________________
રજા મળતી નથી. ત્યાં મેં એમને કહ્યું કે “મારે છ મહિનાની રજા જોઈએ છે.” એટલે પેલા મારી સામે જોઈ રહ્યા, મને કહે કે, “ડૉકટર, શું બોલો છો ? તમને કંઈ ભાન છે ? તો મેં કહ્યું કે, “મને બિલકુલ ભાન છે. મારે છ મહિના ઈન્ડિયા જવું છે.' તો કહે, “ઈમ્પોસીબલ, તમને રજા નહિ મળી શકે.' પછી ઘણીબધી માથાકૂટ કરી કે “એટલું બધું મહત્વનું કામ આવ્યું છે કે, મારે ગયા વિના છૂટકો જ નથી. સાહેબ, મને રજા આપો.'
અને છેવટે બહુ રકઝક પછી મને મેનેજમેન્ટ તરફથી એવું કહેવામાં આવ્યું કે, “સોરી ડૉકટર, તમારો જો એ જ આગ્રહ હોય તો તમારે નોકરી છોડવી પડશે. તમારી નોકરી જશે, અમે તો બીજા ડૉકટરની નિમણૂંક કરી લઈશું.”
અને મેં તુરત જ એક મિનિટમાં નિર્ણય લઈ લીધો કે હવે નોકરી જાય તો ભલે જાય પણ ધર્મ જવા દેવો નથી. ઓન ધ સ્પોટ મેં હોસ્પિટલમાંથી છૂટા થવાનો નિર્ણય કર્યો, મેં કહ્યું કે, “સારું, લ્યો આ મારું રાજીનામું.'
મેં મારું રાજીનામું આપી દીધું, નોકરી છોડી દીધી, છોકરાંઓને લઈને અમે ઈન્ડિયા ભેગાં થયાં. અને મહારાજ સાહેબ, ઓછામાં ઓછા દિવસો અમે અમારાં સગાંવહાલાંને ત્યાં ગયાં છીએ. અમે અમારાં છોકરાંઓને આખા ભારતની યાત્રા કરાવી. અમે એમને આપણા એક એક તીર્થમાં લઈ ગયાં, એમને પાવાપુરી, પાલીતાણા ને ગિરનાર લઈ ગયાં, તેમજ આબુ ને રાણકપુર પણ લઈ ગયાં.”
એક એક તીર્થમાં જવાનું, ત્યાં નિરાંતે બે દિવસ, ચાર દિવસ રહેવાનું, ત્યાંનો ઈતિહાસ ત્યાંના પુજારીઓ અને મહેતાજીઓ પાસેથી
૫૪