________________
યોગ, સ્વાથ્ય અને માનવમૂલ્યો
પગના પંજા પાસે મૂકો. જમણો હાથ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પાછળ મૂકો. શ્વાસ રોકીને (કુંભક કરીને) આ જ સ્થિતિમાં શક્તિ મુજબ રહો. હવે ધીરે ધીરે શ્વાસ છોડતાં છોડતાં રેચક કરતાં કરતાં) મૂળ સ્થિતિમાં પાછા આવો. બીજી બાજુ પણ આ જ ક્રિયા કરો.
લાભ : આ આસનમાં કરોડ બંને બાજુ વળતી હોવાથી સશક્ત અને ચપળ, બને છે. અર્ધમત્સ્યદ્રાસનના બધા લાભ આ આસનથી મળે છે. સમયઃ બંને તરફ બેથી ત્રણ વખત ૧થી ૨ મિનિટ સુધી.
ઉગ્રસન
Keeves)
SI
છે,
અર્થઃ ઉષ્ટ્ર એટલે ઊંટ. આ આસનની પૂર્ણ સ્થિતિમાં શરીરનો દેખાવ ઊંટ જેવો થાય છે. તેથી તેનું નામ ઉષ્ટ્રાસન રાખવામાં આવ્યું છે.
સ્થિતિ : બન્ને પગ આગળની બાજુ સીધા રાખી, બન્ને હાથ પાછળ ટેકવી, આરામથી બેસો (જુઓ સ્થિતિ નં. ૧) હવે બન્ને પગને ઘૂંટણમાંથી વાળીને એવી રીતે બેસો કે નિતંબ એડીને અડકીને રહે ને પંજા એડી પાસે ચોટેલા રહે (જુઓ સ્થિતિ નં. ૨) શરૂઆતમાં ઘૂંટણ થોડા છૂટા રાખો જેથી સમતોલન રહે. બંને હાથ પાછળ લઈ જઈ તેના પંજા એડી ઉપર મૂકો. (જુઓ સ્થિતિ નં. ૨)
| ક્રિયા પૂરક કરતાં કરતાં શરીરને કમરમાંથી ઊંચકો અને ધીમેધીમે કમરને પેટ તરફ ખેંચો. મસ્તક પાછળ ઢાળી દો. આ સ્થિતિમાં શ્વાસ રોકીને થોડી વાર યથાશક્તિ) રહો. (જુઓ સ્થિતિ નં. ૩) રેચક કરતાં કરતાં મૂળ સ્થિતિમાં આવો.
સૂચના : આ આસન કરતી વખતે કેટલાક સાધકો સમતોલન ગુમાવી દે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org