________________
આવા ઉપકારોને કોણ ભૂલી શકે ? એ ઉપકારોના બદલામાં આપણે શું કર્યું ?
અનાથાશ્રમની મુલાકાત લેજો ઃ
માએ તમારા માટે શું કર્યું એ જોવું હોય તો તમને એક ભલામણ ખાસ કરૂં છું કે દેરાસરોમાં ભલે રોજ જજો પણ કયારેક મહિનામાં એકાદ દિવસ કોઈક અનાથાશ્રમમાં પણ જરૂર જજો .
ત્યાં તમારા જેવાં જ બે હાથ-પગવાળાં બાળકોને જોજો, એમની મા કોણ છે એની એમને ખબર નથી, એમનો બાપ કોણ છે એની પણ એમને ખબર નથી. એવાં અનાથ બાળકોને લાચારીથી ઉછરતાં જોજો. અને ત્યારે તમને ખબર પડશે કે તમારી માએ તમારા માટે શું કર્યું છે. તમારી માએ તમને જન્મતાંની સાથે જ તરછોડી દઈને અનાથાશ્રમમાં મોકલી ન આપ્યાં એ શું એનો ઉપકાર નથી ? મેં એવી અનાથાશ્રમની મુલાકાતો લીધી છે.
આજથી વીસ વર્ષ પહેલાં અમદાવાદના અનાથાશ્રમમાં એક દિવસ માટે ‘સદ્વિચાર પરિવાર'ના ઉપક્રમે અનાથ બાળકોને આશીર્વાદ આપવા જવાનું થયું હતું. ત્યાં નિસ્તેજ અને લાચાર ચહેરે ‘મા’ની લાગણી વિનાં ટળવળતાં બાળકોને જોઈને મેં અકથ્ય વેદના અનુભવી હતી.
સને ૧૯૮૫માં માટુંગા ખાતે ચાતુર્માસ હતો ત્યારે ‘માનવ સેવા સંઘમાં મારૂં વ્યાખ્યાન ગોઠવાયું હતું અને વ્યાખ્યાન પછી સેવા સંઘના ટ્રસ્ટીઓએ મને કહેલું કે ‘મહારાજ સાહેબ, અહીં ઉપરના માળે જ અનાથ બાળકો છે એમને આશીર્વાદ આપવા પધારો ને માંગલિક
૨૭