________________
યોગ, સ્વાથ્ય અને માનવમૂલ્યો
કોણીમાંથી વાળી પંજા નીચે તરફ આવે ત્યારે શ્વાસ કાઢી ધીરે ધીરે મૂળ સ્થિતિમાં હાથ લાવવા. (૩) તે જ પ્રમાણે હથેળીને જમીન તરફ રાખી હાથને કોણીમાંથી વાળી શ્વાસ લેતાં અંદરની તરફ લાવો અને શ્વાસ છોડતાં બહારની તરફ લઈ જાઓ.
શયદાઓઃ (૧) સમગ્ર હાથને કસરત મળે છે. (૨) હાથમાં રક્તસંચાર વ્યવસ્થિત થાય છે. (૩) મયૂરાસન, ગરુડાસન, શલભાસન વગેરે આસનોમાં કોણીનું ભ્રમણ ઉપયોગી બને છે.
આ ક્રિયા નં. ૪
સ્થિતિ : ઉપર પ્રમાણે.
ક્રિયા: (૧) બન્ને હાથ ચત્તા જમીનને સમાંતર સામે રાખો. મૂઠીઓ વાળો. કાંડાને ડાબેથી જમણે અને જમણેથી ડાબે ગોળ ગોળ ફેરવો.
ફાયદાઃ કાંડાં મજબૂત બને છે, સરકતા સાંધા ખરેખર સરકતા બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org