________________
એ પરમાત્મ તત્ત્વનાં પણ જૈન દર્શનમાં બે સ્વરૂપ બતાવવામાં આવ્યા છે. એ તત્ત્વને બે વિભાગમાં વહેંચવામાં આવ્યું (૧) અરિહંત અને (૨) સિધ્ધ.
નમો અરિહંતાણં,” “નમો સિધ્ધાણં”..... માળા ગણી જઈએ છીએ પણ અરિહંત અને સિધ્ધ એ બેમાં પાયાનો શું ફરક છે એનો જ આપણને કોઈ ખ્યાલ નથી. બંને આપણા ઉપાસ્ય અને આરાધ્ય છે. પરંતુ એ બંનેમાં કેટલોક ફરક છે.
જે આત્માઓ અંતરાત્મા બનીને પરમાત્મા બને છે. પૂર્ણતાને પહોંચે છે. એવા આત્માઓને સિધ્ધ કહેવાય છે.
પરંતુ કેટલાક આત્માઓ એવા પણ છે કે જેમણે આત્માના મૂળભુત ગુણોને ધક્કો પહોંચાડનારાં ચાર ઘાતકર્મોનો ક્ષય કરી દીધો છે પણ અઘાતી કર્મો આત્મા ઉપર લાગેલા હોવાથી હજી જે દેહની અંદર બંધાયેલા છે એવા આત્માઓને જૈનધર્મમાં “અરિહંત' કે “કેવળી” કહેવામાં આવે છે.
દેહાતીત થઈ ગયેલા પરમ આત્માઓને આપણે સિધ્ધ કહીએ છીએ. અને દેહની અંદર રહેલા પરમ આત્માઓને અરિહંત કહીએ છીએ.
(૧) જે સર્વજ્ઞ બન્યા છે, (૨) જે વીતરાગ બન્યા છે, (૩) જે કરૂણામૂર્તિ છે, (૪) જે અનંતશક્તિ સંપન્ન છે અને તીર્થકર નામકર્મનો ઉદય જેમનો ચાલી રહ્યો છે તેવા જે દેહધારી પરમ આત્માઓ