________________
આ પણ એક બહુ મોટો આશાવાદ છે. જૈનદર્શનમાં ક્યાંય વ્યક્તિ પૂજા નથી કે ક્યાંય કોઈ વ્યક્તિને ચોક્કસ ભગવાન તરીકે બેસાડી દીધેલા નથી. જૈનદર્શન તો એમ કહે છે કે તેમનો આત્મા પણ પામર દશામાં હતો. અને પામરમાંથી એ પરમ બન્યા છે. તો તમે કેમ ન બની શકો ? | તીર્થંકરો કહે છે, “ ભાઈ, તું પણ જાગી જા, માંહ્યલાને ઢંઢોળ, કદમ ઉપાડ. તું પણ પરમ બની શકીશ” આપણને આવો આશાવાદ આપનાર એ તીર્થકરો આપણા પરમ ઉપકારી છે અને એવા તીર્થકરો પણ એક વખત તો આપણા જ જેવા આત્માઓ હોય છે. પણ એ અંનતની ભવયાત્રા કરતાં કરતાં તીર્થકર તરીકે આ વિશ્વમાં
જ્યારે અવતરે છે એની પહેલાંનો એમનો છેલ્લો ભવ, દેવલોકનો જ હોય છે, દેવલોકમાંથી જ તીર્થકરનો આત્મા આ મૃત્યુલોકમાં માતાની કુક્ષીએ અવતરિત થતો હોય છે.
તીર્થંકરના આત્માઓ પૂર્વના એ છેલ્લા ભવમાં દેવલોકના દોમદોમ સુખોની વચ્ચે પણ જાગૃત રહીને સતત નિર્લેપપણે પોતાનો સમય વિતાવે છે અને ત્યાં રહ્યા રહ્યા પણ એના હૃદયમાં એક જ તમન્ના સતત ચાલતી હોય છે કે ક્યારે આ જન્મનું આયુષ્ય પુરૂં થાય, ક્યારે મનુષ્યલોકમાં જન્મ લઉં, ક્યારે સાધના કરું, ક્યારે પૂર્ણતાને પામું અને
ક્યારે આ જગતના કલ્યાણ માટે ધર્મ શાસનની સ્થાપના કરીને દુનિયાના દુઃખને દૂર કરાવનારું એક ધર્મનું નાવડું તરતું મૂકું.
૧૩