________________
રસિયા બનાવી દઉં, કારણ કે જીવાત્મા જ્યાં સુધી ધર્મના રંગે નહિ રંગાય, ધર્મનો રસ એને નહિ લાગે ત્યાં સુધી એ દુઃખનાં કારણોથી દૂર નહિ જઈ શકે. એ દુઃખી થશે જ.
જગતના જીવોનાં દુ:ખો મારાથી જોવાતાં નથી. કયારે એવી તાકાત આવે કે સૌને દુઃખોથી મુકત કરી સાચા સુખના રસ્તે ચઢાવી દઉં ! આવી ઝંખના ભગવાન મહાવીરના હૃદયમાં પણ સદા ઘૂંટાતી રહી છે.
ધર્મના મૂળમાં કરૂણા છે. એ કરૂણા જ્યારે પરાકાષ્ટાએ પહોંચે છે ત્યારે આત્મા તીર્થંકર બને છે. અને બીજી પણ એક મહત્ત્વની વાત એ છે કે તીર્થ કરો “સવિ જીવ કરૂં શાસન રસી'ની ભાવના સેવે છે. સર્વ જીવોને ધર્મશાસનના રસિયા બનાવવાની ભાવના દ્વારા એ આપણને એક મૂક સંદેશ આપે છે કે તમે ભલે તીર્થંકર ન હો, ભલે તમે જગતના તમામ જીવોને શાસન રસિયા બનાવી ન શકો, ભલે તમે આખા જગતના જીવોને ધર્મના રંગે રંગી ન શકો, પણ કમ સે કમ જ્યાં તમારો હાથ પહોંચતો હોય, જ્યાં તમારી જવાબદારીઓ હોય, ત્યાં તો, તમારા વારસદારોને તો, તમારા પરિવારોને તો, તમારા પુત્ર-પુત્રીઓને તો ધર્મનાં રસિયાં બનાવો જ!
- જો તમે એમનાં હિતચિંતક હો, જો તમે એમને સુખી જોવા ઈચ્છતા હો, તો તમે તેમને ધર્મના રસિયા બનાવો. કારણ કે, તમારાં સ્વજનો, તમારાં સંતાનો, જો ધર્મના રંગે રંગાયા નહિ હોય, તો એમને માટે જીવનમાં દુઃખી થવાની પૂરી સંભાવના છે.
ભગવાન તીર્થકરોના જીવનના એક એક પ્રસંગો માત્ર પ્રસંગ તરીકે મૂલવવાના નથી હોતા, પણ એમાંથી ઘણી બધી અદ્ભુત
૪૨