Book Title: Yoga Swasthya ane Manav Mulyo
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
Catalog link: https://jainqq.org/explore/001189/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ યોગ, સ્વાસ્થ્ય અને માનવ મૂલ્યો (એક શૈક્ષણિક શાળોપયોગી નૈતિક અભ્યાસક્રમ) શુધ્ધ આબોહવા આહાર સરળતા સાદાઈ ===. b સેવા મૈત્રી [ સ્વચ્છતા L5 માનવતા નિર્વ્યસનતા નિયમિતતા ઉદારતા Palâ:J શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (જિ. ગાંધીનગર) ફોન : (૦૭૯) ૩૨૭૬૨૧૯, ૩૨૭૬૪૮૩, ૩૨૦૬૪૮૪, ૩૨૦૬૪૮૬ ફેક્સ : (૦૭૯) ૩૨૭૬૧૪૨ Email : srask@rediffmail.com કોબા - ૩૮૨ ૦૦૯. : International Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૫.CO ૧૬.CO ૧૫.CO 80.00 ૨૦.00 ૨૫.CO 05.00 ૧૦.00 ૮૦.CO ૩0.00 80.00 ૧0.00 ૧૨. ૧૪. ............. સંસ્થાનાં પ્રકાશનોની સૂચિ ગુજરાતી ચારિત્ર સુવાસ. આપણો સંસ્કાર વારસો................... યોગ, સ્વાચ્ય અને માનવ મૂલ્યો............ તીર્થસૌરભ ................... શ્રીમદ્ રાજચંદ્રની જીવન સાધના.. અર્વાચીન જૈન જ્યોતિર્ધરો.. L'' વાતધરી............... પુષ્પમાળા.............. ...................... શ્રી આત્મસિધ્ધિશાસ્ત્ર-હસ્તલિખિત......... સાધક-સાથી .. સાધના સોપાન..... સંસ્કાર, જીવનવિજ્ઞાન અને અધ્યાત્મ................ અધ્યાત્મ જ્ઞાન પ્રવેશિકા......... બોધસાર, સાધક ભાવના.. અધ્યાત્મ પાથેય.................... અધ્યાત્મને પંથે........... રત્નકરંડ શ્રાવકાચાર.(હાલ અનુપલબ્ધ) . બારસ અણુવેકખા. (હાલ અનુપલબ્ધ). દૈનિક ભકિતક્રમ....... ભકિતમાર્ગની આરાધના ..................... રાજવંદના ... બૃહદ્ આલોચનાદિ પદ્યસંગ્રહ .............. દિવાળી-પુસ્તિકાઓ.. અંગ્રેજી પ્રકાશનો Aspirant's Guide.............. Adhyatma-Gnan-praveshika.. Prayer and its Power......................... Jain Approach to self-Realization....... Our Cultural Heritage.......... Diwali-Booklets.............. હિન્દી પ્રકાશનો અધ્યાત્મજ્ઞાન પ્રવેશિકો.......... O ,OO ૧૦.00 ૩૦.CO ૧ ૧૯. ૭૫.OO પ.CO ૧0.00 ૪ .OO * * * ST છે શું છે કે 50.00 5.00 20.00 20.00 30.00 5.00 ૩૦. ૩.CO www.jainelibraryos Jain Edyc Page #3 -------------------------------------------------------------------------- ________________ યોગ-સ્વાસ્થ્ય અને માનવમૂલ્યો (એક શૈક્ષણિક શાળાપયોગી નૈતિક અભ્યાસક્રમ) પ્રેરક અને સંપાદક : પરમ શ્રદ્ધેય શ્રી આત્માનંદજી પ્રકાશક : સાધના આધ્યાતિ PRAIZ HU કેન્દ્ર -slow ૬૦૨૦૦૨ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા ૩૮૨ ૦૦૯ (જિ. ગાંધીનગર) Page #4 -------------------------------------------------------------------------- ________________ યોગ, સ્વાસ્થ્ય અને માનવમૂલ્યો પ્રકાશક : શ્રી જયંતભાઈ મૂ. શાહ (ચેરમેન) શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા ૩૮૨ ૦૦૯, જિ. ગાંધીનગર ફોન : (૦૭૯) ૩૨૭૬૨૧૯, ૩૨૭૬૪૮૩૪૮૪ આવૃત્તિ પ્રથમ ૧૯૯૫ દ્વિતીય, નવેમ્બર ૧૯૯૫ તૃતીય, જુલાઈ ૧૯૯૯ (રજતજયંતિ વર્ષ) ચતુર્થ, ઓગષ્ટ ૨૦૦૨ પ્રત : ૩૦૦૦ પા યોગ પ્રવૃત્તિ નિયામક : યોગાચાર્ય શ્રી દુષ્યંતભાઈ મોદી વડોદરા કિંમત : રૂ. ૧૫-૦૦ ટાઈપસેટિંગ : શારદા મુદ્રણાલય જુમ્મા મસ્જિદ સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન નં. ૫૩૫૯૮૬૬ મુદ્રકઃ ભગવતી ઓફસેટ, ૧૫ / સી, બારડોલપુરા, અમદાવાદ. ફોન નં. ૨૧૬૭૬૦૩ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય માનવજીવનને સારી રીતે સફળ બનાવવા માટે સ્વસ્થ શરીર, સત્ય-મધુર વાણી, પ્રફુલ્લિત મન અને સગુણોથી સુવાસિત પ્રસન્ન આત્મા – આ વસ્તુઓ આવશ્યક છે. આ યુગમાં મનુષ્ય બહારની સંપત્તિ અને સગવડો પુષ્કળ પ્રમાણમાં ઊભાં કર્યા છે, પણ પાયારૂપ આ ચાર વસ્તુઓને યથાયોગ્ય મેળવી નથી અને તેથી આજનો માનવ અશાંત અને ભયભીત છે. આ નાના પ્રકાશનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને નવી પેઢીને ઉપરોક્ત ચારેય વસ્તુઓની સરળ સમજણ આપવી તે છે. પ્રાપ્ત કરેલા જ્ઞાનને રોજબરોજના જીવનમાં કેવી રીતે ઉતારવું, તેનું ક્રમિક શિક્ષણ આપવા માટે જુદા જુદા પાઠરૂપે તેનું આયોજન કરેલ છે. આ પુસ્તકના સમગ્ર પ્રકાશકીય આયોજનમાં સેવામૂર્તિ, મુરબ્બી શ્રી જયંતિભાઈ ત્રિકમલાલ સંઘવીએ સ્વૈચ્છિક પ્રેમ-પરિશ્રમ કરેલ છે, જે બદલ તેમને અનેકશઃ ધન્યવાદ. આ સંસ્થા છેલ્લાં વીસ વર્ષોથી શિષ્ટ, સંસ્કારસિંચક અને જીવનોપયોગી આધ્યાત્મિક સાહિત્ય પ્રગટ કરતી રહી છે. આશા છે કે ગુજરાતી ભાષા જાણનારી સમસ્ત જનતા આ પ્રકાશનને આવકારશે અને તેનો યથાપદવી સદુપયોગ કરી પોતાને અને અન્યને લાભાન્વિત કરશે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ “તન મન ધનને અત્રનું, કે સુખ સુધા સમાન; આ અવનિનું કર ભલું, ભયભંજન ભગવાન” – શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથપ્રકાશન સમિતિ શ્રીમદ્ રાજચન્દ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા (જિ. ગાંધીનગર) Page #6 -------------------------------------------------------------------------- ________________ પાડયન જિંદગીના સર્વાગી વિકાસને માટે જરૂરી, અધિકૃત અને અનુભવપૂર્ણ માહિતીથી સભર એવું આ સર્વોપયોગી પુસ્તક ગુજરાતી સમજનારી જનતાની સેવામાં રજૂ કરતાં અમે પ્રસન્નતાનો અનુભવ કરીએ છીએ. આ યુગનો સામાન્ય માનવી, પ્રકૃતિમૈયાના ખોળેથી દૂર થઈને બનાવટી અને નકલી જીવન જીવવા લાગ્યો છે. આ કારણથી તેના જીવનમાં બધું જ બનાવટી છે. તેનું દૂધ, તેનું અનાજ, તેનાં કપડાં, તેનો શૃંગાર, તેની ઊંઘ, તેની શક્તિ, તેનું પરિભ્રમણ, તેનું બોલવું ચાલવું અને બેસવું-ઊઠવું બધું જ બનાવટી – નકલી – દેખાદેખીથી ઉદ્ભવેલું છે. આવા અકુદરતી માણસના જીવનમાં સુખ, શાંતિ, નિશ્ચિતતા, સરળતા, નિર્ભયતા અને મૈત્રી ક્યાંથી હોય? માણસનું શરીર તંદુરસ્ત બને, તેની વાણી સૌને શીતળ કરે, તેના મનના ઉમદા વિચારો અને સમજણ દ્વારા તે તનાવમુક્ત બને અને તેનું સમગ્ર જીવન પવિત્ર બને તે હેતુથી “યોગ, સ્વાચ્ય અને માનવમૂલ્યોની ત્રિવેણીના સંગમરૂપ આ પુસ્તક ગુજરાતની શાળાઓમાં યોગ અને સ્વાથ્યનું શિક્ષણ આપવામાં વિદ્યાર્થીઓને, શિક્ષકોને અને અભ્યાસીઓને ઉપયોગી થાય તે દૃષ્ટિથી પ્રાસ્તુત કરવામાં આવ્યું ભારતીય સંસ્કૃતિના પ્રતિનિધિરૂપ એવા મહર્ષિ પતંજલિ વિરચિત યોગદર્શન ગ્રંથના વિષયને કેન્દ્રમાં રાખીને, તેમાં દર્શાવેલા યોગના આઠ અંગોને સરળ અને સર્વોપયોગી પદ્ધતિથી ક્રમપૂર્વક રજૂ કરવાનો અમે ઉદ્યમ કર્યો છે. છેલ્લા ૬ પાઠોમાં જીવનને ઉત્તમ અને સફળ બનાવવા માટેનું રોજબરોજના જીવનનું સર્વાગી અને સર્વોપયોગી માર્ગદર્શન સંક્ષિપ્તમાં આપ્યું છે. વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત કરાવી, સંગીતમય શૈલીમાં રજૂ કરવાથી નાના-મોટા સૌને તે સહેલાઈથી ગ્રાહ્ય બને છે તેથી યોગાચાર્ય શ્રી દુષ્યતભાઈ મોદીની નિતિને પણ આ પુસ્તકમાં વણી લેવાનો પ્રયત્ન કરેલો છે. જેઓએ એક વાર યોગશિબિરમાં ભાગ લીધો હોય તેઓને તે વધારે સહેલાઈથી ગ્રાહ્ય બની શકશે. યોગ અને સ્વાથ્યની કેળવણી વિદ્યાર્થીઓને શાળાકક્ષાએ આપવી એવી ભારત સરકાર અને ગુજરાત સરકારની નીતિ તાજેતરનાં વર્ષોમાં રહી છે. આ નીતિના અનુસંધાનમાં તા. ૨૫-૯૪થી ૨૨-૫-'૯૪ દરમિયાન, ગુજરાત સરકારના શિક્ષણ Page #7 -------------------------------------------------------------------------- ________________ ખાતા તરફથી ગુજરાતના ૩૧ શિક્ષકોને આ સંસ્થામાં મોકલવામાં આવ્યા હતા. તેઓએ યોગ અને સ્વાસ્થ્ય અંગેનું પદ્ધતિસર જ્ઞાન, શ્રી દુષ્યંતભાઈ મોદી આદિ અનેક મહાનુભવો અને વિદ્વાનોના વર્ગો, પ્રાયોગો, વ્યાખ્યાનો, સમૂહ-કવાયતો અને માહિતીપૂર્ણ કોઠાઓ (Charts) દ્વારા પ્રાપ્ત કર્યું હતું. શિબિરના અંતે રાજ્યના નાયબ શિક્ષણ નિયામક માનનીય શ્રી જોષીસાહેબે પ્રમાણપત્રોનું વિતરણ પણ કર્યું હતું. આ પુસ્તકને બને તેટલું ઉપયોગી અને સર્વગ્રાહી બનાવવાનો અમારો પ્રયત્ન રહ્યો છે. નાનો કોર્સ ૧૦ પાઠ દ્વારા, મધ્યમ કોર્સ ૧૫ પાઠ દ્વારા અને પૂરો કોર્સ ૨૦ પાઠ દ્વારા યથાયોગ્યપણે કરાવી વિદ્યાર્થીઓને તેમના સમય, શક્તિ અને રુચિ અનુસાર પ્રશિક્ષણ આપવાથી, તેઓને પ્રતિપાદીત વિષયોનું સારું જ્ઞાન પ્રાપ્ત થઈ શકશે. પ્રાપ્ત જ્ઞાનનો સદુપયોગ કરવાથી તેમને તનનું આરોગ્ય, મનની શાંતિ અને નિશ્ચિંત જીવનની પ્રાપ્તિ થશે. આ પુસ્તકના આસન, પ્રાણાયામ અને આહારના પાઠો શ્રી દુષ્યંતભાઈ મોદી સંપાદિત વિવિધ રોગોમાં યોગાસનો' એ પુસ્તકમાંથી સાભાર લીધેલા છે. ઉપરાંત, કવરપેજ ઉપર દિવ્યજીવન સંઘ, વડોદરા-અમદાવાદના પુસ્તક યોગાસન માર્ગદર્શિકા’ના કવરપેજમાંથી થોડુંક સાભાર લીધેલ છે. આ સંસ્થા છેલ્લાં પંદ૨ વર્ષોથી નિયમિતપણે જીવનવિકાસલક્ષી યુવા શિબિરોનું આયોજન કરે છે. તેના યોગ-આરોગ્ય વિભાગનું માનદ્ સંચાલન યોગાચાર્ય શ્રી દુષ્યંતભાઈ મોદી બહેનશ્રી નયનાબહેન સાથે ખૂબ ઉત્સાહપૂર્વક કરે છે. સંસ્થાની રજતજયંતિ વર્ષના અનુસંધાનમાં અનેકવિધ સાત્ત્વિક, સંસ્કાએક અં સમાજોપયોગી કાર્યક્રમો મધ્ય, ગાંધીનગર જિલ્લાઓની શાળાઓમાં સંગીત સાથે યોગનું શિક્ષણ આપવાની સંસ્થાની ભાવના છે, જેમાં બ્રહ્માકુમારીઝ સંસ્થા પણ સહયોગ આપશે. અમને આશા જ નહીં પણ વિશ્વાસ છે કે આપણે સૌ ભેગા મળીને પરસ્પર સહકાર દ્વારા યુવાપેઢીને તન અને મનની સ્વસ્થતા પ્રાપ્ત કરવામાં ઉપયોગી થઈશું અને સ્વસ્થ, સંસ્કારી અને મૂલ્યલક્ષી ભાવી નાગરિકોનું નિર્માણ કરી શકીશું. પુસ્તકને સર્વોપયોગી બનાવવામાં બીજા પણ અનેક મહાનુભાવોએ આપેલા સહકાર અને સક્રિય યોગદાન બદલ તેઓને ધન્યવાદ આપી, પુસ્તકનો સદુપયોગ કરવાની ભલામણ કરી, વિરમું છું. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. કોબા તા. ૩૦-૬-'૯૯ जात्मानंहु Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રકીરાક સંસ્થાનો સપ્તિ પરિચય : આશ્રમનો દૈનિક આરાધનાક્રમ ૧. ભક્તિ-પ્રાર્થના-ધૂન-મૌન : સવારે અને રાત્રે ૨. સ્વાધ્યાય, ધર્મવાર્તા અને સમૂહવાચન ઃ સવારે ૧૦-૦૦થી ૧૨-૦૦ બપોરે ૪-૦૦થી પ-૩૦ ૩. પ્રભુજીની આરતી : સાંજે ૭-૩૦ વાગ્યે ૪. ધ્યાનનો અભ્યાસ, વંદના અને પારાયણ : રાત્રે ૮-૦૦થી ૯-૩૦ પ. દર બુધવારે અને રવિવારે સામૂહિક શ્રમયજ્ઞ સત્સંગ-સ્વાધ્યાય-ભક્તિ તથા ધ્યાનનો અભ્યાસાદિ પ્રવૃત્તિઓ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ, આધ્યાત્મિક મૂલ્યોને જીવનમાં વિકસાવવા માટે અને સગુણસંપન્નતાની સિદ્ધિ માટે આ કાર્યક્રમોને કેન્દ્રની દૈનિક પ્રવૃત્તિરૂપે આવરી લેવામાં આવ્યા છે. જેમાં શાકાહાર, વ્યસનમુક્તિ અને પર્યાવરણ સંરક્ષણને પણ યોગ્ય સ્થાન આપવામાં આવેલ છે. દર વર્ષે કોબા ખાતેના મુખ્ય મથકે જ બે કે ત્રણ શિબિરો યોજાય છે, જેમાં એક શિબિર ખાસ યુવાન વર્ગ માટે જ યોજવામાં આવે છે. ચાતુર્માસ સિવાય વિહાર કરતા સાધુ-સંતો-સતીઓ, અન્ય યાત્રા-સંઘો યુવક મંડળો પણ આ કેન્દ્રનો લાભ લે છે. ઉપરોક્ત કાર્યક્રમોમાં પૂજ્ય સંતશ્રી આત્માનંદજીનું સાન્નિધ્ય અને માર્ગદર્શન સાધકોને સદૈવ પ્રાપ્ત થતું રહે છે. વિધા-ભક્તિ-આનંદધામ, લાઇબ્રેરી તથા ધ્યાનકુટિરો લગભગ ૬૦૦ ભાઈ-બહેનો એકીસાથે લાભ લઈ શકે તેવા વિદ્યા- ભક્તિઆનંદ-ધામ' નામના નવા સ્વાધ્યાય મંદિરનું વિધિવત્ ઉદ્દઘાટન ઈ. સ. ૧૯૯૧માં થયેલ છે. આ સ્વાધ્યાય મંદિરના નીચેના ભાગમાં ૧૦૦૦૦ ઉપરાંત ગ્રંથોવાળા સમૃદ્ધ, સ્વતંત્ર પુસ્તકાલયને તથા ધ્યાનકુટિરોને પણ સમાવી લેવામાં આવ્યા છે. આ સાથે સ્વતંત્ર સાધના કુટિરોનું તથા વિશાળ કાર્યાલયનું નિર્માણકાર્ય થઈ ગયું હોવાથી, કુટુંબ સહિત આવનાર ભાઈબહેનોના આવાસની અલગ વ્યવસ્થા પણ થઈ શકે છે. સાધક ભાઈ-બહેનો માટેના સુવિધાપૂર્ણ આવાસો, શુદ્ધ સાત્ત્વિક ભોજન માટે કાયમી ભોજનશાળા, શ્રી મંદિરજી, ધ્યાનકક્ષ સહિત સંતકુટિર વગેરે સર્વ વ્યવસ્થાઓની ઉપલબ્ધિ થઈ હોવાથી ભારતના વિવિધ સ્થળોએથી તથા ઈંગ્લેન્ડ, અમેરિકા, આફ્રિકા આદિ વિદેશોમાંથી પણ અનેક મુમુક્ષુઓ આત્મ-કલ્યાણ અર્થે ઉત્સાહપૂર્વક આવે Page #9 -------------------------------------------------------------------------- ________________ છે અને પૂજ્યશ્રી પાસેથી વ્યક્તિગત જીવનવિકાસનું આયોજન અને માર્ગદર્શન લઈ પ્રોત્સાહિત બને છે. ગ્રંથપ્રકાશન પ્રવૃત્તિ સંસ્થા તેના ઉદ્દગમકાળથી જ પ્રાચીન સાહિત્યથી પ્રારંભ કરીને અત્યાર સુધી થઈ ગયેલા મહાન ધર્માચાર્યો, પ્રભાવશાળી સંતો અને શિષ્ટ સાહિત્ય ઉપાસકોની વાણીને આધારે સુંદર પુસ્તકો બહાર પાડે છે. આજ સુધીમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી તથા સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓમાં ૪૫ ઉપરાંત નાના મોટા ગ્રંથો પ્રકાશિત થયેલ છે. આગામી વર્ષોમાં વિવિધ ઉપયોગી વિષયો પર હિંદી-અંગ્રેજીમાં નાની નાની પુસ્તિકાઓ પ્રગટ કરવાનું નક્કી થયેલ છે. આ સિવાય દિવાળી કાર્ડની જગ્યાએ પ્રતિવર્ષ સર્વોપયોગી નૂતન વર્ષાભિનંદન પુસ્તિકાઓ સાધારણ કિંમતે મોટી સંખ્યામાં બહાર પાડવામાં આવે છે. સંસ્થાનું મુખપત્ર દિવ્યધ્વનિ આત્મધર્મને ઉપદેશસંસ્થાનું આ આધ્યાત્મિક માસિક છેલ્લાં ૧૯ વર્ષોથી નિયમિતપણે પ્રગટ થાય છે. તેમાં પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીની સમન્વયકારી વિચારધારાને અનુરૂપ, અનેક આચાર્યો-સંતોના વચનો અને વિદ્વાનોના લેખો પ્રકાશિત કરવામાં આવે છે. આ માસિકમાં તાત્ત્વિક, સર્વાંગસુંદર અને સમાજોપયોગી સામગ્રી પીરસવામાં આવે છે, જેથી સમાજના અનેક વર્ગોને સત્ત્વશીલ અને સંસ્કારપ્રેરક પાથેય ઉપલબ્ધ થઈ શકે. આ માસિકને વધુ રસમય, વૈવિધ્યપૂર્ણ અને લોકોપયોગી બનાવવાનો અમારો પ્રયત્ન ચાલુ છે. હાલ સભ્ય સંખ્યા લગભગ પાંચ હજારની છે. કેવી રીતે પહોંચશો ? અમદાવાદથી ૧૬ કિ.મી. અને ગાંધીનગરથી ૧૦ કિ.મી.ના અંતરે, અમદાવાદગાંધીનગર હાઈવે પર કોબા સર્કલ પાસે, સાબરમતી નદીની નજીક, શાંત, રમણીય અને પવિત્ર વાતાવરણમાં આ સાર્વજનિક સંસ્થા આવેલી છે. ૧.રેલવે દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશનથી રિક્ષા મારક્ત સાબરમતી ટોલનાકા આવવું. ત્યાંથી ચાલુ રિક્ષામાં પ થી ૬ વ્યક્તિ બેસાડે છે, જેના વ્યક્તિદીઠ રૂ. પ/લે છે. સાબરમતી રેલવે સ્ટેશને ઊતરો તો ત્યાંથી સાબરમતી ટોલનાકા આવી ઉપર મુજબ કેન્દ્રમાં પહોંચી શકાય છે. ૨. એસ. ટી. બસ દ્વારા અમદાવાદ ગીતામંદિર એસ. ટી. સ્ટેન્ડ નં. ર (ઉત્તર ગુજરાત વિભાગ) તથા પ્લેટફોર્મ નં. ૫ ઉપરથી ઊપડતી લગભગ બધી લોકલ બસોમાં બેસીને કોબા સર્કલ સ્ટેન્ડે ઊતરવું. Page #10 -------------------------------------------------------------------------- ________________ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • ........ ૧. માનવનું વ્યક્તિત્વ....... ૨. વિષયપ્રવેશ ...... યોગ ૩. યોગાભ્યાસ માટેની સામાન્ય સમજણ, માર્ગદર્શક સૂચનાઓ અને પૂરક યૌગિક ક્રિયાઓ........ ૪. યોગનું પહેલું અંગ : યમ........ ૫. યોગનું બીજું અંગ : નિયમ ૬. યોગનું ત્રીજું અંગ : આસન... ૭. સ્વાથ્ય માટેનાં આસનો ભાગ-૧ ૮. સ્વાથ્ય માટેનાં આસનો ભાગ-૨ ૯. સ્વાથ્ય માટેનાં આસનો ભાગ-૩ .... ૧૦. સ્વાથ્ય માટેનાં આસનો ભાગ-૪ .... ૧૧. ધ્યાન માટેનાં આસનો ........... ૧૨. આરામ માટેનાં આસનો........... ૧૩. યોગનું ચોથું અંગ પ્રાણાયામ.... ૧૪. યોગનું પાંચમું અંગ : પ્રાત્યાહાર......... ૧૫. યોગનું છઠું-સાતમું-આઠમું અંગ : ધારણા-ધ્યાન-સમાધિ ................. 'સ્વાથ્ય ૧૬. સ્વસ્થ જીવનનાં અગત્યનાં અન્ય અંગો ....... ૧૭. સ્વસ્થ જીવન અને આહાર. માનવમૂલ્યો ૧૮. હેવાન, ઈન્સાન, ફિરસ્તા ... ૧૯. સર્વોપયોગી પ્રાર્થના, અંતર નિરીક્ષણ, ચિત્તશુદ્ધિ અને આત્મસાક્ષાત્કાર ... ૨૦. ઉપસંહાર અને ભલામણ .... . . . . . . . ૪૬ Page #11 -------------------------------------------------------------------------- ________________ મીનવનું વ્યક્તિત્વ અને વર્તમાન સંદ સામાન્ય રીતે વિચારવામાં આવે તો માનવના વ્યક્તિત્વના બે વિભાગ છે. એક બાહ્ય જે શરીર સાથે સંબંધિત છે તે, અને બીજો અંતરંગ જે મન અર્થાત્ ચિત્ત સાથે સંબંધિત છે. વર્તમાન વિજ્ઞાનની પરિભાષામાં માનવ એક ભૌતિકમનોવૈજ્ઞાનિક વ્યક્તિત્વ છે. (Man is a psycho - Somatic entity) આપણે આપણા જીવનને ઉન્નત બનાવવા માગતા હોઈએ તો જીવનમાં આ બંને પાસાંઓનો સંતુલિત વિકાસ સાધવો જોઈએ. આનો અર્થ એ થયો કેઃ * તન્ – દુરસ્ત – શરીરને તંદુરસ્ત રાખો. * મન્ – દુરસ્ત – મનને પવિત્ર – પ્રસન્ન રાખો. * ખુદા - પરસ્ત – તો ભગવાનની આસ્થા અને કૃપા પ્રાપ્ત થશે. આ બે મુખ્ય પાસાંઓ સાથે બીજા પણ કેટલાક મુદ્દાઓ સંકળાયેલા છે, અને તે છે જીવનનાં આર્થિક, સામાજિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક પાસાઓ. પરંતુ આ બધાં પાસાઓનો માત્ર પ્રાસંગિક ઉલ્લેખ જ વર્તમાન કૃતિમાં કરેલ છે. છેલ્લાં ત્રણ પ્રકરણોમાં સામાન્ય માણસ સમજી શકે તે પ્રકારે આધ્યાત્મિક પાસાઓને 1. પણ આવરી લીધાં છે; કારણ કે માનવીય વિકાસની ચરમસીમા અધ્યાત્મશાંતિ છે; અને આ પુસ્તકની પ્રકાશક સંસ્થાનું મુખ્ય ધ્યેય પણ અધ્યાત્મવિદ્યાના પ્રયોગ, પ્રસાર અને પ્રચારનું છે. સામાન્યપણે છેલ્લાં ૧૫૦ વર્ષોમાં અને વિશેષપણે છેલ્લાં લગભગ ૫૦ વર્ષોમાં માનવજાતે ભૌતિક વિકાસમાં હરણફાળ ભરીને બાહ્યા જીવનને લગતી દરેક પ્રકારની સુખ-સામગ્રીની વસ્તુઓ પ્રાપ્ત કરી છે. અમેરિકા-યુરોપના દેશો તેમાં અગ્રણી રહ્યાં છે. ભારતદેશમાં પણ છેલ્લાં ૨૦ વર્ષમાં ભૌતિક સંપત્તિનાં સાધનોની પ્રચુરતા દેખવામાં આવે છે. આવ', બાહ્ય વિકાસને પામવાથી આપણે વ્યક્તિગત કે સામૂહિક સ્તરે સંપ, શાંતિ, પ્રેમ, નિર્ભયતા, પરસ્પર વિશ્વાસ, સત્સાહિત્ય સર્જન અને પ્રકાશન, ન્યાયપૂર્ણ નિશ્ચિત જીવન અને સદ્દગુણોના વિકાસને સાધી શક્યા છીએ? જો આ બધું પ્રાપ્ત ન કર્યું હોય તો આપણે વિકાસ પામ્યા ગણાઈએ ખરા? Page #12 -------------------------------------------------------------------------- ________________ યોગ, સ્વાથ્ય અને માનવમૂલ્યો અહીં કહેવાનો આશય મુખ્યપણે એ જ છે કે યોગ, સ્વાચ્ય-શિક્ષણ અને અધ્યાત્મની માનવીને આજે જેટલી જરૂર છે તેટલી ક્યારેય નહોતી. અગ્રિમતાના ધોરણે આ વસ્તુઓને આપણા જીવનમાં વ્યક્તિગત અને સામૂહિક સ્તરે અપનાવવાથી જ આજની દુનિયાના હિંસા, આતંકવાદ, દાણચોરી, પરસ્પર ઝઘડાઓ, શોષણનીતિ, યુદ્ધપરસ્તી, ભ્રષ્ટાચાર, અન્યાય, અણુયુદ્ધનો ભય, પર્યાવરણનાં પ્રદૂષણો, નશાખોરી, કેફી દ્રવ્યોની ગુલામી, દુરાચારીપણું, કૌટુંબિક ઝઘડાઓ, માનસિક બીમારીઓ અને અંધ અનુકરણથી ઊપજતા અનેક પ્રકારના પ્રશ્નોનું ઘણે અંશે નિરાકરણ કરી શકશે અને મનુષ્ય સાચો માનવ બનવાની દિશામાં આગળ વધી શકશે. આ કાર્ય કાંઈ બે-પાંચ વ્યક્તિઓનું નથી, તેમ વળી તે બે-ચાર વર્ષોમાં પાર પાડી શકાય એવું પણ નથી. શાળામાં ભણતાં બાળકોને પદ્ધતિસર આ કે આવાં પુસ્તકોમાં પ્રતિપાદિત વિષયો સાથે નીતિ શાસ્ત્ર (Moral Science)નું જ્ઞાન આપવાથી આવતી પેઢી સત્યને સમજીને તેને ક્રમે ક્રમે સ્વીકારશે અને એકવીસમી સદીનો માનવ સુખ, શાંતિ અને નિર્ભયતાનો અનુભવ કરી શકશે એમ આશા રાખીએ. ચાલો આપણે સૌ શુદ્ધ બુદ્ધિથી આવો સહિયારો અને રૂડો પ્રયત્ન કરીએ. સંયમ અને સાદાઈ વડે જ જીવનમાં શાંતિ ને સંતોષ અનુભવાશે માટે સંયમી અને સાદું જીવન જીવો અવગુણ પોતાના જુઓ. ગુeણ બીજાના જુઓ --- - - - - - - - - - - - - - - - - Page #13 -------------------------------------------------------------------------- ________________ વિષયપ્રવેશ આપણે આ પાઠમાં કેટલાક અગત્યના શબ્દોની અને તે દ્વારા પ્રતિપાદિત વિષયોની ખપ પૂરતી સમજણ પ્રાપ્ત કરીશું. યોગ : યોગ' શબ્દ છેલ્લા ચારેક દાયકામાં દુનિયાના સમસ્ત દેશોમાં પ્રચલિત થઈ ગયો છે. તેના કેટલાક ઉપયોગી અર્થો આ પ્રમાણે છે. (૧) યોગ એટલે જોડાણ, આપણા જીવનને સાચી શાંતિ અને જ્ઞાન સાથે જોડે તે યોગ. (૨) યોગ એટલે આત્માનું પરમાત્મા સાથે, જીવનું શિવ સાથે અને બંદાનું ખુદા સાથે મિલન કરાવી આપે તેવી જીવનચર્યાં. (૩) યોગ એટલે પોતાના જીવનમાં જે ફરજ બજાવવાની હોય તેમાં નિપુણતા કે કુશળતા પ્રાપ્ત કરવી તે. (૪) યોગ એટલે શ૨ી૨, વાણી અને મનના માધ્યમથી સ્વનો, સમાજ અને બાહ્ય પ્રસંગો સાથેની યથાર્થ સંવાદિતા. (૫) યોગ એટલે જીવનમાં નીચેનાં સૂત્રોનો વિવેકપૂર્વક અને સફળતાથી પ્રયોગ કરવો તે. (૪) ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે. (૬) Adjust, adopt, accommodate. યોગ એટલે કર્મેન્દ્રિયોનો એવી રૂડી રીતે સદુપયોગ કરવો કે જેથી આપણે પવિત્ર બનીએ અને આપણાં સ્પંદનો બીજાને ઉમદા અને દિવ્ય જીવન જીવવાનો સંદેશ આપે. રોજબરોજના જીવનમાં નીચેનાં પદો ભાવપૂર્વક બોલવાથી યોગને અપનાવવાની પ્રેરણા મળશે. આ પદોની સંગીતમય ઓડિયો કૅસેટ સાંભળીને, લયબદ્ધ ગાવાથી પવિત્ર ભાવોની સ્ફુરણા થશે. (૬) (૧) પવિત્ર તન રાખો, પવિત્ર મન રાખો, પવિત્રતા મનુષ્યતાકી શાન હૈ, જો મન-વચન-કર્મસે પવિત્ર હો, વો ચરિત્રવાન હી યહાં મહાન હૈ... પવિત્ર Page #14 -------------------------------------------------------------------------- ________________ ४ (૨) જીવનની આ પળ અણમોલ, તારા અંતરપટને ખોલ, એક વાર તો પ્રેમથી બોલ હું છું આત્મા, તું છો આત્મા સરખી છે ભાઈ સૌની આત્મા... જીવનના સંગીત મહીં તું, પ્રભુના ગુણલા ગાતો જા; અવસર આવો ફરી ન આવે, સાચો માનવ બનતો જા... (૩) એક જ અરમાન છે મને કે મારું જીવન સુગંધિત બને, મારું જીવન પવિત્ર બને, મારું જીવન ન્યારું બને, મારું જીવન પ્યારું બને. યોગ, સ્વાસ્થ્ય અને માનવમૂલ્યો (૪) આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો મનને મહેતાજી કરી કામે લગાડજો... આજ સુધી જીવ્યા છો કેટલું ને કેવું? કેટલી કમાણી કરી કેટલું છે દેવું? કાઢી સરવૈયુ કોઈ સંતને બતાવજો... કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડી? કયા પાટે ચાલી રહી જિંદગીની ગાડી? પ્રભુપંથ પામવાને પાટા બદલાવજો... જીવનની૰ જીવનની આ જિંદગીના આ જિંદગીના વિચારથી વાણી બગડે. વાણીથી વર્તન, વર્તનથી વીર્ય બગડે વીર્યથી સંતાન અને સંતાનથી સમાજ બગડે. પવિત્ર વિચારથી ભરી દો. માટે મનને આ જિંદગીના Page #15 -------------------------------------------------------------------------- ________________ યોગાભ્યાસ માટેની સામાન્ય સમજણ, માર્ગદર્શક સૂચનાઓ અને પૂરક વોગિક ક્રિયાઓ યોગાસન કરનારે ધ્યાનમાં રાખવાની બાબતો: આસનોનો અભ્યાસ શારીરિક, માનસિક તેમ જ આધ્યાત્મિક સ્વસ્થતા પ્રાપ્ત કરવા માટે અત્યંત મહત્ત્વનો છે. આથી તેમાં વિપરિત પરિણામ ન આવે તેથી તેનો અભ્યાસ કોઈ અભ્યાસીના માર્ગદર્શન નીચે જ શરૂ કરવો હિતાવહ છે. આસનો કરતાં પહેલાં ધ્યાનમાં રાખવાની બાબતો: (૧) સ્થાન: છૂટથી શરીરનાં અંગો હરીફરી શકે તેવી સ્વચ્છ, સુઘડ, હવાની સારી છૂટ હોય તેવી સપાટ જગ્યામાં આસનો કરવાં. (૨) સમય : સવારના આસનો કરવાથી આખો દિવસ આનંદમાં જાય છે. માટે આસનો સવારે કરવાં વધુ સુયોગ્ય છે. (૩) પહેરવેશ: ભાઈઓએ પટ્ટી લંગોટ અવશ્ય પહેરવો. કપડાં ખુલ્લાં પહેરવાં. જેમ કે લેંઘો, કફની, ચડ્ડી, બનિયન. બહેનોએ પંજાબી ડ્રેસ. () ભોજન કર્યા પછી ચાર કલાકે, નાસ્તા પછી દોઢ કલાકે, પ્રવાહી પીણાં પછી અર્ધા કલાકે આસનો થઈ શકે. (૫) ભૂમિકા : આસનો કરતાં પહેલાં યોગિક પૂરક ક્રિયાઓનો અભ્યાસ કરવો. આસનો કરતાં કરતાં ધ્યાનમાં રાખવાની બાબતો: ખૂબ જ ધીરે ધીરે, શાંત ચિત્તે, દ્રષ્ટાભાવથી જે તે આસનો કરવાં. આવેગમાં, તમસ વૃત્તિથી, હરીફાઈની વૃત્તિથી કદાપિ આસનો ન કરવાં. આસનો કર્યા પછી ધ્યાનમાં રાખવાની બાબતો: (૬) સમાપ્તિ અવસર આસનો પૂર્ણ કર્યા પછી થોડી વાર “શવાસન"માં રહેવું અને ત્યાર પછી જ ત્રણ ઓમૂકાર ધ્વનિ કરવા. પદ્માસનમાં બેસી) અને ત્યારબાદ દૈનિક કામમાં લાગવું. Page #16 -------------------------------------------------------------------------- ________________ યૌગિક અંગભ્રમણ ક્રિયાઓ આજકાલ યોગાસન પ્રત્યે લોકોની અભિરુચિ વધતી જાય છે અનેક યોગાસન શિબિરો' યોજાય છે. અને નવાં નવાં પુસ્તકો છપાતાં જાય છે. ‘કયું પુસ્તક ખરીદવું.’ ત્યાંથી માંડી ફાયદો કેમ નથી થતો?” ત્યાં સુધીના પ્રશ્નને પુછાય છે. અમારું નમ્રપણે માનવું છે કે, જેમને વ્યાયામ કે યોગાસનની ટેવ ન હોય તેમને સીધા યોગાસન ત૨ફ લઈ જ્વા યોગ્ય નથી. આ નાનકડી પણ સોહામણી પુસ્તિકા યોગાસન તેમ જ વ્યાયામમાં જ રસ લેનારાઓ માટે નહીં પરંતુ જેમને જરૂરત ન લાગતી હોય કે કોઈપણ કારણે ન કરી શકતા હોય તેમને પણ ઉપયોગી છે. યોગાસન કરતાં પહેલાં' દરેક સાધકે યૌગિક અંગભ્રમણ ક્રિયાઓ ખાસ કરાવી. ( 7) 3 યોગ, સ્વાસ્થ્ય અને માનવમૂલ્યો ક્રિયા નં. ૧ સ્થિતિ ઃ (૧) સીધા ટટ્ટાર ઊભા રહો. (૨) બન્ને પગ વચ્ચે થોડી જગ્યા રાખો અને આંખો ખુલ્લી રાખો. ક્રિયા : (૧) પ્રથમ એક ઊંડો શ્વાસ લો, ત્યારબાદ દાઢી છાતીને અડકાડો. (૨) પછી ધ્વનિ કરતાં કરતાં મસ્તકને ડાબેથી જમણે અને જમણેથી ડાબે તરફ ગોળ ગોળ ફેરવો. સૂચના : (૧) સમગ્ર ક્રિયા દરમ્યાન મન શાંત, સ્વસ્થ રાખો (૨) આંખો ખુલ્લી રાખી, સમગ્ર ક્રિયાની ગતિ સાથે આંખોને પણ ગતિમય બનાવો. લાભ : (૧) આંખોને સારી કસરત મળે છે. (૨) સર્વાંગાસન, મત્સ્યાસન, ઉષ્ટ્રાસન, શીર્ષાસન, ભુજંગાસન વગેરેમાં આ ગળાનું પરિભ્રમણ ઘણું જ ઉપયોગી છે. (૩) ગળાના સ્નાયુઓ નરમ તથા કાર્યક્ષમ બને છે. (૪) સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસના દર્દમાં આ ક્રિયા ઘણી જ ઉપયોગી છે. - Page #17 -------------------------------------------------------------------------- ________________ યોગાભ્યાસ માટેની સમજણ... ક્રિયા ને. ૨ સ્થિતિઃ (૧) ટટ્ટાર સીધા ઊભા રહો. (૨) બન્ને પગ વચ્ચે થોડું અંતર રાખો. ક્રિયા: (૧) બન્ને હાથ સાથળ પાસે સીધા રાખી શ્વાસ લેતાં લેતાં ખભા ઊંચા કરો. (૨) થોડો સમય શ્વાસ રોકી શ્વાસ છોડતાં છોડતાં ખભા ધીરે ધીરે નીચે લાવો. (૩) એ જ પ્રમાણે બંને ખભાને એક સાથે પાછળ તેમજ આગળ લાવો. પાછળ લઈ જાઓ ત્યારે શ્વાસ લેવાનો, આગળ લાવો ત્યારે શ્વાસ છોડવાનો. (૪) હવે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બન્ને હાથનાં આંગળાં ખભા ઉપર રાખો અને બન્ને હાથને આગળથી પાછળ અને પાછળથી આગળ ફેરવો. (૫) હાથથી કોણી જ્યારે નીચેથી ઉપરની તરફ ગતિ કરતી હોય તે વખતે શ્વાસ અંદર લેતા જવું. જ્યારે કોણી નીચેની તરફ ગતિ કરતી હોય ત્યારે શ્વાસ છોડતાં જવાનું છે, (૬) ઉપરોક્ત દરેક ક્રિયા ત્રણ વખત કરો. ફાયદાઃ (૧) ખભાના સ્નાયુઓની કાર્યક્ષમતા વધે છે અને તે મજબૂત બને છે. (૨) શક્તિ-આસન, લોલાસન, ઉત્કટાસન, ચક્રાસન, બકાસન વગેરે આસનોમાં ખભાના સાંધાનું ભ્રમણ ઘણું જ ઉપયોગી છે. (૩) સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસના દર્દમાં પણ ઉપયોગી છે. (૪) ખભા પરનો ખોટો મેદ દૂર થાય છે. ક્રિયા નં. ૩ સ્થિતિ : ઉપર પ્રમાણે ક્રિયા: (૧) પ્રથમ બન્ને હાથ સીધા જમીનને સમાંતર ચત્તા (હથેળી આકાશ તરફ) રાખો. (૨) શ્વાસ લઈ બન્ને હાથને ઉપરની તરફ Page #18 -------------------------------------------------------------------------- ________________ યોગ, સ્વાથ્ય અને માનવમૂલ્યો કોણીમાંથી વાળી પંજા નીચે તરફ આવે ત્યારે શ્વાસ કાઢી ધીરે ધીરે મૂળ સ્થિતિમાં હાથ લાવવા. (૩) તે જ પ્રમાણે હથેળીને જમીન તરફ રાખી હાથને કોણીમાંથી વાળી શ્વાસ લેતાં અંદરની તરફ લાવો અને શ્વાસ છોડતાં બહારની તરફ લઈ જાઓ. શયદાઓઃ (૧) સમગ્ર હાથને કસરત મળે છે. (૨) હાથમાં રક્તસંચાર વ્યવસ્થિત થાય છે. (૩) મયૂરાસન, ગરુડાસન, શલભાસન વગેરે આસનોમાં કોણીનું ભ્રમણ ઉપયોગી બને છે. આ ક્રિયા નં. ૪ સ્થિતિ : ઉપર પ્રમાણે. ક્રિયા: (૧) બન્ને હાથ ચત્તા જમીનને સમાંતર સામે રાખો. મૂઠીઓ વાળો. કાંડાને ડાબેથી જમણે અને જમણેથી ડાબે ગોળ ગોળ ફેરવો. ફાયદાઃ કાંડાં મજબૂત બને છે, સરકતા સાંધા ખરેખર સરકતા બને છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ યોગાભ્યાસ માટેની સમજ્ય... ક્રિયા નં. ૫ સ્થિતિ ઃ (૧) બન્ને હાથ સામે જમીનને સમાંતર ચત્તા રાખો. ક્રિયા : (૧) મુઠ્ઠીઓ વાળી સ્ક્રુ-ડ્રાઈવર વડે આંટા દેતા હોઈએ તે રીતે બન્ને હાથ વડે કાંડાં, કોણી અને ખભા સુધી તે ક્રિયાની અસર પહોંચે તે રીતે આ ક્રિયા કરો. (૨) હાથને સીધા નીચે રાખો, મુઠ્ઠીઓ વાળી પૂરક સાથે કાંડાં ખભાને અડે તે સ્થિતિમાં આવો. થોડો વખત તે સ્થિતિમાં રહી ફરી પૂરક કરતાં કરતાં હાથને ઉ૫૨ લઈ જાઓ. રેચક કરતાં કરતાં ફરી કાંડાં ખભા સુધી નીચે તરફ લાવો. (૩) બન્ને હાથની હથેળીઓ એકબીજા હાથના ખભા પર રાખો, કોણીએથી છાતી સાથે હાથ દબાવો, ધીરે ધીરે ખભા પરથી હાથને મસાજ કરતાં કરતાં છેક કાંડાં આંગળાઓ સુધી લાવો. (૪) આંગળાં ખોલ-બંધ કરો, હાથ ધોતાં હોઈએ તે રીતે એક હાથને ખૂબ ઘસો, તે જ રીતે બન્ને હાથ વડે ચહેરા ઉપર પાઉડર, સ્નો કે ઘી લગાડતાં હોઈએ તે રીતે આંખ, ગાલ, કાન, ગળા સુધી ચહેરો ઘસો. ફાયદા : (૧) હાથને પૂર્ણ કસરત મળતાં રક્તસંચાર ખૂબ જ વ્યવસ્થિત થાય છે. (૨) ફેફસાં મજબૂત બને છે. ચહેરો કાંતિવાન થાય છે. ક્રિયા નં. ૬ સ્થિતિ : (૧) બન્ને હાથ કમર ૫૨ રાખી તથા પગ પહોળા રાખી ઊભા રહો. ક્રિયા : (૧) બન્ને હાથને કમર પર રાખો. અને એક ઊંડો શ્વાસ લો (પૂરક). (૨) થોડી વાર (કુંભક) શ્વાસ રોકી રેચક કરતાં કરતાં આકૃતિ નં. ૨ પ્રમાણે આગળ નમો. આકૃતિ નં. ૨ની સ્થિતિમાં થોડો વખત રહી પૂરક) ફરી એક ઊંડો શ્વાસ લેતાં લેતાં પાછળ તરફ નમો (જુઓ આકૃતિ નં. ૧]. (૩) હવે શ્વાસ છોડતાં છોડતાં (રેચક) મૂળ સ્થિતિમાં પાછા આવો. તે જ પ્રમાણે જમણી અને ડાબી બાજુ નમો. (૪) હવે ક્રિયા નં. ૪માં પ્રથમ એક ઊંડો શ્વાસ લઈ શ્વાસ છોડતાં છોડતાં ૧, ૨, ૩, ૪ની આકૃતિ પ્રમાણે શરીરને કમરમાંથી જમણી બાજુથી ડાબી બાજુ ધીરે ધીરે એક C G Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૦ યોગ, સ્વાથ્ય અને માનવમૂલ્યો ગોળ ચક્કર લો અને મૂળ સ્થિતિમાં પાછા આવો. (૫) તે જ પ્રમાણે ડાબી બાજુથી જમણી બાજુ ઉપરોક્ત ક્રિયા કરો. સૂચનાઃ (૧) સમગ્ર ક્રિયા દરમ્યાન ઉતાવળ જરા પણ કરવી નહીં. સ્થિરતાપૂર્વક, સમતુલન ગુમાવી ન બેસાય તે રીતે ક્રિયા કરવી. લાભ : (૧) કમરના સ્નાયુઓ સ્થિતિસ્થાપક અને મજબૂત બને છે. (૨) પેટના સ્નાયુઓને પણ સારી કસરત મળતાં પાચનશક્તિ સુધરે છે. (૩) કરોડના મણકાઓ સ્થિતિસ્થાપક બને છે. કમરનો ખોટો રોગ દૂર થાય છે અને સ્કૂર્તિનો અનુભવ થાય છે. ક્રિયા નં. ૭ અર્થ: હોડીને હંકારનાર નાવિક હલેસાં મારતી વખતે જે ક્રિયા કરે છે તેના જેવી આ ક્રિયા કરો. સ્થિતિ: (૧) આકૃતિ નં. ૧ પ્રમાણે શરીરની સ્થિતિ બનાવો. ક્રિયા: ઉપરોક્ત સ્થિતિમાં આવ્યા બાદ ઊંડો શ્વાસ પૂરક) લેતાં લેતાં આકૃતિ નં. રની સ્થિતિમાં આવો. ત્યાં થોડી વાર (કુંભક) શ્વાસ રોકી રાખી (રેચક) શ્વાસ છોડતાં છોડતાં મૂળ સ્થિતિમાં પાછા આવો. આમ વારંવાર ક્રિયા પાંચથી સાત વાર કરો. સૂચનાઃ (૧) ક્રિયા તાલબદ્ધ ગતિમાં ધીરે ધીરે શ્વાસના ક્રમમાં કરો. (૨) આ ક્રિયા પાંચથી સાત વખત કર્યા પછી શવાસન અવશ્ય કરવું જ. લાભ : (૧) “પેટ સાફ તો સર્વ દર્દ માફ” આ સિદ્ધાંત અનુસરતી આ Page #21 -------------------------------------------------------------------------- ________________ કરી ? યોગાભ્યાસ માટેની સમજણ.. ૧૧ ક્રિયા કરવાથી પેટ સાફ આવે છે. (૨) હાથ તેમ જ કમરના સ્નાયુઓ કાર્યક્ષમ બને અને કમરનો મેદ ક્રમાનુસાર ઘટે છે. | ક્રિયા નં. ૮ અર્થઃ જૂના જમાનામાં ઘેર ઘેર અનાજ દળવાની ઘંટી રહેતી હતી. તેના જેવી ક્રિયા કરો. સ્થિતિ : (૧) આકૃતિ નં. ૧ પ્રમાણે શરીરની સ્થિતિ બનાવવી. ક્રિયા: (૧) ઉપરોક્ત સ્થિતિમાં - આવ્યા બાદ ઊંડો શ્વાસ પૂરક) લેતાં લેતાં આકૃતિ નં. રની સ્થિતિમાં આવો ત્યાં થોડી વાર (કુંભક) શ્વાસ રોકી રાખી રેચક) શ્વાસ છોડતાં છોડતાં મૂળ સ્થિતિમાં પાછા આવો. (જુઓ આકૃતિ નં. ૧૩. (૨) આમ ઘડિયાળના કાંટાની દિશામાં તથા વિરુદ્ધ દિશામાં સમગ્ર ક્રિયા કરવી. સૂચના: (૧) પગના ઘૂંટણ ક્રિયા કરતાં વળવા જોઈએ નહિ. (ર) આગળ વળતાં શ્વાસ છોડો ને પાછળ જતાં શ્વાસ લો. એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી ક્રિયા કરો. લાભ : પેટનું સુંદર માલીશ થાય છે, મેદ દૂર થાય છે, ને ભૂખ સારી લાગે છે. ક્રિયા નં. ૯–૧૦ સ્થિતિ: (૧) બન્ને પગ ભેગા રાખી ઊભા રહો. ત્યારબાદ નીચા નમી બને હાથ પગના ઘૂંટણ પર મૂકો. ક્રિયા: (૧) ઘૂંટણથી પગને ડાબેથી જમણી તરફ અને જમણેથી ડાબી તરફ વારાફરતી ફેરવો. ફાયદાઃ (૧) પગના તમામ સ્નાયુઓને કસરત મળે છે. (૨) તેમ જ ઘૂંટણના “વા"ના દર્દીઓને રાહત થાય છે. સ્થિતિઃ (૧) આકૃતિ નં. ૧ મુજબ સ્થિતિ બનાવો. જેમાં એક પગ સીધો અને બીજો પગ ઘૂંટણથી વાળેલો છે તેને સાથળ પર મૂકો. કિયાઃ (૧) ધીરે ધીરે ઘૂંટણથી વાળેલા પગને ઉપર તથા નીચે હલાવો (જુઓ Page #22 -------------------------------------------------------------------------- ________________ યોગ, સ્વાચ્ય અને માનવમૂલ્યો (આકૃતિ નં. ૧) (આકૃતિ નં. ૨) s આકૃતિ નં. ૧) (૨) તે જ પ્રમાણે બીજો પગ લો અને ઉપર મુજબ ક્રિયા કરો. (૩) ત્યારબાદ આકૃતિ નં. ૨ મુજબ બન્ને પગ ઉપરનીચે હલાવો. શયદાઃ (૧) પગના તમામ સ્નાયુઓને કસરત મળે છે. ઘૂંટણ તથા સાથળના સાંધાને વિશેષ ફાયદો થાય છે. (૨) આ ક્રિયાથી પદ્માસન ખૂબ જ સરળતાથી થાય છે. પદ્માસનનાં બીજાં પૂરક આસનો શક્ય બને છે. સમયઃ બન્ને ક્રિયા યથાશક્તિ વધારેમાં વધારે ૨૦ વખત કરવી. ક્રિયા નં. ૧૧ સ્થિતિ: બન્ને હાથની આંગળીઓથી બન્ને પગને પકડી પંજા પર બેસો (જુઓ આકૃતિ. નં. ૧) ક્રિયા: આકૃતિ નં. ૧માંથી આકૃતિ નં. રમાં રોલિંગ કરો. સૂચનાઃ મેરુદંડના મણકાની ગાદી ખસી ગઈ હોય કે પછી જેમને કમર ખૂબ જ દુખતી હોય તેઓએ આ ક્રિયા ન કરવી. ૧. આ ક્રિયા દરમિયાન જાડી ગોદડી હોવી ખૂબ જ જરૂરી છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ યોગાભ્યાસ માટેની સમજણ... ૧૩ ૨. ક્રિયા ધીરે ધીરે શાંત ચિત્તે કરવી. આંચકા કદી પણ ન મારવા. લાભઃ ૧. પવનમુક્તાસનના બધા જ લાભો શક્ય બને છે. ૨. મેરુદંડને સારું માલિશ થાય છે. કમ્મરને ફાયદો થાય છે. સમય : વધારેમાં વધારે ૧૦ વખત. ક્રિયા ને ૧૨ સ્થિતિઃ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બન્ને હાથથી પગને પકડો. - ક્રિયા: ઉપરોક્ત સ્થિતિમાં આવ્યા બાદ પગના પંજાને ઘૂંટીએથી ગોળ ગોળ ફેરવો. ફાયદો: ૧. પગની ઘૂંટીના સ્નાયુઓ સ્થિતિસ્થાપક બને છે. ૨. પગની પાટલીના સ્નાયુઓને સારી કસરત મળે છે. ૩. વજાસન, પદ્માસન, ઉષ્ટ્રાસન કરતાં પહેલાં આ ભ્રમણ ઘણું જ ઉપયોગી બને છે. વિવિધ પ્રકારના વ્યસનોના સેવનથી શારીરિક માનસિક સામાજિક, આર્થિક અને નૈતિક એમ બધાં ક્ષેત્રે વ્યક્તિનું અધ:પતન થાય છે. ચા, કૉફીને કોકો, વહેલી પડાવે પોકો, સમજે એને રોકો, ન સમજે તેને ટોકો –– – – – – – –– – ––– –– –– – Page #24 -------------------------------------------------------------------------- ________________ - : યૌગિક પૂરક ક્રિયા નં. ૧ સ્થિતિઃ (૧) પીઠ પર સૂઈ જાઓ. (૨) બન્ને પગ ઘૂંટણમાંથી વાળીને પગની એડીઓ સીધી હાથની આંગળીઓને અડે એ રીતે રાખો. (૩) બન્ને હાથના પંજા માથા નીચે એકબીજા પર મૂકો. કિયા : (૧) પ્રથમ પૂરક) શ્વાસ અંદર લો. (૨) ત્યારબાદ રેચક) શ્વાસ કાઢતાં ૐ ધ્યાનમાં ધીરે ધીરે ડાબા પગના ઘૂંટણને જમણા પગતા પંજા પાસે અડાડવા પ્રયત્ન કરો. આ વખતે જમણો પગ મૂળ સ્થિતિમાં ઊભો જ રહેવો જોઈએ. અહીં સામાન્ય શ્વાસમાં થોડી વાર રહો. (૩) હવે જે ડાબા પગનો ઘૂંટણ જમણા પગના પંજા પાસે અડાડેલો છે તેને ધીરે ધીરે પૂરક) શ્વાસ લેતાં લેતાં ઊભો કરો અને મૂળ સ્થિતિમાં લાવો. (૪) તે જ પ્રમાણે ઉપરોક્ત ક્રિયા જમણા પગના ઘૂંટણથી કરો. આમ પાંચ વખત ક્રિયા કરો. (૫) ક્રિયાને અંતે શવાસનમાં આવો. સૂચના: (૧) સમગ્ર ક્રિયા દરમિયાન કોણીઓ જમીનથી ઊંચી ન થવી જોઈએ. (૨) સમગ્ર ક્રિયા શાંત ચિત્તે, ધીરે ધીરે પૂરક રેચકના રીધમમાં કરવી. (૩) ઘૂંટણ પગના પંજાને શરૂઆતમાં ન અડકે, તો તેની ચિંતા ન કરવી. ધીરે ધીરે શક્ય જરૂર બનશે. (૪) ઝાટકા કે આંચકાથી ઘૂંટણ અડાડવાનો પ્રયત્ન લેશમાત્ર પણ ન કરવો. લાભ : (૧) પેટના સ્નાયુઓને સારી કસરત મળે છે, જેથી પેટની બીમારીઓ – ગેસ વગેરે દૂર થાય છે. (૨) કમરનો સામાન્ય દુખાવો મટે છે અને કમરના સ્નાયુઓ મજબૂત બને છે. યૌગિક પૂરક ક્રિયા ને ૨ સ્થિતિઃ (૧) પીઠ પર સૂઈ જાઓ. બન્ને પગ ઘૂંટણમાંથી વાળી એકબીજાને અડાડીને રાખો. (૨) બન્ને હાથના પંજા માથા નીચે એકબીજા પર મૂકો. (જુઓ આકૃતિ નં. ૨). Page #25 -------------------------------------------------------------------------- ________________ યોગાભ્યાસ માટેની સમજણ... ૧૫ ક્રિયા: (૧) પ્રથમ પૂરક) શ્વાસ અંદર લો. (૨) ત્યારબાદ (રેચક) શ્વાસ કાઢતાં કાઢતાં ૐ ધ્વનિમાં ધીરે ધીરે ડાબી બાજુ પર લઈ જાઓ. અને ઘૂંટણ ડાબી બાજુ જમીન સાથે અડાડો. અહીં સામાન્ય શ્વાસમાં થોડી વાર રહો. (૩) હવે મૂળ સ્થિતિમાં પૂરક શ્વાસ લેતાં લેતાં પાછા આવો. (૪) તે જ પ્રમાણે જમણી બાજુ ક્રિયા કરો. (૫) સમગ્ર ક્રિયા પાંચ પાંચ વખત કરો અને અંતે શવાસનમાં આવો. સૂચનાઃ (૧) બન્ને પગના પંજા અને ઘૂંટણ, સમગ્ર ક્રિયા કરતાં સાથે જ રહેવા જોઈએ. લાભ : (૧) ક્રિયા નં. ૧ના બધા જ લાભ ઉપલબ્ધ છે. યૌગિક પૂરક ક્રિયા નં. ૩ સ્થિતિઃ (૧) પીઠ પર સૂઈ જાઓ. બન્ને પગને ઘૂંટણમાંથી વાળી એડીઓથી હાથની આંગળીઓને અડે તેટલી દૂર રાખો. (૨) જમણા પગને ઉપાડી એડીને ડાબા પગના ઘૂંટણ પર ગોઠવો. (જુઓ આકૃતિ) ક્રિયા: (૧) પ્રથમ પૂરક) કરો. (શ્વાસ અંદર લો) (૨) ત્યારબાદ (રેચક) શ્વાસ કાઢતાં કાઢતાં ૐ ધ્વનિમાં, ધીરે ધીરે જમણા પગના ઘૂંટણને નાક સુધી લાવો. અહીં સામાન્ય શ્વાસમાં થોડી વાર રહો. (૩) હવે મૂળ સ્થિતિમાં પૂરક) શ્વાસ લેતા પાછા આવો. (૪) તે જ પ્રમાણે ડાબો પગ ઉપાડી ઉપરોક્ત ક્રિયા કરો. (૫) આમ પાંચ પાંચ વખત ક્રિયા કરો. અને ક્રિયાને અંતે શવાસનમાં આવો. લાભ : (૧) ક્રિયા નં. ૧ના બધા જ લાભો ઉપલબ્ધ છે. યૌગિક પૂરક ક્રિયા નં. ૪ સ્થિતિઃ (૧) પીઠ પર સૂઈ જાઓ. બન્ને હાથના પંજા માથા નીચે મૂકો. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૬ યોગ, સ્વાસ્થ્ય અને માનવમૂલ્યો [જુઓ આકૃતિ નં. ૧] (૨) સામાન્ય શ્વાસમાં આકૃતિ નં. ૨ની સ્થિતિ બનાવો. (૩) તે જ પ્રમાણે સામાન્ય શ્વાસમાં આકૃતિ નં. ૩ની સ્થિતિ બનાવો. (૪) આમ ઉપરોક્ત ક્રિયા વારંવાર યથાશક્તિ કરતા રહો અને થોડી વાર શવાસનમાં રહો. સૂચના : (૧) સમગ્ર ક્રિયા દરમિયાન શરીર પર કોઈપણ જાતનું ખેંચાણ, તણાવ હોવાં જોઈએ નહિ. લાભ : (૧) પદ્માસન કરવામાં આ ક્રિયા મદદરૂપ બને છે. (૨) પેટના સ્નાયુઓ તંદુરસ્ત બને છે. યૌગિક પૂરક ક્રિયા નં. ૫ સ્થિતિ ઃ (૧) છાતી પર ઊંધા સૂઈ જાઓ. બન્ને પગને ઘૂંટણમાંથી વાળી કાટખૂણે લાવો. આ વખતે ઘૂંટણ ભેગા, ઘૂંટણ અને એડી એકબીજાને અડાડીને રાખો. [જુઓ આકૃતિ] ક્રિયા ઃ (૧) પ્રથમ (પૂરક) શ્વાસ અંદર લો. (૨) ત્યાર બા રેચક) શ્વાસ કાઢતાં ૐ ધ્વનિમાં ધીરે ધીરે બંને પગને ડાબી તરફ લઈ જઈ જમીન સાથે અડાડો, અહીં સામાન્ય શ્વાસમાં થોડી વાર રહો. (૩) હવે મૂળ સ્થિતિમાં પૂરક) શ્વાસ લો. (૪) તે જ પ્રમાણે ઉપરોક્ત ક્રિયા જમણી બાજુ કરો. (૫) સમગ્ર ક્રિયા બન્ને બાજુ પાંચ પાંચ વખત કર્યા બાદ શવાસનમાં આવો. સૂચના : (૧) બન્ને પગ એકબીજાની સાથે રહેવા જોઈએ. લાભ : (૧) પેટનું સાચું મસાજ થાય છે. પેટનાં વિકાર દૂર થાય છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ યોગાભ્યાસ માટેની સમજણ.. યૌગિક પૂરક ક્રિયા નં. ૬ સ્થિતિ : (૧) “શવાસન” : પીઠ પર બન્ને હાથની હથેળી આકાશ તરફ ખુલ્લી રાખી, બન્ને પગ સાધારણ ખુલ્લા રાખી સૂઈ જાઓ. ક્રિયા: (૧) બન્ને હાથ ખભાને સમાંતર રાખી ડાબા પગના પંજા પર જમણા પગની. - એડી મૂકો. (૨) એક ઊંડો શ્વાસ પૂરક) લઈ યથાશક્તિ શ્વાસ રોકી (કુંભક) શ્વાસ છોડતાં છોડતાં ધ્વનિ (આકૃતિ નં. ૧) બનાવો. (૩) તે જ પ્રમાણે આકૃતિ નં. રની ક્રિયા કરવી. લાભ : (૧) કરોડરજ્જુની સુંદર મજાની માલિશ થાય છે. સમયઃ બંને બાજુ પાંચ પાંચ વખત ક્રિયા કરવી. યૌગિક પૂરક ક્રિયા નં. ૭ સ્થિતિઃ બન્ને પગ ઘૂંટણમાંથી જ વાળી, દોઢ ફૂટ પહોળા કરી, બન્ને હાથ દાઢી નીચે રાખી છાતી પર ઊંધા સૂઈ - જાઓ(જુઓ આકૃતિમાં) , આ ક્રિયા: (૧) સામાન્ય શ્વાસ સાથે પ્રથમ ડાબા પગના પંજાને જમણા પગના ઘૂંટણ પાસે લઈ જાઓ અને જમીન સાથે અડકાડો. (૨) તે જ પ્રમાણે જમણા પગના પંજાની ક્રિયા કરો. (૩) વારંવાર આ ક્રિયા કરો, લગભગ પાંચથી સાત વખત. સૂચનાઃ (૧) પેટમાં ગેસ હોય, પેટ મોટું હોય તથા પેટનું માલિશ કરવું હોય તો આ ક્રિયા કરતાં પેટ નીચે ઓશીકું મૂકીને ક્રિયા કરો. લાભઃ (૧) પેટ સરળતાથી સાફ આવે છે. જેથી પેટના રોગો થતા નથી. Page #28 -------------------------------------------------------------------------- ________________ ugam ધ્યાન 2 ધારણા eloth E પ્રાણાયામ ኢ the] આસન ૩ યોગનું પહેલું અંગ ઃ યમ યમ ૨ . યોગનાં આઠ અંગોનો અભ્યાસ આપણે યથાક્રમ કરીએ તો આપણને તેનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય. યોગનું પહેલું અંગ નીચે પ્રમાણે કહ્યું છે તું એક lellelle Palle e lee le lTkle Ic(lalcle Page #29 -------------------------------------------------------------------------- ________________ યોગનું પહેલું અંગઃ યમ અહિંસા KA નૈતિક અંકુશ પાંચ તત્ત્વોનો સમૂહ સત્ય અચૌર્ય બ્રહ્મચર્ય અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અસંગતા; આજીવન વ્રતો પાંચ, યમ આ યોગી ભાષતા. અહીં જે પાંચ યમ કહ્યા છે તે સમસ્ત ભારતીય સંસ્કૃતિના પ્રાણરૂપ છે અને સર્વ ધર્મમાન્ય પણ છે. અહિંસા : કોઈપણ પ્રાણીને કે મનુષ્યને દુ:ખ ન આપવાનો જાગૃતિપૂર્વક પ્રયત્ન તે સામાન્યપણે અહિંસા છે. ખરેખર તો સર્વને પોતાના સમાન જાણીને, તેમની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખી તેમને રૂડું જીવન જીવવામાં સહયોગ આપવો તે અહિંસા છે; કે જે પ્રેમ અથવા કરુણાનું જ બીજું સ્વરૂપ ગણી શકાય. સત્ય : આ વિશ્વમાં જે વસ્તુઓ કે વ્યક્તિઓ વિષે જેવું પોતે જાણ્યું હોય તેવું જ સ્વપર-કલ્યાણમય, મધુર અને જરૂરિયાત જેટલું વચન દ્વારા વ્યક્ત કરવું તે સત્ય નામનું બીજું વ્રત ગણી શકાય. અચૌર્ય : પોતાની માલિકીની ન હોય તેવી કોઈ પણ વસ્તુ પર માલિકીપણાનો હક્ક ન સ્થાપવો અને તેને ગ્રહણ ન કરવી તેને અચૌર્યવ્રત કહેવાય છે. અસંગતા ૧૯ બ્રહ્મચર્ય : પોતાની ધર્મપત્ની સિવાયની સમસ્ત સ્ત્રીઓ સાથે માતા, બહેન કે દીકરી ગણીને યથાયોગ્ય વર્તન કરવું તેને ગૃહસ્થનું બ્રહ્મચર્યવ્રત કહેવાય છે. મુનિ કે સાધુએ તો સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવાનું છે. બ્રહ્મની પ્રાપ્તિ કરનાર વ્યક્તિની જે જીવનચર્યાં તેને પરમાર્થથી બ્રહ્મચર્ય ગણી શકાય. અસંગતા ઃ જગતના જડ-ચેતન પદાર્થોમાં માલિકીપણાના ભાવનો એટલે કે ‘મૂર્છા’નો ત્યાગ કરવો અને ટ્રસ્ટીશીપના સિદ્ધાંતનો જીવનમાં અમલ કરવો તે અસંગતા અથવા અપરિગ્રહ કહેવાય છે. સાદું, વિવેકી, પવિત્ર જીવન અને ઉચ્ચ વિચારો જીવનમાં અપનાવીએ તો અસંગતા પાળી શકાય. આ પાંચ વ્રતોનું શાસ્ત્રોમાં ખૂબ જ વિસ્તારપૂર્વક વર્ણન કરેલું છે. અહીં તો માત્ર આપણે તેમને સામાન્ય નાગરિકના જીવનના સંદર્ભમાં જ વિચારેલ છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ વોને બોજ નિયમ યોગના આ બીજા અંગનું વર્ણન શાસ્ત્રોમાં નીચે પ્રમાણે કર્યું છે. આધ્યાત્મિક અનુપાલન પાંચ તત્ત્વોનો સમૂહ સંતોષ તપ સ્વાધ્યાય ઈશ્વરપ્રણિધાન શૌચ સંતોષ ને તપ, સ્વાધ્યાય દેવની સ્મૃતિ; નિયમ પંચ જાણો આ, કરણ આસન સ્થિતિ. શૌચ : શૌચ એટલે પવિત્રતા અર્થાત શુદ્ધિ. સ્નાન-વિલેપન વગેરે કરવાથી બાહ્ય શુદ્ધિ થાય છે પરંતુ સાચી શુદ્ધિ તો ભક્તિ-સ્વાધ્યાય-ધ્યાન આદિ દ્વારા કામ-ક્રોધ-લોભાદિરૂપ વિકારોને ઘટાડવાથી જ થાય છે, માટે તેવી અંતરંગ શુદ્ધિ દરેક સાધકનું મુખ્ય ધ્યેય છે. સંતોષઃ પ્રમાણિકપણે યોગ્ય કામ કરીને પોતાને જે આજીવિકાદિ પ્રાપ્ત થાય તેમાં સંતુષ્ટ રહેવું અને પોતાના અધિકારનું ન હોય તેની ઇચ્છા ન કરવી તે સંતોષ છે. તૃષ્ણા અનંત છે, ગમે તેટલું મળે તો પણ માણસને ઓછું જ પડે છે, કારણ કે તૃષ્ણા વધી જાય છે. તપઃ સમતાપૂર્વક શારીરિક, વાચિક કે માનસિક દુખ સહન કરવું તે તપ છે. જેમ અગ્નિ દ્વારા સોનામાં રહેલી મલિનતા દૂર થઈ જાય છે, તેમ તપ દ્વારા પોતાની જાતને તપાવવાથી આપણી મલિનતા દૂર થઈ જાય છે અને જીવન શુદ્ધ બને છે. ઉપવાસાદિક શારીરિક તપ છે. મૌન આદિ વાચિક તપ છે અને પરમાત્મચિંતન આદિ માનસિક તપ છે. આખો પવિત્ર રાખ, સાચું તું બોલ; ઈશ્વર દેખાશે તને શામળનો કોલ. સ્વાધ્યાય : આળસ છોડીને જ્ઞાનપ્રાપ્તિનો ઉદ્યમ કરવો તે સ્વાધ્યાય છે. જ્ઞાની પુરુષોએ જીવનને દિવ્ય અને આનંદમય બનાવવા માટે જે સન્શાસ્ત્રોની રચના કરી છે, અને પોતાની અનુભવવાણી આપણને આપી છે, તેનું શ્રદ્ધાપૂર્વક વાંચન Page #31 -------------------------------------------------------------------------- ________________ યોગનું પહેલું અંગ ઃ આસન કરવું, વિચાર કરવો, અર્થ સમજ્યો કે સમજાવવો, પ્રશ્નને કરવા કે પારાયણ આદિ કરીને જ્ઞાનવૃદ્ધિ કરવી અને તે જ્ઞાનને જીવનમાં પચાવવું તે સ્વાધ્યાય છે. ગુરુ સમીપે રહીને જ્ઞાન પ્રાપ્ત કરવું તે શ્રેષ્ઠ છે. દેવની સ્મૃતિ સર્વગુણસંપન્ન, પરમશાંત એવા પોતાના ઇષ્ટદેવ પરમાત્માનું નામ-સ્મરણ, તેમની દિવ્ય મુદ્રાનું સ્મરણ, તેમના ગુણોનું અને તેમના ચિરત્રોના મંગલમય અને પ્રેરક પ્રસંગોનું વારંવાર ભક્તિપૂર્વક સ્મરણ કરવું તે દેવની સ્મૃતિ અથવા ઈશ્વરપ્રણિધાન કહેવાય છે. યોગનું ત્રીજું અંગ : આસન એક જ સ્થિતિમાં સ્થિરતાથી સુખપૂર્વક લાંબો સમય બેસી શકાય તેનું નામ આસન, અષ્ટાંગ યોગનું ત્રીજું અંગ આસન છે. આસનની સિદ્ધિ આગળની યોગસાધના માટે આવશ્યક છે. સામાન્ય રીતે જ્યારે એક જ આસનમાં ત્રણ કલાક સુખરૂપે ટકી શકીએ ત્યારે પૂર્ણ આસનસિદ્ધિ કરી કહેવાય. આસનના અનેક પ્રકારો છે. ઉદ્દેશ્યને અનુસરીને તેના ત્રણ વિભાગો નીચે પ્રમાણે કરી શકાય. (૧) સ્વાસ્થ્ય માટેનાં આસનો (૨) ધ્યાન માટેનાં આસનો (૩) આરામ માટેનાં આસનો ૨૧ Page #32 -------------------------------------------------------------------------- ________________ સ્વાથ્ય માટેનો માસનો ભાગ.૧ ગોમુખાસન * -' , " T, TET , " રેંજ, અર્થ: “ગો' એટલે “ગાય” અને “મુખ' એટલે મોં.” જ્યારે સાધક આ આસનની પૂર્ણ સ્થિતિમાં આવે છે ત્યારે ગાયના મુખ જેવો દેખાવ થાય છે. તેથી આ આસનને ગોમુખાસન કહે છે. સ્થિતિ: જમણા પગની એડી ગુદાની જમણી બાજુ રાખી બાજુમાં બેસો. ડાબા પગને ઘૂંટણમાંથી વાળી જમણા ઘૂંટણ પર બંધબેસતો મૂકી દો અને ડાબા પગની એડીને જમણા સાથળ સાથે અડાડીને રાખો. | ક્રિયા પ્રથમ પૂરક કરો. રેચક કરતાં કરતાં ડાબો હાથ માથા પર ઊંચો કરી, કોણીમાંથી વાળી, માથાની પાછળ લો. સાથે સાથે જમણા હાથને કોણીમાંથી વાળી પીઠ પાછળ લો. (જુઓ આકૃતિમાં) જમણા હાથની અને ડાબા હાથની આંગળીઓ એકબીજામાં ભેરવી, અંકોડો બનાવી, મજબૂત પકડી રાખો. (જુઓ આકૃતિ નં. ૨ અને આકૃતિ નં. ૩) પૂરક કરતાં કરતાં હાથને આરામની સ્થિતિમાં લાવો. Page #33 -------------------------------------------------------------------------- ________________ સ્વાથ્ય માટેનાં આસનો ભાગ-૧ ૨૩. સૂચના: આખા શરીરનું વજન પગ ઉપર આવે તેમ બેસવાનું છે. જમણા હાથને માથાની ઉપર ઊંચો રાખીને વાળો. તેવી જ રીતે ડાબા હાથને પણ માથાની ઉપર ઊંચો રાખીને વાળો. લાભ : સારણગાંઠના દર્દમાં રાહત થાય છે તેમજ રોગ મટે છે. પીઠ, ખભા અને હાથના સ્નાયુઓ ઉપર ખેંચાણ આવવાથી તે મજબૂત બને છે. સ્ત્રીઓના વક્ષસ્થળની વૃદ્ધિ માટે આ આસન ઉત્તમ છે. પગના સંધિવા (રહૂમેટિઝમ) માટે, ધ્યાન ને પ્રાણાયામ માટે તેમજ બ્રહ્મચર્યના પાલન માટે આ આસન અમોઘ છે. સમય : ૧થી ૨ મિનિટ. વિકાસન ત (૧) New = % અર્થ: મેરુદંડને સારો વ્યાયામ આપનારું અને અર્ધમત્સ્યદ્રાસનનું પૂરક આસન એટલે “વકાસન'. આ આસન જમણી તેમજ ડાબી એમ બંને બાજુ કરી શકાય છે. સ્થિતિ : પ્રથમ બંને પગ સીધા લંબાવીને બેસો. હાથ સાથળની બાજુએ મૂકો. કરોડને સહેજ ટટ્ટાર કરો. (જુઓ સ્થિતિ નં. ૧) ક્રિયા: શ્વાસ લેતાં લેતાં પૂરક કરતાં કરતાં) જમણા પગને ઘૂંટણમાંથી વાળી તેનો પંજો ડાબા પગના ઘૂંટણ પાસે મૂકો. (જુઓ સ્થિતિ નં. ૨, એ જ વખતે ડાબા હાથની બગલ જમણા પગના ઘૂંટણ પાસે લઈ જઈ ડાબી હથેળી જમણા Page #34 -------------------------------------------------------------------------- ________________ યોગ, સ્વાથ્ય અને માનવમૂલ્યો પગના પંજા પાસે મૂકો. જમણો હાથ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પાછળ મૂકો. શ્વાસ રોકીને (કુંભક કરીને) આ જ સ્થિતિમાં શક્તિ મુજબ રહો. હવે ધીરે ધીરે શ્વાસ છોડતાં છોડતાં રેચક કરતાં કરતાં) મૂળ સ્થિતિમાં પાછા આવો. બીજી બાજુ પણ આ જ ક્રિયા કરો. લાભ : આ આસનમાં કરોડ બંને બાજુ વળતી હોવાથી સશક્ત અને ચપળ, બને છે. અર્ધમત્સ્યદ્રાસનના બધા લાભ આ આસનથી મળે છે. સમયઃ બંને તરફ બેથી ત્રણ વખત ૧થી ૨ મિનિટ સુધી. ઉગ્રસન Keeves) SI છે, અર્થઃ ઉષ્ટ્ર એટલે ઊંટ. આ આસનની પૂર્ણ સ્થિતિમાં શરીરનો દેખાવ ઊંટ જેવો થાય છે. તેથી તેનું નામ ઉષ્ટ્રાસન રાખવામાં આવ્યું છે. સ્થિતિ : બન્ને પગ આગળની બાજુ સીધા રાખી, બન્ને હાથ પાછળ ટેકવી, આરામથી બેસો (જુઓ સ્થિતિ નં. ૧) હવે બન્ને પગને ઘૂંટણમાંથી વાળીને એવી રીતે બેસો કે નિતંબ એડીને અડકીને રહે ને પંજા એડી પાસે ચોટેલા રહે (જુઓ સ્થિતિ નં. ૨) શરૂઆતમાં ઘૂંટણ થોડા છૂટા રાખો જેથી સમતોલન રહે. બંને હાથ પાછળ લઈ જઈ તેના પંજા એડી ઉપર મૂકો. (જુઓ સ્થિતિ નં. ૨) | ક્રિયા પૂરક કરતાં કરતાં શરીરને કમરમાંથી ઊંચકો અને ધીમેધીમે કમરને પેટ તરફ ખેંચો. મસ્તક પાછળ ઢાળી દો. આ સ્થિતિમાં શ્વાસ રોકીને થોડી વાર યથાશક્તિ) રહો. (જુઓ સ્થિતિ નં. ૩) રેચક કરતાં કરતાં મૂળ સ્થિતિમાં આવો. સૂચના : આ આસન કરતી વખતે કેટલાક સાધકો સમતોલન ગુમાવી દે Page #35 -------------------------------------------------------------------------- ________________ સ્વાથ્ય માટેનાં આસનો ભાગ-૧ ૨૫ છે અને પડી જાય છે. તેથી શરૂઆતમાં બંને ઘૂંટણ વચ્ચે થોડું અંતર રાખવું. આથી સમતોલન જળવાઈ રહેશે. જો કુંભકની સ્થિતિમાં સમતોલન રહેતું ન હોય તો શ્વાસોચ્છવાસ સામાન્ય રાખવા. લાભ : કમરનો દુખાવો દૂર થાય છે, કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતા વધે છે અને છાતીનો વિકાસ થાય છે. ગળામાં આવેલી થાઈરોઈડ ગ્રંથિની કાર્યક્ષમતા વધે છે. આ આસનથી પગના પંજા તથા ઘૂંટણના સ્નાયુઓ સ્વસ્થ બને છે. તેથી ચાલવાની શક્તિ વધે છે અને ચાલવાથી લાગેલો થાક ઊતરી જાય છે. સમયઃ ૨૦ સેકન્ડથી ૨ મિનિટ સુધી અથવા પાંચ વાર કરો. જાનુશિરાસન રા, . ' અર્થ જાનુ એટલે જાંઘ અને શિર એટલે માથું. આ આસનમાં માથું જાંઘને અડાડવાનું હોવાથી આ આસનને “જાનુશિરાસન' કહે છે. સ્થિતિઃ બંને પગને સીધા લંબાવી, બન્ને હાથ નમસ્કારની મુદ્રામાં રાખી, ટ્ટાર બેસો (જુઓ સ્થિતિ નં. ૧) જમણો પગ સીધો રાખો અને ડાબા પગને ઘૂંટણમાંથી વાળી તેનું તળિયું જમણા પગના સાથળને દબાઈને રહે અને એડી જમણા પગની જાંઘના મૂળને દબાવે તે રીતે રાખો. ક્રિયા પૂરક કરતાં કરતાં નમસ્કારમુદ્રામાંથી બંને હાથ આગળ તરફ લઈ જાઓ. શરીરને શક્ય તેટલું આગળ તરફ ખેંચો. (જુઓ સ્થિતિ નં. ૨) ઉપર્યુક્ત સ્થિતિ વખતે યથાશક્તિ કુંભકમાં રહો. રેચક કરતાં કરતાં શરીરને કમરમાંથી વાળી નાક ઘૂંટણ ઉપર અડાડો. બંને હાથથી જમણા પગના તળિયાને પકડો અને Page #36 -------------------------------------------------------------------------- ________________ યોગ, સ્વાસ્થ્ય અને માનવમૂલ્યો યથાશક્તિ કુંભકમાં રહો. (જુઓ સ્થિતિ નં. ૩) પૂરક કરતાં કરતાં મૂળ સ્થિતિમાં પાછા આવો. સૂચના : આસનની પૂર્ણ સ્થિતિમાં પગ ઘુંટણમાંથી વાંકા વળી ન જાય તેની કાળજી રાખો. એ જ રીતે ડાબા પગને સીધો રાખી જાનુશિરાસન કરવું. લાભ : જાંઘના ભાગની સ્થૂળતા દૂર થાય છે. મૂત્રપિંડના રોગોમાં ફાયદો થાય છે. વીર્ય સંબંધી ફરિયાદો દૂર થાય છે. કમરનો દુખાવો મટે છે અને પેટ ૫૨ દબાણ આવવાથી ગેસ, કબજિયાત વગેરે તકલીફોમાં રાહત થાય છે. બ્રહ્મચર્યના પાલન માટે તથા કુંડલિનીની જાગૃતિ માટે આ આસન ઉપયોગી છે. સમય : ૩૦ સેકંડની ૫ મિનિટ સુધી, બંને પગે પાંચ વખત. ૨૬ સ્વાસ્થ્ય માટેનાં આસનો ભાગ-૨ ઉત્તાનપાદાસન અર્થ : સ્વાદુપિંડ ગ્રંથિમાં નવચેતન લાવનારું પેટના સ્નાયુઓને કાર્યક્ષમ બનાવનારું, કબજિયાત, ગૅસ, તથા અન્ય આંતરડાના વિકારમાં રાહત લાવનારું આસન (કે જેમાં ઉતાન એટલે ઉપર ઉઠાવવું અને પાદ એટલે પગ) એટલે ઉત્તાનપાદાસન. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બંને હાથની હથેળી જમીન સાથે ચીપકેલી રાખી, પીઠ પર સીધા સૂઈ જાઓ. પૂરક કરતાં કરતાં બંને પગ ધીમે ધીમે ઊંચા કરો. અને થોડી સેકંડ કુંભકમાં પગ જમીનથી દોઢ ફૂટ ઊંચા રાખો. રેચક કરતાં કરતાં પગ ધીમે ધીમે નીચે લાવો અને શવાસનમાં આરામ લો. પવનમુક્તાસન અર્થ : પવન એટલે વાયુ અને મુક્ત એટલે દૂર કરવું. શરીરના અંધા વાયુને Page #37 -------------------------------------------------------------------------- ________________ સ્વાથ્ય માટેનાં આસનો ભાગ-૨ ૨૭ દૂર કરનારું આસન એટલે પવનમુક્તાસન. પૂરક કરતાં કરતાં બંને પગ જમીનથી દોઢ ફૂટ ઊંચા કરો. થોડો શ્વાસ રોકો અને ધીરે ધીરે પગને ઘૂંટણમાં વાળી પેટ તરફ લાવો. શ્વાસ છોડી દાઢી ઘૂંટણને અડકાડો. જુઓ આકૃતિમાં. ધીરે ધીરે સામાન્ય શ્વાસ મૂળ સ્થિતિમાં લાવો. કટિ-ઉત્થાનાસન FA S તે કે " અર્થઃ કટિ એટલે કમર અને ઉત્થાન એટલે ઉપર ઉઠાવવું. આ આસનમાં કમરને ઉપર ઉઠાવવામાં આવતી હોવાથી આ આસનને કટિ-ઉત્થાનાસન નામ આપવામાં આવ્યું છે. સ્થિતિઃ પીઠ પર સૂઈ જાઓ. બંને હાથની હથેળીઓને જે-તે સાથળની બાજુમાં જમીન સાથે ચોંટાડેલી રાખો અને બંને પગ સીધા કરો. (જુઓ સ્થિતિ નં. ૧) હવે બંને પગને ઘૂંટણમાંથી વાળી તેના પંજા જે-તે હાથની આંગળીઓને અડે Page #38 -------------------------------------------------------------------------- ________________ યોગ, સ્વાથ્ય અને માનવમૂલ્યો એટલા દૂર રાખો. બંને પંજા વચ્ચે સાધારણ અંતર રાખો. (જુઓ સ્થિતિ નં. ૨) - ક્રિયા પૂરક કરતાં કરતાં કમરને ધીમે ધીમે ઉપર તરફ ઉઠાવો અને સ્થિતિ નં. ૩માં આવો. ઉપર્યુક્ત સ્થિતિમાં યથાશક્તિ કુંભકમાં રહો. રેચક કરતાં કરતાં મૂળ સ્થિમાં પાછા આવો. સૂચના : કમરને ઉપર ઉઠાવતી વખતે ખભા અને બંને પગના પંજા જમીન સાથે ચોટેલા રહેવા જોઈએ. જેઓ ઉષ્ટ્રાસન ન કરી શકતા હોય તેઓ આ આસન કરી ઉષ્ટ્રાસનના લાભ મેળવી શકે છે. લાભઃ આ આસનમાં મુખ્યત્વે કરોડરજ્જુ પર ખેંચાણ આવતું હોઈ તે સ્થિતિસ્થાપક બને છે. આ આસન કમરના દુખાવામાં ઘણું જ અસરકારક છે. આ આસનમાં છાતી તેમજ જાંઘના સ્નાયુઓ પર ખેંચાણ આવતું હોઈ તે વધુ મજબૂત બને છે. ઉષ્ટ્રાસનના તમામ લાભ આ આસનથી મળે છે. સમય: ૧૦થી ૩૦ સેકન્ડ પાંચ વખત કરો. સર્વાગાસન અર્થ: થાઈરોઈડ ગ્રંથિને પોષણ આપનારું, સ્વપ્નદોષ મટાડવામાં અને બ્રહ્મચર્યમાં મદદરૂપ બનનારું, સર્વ અંગને સક્રિયતા બક્ષનારું આસન એટલે જ “સર્વાગાસન. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બન્ને પગને સીધા રાખી આરામથી પીઠ પર સૂઈ જાઓ. હવે ધીરે ધીરે પૂરક કરતાં કરતાં બન્ને પગને અનુક્રમે ૩૦° ૬૦° ૯૦ના ખૂણે લાવો. અહીં યથાશક્તિ કુંભકમાં રહો. હવે રેચક કરતાં કરતાં શરીરને સર્વાગાસનની સ્થિતિમાં લાવો. અહીં સામાન્ય શ્વાસોચ્છુવાસમાં રહો, હવે ધીરે ધીરે પૂરક કરતાં કરતાં બંને પગને કાટખૂણે લાવો. અહીં કુંભકમાં થોડો વખત રહો અને રેચક કરતાં કરતાં શવાસનમાં શરીરને સ્થિર કરો. તો છે, WWW.jainelibrary.org Page #39 -------------------------------------------------------------------------- ________________ આ સ્વાથ્ય માટેની. એસનો ભાગ.૩. હલાસન અર્થ: સર્વાગાસનના બધા જ ફાયદા આપનારું, કરોડરજ્જુ નરમ અને સ્થિતિસ્થાપક બનાવનારું, પેટનું સુયોગ્ય ખેડાણ કરનારું, હળના જેવી શરીરની સ્થિતિ બનાવનારું આસન એટલે જ “હલાસન”. આકૃતિ નં. ૧માં બતાવ્યા પ્રમાણે પીઠ પર સૂઈ જાઓ. બંને હાથ બાજુ પર રાખો. પ્રથમ પૂરક કરતાં કરતાં બંને પગને ૯૦૦ને ખૂણે લાવો (જુઓ આકૃતિ નં. ૨) આ સ્થિતિમાં થોડો સમય કુંભકમાં રહો. રેચક કરતાં કરતાં બંને પગને માથા પાછળ લઈ આકૃતિ નં. ૩માં બતાવેલી હલાસનની સ્થિતિ બનાવો. અહીં સામાન્ય શ્વાસોચ્છવાસમાં થોડો સમય રહી ફરી પૂરક કરતાં કરતાં ૯૦ને ખૂણે આવો ને કુંભકમાં રહો અને રેચક કરતાં મૂળ સ્થિતિમાં આવો. સરળ હસ્ત ભુજંગાસન અર્થ: સ્ત્રીઓના બીજાશય તેમજ ગર્ભાશયની વ્યાધિમાંથી મુક્તિ આપનારું, ગરદન, ખભા, છાતી અને પીઠના સ્નાયુઓને સારી કસરત આપનારું, ઊંચું કરેલ માથું અને નીચેનું ધડ ફેણ ચઢાવી બેઠેલા સર્પ જેવું આસન એટલે + , Page #40 -------------------------------------------------------------------------- ________________ યોગ, સ્વાથ્ય અને માનવમૂલ્યો ભુજંગાસન. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પ્રથમ પૂરક કરતાં કરતાં બન્ને હાથના ટેકાથી માથું, ખભા અને છાતીનો ભાગ ધીમે ધીમે કમર સુધી ઊંચો કરો. (જુઓ આકૃતિમાં ૨) થોડી વાર એ જ સ્થિતિમાં શ્વાસ રોકી રેચક કરતાં કરતાં મૂળ સ્થિતિમાં પાછા આવો. (જુઓ આકૃતિમાં ૧) શલભાસન અર્થ: લીવર, કીડની, પેન્ક્રિયાસના રોગોમાં રાહત આપનારું, કબજિયાત, ગેસ, મેદમાં ફાયદો કરનારું, તીડના જેવા આકાર જેવું આસન એટલે “શલભાસન” આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પ્રથમ પૂરક કરતાં કરતાં પાછળથી બન્ને પગ અને આગળથી કમરથી માથા સુધીના ભાગને ઘૂંટી સુધી ઉપર ઉઠાવો. (જુઓ આકૃતિ - ૨) થોડી વાર શ્વાસ રેચક કરતાં કરતાં મૂળ સ્થિતિમાં પાછા આવો (જુઓ આ. ૨) ધનુરાસન અર્થ: ભુજંગાસન અને શલભાસન બન્નેના ફાયદા આપનારું ધનુષ જેવો દેખાવ કરનારું આસન એટલે “ધનુરાસન'. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પૂરક કરતાં કરતાં આગળથી માથું અને છાતી અને પાછળથી પગ સાથળમાંથી ઉપર ઉઠાવો. થોડી વાર આ સ્થિતિમાં શ્વાસ રોકી સ્થિર રહો (જુઓ આ. ૨) હવે રેચક કરતાં કરતાં મૂળ સ્થિતિ આકૃતિ ૧માં પાછા આવો. Page #41 -------------------------------------------------------------------------- ________________ સ્વાસ્થ્ય માટેનાં આસનો ભાગ-૪ (૩) સ્ત્ર ત્રિકોણાસન અર્થ : આ આસનની પૂર્ણ સ્થિતિમાં સાધકનો દેહ ત્રિકોણાકૃતિ ધારણ કરતો હોવાથી તેને ત્રિકોણાસન કહે છે. પ્રથમ આકૃતિ ૧ મુજબ સ્થિતિ બનાવો. ત્યાર બાદ આકૃતિ રમાં ધીરે ધીરે આવો. કમર, થાપા અને જાંઘના સ્નાયુઓમાં આ આસનના અભ્યાસથી રાહત મળે છે. ગરુડાસન અર્થઃ સાધક જ્યારે આ આસનની પૂર્ણ સ્થિતિમાં આવે છે ત્યારે તે ગરુડ જેવો ભાસે છે. એટલે તેને ‘ગરુડાસન’ કહે છે. આકૃતિમાં બતાવ્યા મુજબ હાથ અને પગની આંટી મારો. ખરેખર આ આસન કરવાથી સાંધાની તકલીફો, પે અને કમરનાં દર્દમાં રાહત થાય છે. ચંચળ મનમાં સ્થિરતા આવે છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ યોગ, સ્વાથ્ય અને માનવમૂલ્યો ઉત્કટાસન અર્થઃ સાઈટિકાના દર્દમાં, કમર, દર્દમાં રાહત આપનારું ખુરશી જેવો આકાર બનાવનારું આસન એટલે ઉત્કટાસના પ્રથમ આકૃતિ મુજબ સ્થિતિ બનાવો. ત્યાર બાદ ધીરે ધીરે આકૃતિ નં. ૨ મુજબ સ્થિતિ બનાવો. સાંધા દર્દમાં પણ આ આસનથી ફાયદો થાય છે. છે. જ શીર્ષાસન અર્થ: શરીરની મુખ્ય એવી પિટ્યુટરી અને પિનિયલ નામની ગ્રંથિની કાર્યક્ષમતા વધારનારી, (શીર્ષ એટલે માથું) માથું નીચે અને પગ ઉપર એવી શરીરની સ્થિતિ બનાવનારી આસનની ક્રિયાને શીર્ષાસન કહે છે. પ્રથમ પગના પંજા તથા ઘૂંટણ જમીન ઉપર રાખી બેસો. બન્ને હાથ જમીન ઉપર મૂકી આંગળાંઓ એકબીજામાં ભેરવી કોણી સુધીનો હાથ જમીન ઉપર એવી રીતે રાખો જેથી બન્ને કોણી વચ્ચે હથેલીને અડકીને માથું ગોઠવો. હવે ધીમે ધીમે સહજતાથી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બન્ને પગને ઉપર ચઢાવો અને શીર્ષાસન બનાવો. યથાશક્તિ રહી ધીરે ધીરે પાછા મૂળ સ્થિતિમાં આવી શવાસન કરો. Page #43 -------------------------------------------------------------------------- ________________ - ધ્યાન માટેની આસનો પદ્માસન અર્થ : પદ્માસનનું બીજું નામ કમલાસન છે. કારણ કે તેનો આકાર કમલદલ જેવો છે. આ આસન ચંચળ મનની વૃત્તિઓને સ્થિર કરીને ધ્યાનની અવસ્થામાં લઈ જાય છે. પૂર્વતૈયારી: પગના પંજાનું, ઘૂંટણનું, થાપાનું ભ્રમણ જરૂર કરો. સ્થિતિ : આસને બેસો. બન્ને પગ આગળ સીધા રાખો. ગરદન અને કરોડરજજુ સીધી રેખામાં ગોઠવો. બન્ને હાથ બન્ને બાજુએ જમીન પર ટેકવી બેસો. ક્રિયા: (૧) એક ઊંડો શ્વાસ લો. હવે ૐ ધ્વનિમાં શ્વાસ છોડતા ડાબો કે જમણો પગ વારાફરતી સાથળ ઉપર ગોઠવો અને પદ્માસન બનાવો. (૨) હાથનાં આંગળાં એકબીજાને અડાડીને જમણો હાથ ખોળામાં ચત્તો ગોઠવો. તે પર એ જ સ્થિતિમાં ડાબો હાથ ગોઠવો. આને “લોપામુદ્રા' કહેવાય છે. આટલું ધ્યાનમાં રાખો : (૧) બન્ને ઘૂંટણ જમીનને અડેલા છે? (૨) પગનાં તળિયાંની એડી સાથળના મૂળ પર છે? (૩) દૃષ્ટિ નાસાગ્રે કે પછી ભૂમધ્ય સ્થાપો. (૪) પદ્માસન દેખાવમાં સરળ છે, પણ કરવામાં અઘરું છે. માટે પૂર્વ તૈયારીની ક્રિયા અવશ્ય કરો જ. (૫) સાઈટિકા ને પીઠની પીડાવાળા આ આસન ન કરે. ફાયદા: વાત-કફ પ્રકોપ મટે છે, વિચારવાયુ બેસી જાય છે, અનિદ્રાના દર્દમાં રાહત મળે છે. બ્રહ્મચર્યપાલનમાં ખૂબ જ સહાયક છે. આ પદ્માસનમાં બેસી રાજયોગ કરવામાં આવે તો સોનામાં સુગંધ મળે. આ માટે આપ જરૂર પ્રજાપિતા બ્રહ્માકુમારી વિદ્યાલયનો સંપર્ક કરો. સમય: ધ્યાન માટેનું આસન હોવાથી સમયનો કોઈ બાધ નથી. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૪ યોગ, સ્વાચ્ય અને માનવમૂલ્યો વજ્રાસન અર્થ: આ આસનમાં બન્ને જાંઘ વજાકારે ગોઠવવામાં આવે છે. આ આસનમાં બેસનાર વ્યક્તિ વજ જેવી દઢતા મેળવી શકે છે. તેથી તેને “વજાસન કહે છે. ખાસ મુસ્લિમ તથા જૈન, બૌદ્ધ ધર્મના સાધકો પ્રાર્થના માટે આ આસનનો ઉપયોગ કરે છે. પૂર્વતૈયારી : પદ્માસનના જેવી જ. સ્થિતિ : બન્ને પગ આગળ સીધા રાખી બેસો. ક્રિયા: બન્ને પગને ઘૂંટણમાંથી વારાફરતી વાળો અને પગના પંજા પહોળા કરી નિતંબને તેની વચ્ચે જમીન ઉપર ધીરેથી ટેકાવો. આ સ્થિતિમાં પગનાં તળિયા ઉપર-તરફ અને બંને પગની એડીઓ જે-તે ભાગના સાથળને અડીને રહેશે. (જુઓ આકૃતિમાં) લાભ : (૧) પદ્માસન ન કરનાર સાધક વજાસન કરીને પણ ધ્યાનની ક્રિયા કરી શકે છે. (૨) વીર્યની ગતિ ઊર્ધ્વ બનાવવા માટે આ આસન શ્રેષ્ઠ છે. (૩) ભોજન પછી અડધો કલાક આસનમાં બેસવાથી ભોજનનું પાચન સરળતાથી થાય સમય : ૫ મિનિટથી ૩૦ મિનિટ. ધ્યાન માટે અર્ધપદ્માસન અને ખગાસન પણ ઉપયોગ કરી શકાય. ઓકી દાતણ જે કરે, નરણે હરડે ખાય, દૂધે વાળુ જે કરે તે ઘર વૈદ ન જાય આહાર નિદ્રા સંયમ કેરું. જેને સાચું જ્ઞાન, મનમાં તેને રોગ રહે ના મનમાં ને અજ્ઞાન Page #45 -------------------------------------------------------------------------- ________________ આરામ માટેનાં આસનો જે આસનો કરવાથી શારીરિક અને માનસિક થાક દૂર થઈ તન તંદુરસ્ત અને મન ફૂર્તિલું બને છે તેવા આસનોને આરામ માટેનાં આસનો કહે છે. જેમાં શવાસન, મકરાસન અને બાલકાસનનો સમાવેશ થાય છે. શવાસન અર્થ: શવ એટલે મૃતદેહ. આ 4 આસનને શવાસન, મૃતાસન, ---શિથિલાસન યા શયનાસન કહે છે. પૂર્વસ્થિતિ: જમીન પર પીઠ અડે તે રીતે, બન્ને પગ દોઢ ફૂટ પહોળા, પંજા બહારની તરફ ઢળેલા, ગરદન ઢીલી અને એક તરફ ઢળેલી રાખી તાણ ન આવે એ રીતે સૂઈ રહો. ક્રિયાઃ (૧) સૌ પ્રથમ પાંચ ઊંડા શ્વાસ લઈ, પાંચ ૐકાર ધ્વનિ કરી મન ટેન્શનરહિત બનાવો. (૨) હવે શરીરની તમામ નસો, બધા સ્નાયુઓ અને અવયવોને ઢીલા છોડી દો. અને ધીરે ધીરે તમારા મનને શ્વાસ-પ્રશ્વાસની ગતિ પર સ્થિર કરો. વચ્ચે વચ્ચે ૐકાર કે સોહમનું રટણ કરો કે હું શરીર નથી પરંતુ ચૈતન્ય શક્તિધારક, અજરઅમર આત્મા છું. શરીર મારી મોટર છે, હું આત્મા તો તેનો ડ્રાઇવર છું. (૩) આ ઉપરાંત બ્રહ્માકુમારી સંસ્થામાં જઈ રોજ અડધો કલાક રાજયોગનો અભ્યાસ કરો તો શવાસનમાં ઘણો જ ફાયદો જણાશે. ફાયદાઃ (૧) શવાસન વ્યક્તિને અંતરમુખી બનાવે છે માટે લાગણી-પ્રધાન, ઊર્મિપ્રધાન, ધમાલિયા અને ઉચાટ મનવાળા માણસોએ શવાસન અવશ્ય કરવું. જેથી હૃદયરોગ, બ્લડપ્રેશર જેવા રોગોથી બચી શકાય છે. મકરાસન અર્થ: “મકર' એટલે મગર. આ આસનમાં શરીરની આકૃતિ જલાશયના કિનારા પર સૂતેલા મગર જેવી હોય છે. તેથી આને “મકરાસન' કહે છે. ક્રિયા : આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બન્ને હાથની અદબવાળી તેના ઉપર માથું Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૬ મૂકો. બન્ને પગ પહોળા અને એડી અંદરની તરફ રાખવી. ફાયદા ઃ પેટની અંદરનો ગૅસ દૂર થાય છે. છાતીના આસનો કર્યા પછી આરામ મળે છે. યોગ, સ્વાસ્થ્ય અને માનવમૂલ્યો બાલકાસન અર્થ : બાળકની જેમ સુષુપ્ત અવસ્થામાં પડી રહીને આરામ મેળવવા માટેની આ ક્રિયા છે. આ કોઈ આસન નથી પણ આરામ માટેની પૂર્વભૂમિકા છે. સ્થિતિઃ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છાતી ઉપર સૂઈ જાઓ. ક્રિયા : (૧) નાનું બાળક જેમ એક પડખે સૂએ છે તે રીતે સૂઈ જાઓ. ડાબે કે જમણે, જે પડખે ઠીક લાગે તે પડખે સૂઈ જાઓ. શરીરના તમામ અવયવો ઢીલા રાખો. શ્વાસોચ્છ્વાસની ક્રિયા યથાવત્ ચાલુ રાખો. લાભ : છાતી પરનાં આસનો કર્યા પછી આ ક્રિયા કરવાથી આરામ મળે છે. પેટની અંદરનો ગૅસ દૂર થાય છે અને શરીરને પૂરતો આરામ મળે છે. સમય : યોગ્ય લાગે ત્યાં સુધી. Page #47 -------------------------------------------------------------------------- ________________ યોગનું ચોથું અંગ ઃ પ્રાણાયામ પ્રાણાયામ : અષ્ટાંગયોગમાં પ્રાણાયામ એ ચોથું અને મહત્ત્વનું અંગ છે. પ્રાણાયામ એટલે પ્રાણની સ્વાભાવિક ગતિ વિશેષરૂપે નિયમિત કરવી તે. વળી, ભગવાન પતંજલિ કહે છે : तस्मिनसति श्वासप्रश्वासयोर्गतिविच्छेद: प्राणायामः । પ્રક્રિયા : આપણે ડાબું અને જમણું એમ બે નસકોરાં દ્વારા શ્વાસપ્રશ્વાસની ક્રિયા કરીએ છીએ. આ ક્રિયા બે માર્ગો દ્વારા થાય છે : જમણા નસકોરાના પ્રાણપ્રવાહને સૂર્યનાડી’ કહે છે અને ડાબા નસકોરાના પ્રાણપ્રવાહને ચંદ્રનાડી' કહે છે. બંને પ્રાણપ્રવાહો અંદર જતાં મળી જઈને જે ત્રીજો પ્રાણપ્રવાહ બન્ને છે અને બંને નસકોરાંથી એકીસાથે વહે છે તેને સુષુમ્હા નાડી' કહે છે. પ્રાણને ઉચ્છ્વાસથી સંપૂર્ણ બહાર કાઢી તેની ગતિને રોકવાની ક્રિયાને રેચક’ પ્રાણાયામ કહે છે અને પ્રાણને શ્વાસથી અંદર લઈ તેની ગતિને રોકવાની ક્રિયાને પૂરક’ પ્રાણાયામ કહે છે. આ રીતે સંપૂર્ણપણે અંદર રોકેલા પ્રાણને “આંતરકુંભક’ અને સંપૂર્ણપણે બહાર કાઢેલા પ્રાણને બાહ્યાકુંભક' કહે છે. શ્વાસોચ્છ્વાસની ગતિને એટલે કે પ્રાણને જ્યાંનો ત્યાં અટકાવી સ્થિર રાખવાની ક્રિયાને ‘કેવળ કુંભક’ પ્રાણાયામ કહે છે. વિનાપ્રયત્ને જ્યારે કેવળ કુંભક સ્થિર થાય ત્યારે તે સિદ્ધ થયો કહેવાય. આ પ્રાણાયામ આત્મપ્રકાશ કરનારો હોવાથી સર્વોત્તમ છે. પ્રકારો : તેમનાં નામો આ પ્રમાણે છે કઃ (૧) સૂર્યભેદન (૨) ઉજ્જાયી (૩) સીત્કારી (૪) શીતલી (૫) ભસ્ત્રિકા (૬) ભ્રામરી (૭) મૂર્છા અને (૮) પ્લાવિની. અનુલોમવિલોમ સિવાય બીજા આઠ પ્રકારના પ્રાણાયામ છે. ઉપયોગિતા : પ્રાણાયામથી ચિત્ત શુદ્ધ થાય છે અને એકાગ્ર બને છે, સ્મરણશક્તિ અને ધારણાશક્તિ વધે છે તેમજ સૂક્ષ્મ સત્યો સમજવાની અને પ્રકટ કરવાની શક્તિ આવે છે. માનસિક કાર્ય કરનારા અને આત્મોન્નતિ ઇચ્છનારા સર્વ માટે, વિશેષતઃ વિદ્યાર્થીઓ માટે પ્રાણાયામ સર્વોત્તમ યૌગિક ક્રિયા છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ 32 યોગ, સ્વાથ્ય અને માનવમૂલ્યો પ્રાણાયામ વડે નાડીસમૂહ શુદ્ધ થાય છે, તેથી અભ્યાસીનું શરીર કાંઈક અંશે કૃશ થવા છતાં કાંતિવાળું બને છે. વળી, લોહીમાં પ્રાણવાયુ (ઓક્સિજન) વધુ પ્રમાણમાં ભળવાથી લોહી શુદ્ધ બને છે અને રોગોનો પ્રતિકાર કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. યોગનું પાંચ એગ: પ્રત્યાહાર બહિર્મુખતામાં રાચતી અને રખડતી ઈન્દ્રિયો અને મનને ત્યાંથી પાછાં વાળીને અંતર્મુખ કરવાં તેને પ્રત્યાહાર કહેવાય છે. ચિત્તવૃત્તિને અંતર્મુખ કરવામાં ઇન્દ્રિયસંયમ ઉપકારી છે. માટે જે ચિત્તવૃત્તિ સ્પર્શ દ્વારા, રસાસ્વાદ દ્વારા, ગંધ દ્વારા, આંખો દ્વારા અને શબ્દો દ્વારા બહાર જાય છે તેને અંતર્મુખ કરવા ઇન્દ્રિયરૂપી ઘોડાઓ ઉપર યોગ્ય લગામ જરૂરી છે. વિવેકથી, સમજણથી, ધીરજથી અને દઢ સંકલ્પથી, વારંવાર અભ્યાસ દ્વારા ક્રમે ક્રમે આપણે ઇન્દ્રિયો અને મનની અંતર્મુખતાની ટેવ પાડી શકીશું. આહાર નિદ્રા સંયમ કેરું, જેને સાચું ભાન; તનમાં તેને રોગ ન રહેતા, મહીં નહીં અજ્ઞાન. ન સુન, સુન, સુન બુરા... (૨) ન દેખ, દેખ દેખ બુરા.... (૨) ન બોલ બોલ બોલ બુરા.... (૨) Page #49 -------------------------------------------------------------------------- ________________ યોગનું છ6 સાતમું, આઠમું મેગ : ધારણા, ધ્યાન, સમાધિ જે સાધકે આગળનાં અંગોમાં કુશળતા પ્રાપ્ત કરી હોય, તેનું ચિત્ત શુદ્ધ, નિશ્ચલ અને એકાગ્ર થાય છે અને તેથી તે ધ્યાનનો અભ્યાસ સફળતાપૂર્વક કરી શકે છે. ધારણા કોઈ એક બાહ્ય પદાર્થ પર દૃષ્ટિ સ્થિર કરવી તે ધારણા છે. મટકું માર્યા વગર તેની સામે જોઈએ તેને ત્રાટક કહે છે. આંખો દ્વારા સતત 5 કે પરમાત્મા-સદ્ગુરુની મૂર્તિ – ચિત્રપટને નીરખી રહેવાથી બંધ આંખોએ પણ તેનું સ્મરણ થઈ શકે છે અને ધ્યાનની ભૂમિકા તૈયાર થઈ જાય છે. ધ્યાન અને સમાધિઃ ચિત્તને નિર્વિકાર અને એકાગ્ર કરનાર એવું આત્મકલ્યાણની પ્રાપ્તિનું શ્રેષ્ઠ સાધન તે ધ્યાન છે. સામાન્ય માણસને તેનાથી મનમાં શાંતિનો અને જીવનમાં હળવાશનો અનુભવ થાય છે, તેની તરતમતાની ચાર શ્રેણીઓ નીચે પ્રમાણે પાડી શકાય: વિચાર: સ્વ-પર-કલ્યાણ કરનાર શુભ વિચારધારા. સ્મરણ : ચિત્તમાં આવેલા શુભ વિચારોને ફરી ફરી યાદ કરી અંકિત કરવા. ધ્યાન: એક જ વિચાર, મૂર્તિ કે જ્યોતિમાં ચિત્તને ચોંટાડી રાખવું. સમાધિ: ધ્યાનમાં નિર્વિકલ્પ દશા પ્રગટતાં અત્યંત આનંદની અનુભૂતિરૂપ અવક્તવ્ય એવી પરમાત્મદર્શનની સ્થિતિ. – – –– – – –– – –– –– –– –– – કરતે ચલો સબકા ભલા જીવન જીનેકી યહ હૈ કલા આંખે ત્રિફળા દાંતે લૂણ પેટ ન ભરવું ચારેકોર, જમીને ડાબે પડખે સૂએ તેનો રોગ રસમાં રૂએ — — — — — — – Page #50 -------------------------------------------------------------------------- ________________ સ્વચ્છ જીતનમાં અમત્યનાં અન્ય અંગો યોગ્ય આહાર, વિહા૨ અને નિદ્રા એ ત્રણેય બાબતો જીવનને નીરોગી બનાવી, આયુષ્ય વધારી શરીરને ચેતનવંતુ બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. શરીરનો વિકાસ ખાસ કરીને આહાર ઉપર આધારિત છે. આહાર સમતોલ અને પોષણયુક્ત હોવો જોઈએ. ગમે તે સમયે ગમે તેવો ખોરાક ખાવાની ટેવ શરીરને નીરોગી રાખી શકતી નથી. ખોરાક જીવનચર્યાનો મુખ્ય આધાર છે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. તદ્દન અધૂરો, પોષણ વિનાનો અને ચાવ્યા વિનાનો ખોરાક શરીરને નુકસાન કરે છે. યોગાસન કરનાર વ્યક્તિ માટે નીચેની વિગતો ધ્યાનમાં લેવી જરૂરી છે ઃ કોઈ પણ સમયે ગળા સુધી અકરાંતિયું ભોજન લેવું નહિ. જેટલી ભૂખ હોય તેટલું જ જમવું. જમતી વખતે બે કોળિયા ઓછો ખોરાક ખાવો, જેથી તેનું સરળતાથી પાચન થાય. સામાન્ય રીતે ખોરાક દિવસમાં ત્રણ વખત લઈ શકાય. ખોરાક લેવાનો સમય (૧) સવારે નાસ્તો (૨) બપોરે ભોજન (૩) સાંજે વાળુ હોવો જોઈએ. સવારમાં ઊઠીને કરવાનો કાર્યક્રમ : - (૧) ઉષઃપાન કરવું. ઉષઃપાન એટલે રાતના તાંબાના લોટામાં ૨૫૦ મિલિલિટર પાણી ભરી મૂકવું અને તે પાણી સવારના ગરમ કરીને પીવું. ગરમ પાણી માફક ન આવે તો ઠંડું પાણી પીવું. તાંબાના લોટામાં ભરેલું પાણી સવારમાં પીવું તેને ઉષઃપાન કહે છે. આ ઉષઃપાનથી આંતરડાને પૂરતા પ્રમાણમાં પાણી મળે છે જેથી થોડા સમયમાં ખુલાસાપૂર્વક મળ-પ્રવૃત્તિ થાય છે. (૨) ઉષઃપાન અનુકૂળ ન આવે તો રાતના સૂતાં પહેલાં ૧ ચમચી કાળી મેથી પાણી સાથે (આખી) ગળી જવી. આ મેથી આખી રાત આંતરડામાં રહીને લે છે અને આંતરડામાં મળને આગળ વધવામાં મદદરૂપ બને છે. (૩) સવારમાં દૂધ અથવા ગાજરનો રસ લેવો. અથવા ઘઉંના જવારા ચાવીને ખાવા ઘઉંના જ્વારાનો રસ અથવા મોળી છાસ પીવી. (૪) સવારમાં નવશેકા ગરમ પાણી સાથે ૧ ચમચો લીંબુનો રસ અને ગોળ ભેગા કરી, હલાવીને પીવું. Page #51 -------------------------------------------------------------------------- ________________ સ્વસ્થ જીવનનાં અગત્યનાં અન્ય અંગો ૪૧ (૫) કાળી દ્રાક્ષ ૨૫ દાણા ધોઈ રાતના થોડા પાણીમાં પલાળી રાખવી. સવારે દ્રાક્ષ તે જ પાણીમાં મસળી નાખી પાણી પીવું. આથી મળપ્રવૃત્તિ સારી થશે. બપોરના ભોજન વિષે : (૧) ભોજન રોજ નિયમિત અને નિશ્ચિત સમયે લેવું. બપોરના ભોજનમાં થુલું (ચાળણ સહિતનો લોટ, છાલવાળાં શાક લીલી ભાજી હોય તે જરૂરી છે. ગાજર, ટામેટા, કોબીજ, ફુલાવર, મૂળા, કાકડી વગેરે સસ્તી ચીજોનો ૫૦ થી ૧૦૦ ગ્રામ જેટલો ઉપયોગ કચુંબર તરીકે કરવો. તે દહીં સાથે પણ ખાઈ શકાય. આ ખોરાકમાંથી શરીરને ઉપયોગી લોહી, ક્ષાર અને જીવનતત્ત્વો (વિટામિન) સારા પ્રમાણમાં મળી રહે છે. (૩) લીલાં શાકભાજી અને કચુંબર ઉપરાંત વિટામિન સી માટે મોળી છાસ અને લીંબુનું પાણી લઈ શકાય. મોળી છાસમાં લેક્ટિક એસિડ હોવાથી આંતરડાની સ્વચ્છતા માટે તે ઉપયોગી છે. જમ્યા પછી મોળી છાસ લેવાથી પાચનક્રિયા સારી રીતે થાય છે. (૫) જમતી વેળા મધ્યમાં એક વખત પાણી પીવું જરૂરી છે. તે સિવાય વારે વારે પાણી પીવું નહિ. તેમ કરવાથી જઠરમાં રહેલ પાચક રસ પાતળો થઈ જાય છે અને પાચનક્રિયા બરાબર થતી નથી. (ક) સાંજના ભોજન વિષે : સાંજનું ભોજન બને તેટલું વહેલું લેવું. સાંજના ભોજન અને રાત્રે સૂવાના સમય વચ્ચે ત્રણ કલાકનો સમયગાળો રાખવો જરૂરી છે. ભોજનમાં ભાજી અને રોટલા કે રોટલી અને શાક વગેરે લઈ શકાય. ઋતુતુનાં ફળોનો પણ ભોજનમાં સમાવેશ કરવો જોઈએ. રાત્રીભોજન બાદ સૂતી વખતે ૨૫૦ ગ્રામ દૂધ પી શકાય, જેથી સારી રીતે ઊંઘી શકાય અને સવારે પેટ પણ સાફ આવી શકે. જે વ્યક્તિ વ્યવસ્થિત રીતે પોષણયુક્ત આહાર લેતી હોય અને જેના આહારમાં ઘી, તેલ, દૂધ, દહીં, શાકભાજી, કઠોળ તેમજ ઘઉં, જુવાર, મકાઈ, બાજરી વગેરેનો અને ઋતુઋતુનાં ફળોનો સમાવેશ થતો હોય તેણે અઠવાડિયે એક વાર માત્ર ફળાહાર કરવો અને ૧૫ દિવસે એક વાર ઉપવાસ કરવો. શરીરને નીરોગી રાખવામાં ફળાહાર અને ઉપવાસ ઉપયોગી થાય છે. ભોજન કર્યા પછી ચાર કલાકે, નાસ્તા પછી દોઢ કલાકે અને પ્રવાહી પીણા પછી અડધા કલાકે આસનો થઈ શકે. Page #52 -------------------------------------------------------------------------- ________________ સ્વસ્થ જીવન અને આહાર ‘સ્વાસ્થ્ય’ શબ્દનો પ્રચલિત અર્થ શારીરિક તંદુરસ્તી એમ સામાન્યપણે થાય છે. આયુર્વેદશાસ્ત્ર પ્રમાણે શરીરમાં વાત, પિત્ત અને કફ એ ત્રણ તત્ત્વોનુ યથાયોગ્ય સંતુલન રહેવાથી સ્ફૂર્તિ અને પ્રસન્નતાનો જેને અનુભવ થાય છે તે મનુષ્ય સ્વસ્થ છે તેમ ગણી શકાય. મનુષ્યના જીવનમાં આરોગ્ય તે સ્વાભાવિક છે. રોગાવસ્થાનું ઉત્પન્ન થવું તે અકુદરતી છે અને તેને વ્યાધિ કહેવામાં આવે છે. જે મનુષ્ય આરોગ્યના નિયમોનું સમજણપૂર્વક પાલન કરે છે તેનું શરીર તંદુરસ્ત રહે છે અને તે મનુષ્ય પોતાના વ્યવહારિક અને ૫૨માર્થિક કાર્યો સારી રીતે કરી શકે છે. આમ સ્વાસ્થ્ય તે જીવનમાં સફળતા મેળવવા આવશ્યક છે. તે માટેના સામાન્ય નિયમો શું છે તે જાણી લઈએ. - (૧) આહાર : પોતાની ઉંમર, વ્યવસાય, તાસીર, ભૂખ અને પાચનશક્તિને ખ્યાલમાં રાખીને યોગ્ય માત્રામાં યોગ્ય આહાર લેવાની વાત આપણે આગળ વિચારી ગયા. (૨) શ્રમ : આજના જમાનામાં સામાન્ય માણસનો શારીરિક શ્રમ ઓછો હોય છે; માટે પોતાને અનુકૂળ યોગાસન, હળવો-વ્યાયામ, ચાલીને ફરવા જવું કે એવો કોઈ યોગ્ય શ્રમ નિયમિતપણે કરવો. (૩) નિર્વ્યસનતા : તમાકુ, કેફી દ્રવ્યો, માંસાહાર, દારૂ, ખોટા ભોગવિલાસ આદિથી તંદુરસ્તીનો નાશ થાય છે અને અનેક રોગો શરીરમાં ઉત્પન્ન થાય છે. (૪) પ્રસન્નતા અને આશાવાદ : સોગિયા મનુષ્યોની તંદુરસ્તી જોખમાય છે. જીવનમાં યોગ્ય ઉત્સાહથી સત્કાર્યો કરવાં. (૫) પ્રભુમાં ભરોસો જીવનમાં નિશ્ચિંતતા અને નિર્ભયતા હોય તેની તંદુરસ્તી સારી રહે છે, માટે જીવનમાં જે કાંઈ બને તેનો સમભાવથી સ્વીકાર કરીએ અને ફરિયાદ કરવાની ટેવ છોડીએ. (૬) શારીરિક સ્થૂળતાનું નિવારણ : જાડા માણસો દીર્ઘજીવી બની શકતા નથી, માટે શરીરના વજન ઉપર યોગ્ય નિયમન રાખીએ. (૭) વિશ્રામ ઃ શરીરરૂપી યંત્રની પાસેથી માપસરનું કામ લઈએ. શરીરને Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૩ કે સંગીતમય પદો અને ર્તિનો અનાથી તંદુરસ્તી જળવા સ્વસ્થ જીવન અને આહાર આરામ અને મનને સાત્ત્વિક મનોરંજન દ્વારા વિશ્રાંતિ આપીએ. આ અને આવા સરળ નિયમો જીવનમાં અપનાવવાથી તંદુરસ્તી જળવાય છે અને જીવનમાં સૌમ્યતા અને સ્કૂર્તિનો અનુભવ થાય છે. સ્વાચ્ય વિષયક કેટલાક સંગીતમય પદો ગાવાથી જીવનમાં હળવાશ અને પ્રસન્નતા અનુભવાશે. (૧) રાત્રે વહેલા જે સૂવે, વહેલા ઊઠે વીર; બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. (૨) પહેલું સુખ તે જાતે નર્યા. (૩) ઘી સાકર મીઠાં છતાં, પ્રમાણથી જ ખવાય; પ્રમાણ ચૂક્યો માનવી, જરૂર માંદો થાય. જી ઑકી દાતણ જે કરે, નરણે હરડે ખાય; દૂધે વાળુ જે કરે, તે ઘર વૈદ ન જાય. (૫) તૃષા વિના જે જન પાણી પીતો, સુધા વિના જે ઉદર જ ભરતો: કદી નહિ જે કસરત કરતો, માંદો પડી તે અકળ મરતો. (૬) તક તણું જે નિત પાન કરે, ટમેટા લીંબુ ધરી હેત ખાએ; માઈલ વળી ત્રણ નિત્ય ચાલે. તે ખૂબ જીવે તંદુરસ્ત થાએ. અધ્યાત્મ દેહદેવળમાં વિરાજમાન ચૈતન્યદેવનો અપૂર્વ મહિમા અંતરમાં આવવાથી તેને આગળ રાખીને જે કોઈ વ્યક્તિજીવન વ્યવહાર કરે તેને સામાન્યપણે આધ્યાત્મિક વ્યક્તિ કહેવાય. આપણા દેશની સંસ્કૃતિ બીજી બધી સંસ્કૃતિ કરતાં આ બાબતમાં જુદી પડે છે. આપણે ત્યાં ત્યાગ અને વિવેકની મહત્તા છે, ભોગી અને સ્વાર્થી મનુષ્યો સર્વોત્તમ મનાતા નથી. આપણે આપણા ઉચ્ચતમ સાંસ્કૃતિક-આધ્યાત્મિક મૂલ્યો ભૂલી રહ્યા છીએ તે એક દુઃખદ ઘટના ગણાય. આથી આપણો સમાજ, દેશ અને નાગરિક આજે ભયભીત, તનાવયુક્ત, સ્વાર્થોધ, રુશવતખોર અને સિદ્ધાંતવહોણો બનતો જાય છે. રાષ્ટ્ર અને વ્યક્તિ, બંનેના થવાયોગ્ય વિકાસને જો ઝંખતા હોઈએ તો આપણા આધ્યાત્મિક મૂલ્યોનું રોજબરોજના જીવનમાં દઢતાથી સ્થાપવું પડશે. નિઃસ્વાર્થતા, નીતિમત્તા અને શિસ્ત વિના કોઈ સમાજ મહાન બની શકતો નથી. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૪ યોગ, સ્વાચ્ય અને માનવમૂલ્યો (૧) નિર્લસનતા : મહાવ્યસની કોઈ મનુષ્ય આધ્યાત્મિક બની શકતો નથી. (૨) નિ:સ્વાર્થતા : નિઃસ્વાર્થીપણું આધ્યાત્મિકતાનો પાયો છે. (૩) સત્સંગ અને સદ્વાંચન : આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવા માટે જે પ્રેરણા, ઉત્સાહ અને માર્ગદર્શન જોઈએ તે આ બે મુખ્ય સાધનો દ્વારા મેળવી શકાય. સત્સંગ તે વધારે બળવાન સાધન છે. સદ્ગણોનો વિકાસ વિનય, સરળતા, ક્ષમા, અનાસક્તિ નિયમિતતા સમયનો સદુપયોગ, દયા, સત્ય વગેરે ગુણોનો વિકાસ કરવાથી ચિત્તની શુદ્ધિ થતાં જીવન પવિત્ર બને છે. (૫) ધ્યાન: આધ્યાત્મિક અનુભૂતિની પ્રાપ્તિનું સાધકને માટે આ શ્રેષ્ઠ સાધન છે. નિર્મળ ચિત્ત એકાગ્ર થતાં, પરમ આનંદ, દિવ્ય-જ્ઞાન અને વિશ્વપ્રેમનો અનુભવ થાય છે, જે અધ્યાત્મજીવનનાં મુખ્ય લક્ષણો છે; માટે દરરોજ ઓછામાં ઓછી ૧૫ મિનિટ નિશ્ચિત બની સ્થિર આસન રહી મનને એકાગ્ર કરવું. માનવમૂલ્યોનો ક્રમિક વિકાસ : હેવાન, ઈન્સાન, ફિસ્તા ભાગ છે. આપણી જિંદગીમાં નિરંતર સુધરતા રહેવાનું છે. જેમ બાળકને શિક્ષણ અને સંસ્કારથી ભણતર અને ઘડતરની દિશામાં આગળ વધારીએ છીએ, તેમ જીવનરૂપી શાળામાં બધાય બાળક છીએ; તેથી દોષવિલય અને ગુણગ્રહણ દ્વારા આપણે જીવનને ઉન્નત બનાવવું છે. આપણા જીવનનું પૃથક્કરણ કરી, ઊંચી ઊંચી શ્રેણીને પ્રાપ્ત કરવાનો સતત પ્રયત્ન કરવાનો છે. હેવાન: બીજાને સુખી દેખી જે જલે અને દુઃખી દેખીને રાજી થાય, જેનું જીવન મહાવ્યસનોને આધીન હોય, જે ઝઘડાળું હોય, જેની વાણી કઠોર અને હૃદયવેધક હોય, જે દગાબાજ હોય અને ઉપકાર પ્રત્યે પણ કતબ હોય, જે ગુણવાનોમાં પણ દોષો જ દેખે અને નિજસુધારણા માટે કાંઈ જ તત્પરતા ન બતાવે તેવા મનુષ્ય હેવાન એટલે અધમાધમ કહેવાય છે. ઈન્સાન ઃ જેનામાં માનવતાનો ગુણ થોડે ઘણે અંશે પણ વિકાસ પામ્યો હોય તે માનવ. તે સૌના સુખમાં રાજી અને પ્રયત્નવાન હોય છે. ઘરમાં, સંસ્થામાં, સમાજમાં, વિશ્વમાત્રમાં – સૌ સાથે તે પ્રેમમય વ્યવહાર કરવા તત્પર હોય છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૫ સર્વોપયોગી પ્રાર્થના, અંતરનિરીક્ષણ, ચિત્તશુદ્ધિ અને આત્મસાક્ષાત્કાર નિઃસ્વાર્થ સ્વભાવવાળા આવા પરોપકારી મનુષ્યો જ જીવનમાં ઉન્નત, ઉમદા અને દિવ્ય જીવન પ્રત્યે વળી જીવનને ધન્ય બનાવી શકે છે. ફિરસ્તાઃ જે પરમાત્માનો સંદેશવાહક હોય તે ફિરસ્તા કહેવાય છે, અને તેથી તેનામાં દિવ્યતાના અનેક અંશો પ્રગટ હોય, તે સ્વાભાવિક છે. વિશ્વપ્રેમ, વિવેક, નિઃસ્વાર્થતા, પરોપકારીપણાનો સ્વભાવ, દિવ્ય જીવનનું સર્વાગી તેજ, અને મન-વચન-કર્મની પવિત્રતા જેના જીવનમાં તાણાવાણાની માફક વણાઈ ગયાં હોય તેવો પ્રતાપી પુરુષ માનવમાત્રને માટે શરણરૂપ છે. - સવોંપયોગી પ્રાર્થના, અંતનિરીક્ષણે, ચિત્તશુદ્ધિ અને આત્મસાક્ષાત્કાર છે પ્રાર્થના : મન, વાણી કે કાયાથી પરમાત્માની સાથે નિષ્કામ સંબંધ સ્થાપિત કરવાની પ્રક્રિયાને પ્રાર્થના કહીશું. પ્રાર્થના એ માગણી કે ભીખ નથી, પરંતુ અતિમાનવીય તત્ત્વનો સ્વીકાર અને શરણાગતિ છે, અને આપણા મિથ્યા અહંકારનો નાશ કરવાનું ઉત્તમ સાધન છે. પ્રાર્થના દ્વારા શુદ્ધિ, બુદ્ધિ અને નિર્ભીતિ પ્રાપ્ત થાય છે. માનવમાત્ર માટે એ જીવનવિકાસનું એક શ્રેષ્ઠ સાધન છે. અંતર્નિરીક્ષણ : જીવનમાં જેમ પૈસાનો હિસાબ રાખીએ છીએ તેમ પોતાની દૈનિક ચર્ચાનો હિસાબ પણ ચોકસાઈથી રાખીએ તો આપણે જીવનવિકાસની દિશામાં ઘણી ઝડપથી આગળ વધી શકીએ. રાત્રે આશરે ૧૦ વાગે સૂઈ શકાય તે ઇચ્છવા યોગ્ય છે. પથારીમાં સ્થિર બેસી શરીર ઢીલું મૂકવું અને સવારથી સૂતા સુધી દર કલાકે શું શું કર્યું તે યાદ કરી જવું. પ્રારંભમાં એક કોઠો (table) રાખવાથી સરળતા રહેશે; અને ઈર્ષા, ક્રોધ, રસલોલુપતા, અપશબ્દ, ધિક્કર, અભિમાન, સમયનો બગાડ વગેરે દોષોનો ખ્યાલ આવશે. આ ટેવ પાડનારની યાદશક્તિમાં વધારો થશે. સૂતી વખતે શવાસન સહિત સૂવાથી શારીરિક થાક દૂર થાય છે, અને માનસિક શાંતિનો અનુભવ થાય છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ઉસહોરે અને ભલામણ ઉપસંહાર: યોગ એ સ્વસ્થ, સંતોષી અને પ્રસન્ન જીવન જીવવાની ઉત્તમ કળા છે, જે સૌને નિઃશુલ્ક પ્રાપ્ત થાય છે. જરૂર છે માત્ર એક સારો સંકલ્પ કરી તેને અનુસરવાની. બધા આપણી જિંદગીને વધુમાં વધુ ઉત્તમ રીતે માણવા માગતા હોઈએ તો આ માર્ગ અપનાવવાની આવશ્યકતા છે. આ વાત પ્રાચીન અને અર્વાચીન અનેક મહાપુરુષોએ પોતાના જીવનમાં અનુભવસિદ્ધ કરી બતાવી છે. પ્રભુ તે માર્ગે આગળ વધવા બુદ્ધિ, શક્તિ અને સંકલ્પબળ આપો અને સૌ કોઈ સુખ, શાંતિ અને સ્વાસ્થનો અનુભવ કરો! ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ મગ કહે હું લીલો દાણો, મારે મારે ચાંદુ બે-ચાર મહિના મને ખાય તો માણસ ઉઠાડુ માંદુ. રોટલા-કઠોળ-ફળને ભાજી. રોજ ખાનારની તબિયત તાજી. પેટ સાફ તો સર્વ દર્દ મારુ કાચા શાકભાજી માત્ર બે કલાકમાં પચી જાય છે માટે દૈનિક ભોજનમાં ક્યુબરને પ્રથમ સ્થાન આપો Page #57 -------------------------------------------------------------------------- ________________ યોગાચાર્ય દુષ્યંત મોદીનો પરિચય યોગાચાર્ય દુષ્યંત મોદી - વડોદરાનો જન્મ રાજપીપળા (જિ. નર્મદા)માં તા. ૨૬-૮-૫૩ના રોજ થયેલ તેઓએ તેમના ૫. પિતાશ્રી કમલેશ મોદી તથા પૂ. માતુશ્રી વિલાસબહેનના સંસ્કારરૂપી પ્રેરણા અને માર્ગદર્શન નીચે શિક્ષણક્ષેત્રે B.Com, D.P.Ed. ડિગ્રી મેળવી હતી. ઉપરાંત વ્યાયામ રત્ન એક્યુપ્રેસર, યોગાસનનું સર્ટિફિકેટ કોર્સ કરેલ હતો. નાનપણથી એક્યુપ્રેસર રંગ ચિકિત્સા, આયુર્વેદ અને સ્વમૂત્ર ચિકિત્સા જેવા વિષયોમાં ખૂબ જ રસ હતો. વ્યાયામ વસુંધરા; વિદ્યાજગત; પ્રેરણા; યુગપ્રભાવ; સિન્થરો કૃષિ જીવન વિ. માસિકો ઉપરાંત છાપા; રેડિયો, ટેલિવિઝનના માધ્યમથી સારીએ ગુજરાતની પ્રજાને તેમના પત્ની નયનાબહેનના સહકારથી જાગ્રત કરેલ છે. * ગુજરાતની આરોગ્યપ્રેમી જનતાના લાભાર્થે નિઃશુલ્ક શ્રી અરવિંદ આશ્રમ - વડોદરાના સૌજન્યથી વડોદરા અને સમસ્ત ગુજરાતની હરકોઈ સામાજિક, આધ્યાત્મિક સંસ્થામાં યોગ-આરોગ્યની શિબિરનું સફળ સંચાલનનું આયોજન કરેલ હતું અને હજુ પણ કરે છે. સને ૧૯૭૯થી ’૯૯ એટલે છેલ્લા ૨૧ વર્ષના ગાળામાં મહર્ષિશ્રી અરવિંદ નિવાસ – શ્રી અરવિંદના શષ્ટ્રિય સ્મારક વડોદરાનો સહકાર મેળવી. સુંદર કાર્ય કરેલ છે. તેમની નિષ્ઠા અને નિષ્કામ સેવા બદલ શ્રી ગુજરાત સરકાર અને યોગ – નિસર્ગોપચાર બોર્ડ (ગાંધીનગર) તરફથી “સલાહકાર”નું માનદ્ પદ બક્ષેલ છે. - * સને ૧૯૯૦માં શ્રી બિનયનસીટી જુનિયર ચેમ્બર્સ વડોદરા તરફથી એક “આઉટસ્ટેન્ડીંગ યંગ ઇન્ડીયન”નો ઍવૉર્ડ તેમજ બીજા સંસ્કાર ઍવૉર્ડ વડોદરાના નગ૨જનોએ આપી સન્માનિત કરેલ હતા. * યોગ અને સ્વાસ્થ્યલક્ષી છેલ્લા ૨૦ વર્ષના અનુદાન બદલ મહર્ષિ સુશ્રુત ચેરીટેબલ ટ્રસ્ટ - ભાવનગર તરફથી સને ૧૯૯૬માં એક સર્ટિફિકેટ અને Page #58 -------------------------------------------------------------------------- ________________ મોમેન્ટો આપી બહુમાન કરેલ હતું. * શ્રી અરવિંદના સુશિષ્ય શ્રી છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણીએ સને ૧૯૩૬માં રાજપીપલા (નર્મદા જિલ્લા)માં શ્રી ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળની સ્થાપના કરી હતી. જેમાં સને ૧૯૯૧માં યોગ-સ્વાચ્ય સમિતિ બનાવી તેના કન્વીનર તરીકે શ્રી દુષ્યતભાઈની નિમણૂક કરી. બહુમાન કરેલ હતું. * એમ.એસ. યુનિવર્સિટી વડોદરાએ પોતાના અંતર્ગત નીચેના વિષયોમાં કોર્સ નિયામકનું માનદ્ પદ આપેલ છે. ૧. Yoga for better living 2. Aceupressure for good health 3. Jeanther's Training Certificate Course in Yoga 8. Nature care Training Certificate Course 4. Be your own Doctor ૬. Scientific Managing ૭. Acrobics Course * ગુજરાત પુસ્તકાલય સહકારી સંસ્થા વડોદરાની સૂચનાથી યોગાસન દ્વારા આરોગ્ય અને વિવિધ રોગોમાં યોગાસનનું પ્રકાશન મેસર્સ ગાલા પ્રકાશન (અમદાવાદ)ના પુસ્તકમાં લખાણ લખી સંપાદન કરેલ છે. * યોગ કેન્દ્ર વડોદરાના માનદ્ નિયામકની સેવા આપે છે. –– –––– ––– – – – –– – – ––– ઉપર જણાવેલ વિષયોની શિબિર તમારી સંસ્થા દ્વારા તમારા શહેરના કોઈપણ લત્તામાં કરવા માટે મળો યા લખો : યોગાચાર્ય દુષ્યત મોદી નિયામક - યોગ કેન્દ્ર જાંબુડીકુઈ, વડોદરા-૩૯૦૧૭ ટેલિ. નં. (રહે) ૪૪૩૫૬૫, ૪૬ ૧૫૪૪, ૪૩૮૧૫૯ - - - - - - - -- -- - - - - - - - - Page #59 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાની પ્રેરણામતિ પરમ શહેરા પૂજ્ય સંતશ્રી આત્માનંદજી જન્મ : તા. ૨-૧૨-૩૧ના રોજ અમદાવાદ મુકામે સંસ્કારી અને ખાનદાન કુટુંબમાં. પરંપરાગત શિક્ષણ : M.B.B.S, M.R.C.P., D.T.M. & H. (England) જીવનના મહત્ત્વના પ્રસંગો : બાળપણમાં જ એકાંતચિંતન, યોગાભ્યાસ, ભજન-કીર્તન-સત્સંગ અને આધ્યાત્મિક વાચનના સંસ્કારવાળા મેડીકલ કૉલેજના આ વિદ્યાર્થીને ઇ.સ. ૧૯૫૪માં કુંદકુંદાચાર્યનાં ત્રણ રત્નો અને ઇ.સ. ૧૯૫૭માં શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત ગ્રંથોનો સુયોગ પ્રાપ્ત થયો અને ગીતા-ઉપનિષદ અને સંતસાહિત્યથી સુસંકારિત બનેલું તેમનું ચિત્ત જૈન ધર્મની, સૂક્ષ્મતા અને વૈજ્ઞાનિકતાથી પ્રભાવિત થયું ઇ.સ. ૧૯૫૪થી સાત વર્ષ સુધી તેઓએ મુખ્યપણે અધ્યાત્મપ્રધાન જૈન શાસ્ત્રોનું ઊંડું અવગાહન કર્યું. * ઇ.સ. ૧૯૬૦માં તેઓએ ડૉ. શર્મિષ્ઠાબહેન સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં. * ઇ.સ. ૧૯૬ ૧માં ઇંગ્લેંડ ગયા અને ઉચ્ચ મૅડીકલ ડિગ્રીઓ પ્રાપ્ત કરી. * ઇ.સ. ૧૯૬ ૬માં સ્વદેશ પાછા ફર્યા અને વ્યવસાય શરૂ કર્યો. * ફેબ્રુઆરી ૧૯૬ ૯માં એક મોટી બીમારી દરમ્યાન, ગહન ચિંતનમનનનાં પરિપાકરૂપે તેમના જીવનમાં શુદ્ધ આત્મજ્ઞાન ઉદય પામ્યું. આગળની સાધનાની વૃદ્ધિ અર્થે વ્યવસાયિક પ્રવૃત્તિને સંક્ષેપી, સ્વપ૨ કલ્યાણમય સાધનાના લક્ષવાળી જીવનપ્રણાલિકા તરફનો ઝોક શરૂ થયો. * ઇ.સ. ૧૯૭૬ માં પૂજ્ય શ્રી સહજાનંદજી મહારાજ પાસે આજીવન બ્રહ્મચર્યવ્રત | અંગીકાર કર્યું. * ઇ.સ. ૧૯૮૪માં ગિરનાર પર્વત ઉપર બહોળા મુમુક્ષુ સમુદાયની હાજરીમાં પૂજ્ય મુનિશ્રી સર્મતભદ્ર મહારાજની આજ્ઞાથી, વિશિષ્ટ નિયમ-વ્રતોને અંગીકાર કરી. આત્માનંદજી નામ ધારણ કર્યું. * ઇ.સ. ૧૯૮૪, ૧૯૮૭ અને ૧૯૯૦માં વિદેશયાત્રાઓ દ્વારા ત્યાંની ભારતીય જનતામાં સાંસ્કૃતિક-આધ્યાત્મિક ચેતનાનો સંચાર કર્યો. ઇ.સ. ૧૯૯૩માં શિકાગોની વિશ્વ-ધર્મ-પરિષદમાં ભારતીય સંસ્કૃતિ, જૈન અધ્યાત્મસાધના અને શ્રીમદ્ રાજચંદ્રજીના તત્ત્વજ્ઞાનને સચોટ રીતે રજૂ કરીને તેઓશ્રીએ ધર્મ પ્રચારના ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપ્યું. સ્વામી શ્રી આત્માનંદજીએ સરસ્વતી માતાની સાધનાના ફળરૂપે સમાજને અનેક ગ્રંથો ભેટ ધર્યા છે અને સમાજના વિશાળ વર્ગને સંસ્કારી, આધ્યાત્મિક, અધિકૃત અને ઉપયોગી પાથેય પૂરું પાડ્યું છે. ગ્રંથોની વિગત કવર ઉપર છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ જીવનની ઉન્નતિના સોનેરી સૂત્રો પોતાનું કાર્ય સાચી સમજણપૂર્વક, સત્યનિષ્ઠાથી કરો. આવક કરતાં ખર્ચ ઠીક ઠીક ઓછો રાખજો, જેથી જીવન ચિંતામુકત અને કરજ વગરનું રહી શકશે. જીવનની પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરશો તો સમયના અભાવનો પ્રશ્ન સ્વયં હલ થઈ શકશે. સંપત્તિનું જતન કરો તેટલું જ જતન, સંતતિને સંસ્કારિત બનાવવા માટે કરજો. ખાનદાન અને ઉમદા મનુષ્યોની જ સોબત કરો. સ્વચ્છ તા અને વ્યવસ્થાના જીવનનાં સર્વ ક્ષેત્રોમાં બરાબર ખ્યાલ રાખશો. જીવનમાં પ્રભુ પર અતૂટ વિશ્વાસ રાખી, તેની સંપૂર્ણ શરણાગતિ કેળવો. તમારી વાણી ધીમી, સાચી, મીઠી, ખપપૂરતી અને આદરદેવાવાળી રાખજો. ઉત્તમ અને અધિકૃત ગ્રંથોનું વારંવાર અને નિયમિત વાંચન કરો. શ્રધ્ધા, ધીરજ અને ખંતને કાર્યની સફળતા માટે પાયારૂપે સ્વીકારો. ધ્યેયનિષ્ઠ અને અડગ નિશ્વયવાળા બનો. પ્રત્યેક પ્રાણીમાત્રમાં પરમાત્માના દર્શન કરો; જેથી વિશ્વમૈત્રી અને ચિત્તની શાંતિનો અનુભવ થવા લાગશે.