SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ, સ્વાસ્થ્ય અને માનવમૂલ્યો યથાશક્તિ કુંભકમાં રહો. (જુઓ સ્થિતિ નં. ૩) પૂરક કરતાં કરતાં મૂળ સ્થિતિમાં પાછા આવો. સૂચના : આસનની પૂર્ણ સ્થિતિમાં પગ ઘુંટણમાંથી વાંકા વળી ન જાય તેની કાળજી રાખો. એ જ રીતે ડાબા પગને સીધો રાખી જાનુશિરાસન કરવું. લાભ : જાંઘના ભાગની સ્થૂળતા દૂર થાય છે. મૂત્રપિંડના રોગોમાં ફાયદો થાય છે. વીર્ય સંબંધી ફરિયાદો દૂર થાય છે. કમરનો દુખાવો મટે છે અને પેટ ૫૨ દબાણ આવવાથી ગેસ, કબજિયાત વગેરે તકલીફોમાં રાહત થાય છે. બ્રહ્મચર્યના પાલન માટે તથા કુંડલિનીની જાગૃતિ માટે આ આસન ઉપયોગી છે. સમય : ૩૦ સેકંડની ૫ મિનિટ સુધી, બંને પગે પાંચ વખત. ૨૬ સ્વાસ્થ્ય માટેનાં આસનો ભાગ-૨ ઉત્તાનપાદાસન Jain Education International અર્થ : સ્વાદુપિંડ ગ્રંથિમાં નવચેતન લાવનારું પેટના સ્નાયુઓને કાર્યક્ષમ બનાવનારું, કબજિયાત, ગૅસ, તથા અન્ય આંતરડાના વિકારમાં રાહત લાવનારું આસન (કે જેમાં ઉતાન એટલે ઉપર ઉઠાવવું અને પાદ એટલે પગ) એટલે ઉત્તાનપાદાસન. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બંને હાથની હથેળી જમીન સાથે ચીપકેલી રાખી, પીઠ પર સીધા સૂઈ જાઓ. પૂરક કરતાં કરતાં બંને પગ ધીમે ધીમે ઊંચા કરો. અને થોડી સેકંડ કુંભકમાં પગ જમીનથી દોઢ ફૂટ ઊંચા રાખો. રેચક કરતાં કરતાં પગ ધીમે ધીમે નીચે લાવો અને શવાસનમાં આરામ લો. પવનમુક્તાસન અર્થ : પવન એટલે વાયુ અને મુક્ત એટલે દૂર કરવું. શરીરના અંધા વાયુને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001189
Book TitleYoga Swasthya ane Manav Mulyo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1995
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati, Yoga, & Ethics
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy