________________
માને છે અને પરમાત્મતત્ત્વને પણ માને છે પરંતુ ૫રમાત્મા વિશેની એની બહુ સ્પષ્ટ સમજણ છે અને સ્પષ્ટ ખ્યાલો છે.
જૈન ધર્મે કોઈ એક વ્યક્તિને પહેલેથી પરમાત્મા તરીકે હંમેશને માટે સ્વીકારેલી નથી કે મહત્ત્વ આપ્યું નથી પણ એણે કહ્યું કે કોઈપણ આત્મા જો સાધના કરતો કરતો આગળ વધે અને પૂર્ણતાએ પહોંચે તો એ પરમાત્મા બની શકે છે. દરેક આત્માની અંદર પરમાત્મા બનવાની શક્યતા રહેલી છે.
એ આત્માએ પોતાની યોગ્યતાને પ્રગટ કરવી પડે અને એવી રીતે સાધના કરતાં કરતાં જે પરમ આત્મા બને એનું જ નામ છે ઈશ્વર, એનું જ નામ છે પરમાત્મા.
આપણે ત્યાં આત્માની ત્રણ ભૂમિકાઓ બતાવેલી છે. આત્મા શબ્દ જ્યાં જોડાયેલો હોય એવા ત્રણ શબ્દો આપણે ત્યાં પ્રચલિત છે. (૧) બહિરાત્મા (૨) અંતરાત્મા (૩) પરમાત્મા. આ ત્રણ ઠેકાણે આત્મા શબ્દ જોડાયેલો છે. આમાં આત્મા કોમન શબ્દ છે. પણ એની આગળના વિશેષણો બદલાય છે.
બહિર + આત્મા
બહિરાત્મા
અંતર + આત્મા = અંતરાત્મા અને
=
પરમ + આત્મા = પરમાત્મા
આત્મા એક જ છે પણ એ આત્માની આ ત્રણ ભૂમિકાઓ છે.
૩