________________
સાથે એ હરે છે, ફરે છે, રમે છે, બધું જ કરે છે. દુનિયાની ક્રિયાઓ પણ એ અલિપ્ત ભાવે કરે છે પણ એમના હૃદયમાં તો ઉદાસીનતા જ ૨મે છે. એમ કરતાં કરતાં એ યુવાન થાય છે... ને યુવાન થયેલા વર્ધમાનકુમારનાં માતાના મનમાં જાતજાતના મનોરથો જાગવા લાગ્યાં.
સંસારની કોઈપણ સ્ત્રી હોય, દીકરાને જન્મ આપ્યાનો એને આનંદ હોય છે, પછી દીકરાને મોટો કરીને ઉછેર્યાનો આનંદ હોય છે ને દીકરો જ્યારે મોટો થઈ જાય ત્યારે એના મનમાં એક જ મનોરથ હોય છે કે “કયારે દીકરાને પરણાવું.''
ત્રિશલા પણ આ સંસારની એક સ્ત્રી હતી.
""
ભલે એ તીર્થંકરની મા હતી પણ આખરે એ એક સ્ત્રી હતી. એને પણ એમ થયું કે “કયારે વહુના મુખનાં દર્શન થાય ? કયારે હું મારા દીકરાને વરઘોડે ચઢાવું ? કયારે હું એના લગ્નનો આનંદ માણું ?’ પણ બીજી બાજુ વર્ધમાનકુમા૨નો એણે નાનપણથી જ અનુભવ કર્યો છે. એને ખ્યાલ છે કે મારો દીકરો વિરકત છે. સંસારની કોઈ પ્રવૃત્તિમાં એને રસ નથી. એ તો કાયમ કોઈ ચિંતનમાં ખોવાયેલો રહે છે. એણે કયારેક કોઈક વાતો કરી છે તો એક જ વાત કરી છે કે ‘મા, આ સંસારનાં દુ:ખો જોવાતા નથી. મારે સહુને સાચા સુખનો રસ્તો બતાડવો છે, મારે આ જગતના જીવોનું કલ્યાણ કરવું છે.'
એના વિચારો, એની વાતો, બધું જ કંઈક અલાયદું છે. એને સંસારનો કોઈ રંગ સ્પર્શતો હોય એવું દેખાતું નથી. એવા વૈરાગી વર્ધમાનકુમા૨ને પરણવાની વાત શી રીતે કરવી ?
માતા ત્રિશલા મનમાં મૂંઝાય છે.
એવામાં સમરવીર રાજાની કુંવરી યશોદાનું માગું વર્ધમાનકુમા૨
૧૬