________________
સ્વસ્થ જીવન અને આહાર
‘સ્વાસ્થ્ય’ શબ્દનો પ્રચલિત અર્થ શારીરિક તંદુરસ્તી એમ સામાન્યપણે થાય છે. આયુર્વેદશાસ્ત્ર પ્રમાણે શરીરમાં વાત, પિત્ત અને કફ એ ત્રણ તત્ત્વોનુ યથાયોગ્ય સંતુલન રહેવાથી સ્ફૂર્તિ અને પ્રસન્નતાનો જેને અનુભવ થાય છે તે મનુષ્ય સ્વસ્થ છે તેમ ગણી શકાય.
મનુષ્યના જીવનમાં આરોગ્ય તે સ્વાભાવિક છે. રોગાવસ્થાનું ઉત્પન્ન થવું તે અકુદરતી છે અને તેને વ્યાધિ કહેવામાં આવે છે. જે મનુષ્ય આરોગ્યના નિયમોનું સમજણપૂર્વક પાલન કરે છે તેનું શરીર તંદુરસ્ત રહે છે અને તે મનુષ્ય પોતાના વ્યવહારિક અને ૫૨માર્થિક કાર્યો સારી રીતે કરી શકે છે. આમ સ્વાસ્થ્ય તે જીવનમાં સફળતા મેળવવા આવશ્યક છે. તે માટેના સામાન્ય નિયમો શું છે તે જાણી લઈએ.
-
(૧) આહાર : પોતાની ઉંમર, વ્યવસાય, તાસીર, ભૂખ અને પાચનશક્તિને ખ્યાલમાં રાખીને યોગ્ય માત્રામાં યોગ્ય આહાર લેવાની વાત આપણે આગળ વિચારી ગયા.
(૨) શ્રમ : આજના જમાનામાં સામાન્ય માણસનો શારીરિક શ્રમ ઓછો હોય છે; માટે પોતાને અનુકૂળ યોગાસન, હળવો-વ્યાયામ, ચાલીને ફરવા જવું કે એવો કોઈ યોગ્ય શ્રમ નિયમિતપણે કરવો.
(૩) નિર્વ્યસનતા : તમાકુ, કેફી દ્રવ્યો, માંસાહાર, દારૂ, ખોટા ભોગવિલાસ આદિથી તંદુરસ્તીનો નાશ થાય છે અને અનેક રોગો શરીરમાં ઉત્પન્ન થાય છે. (૪) પ્રસન્નતા અને આશાવાદ : સોગિયા મનુષ્યોની તંદુરસ્તી જોખમાય છે. જીવનમાં યોગ્ય ઉત્સાહથી સત્કાર્યો કરવાં.
(૫) પ્રભુમાં ભરોસો જીવનમાં નિશ્ચિંતતા અને નિર્ભયતા હોય તેની તંદુરસ્તી સારી રહે છે, માટે જીવનમાં જે કાંઈ બને તેનો સમભાવથી સ્વીકાર કરીએ અને ફરિયાદ કરવાની ટેવ છોડીએ.
(૬) શારીરિક સ્થૂળતાનું નિવારણ : જાડા માણસો દીર્ઘજીવી બની શકતા નથી, માટે શરીરના વજન ઉપર યોગ્ય નિયમન રાખીએ.
(૭) વિશ્રામ ઃ શરીરરૂપી યંત્રની પાસેથી માપસરનું કામ લઈએ. શરીરને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org