________________
....ને ગર્ભમાં રહેલા વર્ધમાનકુમારને ખ્યાલ આવી ગયો કે “અરે, મેં તો માના ભલા માટે, માને દુઃખ ન થાય એ માટે હલનચલન બંધ કર્યું કે આ તો ઉલટું થયું, મા દુઃખી દુઃખી થઈ ગઈ છે.”
માને દુઃખી થતી જોઈ એમણે પાછા હાથ-પગ હલાવવા માંડયાં. ને જ્યાં હલનચલન શરૂ થયું ત્યાં મારા જીવમાં જીવ આવ્યો. મારા ગર્ભને કશું થયું નથી એવો હાશકારો અનુભવ્યો, એનું મન આનંદથી નાચી ઊઠ્યું.
એમને ખુશ થયેલાં જોયાં... ને એ પહેલાં એમને અતિશય દુઃખી થયેલાં પણ દીઠેલાં એટલે ગર્ભમાં રહેલા વર્ધમાનકુમારને વિચાર આવે છે કે “આ જગતના જીવોનું દુઃખ મારાથી જોયું જાતું નથી, અને વૈરાગ્યના વિચારો મારા મનમાં ઉછાળા મારે છે. પણ હું વેરાગ્ય લઈશ ને કયાંક હું સંસારત્યાગનું પગલું ભરી બેસીશ તો મારાં માતાપિતા કેટલાં દુઃખી થશે ? જગતના જીવોનું દુઃખ મારાથી જોયું જતું નથી તો મારા માતાપિતાનું દુઃખ શી રીતે જોઈ શકાશે ?” જન્મ પહેલાં જ મહાવીરે કરેલી પ્રતીજ્ઞા :
ગર્ભમાં રહ્યું રહ્યું જ વર્ધમાનકુમાર વિચારી રહ્યા : “એક બાજુ મારી વૈરાગ્યની ભૂમિકા છે અને બીજી બાજુ મારાં માતાપિતાને મારા માટે અનહદ લાગણી છે એ લાગણી અને વાત્સલ્યથી ઉભરાતું મારી માનું હૃદય મને સંસારનો ત્યાગ કરવાની અનુમતિ તો નહિ આપે. તો પછી શું કરવું ? માબાપની રજા લીધા વિના, એમના આશીર્વાદ વિના જ શું સાધુ બનવું ? ના, ના, એવું તો કેમ કરાય?”
એક બાજુ માતાપિતાનો અનહદ સ્નેહ અને ઉભરાતું વાત્સલ્ય
૨૧ '