________________
યોગાભ્યાસ માટેની સમજણ...
ક્રિયા ને. ૨
સ્થિતિઃ (૧) ટટ્ટાર સીધા ઊભા રહો. (૨) બન્ને પગ વચ્ચે થોડું અંતર રાખો.
ક્રિયા: (૧) બન્ને હાથ સાથળ પાસે સીધા રાખી શ્વાસ લેતાં લેતાં ખભા ઊંચા કરો. (૨) થોડો સમય શ્વાસ રોકી શ્વાસ છોડતાં છોડતાં ખભા ધીરે ધીરે નીચે લાવો. (૩) એ જ પ્રમાણે બંને ખભાને એક સાથે પાછળ તેમજ આગળ લાવો. પાછળ લઈ જાઓ ત્યારે શ્વાસ લેવાનો, આગળ લાવો ત્યારે શ્વાસ છોડવાનો. (૪) હવે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બન્ને હાથનાં આંગળાં ખભા ઉપર રાખો અને બન્ને હાથને આગળથી પાછળ અને પાછળથી આગળ ફેરવો. (૫) હાથથી કોણી જ્યારે નીચેથી ઉપરની તરફ ગતિ કરતી હોય તે વખતે શ્વાસ અંદર લેતા જવું. જ્યારે કોણી નીચેની તરફ ગતિ કરતી હોય ત્યારે શ્વાસ છોડતાં જવાનું છે, (૬) ઉપરોક્ત દરેક ક્રિયા ત્રણ વખત કરો.
ફાયદાઃ (૧) ખભાના સ્નાયુઓની કાર્યક્ષમતા વધે છે અને તે મજબૂત બને છે. (૨) શક્તિ-આસન, લોલાસન, ઉત્કટાસન, ચક્રાસન, બકાસન વગેરે આસનોમાં ખભાના સાંધાનું ભ્રમણ ઘણું જ ઉપયોગી છે. (૩) સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસના દર્દમાં પણ ઉપયોગી છે. (૪) ખભા પરનો ખોટો મેદ દૂર થાય છે.
ક્રિયા નં. ૩ સ્થિતિ : ઉપર પ્રમાણે ક્રિયા: (૧) પ્રથમ બન્ને હાથ સીધા જમીનને સમાંતર ચત્તા (હથેળી આકાશ તરફ) રાખો. (૨) શ્વાસ લઈ બન્ને હાથને ઉપરની તરફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org