________________
પ્રકીરાક સંસ્થાનો સપ્તિ પરિચય :
આશ્રમનો દૈનિક આરાધનાક્રમ ૧. ભક્તિ-પ્રાર્થના-ધૂન-મૌન : સવારે અને રાત્રે ૨. સ્વાધ્યાય, ધર્મવાર્તા અને સમૂહવાચન ઃ સવારે ૧૦-૦૦થી ૧૨-૦૦
બપોરે ૪-૦૦થી પ-૩૦ ૩. પ્રભુજીની આરતી : સાંજે ૭-૩૦ વાગ્યે ૪. ધ્યાનનો અભ્યાસ, વંદના અને પારાયણ : રાત્રે ૮-૦૦થી ૯-૩૦ પ. દર બુધવારે અને રવિવારે સામૂહિક શ્રમયજ્ઞ સત્સંગ-સ્વાધ્યાય-ભક્તિ તથા ધ્યાનનો અભ્યાસાદિ પ્રવૃત્તિઓ
ભારતીય સંસ્કૃતિને અનુરૂપ, આધ્યાત્મિક મૂલ્યોને જીવનમાં વિકસાવવા માટે અને સગુણસંપન્નતાની સિદ્ધિ માટે આ કાર્યક્રમોને કેન્દ્રની દૈનિક પ્રવૃત્તિરૂપે આવરી લેવામાં આવ્યા છે. જેમાં શાકાહાર, વ્યસનમુક્તિ અને પર્યાવરણ સંરક્ષણને પણ યોગ્ય સ્થાન આપવામાં આવેલ છે. દર વર્ષે કોબા ખાતેના મુખ્ય મથકે જ બે કે ત્રણ શિબિરો યોજાય છે, જેમાં એક શિબિર ખાસ યુવાન વર્ગ માટે જ યોજવામાં આવે છે. ચાતુર્માસ સિવાય વિહાર કરતા સાધુ-સંતો-સતીઓ, અન્ય યાત્રા-સંઘો યુવક મંડળો પણ આ કેન્દ્રનો લાભ લે છે. ઉપરોક્ત કાર્યક્રમોમાં પૂજ્ય સંતશ્રી આત્માનંદજીનું સાન્નિધ્ય અને માર્ગદર્શન સાધકોને સદૈવ પ્રાપ્ત થતું રહે છે.
વિધા-ભક્તિ-આનંદધામ, લાઇબ્રેરી તથા ધ્યાનકુટિરો લગભગ ૬૦૦ ભાઈ-બહેનો એકીસાથે લાભ લઈ શકે તેવા વિદ્યા- ભક્તિઆનંદ-ધામ' નામના નવા સ્વાધ્યાય મંદિરનું વિધિવત્ ઉદ્દઘાટન ઈ. સ. ૧૯૯૧માં થયેલ છે. આ સ્વાધ્યાય મંદિરના નીચેના ભાગમાં ૧૦૦૦૦ ઉપરાંત ગ્રંથોવાળા સમૃદ્ધ, સ્વતંત્ર પુસ્તકાલયને તથા ધ્યાનકુટિરોને પણ સમાવી લેવામાં આવ્યા છે. આ સાથે સ્વતંત્ર સાધના કુટિરોનું તથા વિશાળ કાર્યાલયનું નિર્માણકાર્ય થઈ ગયું હોવાથી, કુટુંબ સહિત આવનાર ભાઈબહેનોના આવાસની અલગ વ્યવસ્થા પણ થઈ શકે છે. સાધક ભાઈ-બહેનો માટેના સુવિધાપૂર્ણ આવાસો, શુદ્ધ સાત્ત્વિક ભોજન માટે કાયમી ભોજનશાળા, શ્રી મંદિરજી, ધ્યાનકક્ષ સહિત સંતકુટિર વગેરે સર્વ વ્યવસ્થાઓની ઉપલબ્ધિ થઈ હોવાથી ભારતના વિવિધ સ્થળોએથી તથા ઈંગ્લેન્ડ, અમેરિકા, આફ્રિકા આદિ વિદેશોમાંથી પણ અનેક મુમુક્ષુઓ આત્મ-કલ્યાણ અર્થે ઉત્સાહપૂર્વક આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org