________________ દેશ-વિદેશમાં બંધુત્રિપુટી તરીકે જાણીતા ક્રાન્તિકારી ત્રણ જૈન મુનિવરોમાં સૌથી નાના મુનિશ્રી જિનચન્દ્રજી મહારાજ માતા સરસ્વતીના કૃપાપાત્ર તેજસ્વી વકતા છે. તેમની હૃદયસ્પર્શી મધુરવાણી પથ્થરદિલને પણ પીગળાવી શકે છે. કચ્છથી કેલિફોર્નિયા સુધી યોજાયેલાં તેમના હૃદયસ્પર્શી પ્રવચનોએ જીવનપરિવર્તનનો એક નવો ઈતિહાસ સર્જયો છે. તીથલના સમુદ્રતટે લીલીછમ વૃક્ષવાડીઓ વચ્ચે શાંતિનિકેતન સાધના કેન્દ્ર છેલ્લા પંદર વર્ષથી તેમની આત્મસાધનાનું અને લોકકલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે, જ્યાં તેમનું સાનિધ્ય માણવા દેશ-વિદેશથી જિજ્ઞાસુઓનો પ્રવાહ સતત વહેતો રહે છે.