળગણના જરા જુદી રીતે કરી છે. એને ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ તરીકે ઓળખવામાં આવે છે. (ચડતો કાળ અને પડતો કાળ) આવા એક એક ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળના છ-છ ટૂકડાઓ પાડવામાં આવેલા છે જેને જૈનધર્મમાં છ આરા કહેવામાં આવે છે.
અત્યારે આપણે એ વિષયમાં ઊંડા નથી ઉતરવું. ઉત્સર્પિણી કાળમાં પણ ૨૪ તીર્થંકરો થાય છે અને અવસર્પિણી કાળમાં પણ ૨૪ તીર્થંકરો થાય છે. દરેક એક કાળના ટૂકડામાં ૨૪ આત્માઓ પોતાના આત્મકલ્યાણની સાથે સાથે જગતકલ્યાણનો જબરદસ્ત પુરૂષાર્થ કરીને, ધર્મતીર્થની સ્થાપના કરીને, ધર્મશાસનનું નાવડું તરતું મૂકીને અનંત આત્માઓના કલ્યાણનું કારણ બની જાય છે અને એવા આત્માઓનો પરમાત્મ તત્ત્વ તરીકે, પરમાત્મા તરીકે જૈનધર્મમાં સ્વીકાર કર્યો છે.
પરંતુ ફરક ક્યાં પડે છે? જૈનોને નિરીશ્વરવાદી કેમ ગણવામાં આવ્યા ? એવી ભૂલ કેમ થઈ ? એવી ગેરસમજ કેમ થઈ ? એનું કારણ એ છે કે કેટલીક ધર્મ પરંપરાઓએ જગતકર્તા તરીકે ઈશ્વરને સ્વીકાર્યો. જ્યારે જૈન પરંપરાએ ઈશ્વર તત્ત્વનો સ્વીકાર તો કર્યો પણ
Page #13
--------------------------------------------------------------------------
________________
એને જગતકર્તા તરીકે સ્વીકાર્યો નથી. કારણ કે જગતનો કર્તા જો ઈશ્વરને માનીએ તો એમાં ઘણી બધી સમસ્યાઓ ઉભી થાય છે, ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે કે જેના કા૨ણે ઈશ્વરનું દિવ્ય અને અદ્ભૂત સ્વરૂપ ખંડિત થાય છે.
એક માન્યતા એવી છે કે બ્રહ્માજીએ દુનિયાનું સર્જન કર્યું. શામાંથી કર્યું ? તો કહે ઃ એક ઈંડુ હતું, એ ફૂટ્યું અને એમાંથી દુનિયા બનાવી !
:
સવાલ ત્યાં આવશે કે, ઈંડુ ક્યાંથી આવ્યું ? ઈંડાને કોણે બનાવ્યું ? બ્રહ્માજીને કોણે બનાવ્યા ? ભગવાનને કોણે બનાવ્યા ? તો કહે : એ તો હતા જ. એટલે કે એ તો અનાદિ કાળથી હતા જ એવું સ્વીકારી લીધું. હવે જો એમ માનો કે ભગવાને આ દુનિયા બનાવી છે, ભગવાન જ બધું ચલાવી રહ્યા છે તો એમાં ક્યાંક ભગવાનનું સ્વરૂપ થોડુંક ખંડિત થાય છે.
પહેલી વાત એ કે, ભગવાન કેવા હોય ? શક્તિશાળી હોય કે નબળા હોય ? પૂર્ણ શક્તિશાળી જ હોય ને ! બીજી વાત : ભગવાન દયાળુ હોય કે કઠોર હૃદયના હોય ? સ્વાભાવિક છે કે દયાળુ જ હોય. તો જે માણસ શક્તિશાળી છે, દયાળુ છે એ દુનિયાને આવી વિચિત્ર શું કામ બનાવે ? કોઈકને દુઃખી બનાવ્યો, કોઈકને આંધળો બનાવ્યો, કોઈકને લંગડો બનાવ્યો, કોઈકને પાંગળો બનાવ્યો, કોઈકને મૂર્ખ બનાવ્યો, કોઈકને બુધ્ધિશાળી બનાવ્યો. ભગવાન કોઈ દિવસ પક્ષપાતી હોઈ શકે ખરા ? આ સવાલ ઉભા થયા.
Page #14
--------------------------------------------------------------------------
________________
જગતના કર્તા તરીકે જો ઈશ્વરને સ્વીકારીએ તો એમ કરવાથી એની કરૂણા ખંડિત થાય છે, એનું અનંત સામર્થ્ય ખંડિત થાય છે, તેથી જૈન દર્શને પરમાત્માનો સ્વીકાર કર્યો પણ પ૨માત્માને જગતના કર્તા તરીકે ન સ્વીકાર્યા. પરમાત્માને દ્રષ્ટા તરીકે સ્વીકાર્યા. કર્તા અને ભોક્તા તરીકે નહિ, પરંતુ જ્ઞાતા અને દ્રષ્ટા તરીકે પરમતત્ત્વનો સ્વીકાર કર્યો.
જૈન દર્શને અરિહંત પરમાત્માનો જો કોઈ મુખ્ય ગુણ દર્શાવેલો હોય તો એ તેમની કરૂણા છે, કોઈ પણ આત્મા તીર્થંકર ત્યારે જ બની શકે જ્યારે એના હૃદયની અંદર જગતના જીવો પ્રત્યેની કરૂણા પરાકાષ્ટાએ પહોંચે. કોઈ પણ જીવાત્માનું દુઃખ એનાથી જોયું ન જાય.
“ક્યારે મારામાં શક્તિ આવે, ક્યારે મને એવી તક મળે કે જગતના તમામ જીવોને દુઃખના તમામ બંધનોમાંથી મુક્ત કરી દઉં અને સૌને સાચા સુખના રસ્તે ચડાવી દઉં” આ ભાવના જ્યારે પ્રબળ બને છે ત્યારે એ આત્મા તીર્થંકર નામકર્મ બાંધે છે. તીર્થંકર થવાનું નિશ્ચિત કરી નાંખે છે. કોઈપણ તીર્થંકર તીર્થંકર થાય એના પૂર્વના ત્રીજા ભવે એ તીર્થંકર નામકર્મને એમની ઉત્કટ કરૂણાને કારણે નિકાચિત કરે છે.
66
“ સર્વે
એમના મનમાં સતત એક જ ભાવના રમતી હોય છે કે સવિ જીવ કરું શાસન રસી ઐસી ભાવ દયા મન ઉલ્લસી જીવોને આ ધર્મ શાસનના રસિયા બનાવી દઉં, કારણ કે આત્મા જ્યાં સુધી ધર્મના રંગે નહિ રંગાય, ધર્મનો રસ એને નહિ લાગે ત્યાં સુધી
૯
,,
Page #15
--------------------------------------------------------------------------
________________
એ દુઃખના કારણોથી દૂર નહિ જઈ શકે. એ દુઃખી થશે અને આ જગતના જીવોના દુઃખો મારાથી જોવાતાં નથી. ક્યારે એવી તાકાત આવે કે સૌને દુઃખથી મુક્ત કરીને સુખના સાચા રસ્તે ચડાવી દઉં !”
ધર્મના મૂળમાં કરૂણા છે. એ કરૂણા પરાકાષ્ટાએ પહોચે છે ત્યારે જ કોઈ પણ આત્મા તીર્થકર બને છે અને એવા કરૂણામૂર્તિ તીર્થકરો “સવિ જીવ કરું શાસન રસી” ની ભાવના કરે છે. અને એ દ્વારા આપણને બીજો પણ એક મૂક સંદેશ આપે છે.
તમે તીર્થકર ન હો તો જગતના બધા જીવોને શાસનના રસિયા ભલે ન બનાવી શકો, ભલે ધર્મના રંગે ન રંગી શકો, પણ કમસેકમ જ્યાં તમારો હાથ પહોંચતો હોય, જ્યાં તમારી જવાબદારીઓ હોય ત્યાં તમારા વારસદારોને, તમારા પરિવારને, તમારા પુત્રપુત્રીઓને ધર્મના રસિયા બનાવો. કારણ કે જો તેઓ ધર્મના રંગે નહિ રંગાયા હોય તો જીવનમાં ક્યારેય સાચા સુખનો અનુભવ નહિ કરી શકે.
ભગવાન તીર્થકરોના જીવનના એક એક પ્રસંગો, એ માત્ર પ્રસંગો તરીકે મૂલવવાના નથી હોતા, પણ એમાંથી ઘણી બધી અદ્ભુત પ્રેરણાઓ આપણને પ્રાપ્ત થતી હોય છે અને એ પ્રેરણાઓને આપણે ઝીલવાની છે. એમણે જગતના સર્વ જીવોને ધર્મ રસિયા બનાવવાની શા માટે ચિંતા કરી ? કારણ કે એમણે પોતાના અનંતજ્ઞાનમાં જોયું અને જીવનમાં પણ એ અનુભવ્યું કે આત્માનું સાચું સુખ તો ધર્મ દ્વારા જ મળે છે.
૧૦
Page #16
--------------------------------------------------------------------------
________________
આપણે પણ આપણા પરિવારને, આપણા બાળકોને સુખી જોવા ઈચ્છતા હોઈએ તો, આપણે એમને ક્યો વારસો સોંપવો? એ વિચારી લેજો. તમારા સંતાનોને તમારે ક્યો વારસો આપવો છે? માત્ર ધંધાનો જ વારસો આપશો ? માત્ર પૈસાનો જ વારસો આપશો ? કે ધર્મનો અને સંસ્કારનો પણ વારસો આપવો છે?
યાદ રાખજો, જ્યાં સુધી આત્મા ધર્મની સાથે નહિ જોડાય ત્યાં સુધી એના જીવનમાં દુઃખોનો અંત આવવાનો નથી, ધન તમને સુખની સામગ્રી અપાવી શકશે પણ સુખની અનુભૂતિ નહિ અપાવી શકે.
સુખની સામગ્રી મળવી એક જૂદી વસ્તુ છે અને સુખની અનુભૂતિ મળવી એ જુદી વસ્તુ છે. સંપત્તિ-પૈસો એ તમને સુખનાં સાધનો અપાવી શકશે, સામગ્રીઓ અપાવી શકશે, પણ સુખ અપાવી શકશે એવી ભ્રમણામાં રહેતા નહિ.
અઢળક સંપત્તિના સ્વામીઓ પણ આજે ભયંકર દુ:ખી છે. ધર્મની અનુભૂતિ વિનાના શ્રીમંતો જેટલા દયાપાત્ર આજે કદાચ બીજા કોઈ નહિ હોય. એ અંતરથી દુઃખી છે, કારણ કે એમની પાસે સંપત્તિ છે, પણ ધર્મ નથી.
જે શ્રીમંતોએ માત્ર પૈસાને પ્રાધાન્ય આપ્યું હશે, એ ઉદ્યોગપતિ હશે, મીલમાલિક હશે, કે ગમે એવો મોટો વેપારી હશે, પણ એની પાસે જો કોઈ સાધન નહિ હોય, પરમાત્માની કોઈ ઉપાસના નહિ હોય, જો તત્ત્વજ્ઞાનનાં ઝરણાં એના હૃદયને ભીજવતાં નહિ હોય તો એ શ્રીમંત હોવા છતાં આંતરિક રીતે ભયંકર દુઃખી હશે.
Page #17
--------------------------------------------------------------------------
________________
સુખની અનુભૂતિ અપાવવાની તાકાત માત્ર ધર્મ અને અધ્યાત્મની અંદર છે. જૈનધર્મની ઈશ્વર વિશેની કલ્પના, ઈશ્વર વિશેની માન્યતા આ છે, એણે ઈશ્વરને જગતના કર્તા તરીકે નહિ પરંતુ વિશ્વના સર્વ જીવો પ્રત્યે કરૂણા વહાવતા ગણ્યા છે, એમણે એવા મહાન આત્માઓને ઈશ્વર તરીકે સ્વીકાર્યા છે કે જે ધર્મની ગંગા વહાવે છે, ધર્મનો માર્ગ ચીંધે છે અને જગતના જીવોને સાચા સુખનો રસ્તો બતાવે છે.
જૈન દર્શન ઈશ્વ૨તત્ત્વને તો સ્વીકારે જ છે પરંતુ એનું સ્પષ્ટ મંતવ્ય છે કે જીવે પોતાના પુરૂષાર્થથી પોતાના જીવનના ઘડવૈયા બનવાનું છે. ભગવાન કોઈનું જીવન ઘડવા બેસતા નથી, એ કોઈ ક્રિયેટર નથી.
અન્ય ધર્મની પરંપરા કરતાં જૈનધર્મની માન્યતા અહિં જૂદી પડે છે. અન્ય પરંપરામાં ઈશ્વરને જગતના કર્તા તરીકે, ક્રિયેટર તરીકે સ્વીકાર્યા છે. જ્યારે જૈનધર્મે એમને ઉપદેશક તરીકે સ્વીકાર્યા છે. માર્ગદર્શક તરીકે સ્વીકાર્યા છે, ધર્મપ્રવર્તક તરીકે સ્વીકાર્યા છે પણ ઈશ્વરને સ્વીકાર્યા તો છે જ.
દરેક ઉત્સર્પિણી કાળમાં અને અવસર્પિણી કાળમાં આવા ચોવીસ-ચોવીસ તીર્થંકરો જે થાય છે તે તમારા-મારામાંથી જ કોઈક થાય છે.
આપણા જ જેવા, એક વખતના સામાન્ય આત્માઓ, પણ સાધના કરીને પરમ આત્મા બની શકે છે.
૧૨
Page #18
--------------------------------------------------------------------------
________________
આ પણ એક બહુ મોટો આશાવાદ છે. જૈનદર્શનમાં ક્યાંય વ્યક્તિ પૂજા નથી કે ક્યાંય કોઈ વ્યક્તિને ચોક્કસ ભગવાન તરીકે બેસાડી દીધેલા નથી. જૈનદર્શન તો એમ કહે છે કે તેમનો આત્મા પણ પામર દશામાં હતો. અને પામરમાંથી એ પરમ બન્યા છે. તો તમે કેમ ન બની શકો ? | તીર્થંકરો કહે છે, “ ભાઈ, તું પણ જાગી જા, માંહ્યલાને ઢંઢોળ, કદમ ઉપાડ. તું પણ પરમ બની શકીશ” આપણને આવો આશાવાદ આપનાર એ તીર્થકરો આપણા પરમ ઉપકારી છે અને એવા તીર્થકરો પણ એક વખત તો આપણા જ જેવા આત્માઓ હોય છે. પણ એ અંનતની ભવયાત્રા કરતાં કરતાં તીર્થકર તરીકે આ વિશ્વમાં
જ્યારે અવતરે છે એની પહેલાંનો એમનો છેલ્લો ભવ, દેવલોકનો જ હોય છે, દેવલોકમાંથી જ તીર્થકરનો આત્મા આ મૃત્યુલોકમાં માતાની કુક્ષીએ અવતરિત થતો હોય છે.
તીર્થંકરના આત્માઓ પૂર્વના એ છેલ્લા ભવમાં દેવલોકના દોમદોમ સુખોની વચ્ચે પણ જાગૃત રહીને સતત નિર્લેપપણે પોતાનો સમય વિતાવે છે અને ત્યાં રહ્યા રહ્યા પણ એના હૃદયમાં એક જ તમન્ના સતત ચાલતી હોય છે કે ક્યારે આ જન્મનું આયુષ્ય પુરૂં થાય, ક્યારે મનુષ્યલોકમાં જન્મ લઉં, ક્યારે સાધના કરું, ક્યારે પૂર્ણતાને પામું અને
ક્યારે આ જગતના કલ્યાણ માટે ધર્મ શાસનની સ્થાપના કરીને દુનિયાના દુઃખને દૂર કરાવનારું એક ધર્મનું નાવડું તરતું મૂકું.
૧૩
Page #19
--------------------------------------------------------------------------
________________
દેવલોકના સુખોની વચ્ચે રહેલો પણ એ આત્મા સતત ઝંખે છે જગતના જીવોનો ઉદ્ધાર અને વિશ્વનું પરમ કલ્યાણ. જગત કલ્યાણની આ ઉત્કૃષ્ટ ભાવના અને તીવ્ર તમન્ના સાથે એ તીર્થકરોનો આત્મા મનુષ્યલોકમાં ગર્ભરૂપે અવતરે છે.
૧૪
Page #20
--------------------------------------------------------------------------
________________
માતૃભકત મહાવીર
ભગવાન મહાવીરનાં માતા ત્રિશલાનો ગર્ભકાળ પૂરો થયો ને એમણે પુત્રને જન્મ આપ્યો.
રાજા સિદ્ધાર્થના પરિવારમાં આનંદ આનંદ છવાઈ ગયો. સમગ્ર નગરીમાં વર્ધમાનકુમારના જન્મનો મહોત્સવ મંડાયો.
એ જ્યારથી ગર્ભમાં આવ્યા ત્યારથી રાજા સિદ્ધાર્થને ત્યાં ધન, સમૃદ્ધિ, યશ-કીર્તિ, આરોગ્ય વિગેરે બધું વધતું જ રહ્યું હતું. એટલે એ લોકોએ નક્કી કર્યું હતું કે જ્યારે આપણે ત્યાં પુત્ર જન્મ થશે ત્યારે એનું નામ વર્ધમાન એવું આપીશું... અને એ રીતે પુત્રનું નામ ‘વર્ધમાનકુમાર' પાડવામાં આવ્યું.
વર્ધમાનકુમા૨ ધીમેધીમે મોટા થઈ રહ્યા છે, ઉછરી રહ્યા છે. એ સાત-આઠ વર્ષના થયા ને એમણે કેટલાક મિત્રો બનાવ્યા. મિત્રોની
૧૫
Page #21
--------------------------------------------------------------------------
________________
સાથે એ હરે છે, ફરે છે, રમે છે, બધું જ કરે છે. દુનિયાની ક્રિયાઓ પણ એ અલિપ્ત ભાવે કરે છે પણ એમના હૃદયમાં તો ઉદાસીનતા જ ૨મે છે. એમ કરતાં કરતાં એ યુવાન થાય છે... ને યુવાન થયેલા વર્ધમાનકુમારનાં માતાના મનમાં જાતજાતના મનોરથો જાગવા લાગ્યાં.
સંસારની કોઈપણ સ્ત્રી હોય, દીકરાને જન્મ આપ્યાનો એને આનંદ હોય છે, પછી દીકરાને મોટો કરીને ઉછેર્યાનો આનંદ હોય છે ને દીકરો જ્યારે મોટો થઈ જાય ત્યારે એના મનમાં એક જ મનોરથ હોય છે કે “કયારે દીકરાને પરણાવું.''
ત્રિશલા પણ આ સંસારની એક સ્ત્રી હતી.
""
ભલે એ તીર્થંકરની મા હતી પણ આખરે એ એક સ્ત્રી હતી. એને પણ એમ થયું કે “કયારે વહુના મુખનાં દર્શન થાય ? કયારે હું મારા દીકરાને વરઘોડે ચઢાવું ? કયારે હું એના લગ્નનો આનંદ માણું ?’ પણ બીજી બાજુ વર્ધમાનકુમા૨નો એણે નાનપણથી જ અનુભવ કર્યો છે. એને ખ્યાલ છે કે મારો દીકરો વિરકત છે. સંસારની કોઈ પ્રવૃત્તિમાં એને રસ નથી. એ તો કાયમ કોઈ ચિંતનમાં ખોવાયેલો રહે છે. એણે કયારેક કોઈક વાતો કરી છે તો એક જ વાત કરી છે કે ‘મા, આ સંસારનાં દુ:ખો જોવાતા નથી. મારે સહુને સાચા સુખનો રસ્તો બતાડવો છે, મારે આ જગતના જીવોનું કલ્યાણ કરવું છે.'
એના વિચારો, એની વાતો, બધું જ કંઈક અલાયદું છે. એને સંસારનો કોઈ રંગ સ્પર્શતો હોય એવું દેખાતું નથી. એવા વૈરાગી વર્ધમાનકુમા૨ને પરણવાની વાત શી રીતે કરવી ?
માતા ત્રિશલા મનમાં મૂંઝાય છે.
એવામાં સમરવીર રાજાની કુંવરી યશોદાનું માગું વર્ધમાનકુમા૨
૧૬
Page #22
--------------------------------------------------------------------------
________________
માટે આવ્યું. એટલે ત્રિશલાએ મનથી નક્કી કર્યું કે આવું સરસ માગું આવ્યું છે તો એને તો વધાવી જ લેવું જોઈએ.
પણ વર્ધમાનકુમારને એ માટે વાત શી રીતે કરવી ? પહેલાં ભૂમિકા તો બનાવવી જોઈએ ને ?
એટલે માતા ત્રિશલાએ વર્ધમાનકુમારના મિત્રોને બોલાવ્યા અને કહ્યું કે “તમારે મારું એક કામ કરવાનું છે.”
મિત્રો માનું કામ કરવા તૈયાર હતા. એમણે કહ્યું : “બોલો મા.'
માએ કહ્યું, “તમારે વર્ધમાન સાથે કેવી મૈત્રી છે ? તમારી વાત વર્ધમાન માને કે ન માને ?'
મિત્રો કહે, “અરે હોય કંઈ ? વર્ધમાન તો અમારો પરમ મિત્ર છે એટલે એ તો અમારી વાત માને જ.”
મા કહે, “પણ જો જો હોં ભૂલા ન પડતા.”
આમ કહીને માએ મિત્રોને ટાઈટ કર્યા ને પછી કહી દીધું કે વર્ધમાનકુમાર માટે રાજકુમારી યશોદાનું માગું આવ્યું છે ને તમારે એ માટે એને તૈયાર કરવાનો છે.'
મિત્રો કહે, “મા કંઈ વાંધો નહિ, અમે હમણાં જ જઈએ છીએ.
અને મિત્રો ઉપડયા વર્ધમાનકુમાર પાસે. વર્ધમાનકુમાર રાજમહેલમાં તત્ત્વચિંતનમાં બેઠા હતા. ત્યાં મિત્રો આવી પહોંચ્યા.
મિત્રો કહે, “વર્ધમાન શું વિચારે છે ?' વર્ધમાને આવકાર આપ્યો, “આવો ભાઈઓ.” અને વાતચીત ચાલી. મિત્રો કહે, “જુઓ આજે અમે ચોક્ત કામ માટે આવ્યા
Page #23
--------------------------------------------------------------------------
________________
છીએ. તમારે હા પાડવાની જ છે. બોલો, અમે જે કંઈ કહીએ એની હા પાડશો ને ?
વર્ધમાન કહે, ‘શી વાત છે તે તો કહો, વાત જાણ્યા સિવાય શી રીતે હા પાડું ?'
મિત્રો કહે, ‘તમે હા પાડો કે ના પાડો કંઈ ચાલવાનું જ નથી... તમારે હા પાડવાની જ છે. અમે કાંઈ એમ–નેએમ આવ્યા નથી. અમને તમારી માતાએ મોકલ્યા છે. તમારા માતાપિતા કંઈક ઈચ્છે છે ને અમે એમની ઈચ્છાની વાત લઈને આવ્યા છીએ ને તમારે એ માનવી જ પડશે.'
આમ કહીને મિત્રોએ વાત રજૂ કરતાં કહ્યું, ‘સમરવી રાજાની પુત્રી યશોદાનું માગું તમારા માટે આવ્યું છે. માતા ત્રિશલા ઈચ્છે કે તમે એનું પાણિગ્રહણ કરો.'
મિત્રો આટલી વાત કરે છે ત્યાં તો માતા ત્રિશલા આવી ચઢયાં. માને અચાનક આવેલાં જોઈ વર્ધમાનકુમાર પોતાના સિંહાસન પરથી ઉભા થઈ ગયા. ‘મા, તમે કેમ અહીં પધાર્યા ? મને બોલાવી લેવો હતો ને ? કંઈ કામ હોય તો હું જ તમારી પાસે આવી જાત. તમે કેમ આવ્યાં ? મારા વિનયમાં શું ખામી દેખાણી ?'
ત્રિશલા કહે, ‘બેટા, તારા વિનયમાં તે ખામી હોય ? તારા વિનયમાં મેં કયાંય ખામી જોઈ નથી... તારા માટે મને કોઈ શંકા નથી... પણ હું તને બોલાવું ને તું આવે એટલો તારા દર્શનમાં વિલંબ થાય એ મારાથી સહન થયું નહિ માટે તને મળવા દોડી આવી છું.' વર્ધમાનકુમાર કહે, ‘કહો મા, શું કામ છે ?'
૧૮
Page #24
--------------------------------------------------------------------------
________________
મા કહે, “શું નક્કી કર્યું તેં ? તારા મિત્રોની વાત તેં ધ્યાનમાં લીધી કે નહિ ? બસ એ જ વાત કરવા આવી છું.”
વર્ધમાનકુમાર નીચી નજર નાખી જાય છે. એમને તરત જ પોતાનો ભૂતકાળ યાદ આવે છે ને વિચારે છે “અત્યારે તો હું મારી ભાવનાઓમાં રાચતો રહું છું. પણ ભૂલી જાઉં છું કે હું માતાના ગર્ભમાં હતો ત્યારે મેં એક સંકલ્પ કરેલો છે.”
વર્ધમાનકુમારને ગર્ભાવસ્થામાં કરેલો એ સંકલ્પ યાદ આવી ગયો ને માને ના પાડવાની હિંમત ગુમાવી બેઠા. નીચી નજર નાખીને બેસી રહ્યા અને માને જોઈ રહ્યા.
મા ત્રિશલા પૂછે છે, “બેટા, શા વિચારમાં ખોવાયો છે ?”
પણ વર્ધમાનકુમાર કાંઈજ બોલતા નથી. ને વર્ધમાનકુમારના મૌનમાં માએ હા વાંચી લીધી. માના આનંદની કોઈ અવધિ ન રહી.
કુમાર વર્ધમાનને ગર્ભકાળ દરમ્યાન પોતે કરેલી પ્રતિજ્ઞા યાદ આવી ગઈ છે અને તેઓ એના જ વિચારમાં ખોવાઈ ગયા છે.
કોઈપણ તીર્થંકરનો આત્મા જ્યારે ગર્ભમાં હોય છે ત્યારથી જ એ ત્રણ ત્રણ જ્ઞાન સાથે જ અવતરતો હોય છે : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન. ગર્ભમાં પણ માતાનો સુખનો વિચાર :
એવા અવધિજ્ઞાની તીર્થકર મહાવીરના આત્માએ ગર્ભાવસ્થામાં જોઈ લીધું કે હજી તો મારો જન્મ પણ નથી થયો, હજી તો હું ગર્ભમાં જ છું છતાં મારા માતાપિતા કેટલાં ખુશમાં છે ! એમના હૃદયમાં મારા માટે કેટકેટલો પ્રેમ ઉછળી રહ્યો છે !.. જ્યારે મારો જન્મ થશે ને
૧૯ :
Page #25
--------------------------------------------------------------------------
________________
મારું મોટું જોશે ત્યારે એમનો એ પ્રેમ, એમનો મારા પ્રત્યેનો અનુરાગ કેવા ઉછાળા મારશે ? આવા પ્રેમાળ માતાપિતાને દુઃખી તો કેમ કરાય?'
એમ વિચાર કરતાં વળી પાછો આગળ વિચાર આવ્યો, “અત્યારે હું આ ગર્ભમાં આઘોપાછો થાઉં, હાથપગ હલાવું તો મારી માતાને કેટલું બધું કષ્ટ પહોંચે ? જે મને આટલો પ્રેમ આપે છે એને મારાથી કષ્ટ શી રીતે આપી શકાય ? ના, ના... મારે માને દુ:ખી નથી કરવી. એના કરતાં તો હું શાંતિથી સ્થિર પડયો રહું તો કેવું સારૂં!'
એટલે વર્ધમાનકુમારે ગર્ભમાં રહ્યું રહ્યું હાથપગ હલાવવાનાં બંધ કર્યા. અંગોપાંગ સ્થિર કરી દીધા. માતાને કષ્ટ ન થાય, એને તકલીફ ન થાય તે માટે વર્ધમાનકુમારે તો ગર્ભમાં હલનચલન બંધ કર્યું પણ એ સદૂભાવના માતાને દુઃખી કરનારી બની ગઈ.
એક દિવસ ગયો, બે દિવસ ગયા, ત્રણ દિવસ ગયા ને માતા ત્રિશલા તો ઉદાસ થઈ ગયાં. એમને એમ થઈ ગયું કે “પહેલાં તો મારા શરીરમાં ગર્ભ હાલતો હતો, ને હમણાં હમણાં બે દિવસથી ગર્ભનું એ હલનચલન બંધ થઈ ગયું છે... શું થઈ ગયું હશે ? ગર્ભ પડી ગયો હશે ? બાળકનું મૃત્યુ થયું હશે ?.. અરે રે, મારું આ શું થઈ ગયું?”
..ને મનથી દુઃખી થયેલા માતા ત્રિશલા કાળું કલ્પાંત કરવા લાગ્યાં. એ ખાતાં નથી, પીતાં નથી, કોઈની સાથે બોલતાં નથી. એ તો ઉદાસ થઈને બેસી રહે છે, મારા ગર્ભનું શું થયું હશે એમ વિચારીને ચોધાર આંસુએ રડે છે.
૨૦
Page #26
--------------------------------------------------------------------------
________________
....ને ગર્ભમાં રહેલા વર્ધમાનકુમારને ખ્યાલ આવી ગયો કે “અરે, મેં તો માના ભલા માટે, માને દુઃખ ન થાય એ માટે હલનચલન બંધ કર્યું કે આ તો ઉલટું થયું, મા દુઃખી દુઃખી થઈ ગઈ છે.”
માને દુઃખી થતી જોઈ એમણે પાછા હાથ-પગ હલાવવા માંડયાં. ને જ્યાં હલનચલન શરૂ થયું ત્યાં મારા જીવમાં જીવ આવ્યો. મારા ગર્ભને કશું થયું નથી એવો હાશકારો અનુભવ્યો, એનું મન આનંદથી નાચી ઊઠ્યું.
એમને ખુશ થયેલાં જોયાં... ને એ પહેલાં એમને અતિશય દુઃખી થયેલાં પણ દીઠેલાં એટલે ગર્ભમાં રહેલા વર્ધમાનકુમારને વિચાર આવે છે કે “આ જગતના જીવોનું દુઃખ મારાથી જોયું જાતું નથી, અને વૈરાગ્યના વિચારો મારા મનમાં ઉછાળા મારે છે. પણ હું વેરાગ્ય લઈશ ને કયાંક હું સંસારત્યાગનું પગલું ભરી બેસીશ તો મારાં માતાપિતા કેટલાં દુઃખી થશે ? જગતના જીવોનું દુઃખ મારાથી જોયું જતું નથી તો મારા માતાપિતાનું દુઃખ શી રીતે જોઈ શકાશે ?” જન્મ પહેલાં જ મહાવીરે કરેલી પ્રતીજ્ઞા :
ગર્ભમાં રહ્યું રહ્યું જ વર્ધમાનકુમાર વિચારી રહ્યા : “એક બાજુ મારી વૈરાગ્યની ભૂમિકા છે અને બીજી બાજુ મારાં માતાપિતાને મારા માટે અનહદ લાગણી છે એ લાગણી અને વાત્સલ્યથી ઉભરાતું મારી માનું હૃદય મને સંસારનો ત્યાગ કરવાની અનુમતિ તો નહિ આપે. તો પછી શું કરવું ? માબાપની રજા લીધા વિના, એમના આશીર્વાદ વિના જ શું સાધુ બનવું ? ના, ના, એવું તો કેમ કરાય?”
એક બાજુ માતાપિતાનો અનહદ સ્નેહ અને ઉભરાતું વાત્સલ્ય
૨૧ '
Page #27
--------------------------------------------------------------------------
________________
છે, તો બીજી બાજુ મારા અંતરમાં ઉછાળા મારતો વૈરાગ્ય છે, આ બંનેમાંથી એકેયની ઉપેક્ષા થઈ શકે એમ નથી ત્યારે મારે શું કરવું ?'
“મને લાગે છે કે મારો આ ઉછળતો વૈરાગ્ય બેકાબુ બની જશે અને હું કદાચ સંસારત્યાગનું ઉતાવળિયું પગલું ભરી બેસીશ તો? મારા પ્રત્યે અત્યંત અનુરાગ ધરાવતાં માતાપિતા મારા એ વિયોગને ન સહી શકે ને કદાચ એમના મૃત્યુની દુર્ઘટના થઈ જાય તો ?”
મારે તો સંસારના જીવોને માતાપિતા પ્રત્યે વિનય અને વિવેક રાખવાની વાતો કરવી છે. ઉપકારી માતાપિતાનું લાગણીશીલ હૃદય કયારેય પણ ન દુભાય એની કાળજી રાખીને જીવન જીવવાનો સહુને ઉપદેશ આપવાનો છે. એનાથી ઊંધું જ વર્તન જો મારાથી થઈ જશે તો હું દુનિયાને કયા મોઢે કહીશ કે માબાપનો વિનય કરો, માબાપની સેવા કરો ?
દુનિયાને આવો સંદેશ હું કયા મોઢે આપી શકીશ ?'
ના... ના... આ તો ખોટું થઈ જશે. મારા વૈરાગ્યને અત્યારથી જ મારે નાથવો જોઈએ.'
...ને આમ વિચારીને વર્ધમાનકુમારે ગર્ભમાં જ સંકલ્પ કર્યો, ટેક લઈ લીધી કે જ્યાં સુધી માતાપિતા જીવંત હશે ત્યાં સુધી એમને દુઃખ થાય એવું કોઈ વર્તન નહિ કરું, ત્યાં સુધી મારા સંસારત્યાગના વિચારને પણ મોકુફ રાખીશ. ત્યાં સુધી હું સાધુપણાની દીક્ષા નહિ લઉં.”
શાસ્ત્રોના પાને નોંધાયેલી અને જૈનસમાજમાં બહુ જ જાણીતી આ ઘટના છે પણ આ ઘટના આપણને ઘણુંબધું કહી જાય છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરે ગર્ભમાં રહીને આપણને આપેલો આ પહેલો અને સહુથી મહત્વનો થૂંક સંદેશ છે.
એમણે માતાપિતાના સુખ માટે પોતાના કલ્યાણની વાત પણ બાજુ પર મૂકી દીધી, વૈરાગ્યની વાતને પણ થોડો સમય વેગળી રાખી. દીધી, સાધનાની ઝંખનાને ટાઢી પાડી દીધી... કારણ એક જ લક્ષ્ય હતું કે ‘માતાપિતાને દુ:ખ થવું ન જોઈએ, માબાપની આંતરડી કકળવી ન જોઈએ.... ને એ માટે જે કરવું પડે તે કરવા માટે તૈયાર રહેવું જોઈએ.'
પોતાના ગર્ભકાળ દરમ્યાન ભગવાન મહાવીરે આપેલો આ બહુ મોટો સંદેશ છે.
જીવનમાં સફળ થવું હોય તો માતાપિતાની લાગણીઓનો વિચાર હંમેશાં કરજો. એમની આંતરડી કયારેય કકળાવશો નહિ. ભગવાન મહાવીરના આપણે ઉપાસકો, જૈન ધર્મના આપણે આરાધકો, પર્યુષણ પર્વના આપણે સાધકો... આપણે આપણા અંતરાત્માને પૂછવાની જરૂર છે કે ‘આપણી બુદ્ધિના ફાંકાને લીધે કયાંક માતાપિતાની સાથે મેળ ન પડયો તો આપણે માબાપની અવગણના તો નથી કરતા ને ? માબાપની આંત૨ડી તો નથી કકળાવતા ને ?'
મારા મહાવીરે સાધુપણાના સંકલ્પને જતો કર્યો, પણ માતાપિતાના હૃદયને સાચવી લેવાનો સંકલ્પ કરી લીધો. અને એવી પ્રતિજ્ઞા કરીને મને અને જગતને સંદેશ આપ્યો છે કે માતાપિતાનો વિચાર સૌથી પહેલાં કરજો.
દુનિયામાં સૌથી મોટું તીર્થ હોય તો મા છે. એનાથી ચઢિયાતું તીર્થ આ દુનિયામાં બીજુ કોઈ ન હોઈ શકે.
૨૩
Page #29
--------------------------------------------------------------------------
________________
આવા તીર્થ સ્વરૂપ માતાપિતાના ઉપકારોનો આપણે કોઈ દિવસ વિચાર કર્યો છે ખરો ?
બિઝનેશમાં કોઈકે જરાક મદદ કરી હોય, સારી ઓળખાણ કરાવી આપી હોય, કોઈ સોદો કરાવી આપ્યો હોય તો એનો ઉપકાર માની આપણે આભાર વ્યકત કરીશું કે એમણે આપણને ઘણી મદદ કરી ! પણ કોઈ દિવસ માતાના ઉપકારનાં ગાણાં ગાયાં છે ખરાં ?
કોઈ દિવસ એવો વિચાર કર્યો કે “મારી માતાએ મારા માટે શું ગજબની કમાલ કરી છે ! એના ખોળામાં બેસીને હું પેશાબ-જાજરૂ કરી જતો હતો, ગંદકી કરતો હતો છતાં માએ મને કદી થપાટ પણ નથી મારી.... મને પ્રેમથી સાફ કર્યો છે, મારાં ગંદા કપડાંને ચોખ્ખા હાથથી ધોયાં છે, ને મને પ્રેમથી ધવડાવ્યો છે ! મારી માના આ ઉપકારોને હું કયારેય ભૂલીશ નહિ, મારી માના મારી ઉપર અનંત ઉપકારો છે એનું ઋણ હું કયારે ફેડી શકીશ ?'
કહો, આવો વિચાર કદી કર્યો છે ? દશ જણાની વચ્ચે માબાપનાં ગુણો ગાવાનું મન કદી થાય છે?
એજ્યુકેટેડ થઈને, અપ-ટુ-ડેટ કપડાં પહેરીને સભ્ય સમાજની વચ્ચે કે કોઈ મીટીંગમાં બેઠા હો ને એ વખતે એલીઘેલી ગમે તેવા કપડાં પહેરેલી તમારી મા કદાચ ત્યાં ચાલી આવે તો ઊભા થઈને માના પગમાં પડવાનું મન થયું છે કયારેય ?
“એ મા જે હોય તે, ભલે અભણ હોય, ગમાર જેવી હોય પણ મારી મા છે'... એવો વિચાર જો આપણા મનને અને હૃદયને દ્રવિત કરી ન શકે, અને જો એ માના ચરણમાં આપણું મસ્તક ઝૂકી ન શકે
Page #30
--------------------------------------------------------------------------
________________
તો યાદ રાખજો આપણી હોંશિયારી, આપણું જ્ઞાન, આપણો કહેવાતો ધર્મ, બધું જ નકામું છે.
જેણે માતાપિતાની આંતરડી નથી ઠારી, જેણે માબાપના અંતરના આશીર્વાદ નથી લીધા એની બુદ્ધિના ફાંકા એને એક દિવસ ડૂબાડી દેશે. એની સંપત્તિ એને એક દિવસ અવળા રવાડે ચઢાવી દેશે. જેવી હોય તેવી પણ એ આપણી મા છે.' બસ, આ એક જ વાત આપણા માટે બસ છે.
વાતવાતમાં માતાપિતાની અવગણના કરનારાઓ, માબાપને તુચ્છકારનારાઓ, ‘બેસ, બેસ તને ખબર ન પડે' એમ કહેનારાઓએ બહુ વિચારવાની જરૂર છે.
આ પર્યુષણ પર્વના દિવસો આત્મચિંતનના દિવસો છે. હું તમને બહુ પ્રેમથી કહેવા માગું છું કે માતાપિતાના ઉપકારોને કયારેય ભૂલશો નહિ.
ભગવાન મહાવીરે ગર્ભકાળમાં રહ્યે રહ્યે આપેલો આ મૂક સંદેશ છે કે ‘ધર્મનો પહેલો પાયો છે માતાપિતાના ઉપકારો પ્રત્યે કૃતજ્ઞતા.’
માતાપિતાના ઉપકારોને સમજવા બહુ જરૂરી છે. આજે આપણે આપણી જાતને એટલી હોંશિયાર માનતા થઈ ગયા છીએ કે આપણે માતાપિતાના ઉપકારોનો વિચાર જ નથી કરતા. એની અવગણના કરીએ છીએ.
ભલે માએ કશું ન કર્યું હોય છતાં એણે ઘણું બધું કર્યું છે. તમે આજે જે કંઈ છો તે તમારી માતાના કારણે છો. એની
૨૫
Page #31
--------------------------------------------------------------------------
________________
તમને ખબર છે ?
તમે તો ગર્ભમાં રહ્યું રહ્યું એને લાતો મારી હશે, એને દુઃખી કરી હશે, જન્મ્યા પછી એના ખોળા ગંદા કર્યા હશે, મળ અને મૂત્ર વડે એને ગંદી કરી મૂકી હશે, આખો દિવસ ને રાત રડી-રડીને એને હેરાન-પરેશાન કરી મૂકી હશે, એને ઉંઘવા દીધી નહિ હોયને એ વખતે તમારાથી કંટાળી જઈને, તમારી નાનકડી-અનાથ અવસ્થામાં એણે તમારી ડોક મરડી નાખી નથી એ શું એનો ઓછો ઉપકાર છે?
કલ્પના કરો કે એ વખતે તમારા ત્રાસથી કંટાળેલી માએ તમારી ડોક મરડી નાખી હોત તો તમે આ દુનિયામાં હોત ખરા ? તમને જન્મતાંની સાથે જ તરછોડીને, રખડતા મૂકીને મા ચાલી ગઈ હોત તો તમે આ દુનિયામાં કયાં હોત ?
“માબાપે શું કર્યું અમારા માટે ?” આવો સવાલ કોઈ યુવાન કરે ત્યારે એમ થાય છે કે આ માણસ માણસ કહેવડાવવાને લાયક નથી.
“મારી માએ મારા માટે શું કર્યું ?' એમ કહેનારને એમ કહેવાનું કે “તારી માએ તારા માટે શું નથી કર્યું ? નવ-નવ મહિના સુધી તને પેટમાં ઉપાડીને ચાલી, ગર્ભમાં તને સાચવવાની કેટલી કાળજી રાખી, પછી ઘણી વેદના વેઠીને અને ચીસો પાડીને પણ તને જન્મ આપ્યો, જન્મ આપ્યા પછી તારી સતત સંભાળ રાખી, તને તકલીફ ન થાય એ માટે એણે ખાવા-પીવાનું છોડવું, ઉંઘવાનું છોડયું, એનું હરવા-ફરવાનું છોડયું, એણે પોતાના મોજશોખ છોડયા, એ બધા માના ઓછા ઉપકારો છે ?'
Page #32
--------------------------------------------------------------------------
________________
આવા ઉપકારોને કોણ ભૂલી શકે ? એ ઉપકારોના બદલામાં આપણે શું કર્યું ?
અનાથાશ્રમની મુલાકાત લેજો ઃ
માએ તમારા માટે શું કર્યું એ જોવું હોય તો તમને એક ભલામણ ખાસ કરૂં છું કે દેરાસરોમાં ભલે રોજ જજો પણ કયારેક મહિનામાં એકાદ દિવસ કોઈક અનાથાશ્રમમાં પણ જરૂર જજો .
ત્યાં તમારા જેવાં જ બે હાથ-પગવાળાં બાળકોને જોજો, એમની મા કોણ છે એની એમને ખબર નથી, એમનો બાપ કોણ છે એની પણ એમને ખબર નથી. એવાં અનાથ બાળકોને લાચારીથી ઉછરતાં જોજો. અને ત્યારે તમને ખબર પડશે કે તમારી માએ તમારા માટે શું કર્યું છે. તમારી માએ તમને જન્મતાંની સાથે જ તરછોડી દઈને અનાથાશ્રમમાં મોકલી ન આપ્યાં એ શું એનો ઉપકાર નથી ? મેં એવી અનાથાશ્રમની મુલાકાતો લીધી છે.
આજથી વીસ વર્ષ પહેલાં અમદાવાદના અનાથાશ્રમમાં એક દિવસ માટે ‘સદ્વિચાર પરિવાર'ના ઉપક્રમે અનાથ બાળકોને આશીર્વાદ આપવા જવાનું થયું હતું. ત્યાં નિસ્તેજ અને લાચાર ચહેરે ‘મા’ની લાગણી વિનાં ટળવળતાં બાળકોને જોઈને મેં અકથ્ય વેદના અનુભવી હતી.
સને ૧૯૮૫માં માટુંગા ખાતે ચાતુર્માસ હતો ત્યારે ‘માનવ સેવા સંઘમાં મારૂં વ્યાખ્યાન ગોઠવાયું હતું અને વ્યાખ્યાન પછી સેવા સંઘના ટ્રસ્ટીઓએ મને કહેલું કે ‘મહારાજ સાહેબ, અહીં ઉપરના માળે જ અનાથ બાળકો છે એમને આશીર્વાદ આપવા પધારો ને માંગલિક
૨૭
Page #33
--------------------------------------------------------------------------
________________
સંભળાવો ને ! અને હું અનાથાશ્રમમાં ગયો હતો.
અને મને આજે પણ બરાબર યાદ છે કે અનાથાશ્રમનાં બાળકો પાસે જઈને ઉપાશ્રયે પાછા આવ્યા પછી, ગોચરી આવી ગઈ હતી છતાં મેં એને છોડી દીધી હતી, હું ખાઈ શક્યો ન હતો.
કારણ, ત્યાં કંગાળ હાલતમાં, દયાપાત્ર બાળકોને જોઈને મારૂં હૃદય કકળી ઉઠયું હતું.
નાનાં નાનાં ઘોડિયામાં, એક-બે દિવસનાં જન્મેલાં બાળકો લાચાર હાલતમાં સૂતાં હતાં, એમની મા જન્મ આપીને, એ કયાંક ગેરકાયદેસર જન્મ્યાં હશે તે માટે સમાજના ભયને કારણે પોતાનું જન્મેલું બાળક રસ્તા પર, કે ટ્રેનના પાટા પર છોડી દઈને ચાલી ગઈ હશે. એ બાળકોને મેં જોયાં, મારું હૃદય દ્રવી ગયું, મને ખાવાનું ન ભાવ્યું.
એક માએ એના એક જ દિવસના જન્મેલા બાળકને ટ્રેનના પાટા પર છોડી દીધું હતું અને પોતાના હૃદય પર પથ્થર મૂકીને એની મા ચાલી ગઈ હતી. - રાત્રે જંગલી ઉંદરડાઓએ તાજા જન્મેલા એ બાળકનું નાક કોચી ખાધું. માનવ સેવાસંઘના કાર્યકરોને ખબર પડીને એ દોડ્યા, બાળકને અનાથાશ્રમમાં લઈ આવ્યા. એ બાળક મને બતાવ્યું. બિચારાનું કોમળ નાક ઉંદરડાની દાઢોની વચ્ચે ચવાઈ ગયું હતું. અને એ લાચાર બાળક આંખો મીંચીને અનાથાશ્રમના ઘોડિયામાં પડયું હતું !
આવા દયાપાત્ર બાળકની દુર્દશા જોયા પછી તમે મને કહો, ખાવાનું શી રીતે ભાવે ?
-
૨૮
;
Page #34
--------------------------------------------------------------------------
________________
અમારા માબાપે અમારા માટે શું કર્યું' એવો વિચાર આવે તો તરત જ બધાં કામ પડતાં મૂકીને અનાથાશ્રમમાં પહોંચી જજો, ને ત્યાં લાચાર સ્થિતિમાં રહેતાં બાળકોને જોઈને વિચાર કરો કે તમારી માતાએ એ બાળકોની જેમ તમને તરછોડી ન દીધા એ એનો મોટો ઉપકાર નથી શું ?
બે ત્રણ વરસ પહેલાં આચાર્ય શ્રી સુશીલકુમારજી મહારાજની સાથે રાજકોટ જવાનું થયું. ત્યાં કેટલાંક પ્રવચનો યોજાયાં હતાં. એવા પ્રવચન નિમિત્તે ત્યાં પણ એક અનાથાશ્રમમાં જવાનું થયું.
ત્યાં તો નાનાં-નાનાં ત્રણ-ચાર વરસના લગભગ ૧૦૦ અનાથ બાળકો હતાં. અમે એ આશ્રમની મુલાકાત લીધી ત્યારે એ બાળકોને જમવાનો સમય હતો. આશ્રમની સંચાલિકા બહેનો એ નાના નાના ભૂલકાંઓને પ્રેમથી જમાડતી હતી પણ છતાં “મા”ની ખોટ કયાંથી પૂરાય ?
એક સગી મા પોતાના બાળકને ખવડાવે ને એક પારકી સ્ત્રી બીજાના બાળકને ખવડાવે એ બે વચ્ચે ફરક છે તે જોવા મળી ગયો.
તમે જમ્યા પછી તમને ખાવા-પીવાનું કશું ભાન નહોતું ત્યારે તમારી માતાએ કોળીયા તૈયાર કરીને તમારા મોંમાં પ્રેમથી મૂકયા તેના કારણે જ તમારું શરીર બંધાયું છે એની તમને ખબર છે ?
અને છતાં અમને જન્મ આપ્યો કે ઉછેર્યા એમાં શું મોટો ઉપકાર કર્યો અમારી માએ ?' એમ કહેવાની હિંમત કરો છો ? સોક્રેટીસની અભૂત જીવનદ્રષ્ટિઃ
સોક્રેટીસની પત્નીએ પોતાના છોકરાને કંઈક ઠપકો આપ્યો
૨૯
Page #35
--------------------------------------------------------------------------
________________
હશે એટલે એ બાળક સોક્રેટીસ પાસે ફરિયાદ કરવા ગયો. સોક્રેટીસ તો ફિલોસોફર હતા, તત્ત્વજ્ઞાની હતા, એણે દીકરાને કહ્યું કે “બેટા, પહેલાં તું મને કહે કે તને જન્મ કોણે આપ્યો, મેં કે તારી માએ ?” છોકરાએ જવાબ આપ્યો “મારી માએ' પછી સોક્રેટીસે પૂછયું, “જન્મ્યા પછી તારી સંભાળ કોણે લીધી ? મેં કે તારી માએ ?” છોકરાએ કહ્યું, “મારી માએ” વળી સોક્રેટીસે આગળ પૂછયું, “તું જ્યારે નાનો હતો ને તારું શરીર તાવથી ધખી રહ્યું હતું ત્યારે આખી રાત જાગીને તારા માથે પોતાં કોણે મૂકતાં ? કે તારી માએ ?' તો છોકરાએ કહ્યું, “મારી માએ'. છેલ્લે સોક્રેટીસે પૂછયું, “તું ગમે તેવી ધૂળમાં રમીને કપડાં ગંદાં કરીને ઘરમાં ગમે ત્યાં ફેંકી દેતો હતો ત્યારે તારાં ગંદાં થયેલાં કપડાં કોણ ધોતું હતું ? હું કે તારી મા ?' ત્યારે છોકરાએ કહ્યું, “મારી મા.”
આમ સોક્રેટીસ માના ઉપકારની એક એક વાત યાદ કરાવતા જાય છે અને કહે છે, “તારા માટે આટલું બધું જેણે કર્યું એવી માને માટે ફરિયાદ લઈને મારી પાસે આવતાં તને શરમ નથી આવતી ? ચાલ્યો જા અહીંથી, ખબરદાર, જો હવેથી તારી માની ફરિયાદ લઈને મારી પાસે આવ્યો છે તો ! હું તને વહાલો લાગું છું ને જેણે તારું આટલું બધું ધ્યાન રાખ્યું તે તારી મા તને અળખામણી લાગે છે ? તારી મા માટે ફરિયાદ લઈને કયારેય મારી આવીશ નહિ.'
મા માટેની ફરિયાદ લઈને બાપ પાસે કે બાપ માટેની ફરિયાદ લઈને મા પાસે બાળક જાય ત્યારે સમજદાર માતાપિતાએ કેવો અભિગમ સ્વીકારવો જોઈએ તે સોક્રેટીસના આ પ્રસંગમાંથી દરેક મા બાપે શીખવા જેવું છે !
૩૦
Page #36
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર ગર્ભમાં રહ્યા રહ્યા સંકલ્પ અને પ્રતિજ્ઞા કરે છે કે જ્યાં સુધી મારાં માતાપિતા જીવંત હશે ત્યાં સુધી એમના હૃદયને દુઃખ થાય એવી સંસાર ત્યાગની વાત હું નહિ કરૂં.
ભગવાન મહાવીરનો આપણા સૌને માટે આ પહેલો સંદેશ
હતો.
માતાપિતાના ઉપકારો સમજો. એમને કયારેય દુઃખી કરશો
ઘણી વખત શ્રાવકોના ઘરે ભીક્ષા વિગેરે માટે જવાનું થાય અને કોઈક માની સાથે એનાં છોકરાંને ઝઘડતાં જોઈએ ત્યારે એટલું બધું દુ:ખ થાય કે આપણે કોના ઘેર આવી ગયા છીએ ?
કયારેક એવાં દૃશ્યો પણ જોવા મળે છે કે છોકરો સોફા પર બેઠો હોય, ટી.વી. જોતો હોય, રિમોટથી ચેનલો બદલતો હોય ને ઘરમાં બિચારી મા રસોડામાં ધૂમાડો ખાતી ખાતી કામ કરતી હોય, ત્યાં અચાનક છોકરાનો ઓર્ડર છૂટે, ‘મમ્મી, પાણી આપજે ને ?’ આ જોઈએ ત્યારે એમ થાય કે મા કામ કરી રહી છે, છોકરો જુવાનજોધ થઈ ગયો છે, સોફા પર બેઠો બેઠો ટી.વી. જુએ છે ને માને પાણી લાવવાનો હુકમ કરે છે !
આવો હુકમ કરતાં એને શરમ નહિ આવતી હોય ? હા, જ્યારે તમે નાના હતા ત્યારે તમારી માએ તમને પાણી પાયું, દૂધ પાયું, તમારા માટે બધું જ કર્યું ! માની તમે ઘણી સેવા લીધી, પણ હવે તમે મોટા થયા, સશકત થયા પછી પણ મા તમારી સેવા જ કર્યા કરે ?
નહિ.
૩૧
Page #37
--------------------------------------------------------------------------
________________
હવે તો એ દિવસો આવ્યા છે કે તમારે માને કહેવું જોઈએ કે “મા ! તેં અમારા માટે ઘણું કર્યું, ઘરની સેવામાં મેં તારી જાતને ઘસી નાખી, પણ હવે અમે મોટા થઈ ગયા છીએ. હવે અમે તારી સેવા કરીશું, તું શાંતિથી બેસ, ચાલ હું તને પાણી પાઉં !
જે લોકો પ્રત્યક્ષ ઉપકારા માબાપોના ઉપકારોને સમજી શકતા નથી એવા લોકો કદાચ દીક્ષા પણ લઈ લે તો જેને ગુરૂ બનાવશે એ ગુરૂના ઉપકારોને શું સમજશે ? જે માબાપનો વિનય કરી શકતો નથી એ ગુરૂનો વિનય શું કરશે ?
અને જે પ્રત્યક્ષ માબાપ અને ગુરૂ કે જે જીવંત છે તેમના ઉપકારોને નથી સમજી શકતો નથી એ પરોક્ષ ઉપકારી એવા પરમાત્માના ઉપકારોને શું સમજી શકવાનો હતો ?
કૃતજ્ઞતાના આ ગુણ વિનાની ધર્મની બધી વાતો નકામી છે. ધર્મની વાત તો પછી આવશે, પહેલી આ પાયાની વાતો છે.
પણ, આપણી પાસે એ પાયાની વાતોનાં ઠેકાણાં નથી ને આપણે ધર્મના ઠેકેદારો થઈને ફરીએ છીએ.
દુનિયાના દુઃખો દુર કરવા નીકળેલાને પૂછજો કે પહેલાં તેં તારા માબાપનાં દુઃખો દૂર કરવાની ચિંતા કરી છે ખરી ? એમનાં હૃદયમાં તારા માટે કોઈ અસંતોષ તો નથી ને ?
સમાજની સેવા કરવા નીકળેલાને પૂછજો કે તેં તારા ભાઈઓને ઠેકાણે પાડ્યા છે ખરા ?
આ પાયાની વાતની ઉપેક્ષા કરીને આપણે ધર્મની વાતો શી રીતે કરી શકીએ છીએ ?
- ૩૨
Page #38
--------------------------------------------------------------------------
________________
હિંદુ ધર્મ હોય, મુસ્લીમ ધર્મ હોય, બૌદ્ધ ધર્મ હોય કે જૈન ધર્મ હોય, બધા ધર્મો એક જ કહે છે :
સૌથી પહેલો ઉપકાર જન્મદાતા માતાનો છે. બીજો ઉપકાર પાલક પિતાનો છે. એ માતા અને પિતા તરફ જેના હૃદયમાં શ્રદ્ધા નથી, લાગણી નથી, પ્રેમ નથી એ માણસ ગમે એટલો હોંશિયાર હશે તો પણ પોતાની જીંદગીમાં નિષ્ફળ જવાનો છે.
જેણે પોતાનાં માબાપની આંતરડી કકળાવી એ જીવનમાં કયારેય સુખી થઈ શકવાનો નથી.
મારી જીંદગીમાં એવા સાધુઓ જોયા છે, જેમને માબાપની રજા નહોતી, માબાપની આંતરડી કકળતી હતી, માબાપ રડતાં હતાં છતાં વૈરાગ્યના ખોટા જોશમાં આવી જઈને, માબાપની લાગણીઓને કચડીને સાધુ તો બની ગયા પણ એમનું સાધુજીવન દીપ્યું નહિ.
માતાપિતાના આશીર્વાદ લીધા વિના સાધુ બનેલાને નિષ્ફળ જતા મેં જોયા છે. વરસોનાં વરસ એમનાં માંદગીમાં ગયાં છે, સાધના એક ઠેકાણે રહી ગઈ છે ને શરીર રોગોથી ભરાઈ ગયું છે. પ્રસન્નતા કોરાણે રહી ગઈ છે ને મન સંઘર્ષોમાં સપડાઈ ગયું છે.
મા-બાપની આંતરડી કકળાવીને સધુ થશો તેય ભલીવાર નહિ આવે.
મા-બાપની આંતરડી કકળાવીને ગમે એટલા મોજશોખનાં સાધનો વસાવ્યાં હશે તોય એ તમને શાંતિ નહિ આપી શકે.
આજે તમારી પાસે ભલે લાખો રૂપિયા હોય, પણ યાદ રાખજો, મા-બાપની આશિષ મેળવ્યા વિના શાંતિ મળવાની નથી.
33
Page #39
--------------------------------------------------------------------------
________________
તમારો ભૂતકાળ યાદ કરો. જે દિવસે તમને પહેરાવવા માટેનાં કપડાં પણ પૂરાં પાડવાની શકિત તમારી માતામાં નહિ હોય, તમને ભણાવવાની તાકાત તમારા પિતામાં નહિ હોય તે દિવસે પોતે એક ટંક ભૂખ્યાં રહીને પણ એ મા બાપે તમને ભણાવ્યાં હશે. અને માત્ર તમને જ નહિ, ચાર ચાર બાળકોને કદાચ એમણે ઉછેર્યા હશે.
પણ આપણા સમાજની કેવી કમનશીબી છે કે એક મા-બાપ પોતાની જીંદગીમાં ચાર-ચાર છોકરાને ઉછેરી શકે છે, મોટા કરી શકે છે, ભણાવી-ગણાવીને તૈયાર કરી શકે છે પણ એવા તૈયાર થયેલા, ભણેલા-ગણેલા ને સુખી થયેલા ચાર-ચાર છોકરાઓ એક મા-બાપને સાચવી શકતા નથી !
વૃદ્ધ થયેલા મા-બાપ માટે છોકરાઓએ વારા કરવા પડે છે કે એક મહિને એક છોકરાને ઘેર મા-બાપ રહેશે, બીજા મહિને બીજા છોકરાને ઘેર રહેશે, ત્રીજા મહિને ત્રીજા છોકરાને ઘેર રહેશે ને ચોથા મહિને ચોથા છોકરાને ઘેર મા-બાપ રહેશે !! પેટે પાટા બાંધીને ચાર ચાર છોકરાઓને ઉછેરનાર ને ભણાવી-ગણાવી ઉચ્ચ સ્થિતિએ પહોંચાડનાર મા-બાપની એમનાં ઘડપણમાં ધનવાન દીકરાઓ દ્વારા કેવી દુર્દશા !!
આના જ પરિણામે આપણે ત્યાં પણ હવે વૃદ્ધાશ્રમો વધતા જાય છે. વૃદ્ધાશ્રમો જોઈને રાજી ન થશો. એ આપણા સમાજની તંદુરસ્તીનું નહિ, બિમારીનું પ્રતીક છે. સમાજ હવે સડી ગયો છે, સહુ સ્વાર્થી અને સ્વ કેન્દ્રિત બન્યા છે, માટે જ વૃદ્ધાશ્રમો વધારવા પડે છે.
- ઘરડાં થઈ ગયેલાં, અશકત થઈ ગયેલાં, ને રોગોથી ઘેરાયેલાં માબાપને આજના દીકરાઓ એમની રોજની કચકચ ને પંચાતથી છૂટવા
38
Page #40
--------------------------------------------------------------------------
________________
વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે અને માબાપને કહે છે કે “તમે હવે અહીં જ રહેજો. દર મહીને અમે તમને પૈસા મોકલી દઈશું. તમને કોઈ તકલીફ નહિ પડે.”
આવા સ્વાર્થી દીકરાઓને કોણ સમજાવે કે તું તારી માને અને બાપને પૈસા આપીને છૂટી જઈશ પણ એને પુત્રનો પ્રેમ કોણ આપશે? વૃદ્ધાશ્રમના પગારદાર માણસો આપશે ? તારી મા પૈસાની ભૂખી નથી, એ તો તારા પ્રેમની ભૂખી છે. એને બીજુ કંઈ નહિ, હૃદયની લાગણી આપ ને ! પછી તું એને લૂખી રોટલી આપીશ તોય એને બહુ મીઠી લાગશે.
કહો, આપણે શું કરીએ છીએ ?
ભગવાન મહાવીરનું જીવન પર્યુષણના દિવસોમાં એટલા માટે વાંચવામાં આવે છે કે એના એક એક પ્રસંગોમાંથી આપણને આવી પ્રેરણા મળે.
ભગવાન મહાવીરનો આત્મા દેવલોકમાં હતો ત્યાંથી પણ આપણને એણે પ્રેરણા આપી છે, એ આત્મા ગર્ભમાં આવ્યો ત્યારે ત્યાંથી પણ એણે પ્રેરણા આપી છે અને એણે જન્મ લીધા પછી પણ પોતાના જીવનમાંથી પ્રેરણા આપી છે.
મિત્રોની સાથે બેઠેલા વર્ધમાનકુમાર ચર્ચા કરી રહ્યા છે ત્યાં જ માતા ત્રિશલા પહોંચી ગયાં. માતાને જોઈને વર્ધમાનકુમાર ઉભા થઈ ગયા ને માને પૂછયું, “મા, તમે કેમ આવ્યાં ? તમે આજ્ઞા કરી હોત તો હું આવી ન જાત ?'
યાદ કરો, સોફા પર બેઠા બેઠા ટી.વી. જોતા હો ને મા આવે
રૂપ
Page #41
--------------------------------------------------------------------------
________________
કે તુરત ઉભા થાઓ છો ખરા ?
આજે તો છોકરા સોફા પર બેઠા હોય છે ને મા જમીન પર બેઠી હોય છે ને છતાંય છોકરાને શરમ આવતી નથી કે મા નીચે એમ ને એમ બેઠી છે ને હું આરામથી બેઠો છું એ મારા માટે શોભાસ્પદ ન ગણાય. આવાઓને આપણે ધર્માત્મા કહેવા ? સંસ્કારી કહેવા ?
બહુ ગંભીરતાથી વિચારવાની જરૂર છે કે આપણે કયાં છીએ? અને ક્યા માર્ગે જઈ રહ્યા છીએ ?
તમે બધાં ભાગ્યશાળી છો, મહાન આત્માઓ છો કે તમને સંસ્કારી માતાની કૂખે જન્મ મળ્યો છે. તમે જમ્યાં હશો ત્યારે તમને કાંઈ ગતાગમ નહિ હોય. એવે ટાણે પહેલો નવકાર મંત્ર તમારી માતાએ તમારા કાનમાં નાખ્યો હતો એ વાતની ખબર છે તમને ? દુનિયાનો સર્વશ્રેષ્ઠ મંત્ર તમને જો કોઈ શીખવનાર કે સહુ પ્રથમ તમને સંભળાવનાર હોય તો તે તમારી મા છે.
' અરે, તમને કોઈ ગતાગમ નહોતી, ચાલતાંય સરખું શીખ્યા નહોતા, ત્યારે તમારી આંગળી પકડીને તમને ધીમે ધીમે મંદિરમાં લઈ જઈને ભગવાનનાં દર્શન કોણે કરાવ્યાં હતાં ? તમારી માએ કરાવ્યાં હતાં ! એ માટે તમે કેમ ભૂલી શકો ? એના ઉપકારોને કેમ ભૂલી
શકો?
આજે પરિસ્થિતિ બહુ શોચનીય બની છે. ધર્મની વાતો વધી છે, ધર્મનાં સ્થાનો વધ્યાં છે, ધર્મની કહેવાતી પ્રવૃત્તિઓય વધી છે, પણ, પાયાના ધર્મો ભૂલાયા છે. એટલે જ ધર્મની વાતો, ધર્મનાં સ્થાનો ને ધર્મની પ્રવૃત્તિઓ આપણા જીવન પર સાચાં ધર્મનો પ્રભાવ પાડી શકતી નથી.
૩૬.
Page #42
--------------------------------------------------------------------------
________________
આમ કહીને હું કોઈ તમારી ભૂલો બતાવવા માંગતો નથી. હું તો માત્ર પ્રેરણા આપવા માંગું છું. એક ધર્માત્મા તરીકે તમારી ઉપર મને મમત્વ છે, આત્મીયતા છે, પ્રેમ છે અને એ પ્રેમને કારણે જ સમાજનું દર્શન કરતાં મને જે દર્દ થાય છે તે દર્દ કયારેક આવી રીતે વ્યકત થઈ જાય છે. મારી ઝંખના એક જ છે કે સમાજ કેમ ઉજળો બને, કેમ કર્તવ્યનિષ્ઠ બને અને ઘર-ઘરમાં પ્રેમ, સદ્ભાવનાનાં ઝરણાં શી રીતે વહેતાં થાય.
હું તમને બહુ જ પ્રેમપૂર્વક કહું છું, આજે આ પ્રવચન સાંભળનારા અહીં બેઠા છે તેમને પણ કહું છું ને પછીથી કેબલ ટી.વી. ઉપર લાખો લોકો જ્યારે આ વાત સાંભળતા હશે એ જૈન હોય કે જૈનેતર હોય, એ તમામને કહીશ કે તમે જે ધર્મના હો તે તમામ ધર્મ એક જ વાત કરે છે કે માતાપિતાનાં ચરણોમાં પહેલાં ઝૂકી જજો, એમના ઉપકારોનું સ્મરણ કરતાં રહેજો, ને એમના હૃદયને કોઈ ઘા ન લાગે, એમની આંતરડી ના કકળે એની હંમેશા સાવધાની રાખજો. આ માટે તમારા અહંકાર છોડવા પડે તો છોડી દેજો. એમની ખાતર બે મોજશોખને છોડવા પડે તો છોડી દેજો. એમના માટે તમારે કોઈપણ વસ્તુનો ત્યાગ કરવો પડે તો કરી દેજો પણ તમારા જીવનમાં પહેલું સ્થાન તમારી માનું હોજો. તમારા જીવનમાં પહેલું સ્થાન પિતાનું હોજો અને પછી જ બીજા બધાનો પ્રવેશ હોજો. બસ આ જ વાતને તમારા જીવનનો મુદ્રાલેખ બનાવી દેજો. આમ કરશો તો ધર્મની સાચી યોગ્યતા તમારામાં પ્રગટી જશે.
૩૭
Page #43
--------------------------------------------------------------------------
________________
જેમના હૃદયમાં વૈરાગ્ય ઉછાળા મારી રહ્યો છે, એ ભગવાન મહાવીર પાસે માતા ત્રિશલા આવે છે એટલે ભગવાન ઉભા થઈ જાય છે ને હાથ જોડી પૂછે છે કે “મા કેમ આવી?
ત્યારે માં કહે છે, “બેટા, તારાં મુખનાં દર્શન કરવાની તલપ લાગી એટલે દોડી આવી. બેટા, મારે તો તારા સમાચાર સાંભળવા છે એટલા માટે દોડી આવી છું. બેટા, તું ના પાડીશ નહિ, ના પાડીશ તો મારું હૃદય તૂટી પડશે. બેટા, એક વખત મારા આત્માને રાજી કરવા ખાતર હા પાડી દે. સમરવીરની એ કન્યા યશોધરાનું પાણિગ્રહણ તારે કરવાનું છે.'
અને મહાવીરને પોતાની પ્રતિજ્ઞા તરત જ યાદ આવી ગઈ કે મેં તો ગર્ભકાળમાં પ્રતિજ્ઞા લીધી હતી કે, મારી માને દુઃખ થાય એવું કોઈ પગલું હું નહિ ભરું, અને તેઓ જ્યાં સુધી જીવતા હશે ત્યાં સુધી હું સંસારનો ત્યાગ નહિ કરું. અને આજે મારી મા મારા જીવનનો એક મંગળ પ્રસંગ જોવા માગે છે ને એના આત્માને આનંદ થતો હોય તો ભલે થાય.”
ભગવાન મહાવીરના જીવનના એકેએક પ્રસંગો અદ્ભુત છે, આપણા માટે એક આદર્શરૂપ છે. મહાપુરુષોના જીવનચરિત્રોને ચરિત્રોની રીતે માત્ર સાંભળશો નહિ. વાર્તાને વાર્તાની રીતે માત્ર વાંચી જશો નહિ પરંતુ એ બધામાં ડગલેને પગલે જીવનની સફળતાના રહસ્યો પડેલાં છે, પ્રેરણાઓ પડેલી છે એને ઝીલવાનો પ્રયત્ન કરજો. મહાપુરુષોના જીવનચરિત્રો તો આપણા જીવન માટેના માર્ગદર્શક નકશા છે, જીવનના પ્લાન છે એના આધારે આપણે આપણા જીવનનો મહેલ ઉભો કરવાનો છે.
૩૮
Page #44
--------------------------------------------------------------------------
________________
કોઈપણ મકાન બનાવવું હોય તો જેમ આર્કિટેકટ એનો પ્લાન-નકશો તૈયાર કરે છે. તેમ આપણે પણ આપણા જીવનની જમીનમાં ધર્મની મહેલાત ઉભી કરવી હોય તો તેના માટેનો નકશો મહાપુરુષોના જીવનચરિત્રો છે. એના વડે આપણે જીવનનું પ્લાનીંગ કરતાં શીખવાનું છે. તો જ સાંભળેલી બધી વાર્તાઓ લેખે લાગવાની છે, નહિ તો નકામી બની જશે.
અને યાદ રાખજો, આ સંસ્કારો આપણે નાનપણથી જ નહિ કેળવીએ તો બાળકોમાં કયાંથી આવશે ? તમે તમારા માતાપિતા સાથે યોગ્ય રીતે નહિ વર્તે તો સમજી રાખજો કે તમારા બાળકો પણ તમારી સાથે એ રીતે જ વર્તશે.
બાળકો એ જોઈ રહ્યાં છે કે મારા પપ્પા પોતાના પપ્પાની સાથે કેવી રીતે વર્તી રહ્યા છે. એમાંથી જ એમને શિક્ષણ મળવાનું છે, સંસ્કાર મળવાના છે અને એ જરાક મોટા થશે, સ્વતંત્ર થશે, વિચારતા થશે એટલે એ પણ તમે તમારા માતાપિતા સાથે જે રીતે વર્તે છો એ રીતે જ એ તમારી સાથે વર્તવાનાં છે ને એ રીતે તમારા સાથે જ તમારું ભવિષ્ય ઘડાવાનું છે.
તમારે શું કરવું છે એ તમે જ વિચારી લો. તમે જો તમારાં માતાપિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશો તો તમારા બાળકો પણ તમને વૃદ્ધાશ્રમમાં મોકલવાનાં જ છે એ સમજી જ રાખજો
જ્યારે તમે તમારાં માબાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાઓ ત્યારે પચીસ વર્ષ પછી તમારું પણ વૃદ્ધાશ્રમમાં દાખલ થવાનું પ્લાનીંગ કરી રાખજો અને તમારું રીઝર્વેશન પણ કરાવી લેજો કારણ કે તમારો
૩૯.
Page #45
--------------------------------------------------------------------------
________________
દિકરો પણ તમારા માટે તમારા જેવો જ રસ્તો અપનાવવાનો છે. અને તે વખતે તમારાં માબાપની કકળી ઉઠેલી આંતરડીના અભિશાપ તમને બૂરી રીતે નડવાના છે.
આ પર્યુષણ પર્વના દિવસોમાં ભગવાન મહાવીરનું જીવન આપણને પાયાની પ્રેરણા આપે છે. જેમણે પોતાના માતાપિતાના ઉપકારોને સતત સ્મરણમાં રાખીને, એમના આત્માને ઠારીને એમની આંતરડીની આશિષ મેળવી છે એમના જેવું ધન્યવાદને પાત્ર આ દુનિયામાં બીજું કોઈ નથી.
| માતાપિતા હોય ત્યારે એમનો ભાવ પણ પૂછો નહિ ને પછી કોઈક પાંજરાપોળમાં જઈ પાંચ-દસ હજાર રૂપિયા આપીને એમનો ફોટો મૂકાવી આવો એટલે તમે માતાપિતાના ભકત બની ગયા છો એમ ન માનતા. એમનો ફોટો નહિ મૂકાવો તો ચાલશે પણ એમની લાગણી નહિ સંભાળો તે નહિ ચાલે.
આજના દિવસે મારે તમને આટલું જ કહેવાનું છે. આપણે આપણા કર્તવ્યો પ્રત્યે જાગૃત બનીને બાળકો પ્રત્યેની ફરજો પણ વિચારવાની છે ને માતાપિતા તેમજ વડીલો પ્રત્યેની ફરજો પણ વિચારવાની છે. આ રીતે વિચારી શકીશું તો જ આપણે ધર્મના સાચા અધિકારી બની શકીશું.
પર્યુષણ પર્વના દિવસોમાં સાચું ચિંતન જાગે, આવી પ્રેરણાઓ દ્વારા આપણો અંતરાત્મા જાગે ને આપણું જીવન પરિવર્તનના પંથે વળે તો જ આ પર્યુષણ પર્વની આરાધના સફળ થઈ ગણાશે.
પર્યુષણ પર્વની આરાધના દ્વારા આપણે આપણા જીવનમાં સફળતાના શિખરો સર કરીએ એ જ શુભેચ્છા.
૪૨
Page #46
--------------------------------------------------------------------------
________________
માતૃભકત મહાવીર
વિભાગ બીજો
: માતા પિતાનું કર્તવ્યઃ સંતાનોને સમૃદ્ધિનો જ નહિ સંસ્કારોનો પણ વારસો આપે.
જૈનદર્શને અરિહંત પરમાત્માનો જો કોઈ મુખ્ય ગુણ દર્શાવેલો હોય તો તે કરૂણા છે. કોઈપણ આત્મા તીર્થંકર ત્યારે જ બની શકે છે,
જ્યારે એના હૃદયમાં જગતના સર્વ જીવો પ્રત્યેની કરૂણા પરાકાષ્ઠાએ પહોંચે, જ્યારે કોઈપણ જીવાત્માનું દુઃખ એનાથી જોયું ન જાય.
“કયારે મારામાં એવી શકિત આવે, કયારે મને એવી તક મળે કે જગતના તમામ જીવોને તમામ દુઃખોમાંથી મુકત કરી દઉં અને સૌને સાચા સુખના રસ્તે ચઢાવી દઉં.” આ ભાવના જ્યારે પ્રબળ બને છે ત્યારે તે આત્મા તીર્થંકર થવાનું નક્કી કરી નાખે છે.
‘સવિ જીવ કરૂં શાસન રસી, ઐસી ભાવ દયા મન ઉલ્લસી' એની એક જ ઝંખના હોય છે કે સર્વ જીવોને આ ધર્મશાસનના
૪૧
Page #47
--------------------------------------------------------------------------
________________
રસિયા બનાવી દઉં, કારણ કે જીવાત્મા જ્યાં સુધી ધર્મના રંગે નહિ રંગાય, ધર્મનો રસ એને નહિ લાગે ત્યાં સુધી એ દુઃખનાં કારણોથી દૂર નહિ જઈ શકે. એ દુઃખી થશે જ.
જગતના જીવોનાં દુ:ખો મારાથી જોવાતાં નથી. કયારે એવી તાકાત આવે કે સૌને દુઃખોથી મુકત કરી સાચા સુખના રસ્તે ચઢાવી દઉં ! આવી ઝંખના ભગવાન મહાવીરના હૃદયમાં પણ સદા ઘૂંટાતી રહી છે.
ધર્મના મૂળમાં કરૂણા છે. એ કરૂણા જ્યારે પરાકાષ્ટાએ પહોંચે છે ત્યારે આત્મા તીર્થંકર બને છે. અને બીજી પણ એક મહત્ત્વની વાત એ છે કે તીર્થ કરો “સવિ જીવ કરૂં શાસન રસી'ની ભાવના સેવે છે. સર્વ જીવોને ધર્મશાસનના રસિયા બનાવવાની ભાવના દ્વારા એ આપણને એક મૂક સંદેશ આપે છે કે તમે ભલે તીર્થંકર ન હો, ભલે તમે જગતના તમામ જીવોને શાસન રસિયા બનાવી ન શકો, ભલે તમે આખા જગતના જીવોને ધર્મના રંગે રંગી ન શકો, પણ કમ સે કમ જ્યાં તમારો હાથ પહોંચતો હોય, જ્યાં તમારી જવાબદારીઓ હોય, ત્યાં તો, તમારા વારસદારોને તો, તમારા પરિવારોને તો, તમારા પુત્ર-પુત્રીઓને તો ધર્મનાં રસિયાં બનાવો જ!
- જો તમે એમનાં હિતચિંતક હો, જો તમે એમને સુખી જોવા ઈચ્છતા હો, તો તમે તેમને ધર્મના રસિયા બનાવો. કારણ કે, તમારાં સ્વજનો, તમારાં સંતાનો, જો ધર્મના રંગે રંગાયા નહિ હોય, તો એમને માટે જીવનમાં દુઃખી થવાની પૂરી સંભાવના છે.
ભગવાન તીર્થકરોના જીવનના એક એક પ્રસંગો માત્ર પ્રસંગ તરીકે મૂલવવાના નથી હોતા, પણ એમાંથી ઘણી બધી અદ્ભુત
૪૨
Page #48
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાઓ આપણને પ્રાપ્ત થતી હોય છે એને ઝીલવાની હોય છે, પકડવાની હોય છે અને જીવનને ધર્મના રંગે રંગવાનું હોય છે.
ભગવાન મહાવીરે આપણને શાસનના રસિયા બનાવવાની શા માટે ચિંતા કરી ? એટલા માટે કે ધર્મ દ્વારા જ જીવનમાં સુખ આવવાનું છે એની એમને ખબર હતી ને આપણને સાચા સુખી બનાવવાનું એમનું લક્ષ્ય હતું.
આપણે પણ આપણા પરિવારને, આપણાં બાળકોને સુખી જોવા ઈચ્છતા હોઈએ તો આપણે એમને કયો વારસો સોંપીશું ? માત્ર ધનનો જ વારસો ? માત્ર ધંધાનો જ વારસો કે ધર્મનો વારસો પણ સોંપીશું ? સંસ્કારનો વારસો પણ સોંપીશું ?
સમાજનું આંતરિક દર્શન કર્યા પછી હું એવા નિર્ણય પર આવ્યો છું કે જે પરિવારના વડીલો, જે પરિવારનાં માતાપિતાઓ, પોતાનાં સંતાનોને માત્ર પૈસાનો, સમૃદ્ધિનો, વ્યવહારિક ભણતરનો વારસો જ આપવાનો પ્રયત્ન કરે છે, પણ સંસ્કારનો વારસો, ધર્મનો વારસો આપવા માટે જાગૃત નથી રહેતાં, કે એ માટેનો પ્રયત્ન નથી કરતા એમને કયારેક ને કયારેક પસ્તાવાનો વારો જરૂરથી આવે છે. એવા અનેક પ્રસંગો અનેક પરિવારોમાં મને જોવા મળ્યા છે.
એક બનેલી સત્યઘટના તમને કહ્યું : એક વિચાર પ્રેરક સત્યઘટનાઃ
સને ૧૯૮૯માં પહેલી વખત અમારે જ્યારે અમેરિકા જવાનું થયું ત્યારે અમેરિકાની ધર્મયાત્રા દરમ્યાન અમારે કેનેડા જવાનું પણ થયું. કેનેડાના મુખ્ય શહેરો-ટોરંટો, ઓટાવા, મોન્ટ્રીયલ વગેરે બધે
૪૩
Page #49
--------------------------------------------------------------------------
________________
સ્થળે પ્રવચનો ગોઠવાયાં હતાં. રોજ પ્રવચનો થતા અને તે સાંભળવા ઘણા બધા ભાવિકો ઉમટતા.
એક દિવસ પ્રવચન પૂરું થયા પછી એક શ્રાવક મારી પાસે આવ્યા અને મને કહે, ‘મારે આપની પાસે અડધો કલાક બેસવું છે, આપ આ ધરતી પર પ્રથમ વખત આવ્યા છો ને મેં આપનો કાર્યક્રમ જોયો તે પ્રમાણે આપ અમેરિકાના ઘણા બધા શહેરોમાં જવાના છો તો આપ દ્વારા સરસ કાર્ય થાય તે માટે અહીંની થોડીક પરિસ્થિતિનો ખ્યાલ મારે આપને આપવો છે.'
મેં કહ્યું, ‘મને પણ ગમશે. કારણ કે અમે પહેલી વખત આ દેશમાં આવ્યા છીએ અને અમે ચોક્ક્સ લક્ષ્ય લઈને આવ્યા છીએ કે અહીંની આપણી પ્રજા ધર્મથી વિમુખ ન થઈ જાય, એમનામાં ધર્મના સંસ્કારો વધે તે માટે કંઈક કરવું. આટલા માટે જ અમે આટલું જોખમ વેઠીને આવ્યા છીએ એટલે તમારા તરફથી અમને કોઈ માર્ગદર્શન, કોઈ સૂચન, કંઈક ખ્યાલ મળશે તો તે લેવાનું અમને પણ ગમશે. આપણે ચોક્ક્સ મળીએ.
અમે સમય નક્કી કર્યો ને મળ્યા. પેલા શ્રાવક કે જે ત્યાંના એક નામાંકિત ડૉકટર હતા તે મને કહે, ‘મહારાજ સાહેબ, પહેલાં એક વિનંતિ કરૂં. અહીં બીજા બધાને પછીથી ઉપદેશ આપજો, નવી ઊગતી પેઢીને પ્રેરણા આપવાની ચિંતા પણ પછીથી કરજો પણ અહીંનાં માતાપિતાને પ્રેરણા આપવાની કાળજી પહેલી લેજો.'
મેં વાતવાતમાં કહ્યું, ‘તમે બધા તો ઈન્ડીયામાંથી સંસ્કાર લઈને આવ્યા છો, પણ અહીં જે બાળકો જન્મ્યાં છે, અહીં જે નવી પેઢી ઉછરી રહી છે, એના સંસ્કારોનું શું ? એ ધર્મથી વંચિત ન થઈ જાય,
૪૪
Page #50
--------------------------------------------------------------------------
________________
એ માંસાહારના રવાડે ન ચઢી જાય, એ દારૂ, ચરસ કે કેફી દ્રવ્યોના ચક્કરમાં ભરાઈ ન પડે ને કોઈક અમેરિકનને પરણીને લગ્નજીવનને અસ્થિર ન બનાવી દે એ નહિ જોવાનું ? અહીં તો આ બહુ મોટી સમસ્યા છે. એમાં અમે કંઈક નિમિત્ત બની શકીએ, અહીંના સમાજને આ દૂષણથી બચાવીને સાચા માર્ગે વાળીએ એ ભાવનાથી તે અમે અહીં આવ્યા છીએ.
મેં આમ વાત કરી એટલે પેલા ડૉકટર મને કહે, “મહારાજ સાહેબ, તમે એમ કહો છો કે નવી પેઢીને આમ ના થાય, તેમ ના થાય, ખોટા માર્ગે ચઢી ન જાય તે માટે, અમે આવ્યા છીએ તો મારી આપને બે હાથ જોડીને વિનંતિ છે કે એ કરતાં પહેલાં તમે અમને સજાગ કરજો ને પ્રેરણા આપજો. નવી પેઢીને પ્રેરણા આપતાં પહેલાં માતાપિતાને પ્રેરણા આપવાની બહુ જરૂર છે.”
આમ કહ્યા પછી એમણે એમના પોતાના જીવનનો એક અનુભવ મને કહ્યો. મને કહે, “મહારાજ સાહેબ, હું દાઝેલો છું. મારા પગ નીચે રેલો આવેલો છે અને એટલે જ હું આપને વિનંતિ કરી રહ્યો છું કે અહીંનાં પ્રત્યેક માતાપિતાને કહેજો કે ધંધો ઓછો કરજો, બે પૈસા ઓછા કમાવાય તો ઓછા કમાજો પણ બાળકોની ઉપેક્ષા તો ન જ કરશો. તમારાં બાળકો માટે થોડોક સમય તો જરૂર કાઢજો. એ વાત મહારાજ સાહેબ, અહીંનાં પ્રત્યેક માતાપિતાને ખાસ કહેજો. દરેકે દરેક ગામમાં જ્યાં જ્યાં આપનાં વ્યાખ્યાન થાય ત્યાં ત્યાં આટલું જરૂર કહેજો.”
મને એમની વાત અગત્યની લાગી. મેં પૂછયું, “તમને આવું કેમ લાગ્યું ? તમે આ વાત ઉપર આટલો બધો ભાર કેમ મૂકો છો?”
૪૫
Page #51
--------------------------------------------------------------------------
________________
ડૉકટર મને કહે, ‘મહારાજ સાહેબ, મારા પર વીતી ચૂકી છે માટે.’ આમ કહીને એમણે પોતાની વાત કહી:
‘મને અહીં આવ્યાને વર્ષો વીતી ચૂકયાં છે. અહીં હું આવ્યો'તો ડૉકટરીનું ભણવા માટે, ભણ્યો, ડીગ્રીઓ મેળવી, સારી હોસ્પીટલમાં જોબ મળી ગઈ, ધીમે ધીમે ડૉકટરી વ્યવસાયમાં હું જામતો ગયો, ને એમ કરતાં કરતાં નામાંકિત ડૉકટર બની ગયો. એ દરમ્યાન મારી ઉંમર થઈ, એક કન્યા સાથે મારાં લગ્ન પણ થયાં, એ કન્યા પણ ખૂબ સંસ્કારી હતી. ભારતથી પોતાનાં માતાપિતા પાસેથી ધર્મના સંસ્કાર લઈને આવી હતી. અમારૂં લગ્ન જીવન ખૂબ આનંદથી પસાર થતું ચાલ્યું. એમ કરતાં અમારે ત્યાં બે બાળકો પણ થયાં, એક દીકરો ને એક દીકરી.’
‘મહારાજ સાહેબ, અમારે કોઈ કમી નહોતી, ધારણા કરતાં વધુ નામ મળ્યું હતું, ધાર્યા કરતાં વધુ પૈસા મળવા લાગ્યા હતા, થોડાંક વર્ષો પછી જીવન સુખ-સામગ્રીથી ભરપૂર બની ગયું'તું. દિવસો આનંદથી વીતતા હતા, એક જ ધૂન હતી ‘ભારતથી અમેરિકા આવ્યા છીએ તો • વધુને વધુ કમાઈ લઈએ. અને એ ધૂનના કારણે સવારથી સાંજ સુધી અમે પતિ-પત્ની બંને પૈસા કમાવાની દોટમાં જ પડયાં રહ્યાં.’
‘અમે ભૂલી ગયાં કે અમારે ત્યાં બે આત્માઓ બાળકરૂપે આવેલા છે. એમની પ્રત્યે પણ અમારી કોઈ ફરજો છે, અમારી કોઈ જવાબદારીઓ છે. આ મહત્ત્વની વાત અમે ભૂલી ગયાં, એમને માટે અમે કયારેય જોઈએ એવું ધ્યાન ન આપ્યું. મારો દીકરો હાઈસ્કૂલમાં ભણી રહ્યો હતો, મારી દીકરી કોલેજમાં ભણી રહી હતી તે વખતે એમને સંસ્કાર આપવાની કાળજી લીધા વિના અમે બંને કેવળ કમાવામાં
૪૬
Page #52
--------------------------------------------------------------------------
________________
જ રચ્યા-પચ્યાં હતાં... ને એક દિવસ અમારી આંખ ઉઘાડનારો બનાવ બની ગયો.
આ હું સને '૮૯ની વાત કરી રહ્યો છું, એ વખતે ડૉકટરે મને કહ્યું, “સાહેબ, આજથી ત્રણ વર્ષ પહેલાંની વાત કરી રહ્યો છું.
પર્યુષણ પર્વ આવ્યાં. મારી પત્નીને અઠ્ઠાઈની તપસ્યા કરવાનું મન થયું અને તેમણે આઠ દિવસના ઉપવાસ કર્યા. અહીં તો ભારત જેવું કોઈ વાતાવરણ ના મળે. ન અમારે ત્યાં દેરાસર, ન અમારે ત્યાં ઉપાશ્રય, ન કોઈ મહારાજ સાહેબના સંજોગો, ન કોઈ વ્યાખ્યાનવાણીના લાભ, ન કોઈ બીજી ધર્મપ્રવૃત્તિઓ, એટલે બીજું તો શું કરીએ.”
મારી પત્નીએ અઠ્ઠાઈના ઉપવાસ તો કર્યા, પણ ટાઈમ કયાં પસાર કરવો ? હું મારી હોસ્પિટલે ચાલ્યો જાઉં ને મારી પત્ની અમારા બંગલાની અંદર એના રૂમમાં ભગવાનની પૂજા જેવું રાખેલું એમાં ભગવાન મહાવીરની મૂર્તિ પાસે બેસીને એ સામાયિક કર્યા કરે, માળા ગણે, ધાર્મિક પુસ્તકનું વાંચન કરે, ને એમ કરીને આખો દિવસ વિતાવે. પછી સાંજના હું ઘેર આવું એટલે અમે બે ભેગા થઈને ભગવાનની આરતી કરીએ.”
“આ રીતે એક પછી એક દિવસો પસાર થઈ રહ્યા હતા, જોતજોતામાં આઠ દિવસ પસાર થઈ ગયા. મારી પત્નીએ કેનેડા જેવા દેશમાં આવીને જીંદગીમાં પહેલીવાર અઠ્ઠાઈ કરી હોય એટલે સ્વાભાવિક હતું કે પારણાને પ્રસંગને ઉમંગભેર ઉજવવાની મને હોંશ જાગે. અહીં સગાવહાલાં કે બીજું કોઈ હોય નહિ, પણ મારા ઘણા મિત્રો હતા. થોડા ઘણાં દૂરના સ્વજનો હતાં. એમાંનાં કેટલાંક અમેરિકા રહેનારાં
Page #53
--------------------------------------------------------------------------
________________
પણ હતાં. એ બધાંને ફોન કરીને પારણા પ્રસંગે મેં ઘરે પધારવાનું નિમંત્રણ આપ્યું.'
“પારણાના દિવસે સવારના સાત વાગ્યા ને લોકો આવવા લાગ્યા, લગભગ સવાસો માણસ ભેગું થયું. મને મારી પત્નીની પહેલી અઠ્ઠાઈનાં પારણાં પ્રેમથી કરાવવાનો ઉમળકો હતો. આઠ વાગી ગયા હતા. પારણાની બધી તૈયારીઓ પણ થઈ ચૂકી હતી. મેં મારી પત્નીને કહ્યું કે “ચાલો, બધાં આવી ગયાં છે, હવે તમે બેસી જાઓ, અમે પારણાં કરાવીએ.” ત્યારે મારી પત્નીએ એવો ભાવ વ્યકત કર્યો કે, “પારણું પછી કરીશ, ઘરમાં જ ભગવાન મહાવીરની મૂતિ છે, પહેલાં આપણે બધા ભેગાં મળી ભગવાનની આરતી કરીએ.'
આ તો મારા જીવનનો યાદગાર પ્રસંગ છે એટલે આજે હું, તમે ને આપણાં બંને બાળકો - બધાં સાથે મળીને સપરિવાર ભગવાન મહાવીરની આરતી કરીએ, પછી હું પારણું કરીશ.” મેં કહ્યું, “કંઈ વાંધો નહિ. ચાલો, હું હમણાં જ બાળકોને બોલાવું.”
મહારાજ સાહેબ, મારા ઘરમાં દીકરીને મારી દીકરી બંનેના બેડરૂમ ઘરમાં પહેલા માળે હતા. આ બાજુ છોકરાંની માને આઠ દિવસની અઠ્ઠાઈનાં પારણાં કરવાનાં હતાં ને મહેમાનો આટલાં બધાં આવી ગયાં હતાં. છતાં છોકરાં હજી એમની રૂમમાં હતાં. પોતાની માનો આવો વિરલ પ્રસંગ ઉજવવાનો જાણે કે એમને કોઈ ઉમળકો જ હોતો ! ભૂલ એમની નહોતી, અમારી હતી કે અમે એમને એવા સારા સંસ્કાર આપ્યા નહોતા, અમે ફકત પૈસાની દોટમાં જ રહ્યાં હતાં.'
મહારાજ સાહેબ, ઉપરના બેડરૂમમાં જવા માટે ઘરની અંદરથી સીડી હતી. તેના દાદરા પાસે નીચે ઊભા રહી મેં બાળકોને બોલાવવા
४८
Page #54
--------------------------------------------------------------------------
________________
બૂમ મારી કે, “બેટા, શું કરો છો ?' મેં બૂમ મારી એટલે કોલેજમાં ભણતી મારી દીકરી સીડીના ઉપરના પગથીયા પાસે આવીને ઊભી રહી. મેં કહ્યું, “બેટા, તરત જ નીચે આવી જાઓ.” દીકરી પૂછે, “શું છે ?' કહ્યું, “બેટા, ખબર નથી કે તારી મમ્મીને આજે ઉપવાસ પૂરા થયા છે અને મમ્મીની ઈચ્છા છે કે આજે પારણું કરતાં પહેલાં આપણે ભગવાનની આરતી કરીએ. માટે બેટા, જલ્દી કરો, તૈયાર થઈને નીચે આવો, આપણા ભગવાનની આરતી કરવાની છે.”
હવેનો જે ડાયલોગ છે તે ધ્યાનથી સાંભળવા જેવો છે. - પેલા ભાઈ મને કહે, “મહારાજ સાહેબ, સવાસો માણસ ઘરમાં આવી ગયાં છે, હું નીચેથી બૂમ પાડું છું. કોલેજમાં ભણતી મારી દીકરી ઉપર ઊભી છે. હું જ્યારે કહું છું કે, “ચાલો, આપણા ભગવાનની આરતી કરવી છે ત્યારે મારી દીકરી ઉપરથી જ મને પૂછે છે કે, “ડેડી, હુ ઈઝ અવર ગોડ ?'
જેના ઘરમાં નાનકડું પણ મંદિર છે, એમાં ભગવાન મહાવીરની મૂર્તિ છે, જેની માએ અઠ્ઠાઈ કરેલી છે, અઠ્ઠાઈ દરમ્યાન જે રોજ સામયિક કરે છે, ને રોજ આરતી કરે છે એ ઘરમાં રહેતી છોકરી એના બાપને પૂછે છે કે, “ડેડી, હુ ઈઝ અવર ગોડ ?'
આ બનેલી ઘટના તમને સંભળાવી રહ્યો છું. જે માબાપો હોય એમણે ધ્યાનથી સાંભળવાની જરૂર છે. જો સંતાનો પર ધ્યાન નહિ રાખ્યું તો યાદ રાખજો, કાલ કેવી આવશે તેની તમે કલ્પના નહિ કરી શકો. તમે આપેલા સંપત્તિના વારસા પર પાણી ફરી વળશે. તમારા પૈસા જ તમારાં સંતાનોને અવળા રવાડે ચઢાવી દેનાર બનશે. તમારાં દીકરા-દીકરીઓ તમારું નામ ડૂબાડશે કે ઉજાળશે એની કલ્પના તમે
४८
Page #55
--------------------------------------------------------------------------
________________
નહિ કરી શકો - જો તમે પાયાના સંસ્કારો આપવાની જવાબદારી અદા નહિ કરી હોય તો.
જુઓ તો ખરા, જૈનકુળમાં જન્મેલી અને ધાર્મિક માતાપિતાને ત્યાં ઉછરેલી દીકરીને એ પણ ખબર નથી કે આપણા ભગવાન કોણ ? આજે પણ એવા કેટલાક પરિવારો હશે કે જેમાં ઉછરેલ બાળકોને કદાચ જૈનધર્મ વિશે કે ભગવાન મહાવીર વિશે કાંઈજ ખ્યાલ નહિ હોય ! કદાચ નવકાર મંત્ર પણ નહીં આવડતો હોય ! પણ આને માટે જવાબદાર કોણ ?
પેલી છોકરી પિતાને પૂછે છે કે ‘હુ ઈઝ અવર ગોડ ?' ‘આપણા ભગવાન કોણ ?' ત્યારે પેલા ડૉકટર કહે છે, ‘બેટા, તને ખબર નથી ? મહાવીર સ્વામી આપણા ભગવાન છે. ચાલો બેટા, આપણે આપણા ભગવાનની આરતી કરવાની છે.'
ત્યારે પેલી છોકરી ધડ દઈને એના પિતાને કહી દે છે કે ડેડી, મહાવીર સ્વામી ઈઝ નોટ અવર ગોડ, બટ યોર ગોડ, મહાવીર સ્વામી ‘આપણા’ નહિ તમારા ભગવાન છે.'
પેલા ડૉકટર મને કહે છે, ‘મહારાજ સાહેબ, મેં એને તરત જ પૂછ્યું કે, ‘હુ ઈઝ યોર ગોડ ? તો પછી તારા ભગવાન કોણ છે?’ ત્યારે મારી દીકરી મને કહે છે, ‘માય ગોડ ઈઝ જીસસ ક્રાઈસ્ટ, નોટ મહાવીરા !' ડૉકટર મને કહે, ‘મહારાજ સાહેબ, કાપો તો લોહી ન નીકળે એવી હાલત અમારી હતી. આટઆટલા ઉમળકાથી પ્રસંગ ઉજવવાની તૈયારી કરી હોય, એકેએક મિત્રો ને સ્વજનો આવી ચૂકયાં હોય ને એ બધાની વચ્ચે જ અઠ્ઠાઈ કરનાર માની પેટની જણેલી દીકરી એમ કહે કે, ‘મહાવીર મારા ભગવાન નથી' તો મહારાજ ૫૦.
Page #56
--------------------------------------------------------------------------
________________
સાહેબ, અમારી હાલત શું થાય ?'
“માય ગોડ ઈઝ જીસસ ક્રાઈસ્ટ, નોટ મહાવીરા' પેલીએ ધડ દઈને કહી દીધુ ને અમારો મૂડ ખતમ થઈ ગયો. અમારી દીકરી કોન્વેન્ટ સ્કૂલમાં ભણતી હતી, ક્રિશ્ચિયન મિશનરીની કોલેજમાં એજ્યુકેશન લીધું હતું ને રોજ ત્યાં છાતી-માથા પર ક્રોસ કરવાની ટેવ પડી ગઈ હતી પણ કોઈ દિવસ એની માએ પ્રેમથી બેસાડીને એને કહ્યું નહોતું કે, “બેટા આપણે જૈન છીએ, ચાલો, આપણે ભગવાન મહાવીરની આરતી ઉતારીએ.”
સંપત્તિ ભલે વધારો. તમારા પુણ્યના ઉદયથી તમને જે મળયું હોય તે તમે મેળવો, પણ એટલામાં જ જો અટવાઈ ગયાં તો ગંભીર પરિણામ આવશે. પુરુષોને પૈસા કમાવામાંથી ઊંચું જોવાની ફૂરસદ નથી અને બહેનોને થોડું ઘણું કામ કર્યા પછી મંડળો અને કમંડળોમાં જવાની લત એટલી લાગી ગઈ કે ના પૂછો વાત !
આજે આ મંડળમાં જવાનું છે, કાલે પેલા મંડળમાં જવાનું છે, આજે અહીં મીટીંગ રાખી છે, ને કાલે ત્યાં મીટીંગ રાખી છે, એનું માણસો એટલું ગૌરવ લે છે કે, “અમે તો આ મંડળના મેમ્બર છીએ ને પેલા મંડળનાં મેમ્બર છીએ !'
- ફર્યા કરો તમે કલબોમાં અને છોકરાંઓને ફરવા દો જ્યાં ફરવું હોય ત્યાં !.. તો પરિણામ શું આવશે ? બાળકો માટે રોજ થોડો સમય કાઢોઃ
મારે તમને આજે બહુ લાગણી સાથે કહેવું છે કે આ બધું ફરવાનું ઓછું કરો અને ઘરમાં ઠરો જરા! આવા પુણ્યશાળી બાળકો
૫૧
Page #57
--------------------------------------------------------------------------
________________
તમને મળ્યા છે તો રોજ થોડો સમય એમની સાથે કાઢો. એમના જીવનની એક એક ઘટનાઓમાં ઊંડો રસ લ્યો.
એમને પ્રેમથી પાસે બેસાડીને પૂછો કે તારા મનમાં કોઈ મૂંઝવણ તો નથી ને બેટા ? તું આનંદમાં છે ને ? આજે સ્કૂલમાં શું ભણી આવ્યો ? ચાલ, તને લેશન કરાવવામાં મદદ કરૂં ? લાવ, તારા પાઠયપુસ્તકો બતાડીશ મને ? મારે જોવું છે તને શું શું ભણાવવામાં આવે છે. તમારા બાળકોના પાઠયપુસ્તકો કયારેય હાથમાં લીધાં છે ખરાં ? એ પાઠયપુસ્તકોમાં શેના પાઠ આવે છે, એ શું ભણે છે એનો વિચાર તમે કર્યો છે ?
ઇંડામાં કેટલી કેલરી, માછલાંમાં કેટલાં પૌષ્ટિક તત્ત્વો છે એવું એના મગજમાં શું શું ભરવામાં આવે છે એની કાળજી તમે લીધી છે ?
તમારો દીકરો શાળામાં ગમે તે ભણીને આવ્યો હોય પણ એ પછી એનું બ્રેઈન વોશ કરવાનો પ્રયત્ન કર્યો છે કે આ ચોપડી ખોટી છે, આવાં ભૂંસાં મગજમાં ભરતો નહિ, સમજી લે કે, આ ઇંડા ખાવાની કોઈ જરૂર નથી. પ્રોટીન્સની જરૂર હોય તો બેટા, કઠોળ ખા. મગમાં જેટલાં પ્રોટીન્સ છે એટલાં ઇંડા કે માછલાંમાંથી નહિ મળે એવું એનું બ્રેઈન વોશ કર્યું છે ખરૂં ?
આજે મારે તમને બહુ પ્રેમપૂર્વક આ બધું પૂછવું છે. પર્યુષણના દિવસોમાં થોડું આત્મચિંતન કરજો કે, મેં મારી બાપ કે મા તરીકેની કેટલી જવાબદારી અદા કરી છે ?'
જે બાપને આઠ કલાક ધંધો કરવાનો સમય મળે છે, બીઝનેસની મીટીંગો કરવાનો સમય મળે છે. જે માને બીજી પ્રવૃત્તિઓ કરવાનો
૫૨
Page #58
--------------------------------------------------------------------------
________________
સમય મળે છે એ માબાપો પોતાનાં જ બાળકો માટે રોજ એક કલાકનો સમય ન ફાળવી શકે શું ?
તમે જો સંતાનોની ઉપેક્ષા કરતાં હો તો તમે માબાપ થવાની ભૂલ કરી છે એમ માનજો. શા માટે તમારે આંગણે આવેલ કોઈ પુણ્યાત્માના જીવનને બરબાદ કરી રહ્યાં છો ? આ વાતને ગંભીરતાથી વિચારવાની જરૂર છે.
પેલા ડૉકટર મને કહે કે, ‘મહારાજ સાહેબ, દીકરીનો આવો જવાબ સાંભળીને અમે તો સ્તબ્ધ થઈ ગયા ! પારણાનો ઉત્સાહ તો અમારો સાવ ખલાસ થઈ ગયો! જેમ તેમ કરીને પ્રસંગ પતાવ્યો, મિત્રો અને સ્વજને પોતપોતાના ઘરે ચાલ્યા ગયા, ઊંડી વ્યથામાં સુનમુન બનીને અમે આખો દિવસ પસાર કર્યો ને રાત પડી. પણ અમને આખી રાત ઊંઘ ન આવી. હું અને મારી પત્ની બન્ને જણાં અમારા બેડરૂમમાં ચોધાર આંસુએ રડયાં, કે આ શું થઈ ગયું ? અને રાતે ને રાતે અમે નિર્ણય કર્યો કે, ‘વહેલામાં વહેલી તકે આ બાળકોને લઈને ઈન્ડિયા ભેગાં થઈ જઈએ. આપણા બાળકોને ઈન્ડિયામાં ફેરવીએ અને તેમને બતાવીએ કે આપણી સંસ્કૃતિ શું છે ? આપણાં તીર્થો કેવાં છે ! આપણા સાધુ-સંતો કેવા છે ! આ બધું બતાવતાં બતાવતાં એમનું જો બ્રેઈનવોશ થઈ જશે તો આપણી જિંદગી સુધરશે, નહિ તો આ છોકરાં હાથમાંથી જતાં રહેશે.'
ડૉકટર કહે કે, ‘બીજા દિવસે હું હોસ્પિટલનું મેનેજમેન્ટ સંભાળનારા મુખ્ય માણસ પાસે ગયો. મેં છ મહિનાની રજા માગી, તે તો મારી સામે જોઈ જ રહ્યા કે અમેરિકામાં છ મહિનાની રજા કોઈ જોબ પરથી માગે તો એને મળે ?... ત્યાં તો ત્રણ અઠવાડિયાથી વધારે
૫૩
Page #59
--------------------------------------------------------------------------
________________
રજા મળતી નથી. ત્યાં મેં એમને કહ્યું કે “મારે છ મહિનાની રજા જોઈએ છે.” એટલે પેલા મારી સામે જોઈ રહ્યા, મને કહે કે, “ડૉકટર, શું બોલો છો ? તમને કંઈ ભાન છે ? તો મેં કહ્યું કે, “મને બિલકુલ ભાન છે. મારે છ મહિના ઈન્ડિયા જવું છે.' તો કહે, “ઈમ્પોસીબલ, તમને રજા નહિ મળી શકે.' પછી ઘણીબધી માથાકૂટ કરી કે “એટલું બધું મહત્વનું કામ આવ્યું છે કે, મારે ગયા વિના છૂટકો જ નથી. સાહેબ, મને રજા આપો.'
અને છેવટે બહુ રકઝક પછી મને મેનેજમેન્ટ તરફથી એવું કહેવામાં આવ્યું કે, “સોરી ડૉકટર, તમારો જો એ જ આગ્રહ હોય તો તમારે નોકરી છોડવી પડશે. તમારી નોકરી જશે, અમે તો બીજા ડૉકટરની નિમણૂંક કરી લઈશું.”
અને મેં તુરત જ એક મિનિટમાં નિર્ણય લઈ લીધો કે હવે નોકરી જાય તો ભલે જાય પણ ધર્મ જવા દેવો નથી. ઓન ધ સ્પોટ મેં હોસ્પિટલમાંથી છૂટા થવાનો નિર્ણય કર્યો, મેં કહ્યું કે, “સારું, લ્યો આ મારું રાજીનામું.'
મેં મારું રાજીનામું આપી દીધું, નોકરી છોડી દીધી, છોકરાંઓને લઈને અમે ઈન્ડિયા ભેગાં થયાં. અને મહારાજ સાહેબ, ઓછામાં ઓછા દિવસો અમે અમારાં સગાંવહાલાંને ત્યાં ગયાં છીએ. અમે અમારાં છોકરાંઓને આખા ભારતની યાત્રા કરાવી. અમે એમને આપણા એક એક તીર્થમાં લઈ ગયાં, એમને પાવાપુરી, પાલીતાણા ને ગિરનાર લઈ ગયાં, તેમજ આબુ ને રાણકપુર પણ લઈ ગયાં.”
એક એક તીર્થમાં જવાનું, ત્યાં નિરાંતે બે દિવસ, ચાર દિવસ રહેવાનું, ત્યાંનો ઈતિહાસ ત્યાંના પુજારીઓ અને મહેતાજીઓ પાસેથી
૫૪
Page #60
--------------------------------------------------------------------------
________________
જાણવાનો, અંગ્રેજી ભાષામાં છોકરાંઓને સમજાવવાનું અને એમને
ખ્યાલ આપવાનો કે આ દેરાસરો વસ્તુપાળ-તેજપાળે બનાવેલાં, પછી વસ્તુપાળ-તેજપાળ કોણ હતા, એમને કેટલો ખર્ચ થયેલો, કેવી રીતે એમણે દેરાસરો બનાવ્યાં વગેરે દ્વારા પૂર્વજોની ભાવનાનો ખ્યાલ આપ્યો, એમને ત્યાંની કલા-સમૃદ્ધિ, અદ્ભૂત કોતરણી, શિલ્પ-સ્થાપત્ય વગેરેનાં દર્શન કરાવ્યાં, કયાંક સાધુ-સાધ્વીજી મહારાજના સમાચાર મળે તો એમની પાસે પણ લઈ જઈએ, એમની સાથે તત્ત્વચર્ચા કરાવીએ, ધર્મનો બોધ અપાવીએ.
એમ કરતાં કરતાં અમારો પ્રવાસ આગળ વધતો ગયો તેમ તેમ અમારાં બાળકોને એમ થતું ગયું કે, “અહોહો... આપણો ધર્મ આટલો બધો મહાન છે ? આપણા તીર્થો આટલાં બધાં જાજરમાન છે? આપણા સાધુ-સંતો આવા ત્યાગી છે ? આપણું તત્ત્વજ્ઞાન આટલું બધું વૈજ્ઞાનિક છે ?... અને ધીમે ધીમે એમને આપણા ધર્મ માટે પ્રાઉડનેસ આવતી ગઈ... એમનું હૃદય ગૌરવથી ભરાતું ગયું.”
અને મહારાજ સાહેબ, ચાર મહિનાની એ ધર્મયાત્રા, ભારતભરની તીર્થયાત્રાઓ, સાધુ-સંતોના સમાગમ કરીને અમે કેનેડા પાછા ફર્યા ત્યારે અમારાં સંતાનો “રીટર્ન ટુ હોમ” ઘર તરફ સંસ્કૃતિ ભણી પાછાં ફરી ચૂકયાં હતાં !”
“મહારાજ સાહેબ, અમે અહીં આવી ગયાં. પહેલાં તો અમારો છોકરો નોનવેજ ખાતો થઈ ગયો હતો પણ ભારતની આ યાત્રા પછી એને જ સમજાઈ ગયું. મેં એને માંસ છોડવા નથી કહ્યું છતાં એ સ્વયં શાકાહારી બની ગયો, માંસાહાર એણે છોડી દીધો.'
પપ
Page #61
--------------------------------------------------------------------------
________________
એક વખત થપાટ લાગેલી એટલે અમે પણ એટલા જ સાવધાન બની ગયાં હતાં. કોઈપણ ધર્મપ્રચારક સાધુ-સંત આવ્યા હોય, આપણી સંસ્કૃતિ અંગેનો કોઈપણ કલ્ચરલ કાર્યક્રમ સો-બસો કિલોમીટર દૂર હોય તો પણ અમે અમારાં છોકરાંને લઈને ત્યાં પહોંચી જતાં હતાં... પાર્ટીસીપેટ કરાવતાં હતાં... ને એના કારણે એ બાળકો ધીમે ધીમે આપણા ધર્મને રંગે રંગાવા માંડયાં, ભારતીય સંસ્કૃતિથી તેઓ પ્રભાવિત થતાં ગયાં, પરિણામ અદ્ભૂત આવ્યું.
એ દિવસે ડૉકટર મને કહે, “મહારાજ સાહેબ, હવે બીજો એક પ્રસંગ તમને સંભળાવું.
બે મહિના પહેલાંની વાત છે. સ્કૂલમાંથી પિકનીક જવાની હતી. મારો દીકરો એ સ્કૂલમાં ભણે. સ્કૂલનાં સૌ બાળકો પિકનીક પર ગયાં. આખા દિવસનો કાર્યક્રમ હતો. જમવાની વ્યવસ્થા એ લોકોએ ત્યાં જ હોટલમાં કરી હતી. સ્વભાવિક છે કે મિશનરી સ્કૂલના ફાધરો અને ટીચરો તેમજ બાળકો ત્યાં જ જમવાનાં હોય. સ્વિમીંગ, બીજી રમતગમત, આનંદપ્રમોદ બધું થયા પછી જમવાનો ટાઈમ થયો એટલે બધાં જમવા બેઠાં, નોનવેજની ડીસો આવવા માંડી. મારો દીકરો તો પ્યોર વેજીટેરિયન થઈ ગયો હતો. એટલે એણે ના પાડી કે, “આમાંનું કંઈ જ મને નહિ ચાલે. મને ખાલી એક કોકાકોલા આપી દો, એ પી લઈશ.' બધાં છોકરાં ખાય ને એ ભૂખ્યો રહે એ સ્વાભાવિક રીતે જ કોઈને ગમે નહિ, એટલે મિત્રોએ કહ્યું કે, “તું એકલો બેસી રહે ને અમે ખાઈ લઈએ એમ ન ચાલે એટલે તું પણ ખાવા બેસી જા.” બધાએ આગ્રહ કર્યો પણ મારા દીકરાએ કહ્યું કે, “ના ભાઈ, હું વેજીટેરિયન છું. આમાનું હું કાંઈ નહિ ખાઉં. મને ફકત કોકાકોલા
'પદ
Page #62
--------------------------------------------------------------------------
________________
આપી દો.” એ ન માન્યો એટલે બધા મિત્રો એમના ટીચરને કહેવા લાગ્યા. ટીચર આવ્યા. કહે કે, “શું છે, ખાવાની કેમ ના પાડે છે ?' તો એણે કહ્યું, “હું વેજીટેરિયન છું, આમાનું હું કંઈ નહિ ખાઉં. મને કોકાકોલા આપી દો.” ત્યારે ટીચરે એને કહ્યું, “તો તારા માટે બીજું કંઈક મંગાવીએ...' ને એના માટે બીજી સ્પેશ્યલ ડીશ મંગાવવામાં આવી. પરંતુ એની પણ એણે ના પાડી દીધી.... ને કહ્યું, “આમાં ઇંડા છે, એટલે મને એ પણ નહિ ચાલે, કારણ કે હું પ્યોર વેજીટેરિયન છું એટલે મને ઇંડાં કે માછલી કશું ન ચાલે. હું આ પણ નહિ લઉં.”
આમ કયારનીય રકઝક ચાલતી હતી. છોકરાઓ કયારનીય માથાકૂટ કરતાં હતાં. હવે ટીચર સાથે પણ જીભાજોડી ચાલી એટલે એ ટીચર પણ અકળાઈ ગયા. એ કહે, “હવે ખાતો હોય તો સીધેસીધો ખાઈ લે. ખોટે ખોટાં નખરાં શું કરે છે ? બહુ મોટો વેજીટેરિયન થઈ ગયો છે. હું નોનવેજ નથી ખાતો એમ કહ્યા કરે છે, પણ ઇંડા તે કાંઈ નોનવેજ કહેવાય ?' ત્યારે મારા દીકરાએ ડર્યા વિના કહ્યું, “હા, આ નોનવેજ કહેવાય.” એટલે એના ટીચરે કહ્યું, “જો તું આને નોનવેજ કહેતો હોય તો પછી મિલ્ક પ્રોડકટ બધી કેમ ખાય છે ? દૂધ કેમ પીએ છે ? એ પણ પશુના દેહમાંથી જ નીકળે છે ને ?' અને એ પછી મારા દીકરાએ જે જવાબ આપ્યો એનાથી તો મેં બહુ અહોભાવ અનુભવ્યો.
મહારાજ સાહેબ, અમે કોઈ દિવસ આ બાબતમાં દીકરાને કશું જ કહ્યું ન હતું. છતાં વાતાવરણ બદલાયું ને સંસ્કારોનો પ્રવાહ શરૂ થયો એનું પરિણામ જુઓ.' | મારા દીકરાએ ટીચરને જવાબ આપ્યો, “સર, દૂધ તો મારી માનું પણ પીઉં છું, પણ એટલે શું હું મારી માનું માંસ પણ ખાઉં ?
પડ
Page #63
--------------------------------------------------------------------------
________________
માનું દૂધ પીવાય, પણ માંસ ન ખવાય.. સર, દૂધ તો તમે પણ તમારી માનું પીધું હશે, પણ તમે શું તમારી માનું માંસ ખાશો ?” ને આનો કોઈ જવાબ પેલા ટીચર પાસે નહોતો, એ ચૂપ થઈ ગયા ને મારો દીકરો માત્ર કોકાકોલા પીને પાછો આવ્યો.'
ડૉકટર કહે, “મહારાજ સાહેબ, સાંજે ઘરે આવીને મારા દીકરાએ મને આ વાત કરી ત્યારે એણે આપેલ જવાબ સાંભળીને તો હું એને ભેટી પડયો કે, “બેટા ! જે જવાબ આપતા મને પણ ન આવડે એવો જવાબ આપતાં તને આવડયો !... અમે ઘણી મીટીંગોમાં જઈએ છીએ ત્યારે અમને પણ આવા જ પશ્નો નડતા હોય છે પણ એ વખતે જે જવાબ આપતાં અમને નહોતો આવયો એ જવાબ તને આવડ્યો બેટા, ધન્ય છે તને.'
“મહારાજ સાહેબ, હું મારા દીકરાને ભેટી પડયો. એણે તો એના ટીચરને એમ પણ કહ્યું હતું કે, સર ! અમે તો ગાયને પણ અમારી માતા માનીએ છીએ એટલે અમે એનું દૂધ પી શકીએ, પણ એનું માંસ અમારાથી ન ખવાય.”
સંતાનોને સંસ્કારો આપવાની જાગૃતિ માબાપો રાખે તો કેવું રૂડું પરિણામ આવી શકે છે એની સાબિતી આ સત્યઘટના આપે છે. | ડૉકટરે ભાવવિભોર થઈને કહ્યું, “મહારાજ સાહેબ, જે છોકરીએ મને એમ કહ્યું હતું કે, “માય ગોડ ઈઝ જીસસ ક્રાઈસ્ટ, નોટ મહાવીરા' એ જ છોકરીએ ભારતની યાત્રા કરીને ભારતીય સંસ્કૃતિનો ખ્યાલ મેળવ્યા પછી, સાધુ-સંતોનો સમાગમ કર્યા પછી એના હૃદયમાં જૈન ધર્મ માટે એવું ગૌરવ જાગ્યું કે એનો કોલેજનો અભ્યાસક્રમ પૂરો થયા પછી એણે મને કહ્યું, “ડેડી ! મારે જૈનીઝમ પર પી.એચ.ડી. કરવું છે,
૫૮
Page #64
--------------------------------------------------------------------------
________________
કારણકે જૈન ફિલોસોફી જેવી દુનિયામાં બીજી કોઈ ઊંચી ફિલોસોફી નથી.'
દીકરીએ બાપને આવું કહ્યું હશે ત્યારે બાપનું હૈયું કેવું ગજગજ ઉછળતું હશે ! એમને કેટલો બધો આનંદ થતો હશે ! એક દિવસ દીકરી એમ કહેતી હતી કે, ‘મહાવીર મારા ભગવાન નથી...' ને એ જ દીકરી એમ કહે કે, ‘જૈન તત્ત્વજ્ઞાન જેવું બીજું કોઈ તત્ત્વજ્ઞાન નથી !' આ કેટલું મોટું પરિવર્તન !!
કહો, સંતાનોને કયો વારસો આપવો છે, સંપત્તિનો કે સંસ્કૃતિનો? તીર્થંકરોનાં જીવનચરિત્રો આપણને પ્રેરણા આપનારાં બની રહેવાં જોઈએ. એમાં અદ્ભૂત પ્રેરણાઓ ભરેલી છે.
કોઈપણ તીર્થંકરનો આત્મા પૂર્વના ત્રીજા ભવે સર્વ જીવોને ધર્મશાસનના રસિયા બનાવવાની તીવ્ર ઝંખનાવાળો બને છે. અને પરિણામે તીર્થંકર નામકર્મ બાંધે છે.
જ્યાં સુધી આત્મા ધર્મની સાથે નહિ જોડાય ત્યાં સુધી એના જીવનમાં દુઃખોનો અંત આવવાનો નથી. ધન, સુખની સામગ્રી અપાવી શકશે, પણ સુખની અનુભૂતિ કરાવી નહિ શકે. સુખની સાચી અનુભૂતિ તો ધર્મ જ કરાવી શકશે.
સુખની સામગ્રી મેળવવી એક બાબત છે અને સુખની અનુભૂતિ મેળવવી જુદી બાબત છે. સંપત્તિ તમને સુખનાં સાધનો અપાવી શકશે પણ એ ‘સુખ’ અપાવી શકશે એવી ભ્રમણામાં ન રહેતા.
અઢળક સંપત્તિના સ્વામીઓ પણ ભયંક૨ દુ:ખી હોય છે. સંસ્કાર વિહોણા શ્રીમંતો જેવા દયાપાત્ર આજે બીજા કોઈ નહિ હોય. અંતરથી એ બહુ દુ:ખી હોય છે કારણ કે એમની પાસે ધન હોય છે,
૫૯
Page #65
--------------------------------------------------------------------------
________________
પણ ધર્મ નથી હોતો. એમની પાસે જો ધર્મ હશે તો એ આનંદથી જીવતા હશે ને મહાનતાના માર્ગે આગળ વધતા હશે.
જે શ્રીમંતોએ માત્ર પૈસાને પ્રાધાન્ય આપ્યું હશે, એ ભલે ઉદ્યોગપતિ હશે, મીલ માલિક હશે કે ગમે તેવો મોટો વેપારી હશે, ભલે એણે પૈસાનો ખડકલો વધાર્યો હશે, પણ એની પાસે જો કોઈ સાધના નહિ હોય, પરમાત્માની કોઈ ઉપાસના નહિ હોય, તત્ત્વજ્ઞાનનાં ઝરણાં એના હૃદયને ભીંજવતાં નહિ હોય તો એ ગમે એવો મોટો શ્રીમંત હોવા છતાં આંતરિક રીતે ભયંકર દુઃખી હશે.
સુખની સામગ્રી અને સુખની અનુભૂતિ, એ બે જુદાં જુદાં તત્ત્વો છે. સુખની અનુભૂતિ કરાવવાની તાકાત એકમાત્ર ધર્મ અને અધ્યાત્મની અંદર જ છે.
ભગવાન મહાવીર અને અન્ય તીર્થકરો પણ એવું નથી વિચારતા કે, મારું પુણ્ય પ્રચંડ છે તો એના વડે દુનિયામાં સંપત્તિની રેલમછેલ... રેલાવી દઉં. જે જીવાત્મા મારી સેવામાં રહેવાના છે તેમના માટે અઢળક સંપત્તિ રેલાવી દઉં ને એમને સુખી કરી દઉં.” આવો વિચાર પણ એમણે નથી કર્યો.
એમણે ધાર્યું હોત તો એ બધું થઈ શકયું હોત, સમૃદ્ધિની રેલમછેલમાં મહાલી શક્યા હોત, પણ એવો વિચાર કરવાને બદલે સૌને ધર્મશાસનના રસિયા બનાવવાનો વિચાર કર્યો. કારણ કે એમને સમજણ હતી કે સંપત્તિથી કયારેય સુખી થવાતું નથી, કેવળ સંસ્કારોથી જ સુખી થવાય છે. ધર્મ મહાસત્તાના શરણે જવાથી જ સુખી થવાય છે.
ભગવાન તીર્થકરના જીવનના પ્રસંગો આપણને આ પ્રેરણા આપે છે.
FO
Page #66
--------------------------------------------------------------------------
________________
એમણે વિશ્વના સર્વ જીવો માટે જે વિચાર કર્યો તે વિચાર કમ સેકમ આપણા પરિવાર પૂરતો, આપણા સંતાનો પૂરતો અવશ્ય કરીએ, ને સંતાનોને કેવળ સંપત્તિનો વારસો આપવાને બદલે સાચા સંસ્કારોનો વારસો આપવાનું જ લક્ષ્ય રાખીએ એમાં જ આપણા જીવનની ધન્યતા છે.
૬૧
Page #67
--------------------------------------------------------------------------
________________
સંતાનો માતા-પિતાના ઉપકારોનું સ્મરણ કરે
એમના હૃદયની લાગણીઓને સમજે
અને
અનન્ય ઉપકારી એવા માતા-પિતા પ્રત્યે
ભકિતભર્યો સમર્પણ ભાવ કેળવે
માતા-પિતા પોતાના બાળકો પ્રત્યેની જવાબદારીઓ અને કર્તવ્યોને સમજે બાળકો માટે રોજ થોડો સમય ફાળવે
અને એ પુણ્યશાળી બાળકો પ્રત્યે સ્નેહ અને વાત્સલ્યનો ધોધ વહાવે
તો ઘરઘરમાં ઉભા થતા ઘણા બધા પ્રશ્નો અને સમસ્યાઓ
આજે જ ઉકલી જાય એમ નથી લાગતું શું ?
દર
Page #68
--------------------------------------------------------------------------
________________
(પ્રેરણા પ્રકાશન ટ્રસ્ટનું મનનીય સાહિત્ય)
શાંતિનિકેતન સ્મૃતિગ્રંથ
શ્રી જિનચન્દ્રજી મહારાજની પ્રવચન પ્રસાદી ક્ષમાપના
સમર્પણની સુવાસ દુઃખથી ડરે તે બીજા
માતૃભક્ત મહાવીર સહુના સુખમાં મારું સુખ
જાગ રે, જૈન સમાજ સંસ્કારોના ગુણાકાર
Words of Wisdom શ્રી કીર્તિચન્દ્રજી મહારાજની જ્ઞાન પ્રસાદી
મુમુક્ષુને માર્ગદર્શન
શ્રી મુનિચન્દ્રજી મહારાજની કાવ્ય પ્રસાદી
હવાને હવાલે કેમ રહેવાય કહો છાના ?
સ્વ. મુનિશ્રી અમરેન્દ્રવિજયજી મહારાજની જ્ઞાન પ્રસાદી
ચિત્તધૈર્યની કેડીઓ
૬૩
Page #69
--------------------------------------------------------------------------
________________
પ્રેરણા પ્રકાશન ટ્રસ્ટ: એક પરિચય
જ્ઞાન, પ્રેમ અને આનંદની મૂર્તિસમાં પૂજય બંધુત્રિપુટી મુનિવરોના અંતરમાંથી વહેતી જ્ઞાનગંગાને.. એમની હૃદયસ્પર્શી મધુરવાણીને પુસ્તકો દ્વારા અને ઓડિયો-વિડિયો કેસેટો દ્વારા ઘરઘરમાં પહોંચાડવાનું કાર્ય “પ્રેરણા પ્રકાશન ટ્રસ્ટ' દ્વારા છેલ્લા પંદર વર્ષથી થઈ રહ્યું છે.
અત્યાર સુધીમાં પૂજય બંધુત્રિપુટી મુનિવરોના પ્રેરણાદાયી પ્રવચનોની ૨૫૦ થી પણ વધુ ઓડિયો કેસેટો અને લગભગ ૧૦૦ થી પણ વધુ વિડિયો કેસેટો આ ટ્રસ્ટ દ્વારા પ્રગટ થઈ ચૂકી છે.
આજના યુગમાં ભારતીય સંસ્કૃતિના મંગલમય તત્ત્વોને તથા માનવમાત્ર માટે ઉપયોગી એવી પ્રભુ મહાવીરની વાણીને અમે દેશવિદેશમાં ગુંજતી કરી શક્યા છીએ તેનું અમને ગૌરવ છે. જ્ઞાનપ્રસારનું આ કાર્ય હજી વધુ સારી રીતે અને વ્યાપક રીતે કરવાની અમારી ઝંખના છે.
પ્રેરણા પ્રકાશનનું મુખ્ય કાર્યાલય તીથલ મુકામે શાંતિનિકેતન સાધનાકેન્દ્રમાં આવેલું છે. પૂજ્ય બંધુ ત્રિપુટી મુનિવરોની ઓડિયોવિડિયો કેસેટો તથા પુસ્તકો વિગેરે સઘળું સાહિત્ય નીચેના સરનામેથી મળી શકે છે. જિજ્ઞાસુઓએ સંપર્ક કરવા વિનંતિ છે.
પ્રેરણા પ્રકાશન ટ્રસ્ટ,
શાંતિનિકેતન સાધનાકેન્દ્ર મુ. તીથલ - ૩૯૬ ૦૦૬. જિ. વલસાડ (દ.ગુજરાત) ફોનઃ (૦૨૬૩૨) ૪૮૦૭૪ ફેક્સઃ (૦૨૬૩૨) ૪૭૯૭૪
Page #70
--------------------------------------------------------------------------
________________ દેશ-વિદેશમાં બંધુત્રિપુટી તરીકે જાણીતા ક્રાન્તિકારી ત્રણ જૈન મુનિવરોમાં સૌથી નાના મુનિશ્રી જિનચન્દ્રજી મહારાજ માતા સરસ્વતીના કૃપાપાત્ર તેજસ્વી વકતા છે. તેમની હૃદયસ્પર્શી મધુરવાણી પથ્થરદિલને પણ પીગળાવી શકે છે. કચ્છથી કેલિફોર્નિયા સુધી યોજાયેલાં તેમના હૃદયસ્પર્શી પ્રવચનોએ જીવનપરિવર્તનનો એક નવો ઈતિહાસ સર્જયો છે. તીથલના સમુદ્રતટે લીલીછમ વૃક્ષવાડીઓ વચ્ચે શાંતિનિકેતન સાધના કેન્દ્ર છેલ્લા પંદર વર્ષથી તેમની આત્મસાધનાનું અને લોકકલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે, જ્યાં તેમનું સાનિધ્ય માણવા દેશ-વિદેશથી જિજ્ઞાસુઓનો પ્રવાહ સતત વહેતો રહે છે.