________________
૪૩
કે સંગીતમય પદો અને ર્તિનો અનાથી તંદુરસ્તી જળવા
સ્વસ્થ જીવન અને આહાર આરામ અને મનને સાત્ત્વિક મનોરંજન દ્વારા વિશ્રાંતિ આપીએ.
આ અને આવા સરળ નિયમો જીવનમાં અપનાવવાથી તંદુરસ્તી જળવાય છે અને જીવનમાં સૌમ્યતા અને સ્કૂર્તિનો અનુભવ થાય છે. સ્વાચ્ય વિષયક કેટલાક સંગીતમય પદો ગાવાથી જીવનમાં હળવાશ અને પ્રસન્નતા અનુભવાશે.
(૧) રાત્રે વહેલા જે સૂવે, વહેલા ઊઠે વીર;
બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. (૨) પહેલું સુખ તે જાતે નર્યા. (૩) ઘી સાકર મીઠાં છતાં, પ્રમાણથી જ ખવાય;
પ્રમાણ ચૂક્યો માનવી, જરૂર માંદો થાય. જી ઑકી દાતણ જે કરે, નરણે હરડે ખાય;
દૂધે વાળુ જે કરે, તે ઘર વૈદ ન જાય. (૫) તૃષા વિના જે જન પાણી પીતો,
સુધા વિના જે ઉદર જ ભરતો: કદી નહિ જે કસરત કરતો,
માંદો પડી તે અકળ મરતો. (૬) તક તણું જે નિત પાન કરે, ટમેટા લીંબુ ધરી હેત ખાએ; માઈલ વળી ત્રણ નિત્ય ચાલે. તે ખૂબ જીવે તંદુરસ્ત થાએ.
અધ્યાત્મ દેહદેવળમાં વિરાજમાન ચૈતન્યદેવનો અપૂર્વ મહિમા અંતરમાં આવવાથી તેને આગળ રાખીને જે કોઈ વ્યક્તિજીવન વ્યવહાર કરે તેને સામાન્યપણે આધ્યાત્મિક વ્યક્તિ કહેવાય.
આપણા દેશની સંસ્કૃતિ બીજી બધી સંસ્કૃતિ કરતાં આ બાબતમાં જુદી પડે છે. આપણે ત્યાં ત્યાગ અને વિવેકની મહત્તા છે, ભોગી અને સ્વાર્થી મનુષ્યો સર્વોત્તમ મનાતા નથી. આપણે આપણા ઉચ્ચતમ સાંસ્કૃતિક-આધ્યાત્મિક મૂલ્યો ભૂલી રહ્યા છીએ તે એક દુઃખદ ઘટના ગણાય. આથી આપણો સમાજ, દેશ અને નાગરિક આજે ભયભીત, તનાવયુક્ત, સ્વાર્થોધ, રુશવતખોર અને સિદ્ધાંતવહોણો બનતો જાય છે. રાષ્ટ્ર અને વ્યક્તિ, બંનેના થવાયોગ્ય વિકાસને જો ઝંખતા હોઈએ તો આપણા આધ્યાત્મિક મૂલ્યોનું રોજબરોજના જીવનમાં દઢતાથી સ્થાપવું પડશે. નિઃસ્વાર્થતા, નીતિમત્તા અને શિસ્ત વિના કોઈ સમાજ મહાન બની શકતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org