________________
આ બધી વ્યાપક અને સર્વગ્રાહી આપણી સાત્ત્વિક માન્યતાઓ છે. પરંતુ એ આત્માના સ્વરૂપ વિષે અને પરમાત્માના સ્વરૂપ વિષે, આ પ્રત્યેક ધર્મ પરંપરાઓમાં પ્રાચીનકાળથી જ કેટલાક અલગ અલગ દ્રષ્ટિકોણ રહ્યા છે અને એ અલગ દ્રષ્ટિકોણને ઘણી વખત ન સમજનાર વ્યક્તિઓ ગેરસમજ કરી બેસતી હોય છે અને એવી કેટલીક ગેરસમજ આપણા સમાજમાં ફેલાયેલી છે. એમાંની એક ગેરસમજ “જૈનો નિરીશ્વરવાદી છે, એ ઈશ્વરને નથી માનતા, ભગવાનને નથી માનતા' આવી એક વ્યાપક માન્યતા બહુજન સમાજમમાં ફેલાયેલી છે.
પરંતુ મને એમ લાગે છે કે આ માન્યતા ઘણી ભૂલભરેલી અને અજ્ઞાનભરેલી છે. જૈનો ક્યારેય નિરીશ્વરવાદી રહ્યા નથી.
દર્શન હંમેશાં ઈશ્વરનો સ્વીકાર કરીને જ ચાલ્યું છે પરંતુ એ ઈશ્વર વિશેની જે કલ્પના છે, ઈશ્વર વિશેનો જે ખ્યાલ છે, એના સ્વરૂપ અંગેની જે માન્યતા છે એમાં જૈન દર્શન, અન્ય દર્શનો કરતાં જરાક જૂદું પડે છે.
જો જૈન દર્શન નિરીશ્વરવાદી હોય તો તમે વિચારો કે જૈન ધર્મમાં મંદિરોનું અસ્તિત્વ હોઈ શકત ખરૂં? મૂર્તિઓનું અસ્તિત્વ હોઈ શકત ખરૂં? ભક્તિમાર્ગનું અસ્તિત્વ હોઈ શકત ખરૂં? સ્તવન-સ્તુતિપ્રાર્થનાનું અસ્તિત્વ હોઈ શકત ખરું? જો ભગવાનને માનતા ન હોય તો પ્રાર્થના કોની કરવાની? તો કોના મંદિરો બનાવવાનાં? તો કોની મૂર્તિઓનાં નિર્માણ કરવાનાં ?
જૈન દર્શન પરમ આસ્તિક દર્શન છે. તે આત્મતત્ત્વને પણ