________________
આવા તીર્થ સ્વરૂપ માતાપિતાના ઉપકારોનો આપણે કોઈ દિવસ વિચાર કર્યો છે ખરો ?
બિઝનેશમાં કોઈકે જરાક મદદ કરી હોય, સારી ઓળખાણ કરાવી આપી હોય, કોઈ સોદો કરાવી આપ્યો હોય તો એનો ઉપકાર માની આપણે આભાર વ્યકત કરીશું કે એમણે આપણને ઘણી મદદ કરી ! પણ કોઈ દિવસ માતાના ઉપકારનાં ગાણાં ગાયાં છે ખરાં ?
કોઈ દિવસ એવો વિચાર કર્યો કે “મારી માતાએ મારા માટે શું ગજબની કમાલ કરી છે ! એના ખોળામાં બેસીને હું પેશાબ-જાજરૂ કરી જતો હતો, ગંદકી કરતો હતો છતાં માએ મને કદી થપાટ પણ નથી મારી.... મને પ્રેમથી સાફ કર્યો છે, મારાં ગંદા કપડાંને ચોખ્ખા હાથથી ધોયાં છે, ને મને પ્રેમથી ધવડાવ્યો છે ! મારી માના આ ઉપકારોને હું કયારેય ભૂલીશ નહિ, મારી માના મારી ઉપર અનંત ઉપકારો છે એનું ઋણ હું કયારે ફેડી શકીશ ?'
કહો, આવો વિચાર કદી કર્યો છે ? દશ જણાની વચ્ચે માબાપનાં ગુણો ગાવાનું મન કદી થાય છે?
એજ્યુકેટેડ થઈને, અપ-ટુ-ડેટ કપડાં પહેરીને સભ્ય સમાજની વચ્ચે કે કોઈ મીટીંગમાં બેઠા હો ને એ વખતે એલીઘેલી ગમે તેવા કપડાં પહેરેલી તમારી મા કદાચ ત્યાં ચાલી આવે તો ઊભા થઈને માના પગમાં પડવાનું મન થયું છે કયારેય ?
“એ મા જે હોય તે, ભલે અભણ હોય, ગમાર જેવી હોય પણ મારી મા છે'... એવો વિચાર જો આપણા મનને અને હૃદયને દ્રવિત કરી ન શકે, અને જો એ માના ચરણમાં આપણું મસ્તક ઝૂકી ન શકે