________________
હશે એટલે એ બાળક સોક્રેટીસ પાસે ફરિયાદ કરવા ગયો. સોક્રેટીસ તો ફિલોસોફર હતા, તત્ત્વજ્ઞાની હતા, એણે દીકરાને કહ્યું કે “બેટા, પહેલાં તું મને કહે કે તને જન્મ કોણે આપ્યો, મેં કે તારી માએ ?” છોકરાએ જવાબ આપ્યો “મારી માએ' પછી સોક્રેટીસે પૂછયું, “જન્મ્યા પછી તારી સંભાળ કોણે લીધી ? મેં કે તારી માએ ?” છોકરાએ કહ્યું, “મારી માએ” વળી સોક્રેટીસે આગળ પૂછયું, “તું જ્યારે નાનો હતો ને તારું શરીર તાવથી ધખી રહ્યું હતું ત્યારે આખી રાત જાગીને તારા માથે પોતાં કોણે મૂકતાં ? કે તારી માએ ?' તો છોકરાએ કહ્યું, “મારી માએ'. છેલ્લે સોક્રેટીસે પૂછયું, “તું ગમે તેવી ધૂળમાં રમીને કપડાં ગંદાં કરીને ઘરમાં ગમે ત્યાં ફેંકી દેતો હતો ત્યારે તારાં ગંદાં થયેલાં કપડાં કોણ ધોતું હતું ? હું કે તારી મા ?' ત્યારે છોકરાએ કહ્યું, “મારી મા.”
આમ સોક્રેટીસ માના ઉપકારની એક એક વાત યાદ કરાવતા જાય છે અને કહે છે, “તારા માટે આટલું બધું જેણે કર્યું એવી માને માટે ફરિયાદ લઈને મારી પાસે આવતાં તને શરમ નથી આવતી ? ચાલ્યો જા અહીંથી, ખબરદાર, જો હવેથી તારી માની ફરિયાદ લઈને મારી પાસે આવ્યો છે તો ! હું તને વહાલો લાગું છું ને જેણે તારું આટલું બધું ધ્યાન રાખ્યું તે તારી મા તને અળખામણી લાગે છે ? તારી મા માટે ફરિયાદ લઈને કયારેય મારી આવીશ નહિ.'
મા માટેની ફરિયાદ લઈને બાપ પાસે કે બાપ માટેની ફરિયાદ લઈને મા પાસે બાળક જાય ત્યારે સમજદાર માતાપિતાએ કેવો અભિગમ સ્વીકારવો જોઈએ તે સોક્રેટીસના આ પ્રસંગમાંથી દરેક મા બાપે શીખવા જેવું છે !
૩૦