________________
યોગાભ્યાસ માટેની સમજ્ય...
ક્રિયા નં. ૫
સ્થિતિ ઃ (૧) બન્ને હાથ સામે જમીનને સમાંતર ચત્તા રાખો. ક્રિયા : (૧) મુઠ્ઠીઓ વાળી સ્ક્રુ-ડ્રાઈવર વડે આંટા દેતા હોઈએ તે રીતે બન્ને હાથ વડે કાંડાં, કોણી અને ખભા સુધી તે ક્રિયાની અસર પહોંચે તે રીતે આ ક્રિયા કરો. (૨) હાથને સીધા નીચે રાખો, મુઠ્ઠીઓ વાળી પૂરક સાથે કાંડાં ખભાને અડે તે સ્થિતિમાં આવો. થોડો વખત તે સ્થિતિમાં રહી ફરી પૂરક કરતાં કરતાં હાથને ઉ૫૨ લઈ જાઓ. રેચક કરતાં કરતાં ફરી કાંડાં ખભા સુધી નીચે તરફ લાવો. (૩) બન્ને હાથની હથેળીઓ એકબીજા હાથના ખભા પર રાખો, કોણીએથી છાતી સાથે હાથ દબાવો, ધીરે ધીરે ખભા પરથી હાથને મસાજ કરતાં કરતાં છેક કાંડાં આંગળાઓ સુધી લાવો. (૪) આંગળાં ખોલ-બંધ કરો, હાથ ધોતાં હોઈએ તે રીતે એક હાથને ખૂબ ઘસો, તે જ રીતે બન્ને હાથ વડે ચહેરા ઉપર પાઉડર, સ્નો કે ઘી લગાડતાં હોઈએ તે રીતે આંખ, ગાલ, કાન, ગળા સુધી ચહેરો ઘસો. ફાયદા : (૧) હાથને પૂર્ણ કસરત મળતાં રક્તસંચાર ખૂબ જ વ્યવસ્થિત થાય છે. (૨) ફેફસાં મજબૂત બને છે. ચહેરો કાંતિવાન થાય છે.
ક્રિયા નં. ૬
સ્થિતિ : (૧) બન્ને હાથ કમર ૫૨ રાખી તથા પગ પહોળા રાખી ઊભા રહો. ક્રિયા : (૧) બન્ને હાથને કમર પર રાખો. અને એક ઊંડો શ્વાસ લો (પૂરક). (૨) થોડી વાર (કુંભક) શ્વાસ રોકી રેચક કરતાં કરતાં આકૃતિ નં. ૨ પ્રમાણે આગળ નમો. આકૃતિ નં. ૨ની સ્થિતિમાં થોડો વખત રહી પૂરક) ફરી એક ઊંડો શ્વાસ લેતાં લેતાં પાછળ તરફ નમો (જુઓ આકૃતિ નં. ૧]. (૩) હવે શ્વાસ છોડતાં છોડતાં (રેચક) મૂળ
સ્થિતિમાં પાછા આવો. તે જ પ્રમાણે જમણી અને ડાબી બાજુ નમો. (૪) હવે ક્રિયા નં. ૪માં પ્રથમ એક ઊંડો શ્વાસ લઈ શ્વાસ છોડતાં છોડતાં ૧, ૨, ૩, ૪ની આકૃતિ પ્રમાણે શરીરને કમરમાંથી જમણી બાજુથી ડાબી બાજુ ધીરે ધીરે એક
C
Jain Education International
G
For Private & Personal Use Only
www.jainelibrary.org