________________
એ દુઃખના કારણોથી દૂર નહિ જઈ શકે. એ દુઃખી થશે અને આ જગતના જીવોના દુઃખો મારાથી જોવાતાં નથી. ક્યારે એવી તાકાત આવે કે સૌને દુઃખથી મુક્ત કરીને સુખના સાચા રસ્તે ચડાવી દઉં !”
ધર્મના મૂળમાં કરૂણા છે. એ કરૂણા પરાકાષ્ટાએ પહોચે છે ત્યારે જ કોઈ પણ આત્મા તીર્થકર બને છે અને એવા કરૂણામૂર્તિ તીર્થકરો “સવિ જીવ કરું શાસન રસી” ની ભાવના કરે છે. અને એ દ્વારા આપણને બીજો પણ એક મૂક સંદેશ આપે છે.
તમે તીર્થકર ન હો તો જગતના બધા જીવોને શાસનના રસિયા ભલે ન બનાવી શકો, ભલે ધર્મના રંગે ન રંગી શકો, પણ કમસેકમ જ્યાં તમારો હાથ પહોંચતો હોય, જ્યાં તમારી જવાબદારીઓ હોય ત્યાં તમારા વારસદારોને, તમારા પરિવારને, તમારા પુત્રપુત્રીઓને ધર્મના રસિયા બનાવો. કારણ કે જો તેઓ ધર્મના રંગે નહિ રંગાયા હોય તો જીવનમાં ક્યારેય સાચા સુખનો અનુભવ નહિ કરી શકે.
ભગવાન તીર્થકરોના જીવનના એક એક પ્રસંગો, એ માત્ર પ્રસંગો તરીકે મૂલવવાના નથી હોતા, પણ એમાંથી ઘણી બધી અદ્ભુત પ્રેરણાઓ આપણને પ્રાપ્ત થતી હોય છે અને એ પ્રેરણાઓને આપણે ઝીલવાની છે. એમણે જગતના સર્વ જીવોને ધર્મ રસિયા બનાવવાની શા માટે ચિંતા કરી ? કારણ કે એમણે પોતાના અનંતજ્ઞાનમાં જોયું અને જીવનમાં પણ એ અનુભવ્યું કે આત્માનું સાચું સુખ તો ધર્મ દ્વારા જ મળે છે.
૧૦