________________
સ્વાથ્ય માટેનાં આસનો ભાગ-૧
૨૫
છે અને પડી જાય છે. તેથી શરૂઆતમાં બંને ઘૂંટણ વચ્ચે થોડું અંતર રાખવું. આથી સમતોલન જળવાઈ રહેશે. જો કુંભકની સ્થિતિમાં સમતોલન રહેતું ન હોય તો શ્વાસોચ્છવાસ સામાન્ય રાખવા.
લાભ : કમરનો દુખાવો દૂર થાય છે, કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતા વધે છે અને છાતીનો વિકાસ થાય છે. ગળામાં આવેલી થાઈરોઈડ ગ્રંથિની કાર્યક્ષમતા વધે છે. આ આસનથી પગના પંજા તથા ઘૂંટણના સ્નાયુઓ સ્વસ્થ બને છે. તેથી ચાલવાની શક્તિ વધે છે અને ચાલવાથી લાગેલો થાક ઊતરી જાય છે. સમયઃ ૨૦ સેકન્ડથી ૨ મિનિટ સુધી અથવા પાંચ વાર કરો.
જાનુશિરાસન
રા,
.
'
અર્થ જાનુ એટલે જાંઘ અને શિર એટલે માથું. આ આસનમાં માથું જાંઘને અડાડવાનું હોવાથી આ આસનને “જાનુશિરાસન' કહે છે.
સ્થિતિઃ બંને પગને સીધા લંબાવી, બન્ને હાથ નમસ્કારની મુદ્રામાં રાખી, ટ્ટાર બેસો (જુઓ સ્થિતિ નં. ૧) જમણો પગ સીધો રાખો અને ડાબા પગને ઘૂંટણમાંથી વાળી તેનું તળિયું જમણા પગના સાથળને દબાઈને રહે અને એડી જમણા પગની જાંઘના મૂળને દબાવે તે રીતે રાખો.
ક્રિયા પૂરક કરતાં કરતાં નમસ્કારમુદ્રામાંથી બંને હાથ આગળ તરફ લઈ જાઓ. શરીરને શક્ય તેટલું આગળ તરફ ખેંચો. (જુઓ સ્થિતિ નં. ૨) ઉપર્યુક્ત સ્થિતિ વખતે યથાશક્તિ કુંભકમાં રહો. રેચક કરતાં કરતાં શરીરને કમરમાંથી વાળી નાક ઘૂંટણ ઉપર અડાડો. બંને હાથથી જમણા પગના તળિયાને પકડો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org