Book Title: Yoga Swasthya ane Manav Mulyo
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 7
________________ ખાતા તરફથી ગુજરાતના ૩૧ શિક્ષકોને આ સંસ્થામાં મોકલવામાં આવ્યા હતા. તેઓએ યોગ અને સ્વાસ્થ્ય અંગેનું પદ્ધતિસર જ્ઞાન, શ્રી દુષ્યંતભાઈ મોદી આદિ અનેક મહાનુભવો અને વિદ્વાનોના વર્ગો, પ્રાયોગો, વ્યાખ્યાનો, સમૂહ-કવાયતો અને માહિતીપૂર્ણ કોઠાઓ (Charts) દ્વારા પ્રાપ્ત કર્યું હતું. શિબિરના અંતે રાજ્યના નાયબ શિક્ષણ નિયામક માનનીય શ્રી જોષીસાહેબે પ્રમાણપત્રોનું વિતરણ પણ કર્યું હતું. આ પુસ્તકને બને તેટલું ઉપયોગી અને સર્વગ્રાહી બનાવવાનો અમારો પ્રયત્ન રહ્યો છે. નાનો કોર્સ ૧૦ પાઠ દ્વારા, મધ્યમ કોર્સ ૧૫ પાઠ દ્વારા અને પૂરો કોર્સ ૨૦ પાઠ દ્વારા યથાયોગ્યપણે કરાવી વિદ્યાર્થીઓને તેમના સમય, શક્તિ અને રુચિ અનુસાર પ્રશિક્ષણ આપવાથી, તેઓને પ્રતિપાદીત વિષયોનું સારું જ્ઞાન પ્રાપ્ત થઈ શકશે. પ્રાપ્ત જ્ઞાનનો સદુપયોગ કરવાથી તેમને તનનું આરોગ્ય, મનની શાંતિ અને નિશ્ચિંત જીવનની પ્રાપ્તિ થશે. આ પુસ્તકના આસન, પ્રાણાયામ અને આહારના પાઠો શ્રી દુષ્યંતભાઈ મોદી સંપાદિત વિવિધ રોગોમાં યોગાસનો' એ પુસ્તકમાંથી સાભાર લીધેલા છે. ઉપરાંત, કવરપેજ ઉપર દિવ્યજીવન સંઘ, વડોદરા-અમદાવાદના પુસ્તક યોગાસન માર્ગદર્શિકા’ના કવરપેજમાંથી થોડુંક સાભાર લીધેલ છે. આ સંસ્થા છેલ્લાં પંદ૨ વર્ષોથી નિયમિતપણે જીવનવિકાસલક્ષી યુવા શિબિરોનું આયોજન કરે છે. તેના યોગ-આરોગ્ય વિભાગનું માનદ્ સંચાલન યોગાચાર્ય શ્રી દુષ્યંતભાઈ મોદી બહેનશ્રી નયનાબહેન સાથે ખૂબ ઉત્સાહપૂર્વક કરે છે. સંસ્થાની રજતજયંતિ વર્ષના અનુસંધાનમાં અનેકવિધ સાત્ત્વિક, સંસ્કાએક અં સમાજોપયોગી કાર્યક્રમો મધ્ય, ગાંધીનગર જિલ્લાઓની શાળાઓમાં સંગીત સાથે યોગનું શિક્ષણ આપવાની સંસ્થાની ભાવના છે, જેમાં બ્રહ્માકુમારીઝ સંસ્થા પણ સહયોગ આપશે. અમને આશા જ નહીં પણ વિશ્વાસ છે કે આપણે સૌ ભેગા મળીને પરસ્પર સહકાર દ્વારા યુવાપેઢીને તન અને મનની સ્વસ્થતા પ્રાપ્ત કરવામાં ઉપયોગી થઈશું અને સ્વસ્થ, સંસ્કારી અને મૂલ્યલક્ષી ભાવી નાગરિકોનું નિર્માણ કરી શકીશું. પુસ્તકને સર્વોપયોગી બનાવવામાં બીજા પણ અનેક મહાનુભાવોએ આપેલા સહકાર અને સક્રિય યોગદાન બદલ તેઓને ધન્યવાદ આપી, પુસ્તકનો સદુપયોગ કરવાની ભલામણ કરી, વિરમું છું. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. કોબા તા. ૩૦-૬-'૯૯ Jain Education International For Private & Personal Use Only जात्मानंहु www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60