________________
૧૦
યોગ, સ્વાથ્ય અને માનવમૂલ્યો ગોળ ચક્કર લો અને મૂળ સ્થિતિમાં પાછા આવો. (૫) તે જ પ્રમાણે ડાબી બાજુથી જમણી બાજુ ઉપરોક્ત ક્રિયા કરો.
સૂચનાઃ (૧) સમગ્ર ક્રિયા દરમ્યાન ઉતાવળ જરા પણ કરવી નહીં. સ્થિરતાપૂર્વક, સમતુલન ગુમાવી ન બેસાય તે રીતે ક્રિયા કરવી.
લાભ : (૧) કમરના સ્નાયુઓ સ્થિતિસ્થાપક અને મજબૂત બને છે. (૨) પેટના સ્નાયુઓને પણ સારી કસરત મળતાં પાચનશક્તિ સુધરે છે. (૩) કરોડના મણકાઓ સ્થિતિસ્થાપક બને છે. કમરનો ખોટો રોગ દૂર થાય છે અને સ્કૂર્તિનો અનુભવ થાય છે.
ક્રિયા નં. ૭
અર્થ: હોડીને હંકારનાર નાવિક હલેસાં મારતી વખતે જે ક્રિયા કરે છે તેના જેવી આ ક્રિયા કરો.
સ્થિતિ: (૧) આકૃતિ નં. ૧ પ્રમાણે શરીરની સ્થિતિ બનાવો.
ક્રિયા: ઉપરોક્ત સ્થિતિમાં આવ્યા બાદ ઊંડો શ્વાસ પૂરક) લેતાં લેતાં આકૃતિ નં. રની સ્થિતિમાં આવો. ત્યાં થોડી વાર (કુંભક) શ્વાસ રોકી રાખી (રેચક) શ્વાસ છોડતાં છોડતાં મૂળ સ્થિતિમાં પાછા આવો. આમ વારંવાર ક્રિયા પાંચથી સાત વાર કરો.
સૂચનાઃ (૧) ક્રિયા તાલબદ્ધ ગતિમાં ધીરે ધીરે શ્વાસના ક્રમમાં કરો. (૨) આ ક્રિયા પાંચથી સાત વખત કર્યા પછી શવાસન અવશ્ય કરવું જ.
લાભ : (૧) “પેટ સાફ તો સર્વ દર્દ માફ” આ સિદ્ધાંત અનુસરતી આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org