________________
યૌગિક અંગભ્રમણ ક્રિયાઓ
આજકાલ યોગાસન પ્રત્યે લોકોની અભિરુચિ વધતી જાય છે અનેક યોગાસન શિબિરો' યોજાય છે. અને નવાં નવાં પુસ્તકો છપાતાં જાય છે. ‘કયું પુસ્તક ખરીદવું.’ ત્યાંથી માંડી ફાયદો કેમ નથી થતો?” ત્યાં સુધીના પ્રશ્નને પુછાય છે. અમારું નમ્રપણે માનવું છે કે, જેમને વ્યાયામ કે યોગાસનની ટેવ ન હોય તેમને સીધા યોગાસન ત૨ફ લઈ જ્વા યોગ્ય નથી. આ નાનકડી પણ સોહામણી પુસ્તિકા યોગાસન તેમ જ વ્યાયામમાં જ રસ લેનારાઓ માટે નહીં પરંતુ જેમને જરૂરત ન લાગતી હોય કે કોઈપણ કારણે ન કરી શકતા હોય તેમને પણ ઉપયોગી છે.
યોગાસન કરતાં પહેલાં' દરેક સાધકે યૌગિક અંગભ્રમણ ક્રિયાઓ ખાસ
કરાવી.
( 7) 3
યોગ, સ્વાસ્થ્ય અને માનવમૂલ્યો
ક્રિયા નં. ૧
Jain Education International
સ્થિતિ ઃ (૧) સીધા ટટ્ટાર ઊભા રહો. (૨) બન્ને પગ વચ્ચે થોડી જગ્યા રાખો અને આંખો ખુલ્લી રાખો.
ક્રિયા : (૧) પ્રથમ એક ઊંડો શ્વાસ લો, ત્યારબાદ દાઢી છાતીને અડકાડો. (૨) પછી ધ્વનિ કરતાં કરતાં મસ્તકને ડાબેથી જમણે અને જમણેથી ડાબે તરફ ગોળ ગોળ ફેરવો.
સૂચના : (૧) સમગ્ર ક્રિયા દરમ્યાન મન શાંત, સ્વસ્થ રાખો
(૨) આંખો ખુલ્લી રાખી, સમગ્ર ક્રિયાની ગતિ સાથે આંખોને પણ ગતિમય બનાવો. લાભ : (૧) આંખોને સારી કસરત મળે છે. (૨) સર્વાંગાસન, મત્સ્યાસન, ઉષ્ટ્રાસન, શીર્ષાસન, ભુજંગાસન વગેરેમાં આ ગળાનું પરિભ્રમણ ઘણું જ ઉપયોગી છે. (૩) ગળાના સ્નાયુઓ નરમ તથા કાર્યક્ષમ બને છે. (૪) સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસના દર્દમાં આ ક્રિયા ઘણી જ ઉપયોગી છે.
-
For Private & Personal Use Only
www.jainelibrary.org