________________
માટે આવ્યું. એટલે ત્રિશલાએ મનથી નક્કી કર્યું કે આવું સરસ માગું આવ્યું છે તો એને તો વધાવી જ લેવું જોઈએ.
પણ વર્ધમાનકુમારને એ માટે વાત શી રીતે કરવી ? પહેલાં ભૂમિકા તો બનાવવી જોઈએ ને ?
એટલે માતા ત્રિશલાએ વર્ધમાનકુમારના મિત્રોને બોલાવ્યા અને કહ્યું કે “તમારે મારું એક કામ કરવાનું છે.”
મિત્રો માનું કામ કરવા તૈયાર હતા. એમણે કહ્યું : “બોલો મા.'
માએ કહ્યું, “તમારે વર્ધમાન સાથે કેવી મૈત્રી છે ? તમારી વાત વર્ધમાન માને કે ન માને ?'
મિત્રો કહે, “અરે હોય કંઈ ? વર્ધમાન તો અમારો પરમ મિત્ર છે એટલે એ તો અમારી વાત માને જ.”
મા કહે, “પણ જો જો હોં ભૂલા ન પડતા.”
આમ કહીને માએ મિત્રોને ટાઈટ કર્યા ને પછી કહી દીધું કે વર્ધમાનકુમાર માટે રાજકુમારી યશોદાનું માગું આવ્યું છે ને તમારે એ માટે એને તૈયાર કરવાનો છે.'
મિત્રો કહે, “મા કંઈ વાંધો નહિ, અમે હમણાં જ જઈએ છીએ.
અને મિત્રો ઉપડયા વર્ધમાનકુમાર પાસે. વર્ધમાનકુમાર રાજમહેલમાં તત્ત્વચિંતનમાં બેઠા હતા. ત્યાં મિત્રો આવી પહોંચ્યા.
મિત્રો કહે, “વર્ધમાન શું વિચારે છે ?' વર્ધમાને આવકાર આપ્યો, “આવો ભાઈઓ.” અને વાતચીત ચાલી. મિત્રો કહે, “જુઓ આજે અમે ચોક્ત કામ માટે આવ્યા