________________
કોઈપણ મકાન બનાવવું હોય તો જેમ આર્કિટેકટ એનો પ્લાન-નકશો તૈયાર કરે છે. તેમ આપણે પણ આપણા જીવનની જમીનમાં ધર્મની મહેલાત ઉભી કરવી હોય તો તેના માટેનો નકશો મહાપુરુષોના જીવનચરિત્રો છે. એના વડે આપણે જીવનનું પ્લાનીંગ કરતાં શીખવાનું છે. તો જ સાંભળેલી બધી વાર્તાઓ લેખે લાગવાની છે, નહિ તો નકામી બની જશે.
અને યાદ રાખજો, આ સંસ્કારો આપણે નાનપણથી જ નહિ કેળવીએ તો બાળકોમાં કયાંથી આવશે ? તમે તમારા માતાપિતા સાથે યોગ્ય રીતે નહિ વર્તે તો સમજી રાખજો કે તમારા બાળકો પણ તમારી સાથે એ રીતે જ વર્તશે.
બાળકો એ જોઈ રહ્યાં છે કે મારા પપ્પા પોતાના પપ્પાની સાથે કેવી રીતે વર્તી રહ્યા છે. એમાંથી જ એમને શિક્ષણ મળવાનું છે, સંસ્કાર મળવાના છે અને એ જરાક મોટા થશે, સ્વતંત્ર થશે, વિચારતા થશે એટલે એ પણ તમે તમારા માતાપિતા સાથે જે રીતે વર્તે છો એ રીતે જ એ તમારી સાથે વર્તવાનાં છે ને એ રીતે તમારા સાથે જ તમારું ભવિષ્ય ઘડાવાનું છે.
તમારે શું કરવું છે એ તમે જ વિચારી લો. તમે જો તમારાં માતાપિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશો તો તમારા બાળકો પણ તમને વૃદ્ધાશ્રમમાં મોકલવાનાં જ છે એ સમજી જ રાખજો
જ્યારે તમે તમારાં માબાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાઓ ત્યારે પચીસ વર્ષ પછી તમારું પણ વૃદ્ધાશ્રમમાં દાખલ થવાનું પ્લાનીંગ કરી રાખજો અને તમારું રીઝર્વેશન પણ કરાવી લેજો કારણ કે તમારો
૩૯.