________________
સ્વાથ્ય માટેનાં આસનો ભાગ-૨
૨૭
દૂર કરનારું આસન એટલે પવનમુક્તાસન. પૂરક કરતાં કરતાં બંને પગ જમીનથી દોઢ ફૂટ ઊંચા કરો. થોડો શ્વાસ રોકો અને ધીરે ધીરે પગને ઘૂંટણમાં વાળી પેટ તરફ લાવો. શ્વાસ છોડી દાઢી ઘૂંટણને અડકાડો. જુઓ આકૃતિમાં. ધીરે ધીરે સામાન્ય શ્વાસ મૂળ સ્થિતિમાં લાવો.
કટિ-ઉત્થાનાસન
FA S
તે
કે
"
અર્થઃ કટિ એટલે કમર અને ઉત્થાન એટલે ઉપર ઉઠાવવું. આ આસનમાં કમરને ઉપર ઉઠાવવામાં આવતી હોવાથી આ આસનને કટિ-ઉત્થાનાસન નામ આપવામાં આવ્યું છે.
સ્થિતિઃ પીઠ પર સૂઈ જાઓ. બંને હાથની હથેળીઓને જે-તે સાથળની બાજુમાં જમીન સાથે ચોંટાડેલી રાખો અને બંને પગ સીધા કરો. (જુઓ સ્થિતિ નં. ૧) હવે બંને પગને ઘૂંટણમાંથી વાળી તેના પંજા જે-તે હાથની આંગળીઓને અડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org