________________
ભગવાન મહાવીરે ગર્ભમાં રહીને આપણને આપેલો આ પહેલો અને સહુથી મહત્વનો થૂંક સંદેશ છે.
એમણે માતાપિતાના સુખ માટે પોતાના કલ્યાણની વાત પણ બાજુ પર મૂકી દીધી, વૈરાગ્યની વાતને પણ થોડો સમય વેગળી રાખી. દીધી, સાધનાની ઝંખનાને ટાઢી પાડી દીધી... કારણ એક જ લક્ષ્ય હતું કે ‘માતાપિતાને દુ:ખ થવું ન જોઈએ, માબાપની આંતરડી કકળવી ન જોઈએ.... ને એ માટે જે કરવું પડે તે કરવા માટે તૈયાર રહેવું જોઈએ.'
પોતાના ગર્ભકાળ દરમ્યાન ભગવાન મહાવીરે આપેલો આ બહુ મોટો સંદેશ છે.
જીવનમાં સફળ થવું હોય તો માતાપિતાની લાગણીઓનો વિચાર હંમેશાં કરજો. એમની આંતરડી કયારેય કકળાવશો નહિ. ભગવાન મહાવીરના આપણે ઉપાસકો, જૈન ધર્મના આપણે આરાધકો, પર્યુષણ પર્વના આપણે સાધકો... આપણે આપણા અંતરાત્માને પૂછવાની જરૂર છે કે ‘આપણી બુદ્ધિના ફાંકાને લીધે કયાંક માતાપિતાની સાથે મેળ ન પડયો તો આપણે માબાપની અવગણના તો નથી કરતા ને ? માબાપની આંત૨ડી તો નથી કકળાવતા ને ?'
મારા મહાવીરે સાધુપણાના સંકલ્પને જતો કર્યો, પણ માતાપિતાના હૃદયને સાચવી લેવાનો સંકલ્પ કરી લીધો. અને એવી પ્રતિજ્ઞા કરીને મને અને જગતને સંદેશ આપ્યો છે કે માતાપિતાનો વિચાર સૌથી પહેલાં કરજો.
દુનિયામાં સૌથી મોટું તીર્થ હોય તો મા છે. એનાથી ચઢિયાતું તીર્થ આ દુનિયામાં બીજુ કોઈ ન હોઈ શકે.
૨૩