________________
સમય મળે છે એ માબાપો પોતાનાં જ બાળકો માટે રોજ એક કલાકનો સમય ન ફાળવી શકે શું ?
તમે જો સંતાનોની ઉપેક્ષા કરતાં હો તો તમે માબાપ થવાની ભૂલ કરી છે એમ માનજો. શા માટે તમારે આંગણે આવેલ કોઈ પુણ્યાત્માના જીવનને બરબાદ કરી રહ્યાં છો ? આ વાતને ગંભીરતાથી વિચારવાની જરૂર છે.
પેલા ડૉકટર મને કહે કે, ‘મહારાજ સાહેબ, દીકરીનો આવો જવાબ સાંભળીને અમે તો સ્તબ્ધ થઈ ગયા ! પારણાનો ઉત્સાહ તો અમારો સાવ ખલાસ થઈ ગયો! જેમ તેમ કરીને પ્રસંગ પતાવ્યો, મિત્રો અને સ્વજને પોતપોતાના ઘરે ચાલ્યા ગયા, ઊંડી વ્યથામાં સુનમુન બનીને અમે આખો દિવસ પસાર કર્યો ને રાત પડી. પણ અમને આખી રાત ઊંઘ ન આવી. હું અને મારી પત્ની બન્ને જણાં અમારા બેડરૂમમાં ચોધાર આંસુએ રડયાં, કે આ શું થઈ ગયું ? અને રાતે ને રાતે અમે નિર્ણય કર્યો કે, ‘વહેલામાં વહેલી તકે આ બાળકોને લઈને ઈન્ડિયા ભેગાં થઈ જઈએ. આપણા બાળકોને ઈન્ડિયામાં ફેરવીએ અને તેમને બતાવીએ કે આપણી સંસ્કૃતિ શું છે ? આપણાં તીર્થો કેવાં છે ! આપણા સાધુ-સંતો કેવા છે ! આ બધું બતાવતાં બતાવતાં એમનું જો બ્રેઈનવોશ થઈ જશે તો આપણી જિંદગી સુધરશે, નહિ તો આ છોકરાં હાથમાંથી જતાં રહેશે.'
ડૉકટર કહે કે, ‘બીજા દિવસે હું હોસ્પિટલનું મેનેજમેન્ટ સંભાળનારા મુખ્ય માણસ પાસે ગયો. મેં છ મહિનાની રજા માગી, તે તો મારી સામે જોઈ જ રહ્યા કે અમેરિકામાં છ મહિનાની રજા કોઈ જોબ પરથી માગે તો એને મળે ?... ત્યાં તો ત્રણ અઠવાડિયાથી વધારે
૫૩