________________
યોગાભ્યાસ માટેની સામાન્ય સમજણ, માર્ગદર્શક સૂચનાઓ
અને પૂરક વોગિક ક્રિયાઓ
યોગાસન કરનારે ધ્યાનમાં રાખવાની બાબતો:
આસનોનો અભ્યાસ શારીરિક, માનસિક તેમ જ આધ્યાત્મિક સ્વસ્થતા પ્રાપ્ત કરવા માટે અત્યંત મહત્ત્વનો છે. આથી તેમાં વિપરિત પરિણામ ન આવે તેથી તેનો અભ્યાસ કોઈ અભ્યાસીના માર્ગદર્શન નીચે જ શરૂ કરવો હિતાવહ છે. આસનો કરતાં પહેલાં ધ્યાનમાં રાખવાની બાબતો: (૧) સ્થાન: છૂટથી શરીરનાં અંગો હરીફરી શકે તેવી સ્વચ્છ, સુઘડ, હવાની
સારી છૂટ હોય તેવી સપાટ જગ્યામાં આસનો કરવાં. (૨) સમય : સવારના આસનો કરવાથી આખો દિવસ આનંદમાં જાય છે. માટે
આસનો સવારે કરવાં વધુ સુયોગ્ય છે. (૩) પહેરવેશ: ભાઈઓએ પટ્ટી લંગોટ અવશ્ય પહેરવો. કપડાં ખુલ્લાં પહેરવાં.
જેમ કે લેંઘો, કફની, ચડ્ડી, બનિયન. બહેનોએ પંજાબી ડ્રેસ. () ભોજન કર્યા પછી ચાર કલાકે, નાસ્તા પછી દોઢ કલાકે, પ્રવાહી પીણાં
પછી અર્ધા કલાકે આસનો થઈ શકે. (૫) ભૂમિકા : આસનો કરતાં પહેલાં યોગિક પૂરક ક્રિયાઓનો અભ્યાસ કરવો.
આસનો કરતાં કરતાં ધ્યાનમાં રાખવાની બાબતો:
ખૂબ જ ધીરે ધીરે, શાંત ચિત્તે, દ્રષ્ટાભાવથી જે તે આસનો કરવાં. આવેગમાં, તમસ વૃત્તિથી, હરીફાઈની વૃત્તિથી કદાપિ આસનો ન કરવાં. આસનો કર્યા પછી ધ્યાનમાં રાખવાની બાબતો: (૬) સમાપ્તિ અવસર આસનો પૂર્ણ કર્યા પછી થોડી વાર “શવાસન"માં રહેવું
અને ત્યાર પછી જ ત્રણ ઓમૂકાર ધ્વનિ કરવા. પદ્માસનમાં બેસી) અને ત્યારબાદ દૈનિક કામમાં લાગવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org