________________
- ધ્યાન માટેની આસનો
પદ્માસન
અર્થ : પદ્માસનનું બીજું નામ કમલાસન છે. કારણ કે તેનો આકાર કમલદલ જેવો છે. આ આસન ચંચળ મનની વૃત્તિઓને સ્થિર કરીને ધ્યાનની અવસ્થામાં લઈ જાય છે.
પૂર્વતૈયારી: પગના પંજાનું, ઘૂંટણનું, થાપાનું ભ્રમણ જરૂર કરો.
સ્થિતિ : આસને બેસો. બન્ને પગ આગળ સીધા રાખો. ગરદન અને કરોડરજજુ સીધી રેખામાં ગોઠવો. બન્ને હાથ
બન્ને બાજુએ જમીન પર ટેકવી બેસો. ક્રિયા: (૧) એક ઊંડો શ્વાસ લો. હવે ૐ ધ્વનિમાં શ્વાસ છોડતા ડાબો કે જમણો પગ વારાફરતી સાથળ ઉપર ગોઠવો અને પદ્માસન બનાવો.
(૨) હાથનાં આંગળાં એકબીજાને અડાડીને જમણો હાથ ખોળામાં ચત્તો ગોઠવો. તે પર એ જ સ્થિતિમાં ડાબો હાથ ગોઠવો. આને “લોપામુદ્રા' કહેવાય છે.
આટલું ધ્યાનમાં રાખો : (૧) બન્ને ઘૂંટણ જમીનને અડેલા છે? (૨) પગનાં તળિયાંની એડી સાથળના મૂળ પર છે? (૩) દૃષ્ટિ નાસાગ્રે કે પછી ભૂમધ્ય સ્થાપો. (૪) પદ્માસન દેખાવમાં સરળ છે, પણ કરવામાં અઘરું છે. માટે પૂર્વ તૈયારીની ક્રિયા અવશ્ય કરો જ. (૫) સાઈટિકા ને પીઠની પીડાવાળા આ આસન ન કરે.
ફાયદા: વાત-કફ પ્રકોપ મટે છે, વિચારવાયુ બેસી જાય છે, અનિદ્રાના દર્દમાં રાહત મળે છે. બ્રહ્મચર્યપાલનમાં ખૂબ જ સહાયક છે. આ પદ્માસનમાં બેસી રાજયોગ કરવામાં આવે તો સોનામાં સુગંધ મળે. આ માટે આપ જરૂર પ્રજાપિતા બ્રહ્માકુમારી વિદ્યાલયનો સંપર્ક કરો.
સમય: ધ્યાન માટેનું આસન હોવાથી સમયનો કોઈ બાધ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org