________________
૧૬
યોગ, સ્વાસ્થ્ય અને માનવમૂલ્યો
[જુઓ આકૃતિ નં. ૧] (૨) સામાન્ય શ્વાસમાં આકૃતિ નં. ૨ની સ્થિતિ બનાવો. (૩) તે જ પ્રમાણે સામાન્ય શ્વાસમાં આકૃતિ નં. ૩ની સ્થિતિ બનાવો. (૪) આમ ઉપરોક્ત ક્રિયા વારંવાર યથાશક્તિ કરતા રહો અને થોડી વાર શવાસનમાં રહો.
સૂચના : (૧) સમગ્ર ક્રિયા દરમિયાન શરીર પર કોઈપણ જાતનું ખેંચાણ, તણાવ હોવાં જોઈએ નહિ.
લાભ : (૧) પદ્માસન કરવામાં આ ક્રિયા મદદરૂપ બને છે. (૨) પેટના સ્નાયુઓ તંદુરસ્ત બને છે.
યૌગિક પૂરક ક્રિયા નં. ૫
સ્થિતિ ઃ (૧) છાતી પર ઊંધા સૂઈ જાઓ. બન્ને પગને ઘૂંટણમાંથી વાળી કાટખૂણે લાવો. આ વખતે ઘૂંટણ ભેગા, ઘૂંટણ અને એડી એકબીજાને અડાડીને રાખો.
[જુઓ
આકૃતિ]
ક્રિયા ઃ
(૧) પ્રથમ
(પૂરક) શ્વાસ અંદર લો. (૨) ત્યાર બા રેચક) શ્વાસ કાઢતાં ૐ ધ્વનિમાં ધીરે ધીરે બંને પગને ડાબી તરફ લઈ જઈ જમીન સાથે અડાડો, અહીં સામાન્ય શ્વાસમાં થોડી વાર રહો. (૩) હવે મૂળ સ્થિતિમાં પૂરક) શ્વાસ લો. (૪) તે જ પ્રમાણે ઉપરોક્ત ક્રિયા જમણી બાજુ કરો. (૫) સમગ્ર ક્રિયા બન્ને બાજુ પાંચ પાંચ વખત કર્યા બાદ શવાસનમાં આવો.
Jain Education International
સૂચના : (૧) બન્ને પગ એકબીજાની સાથે રહેવા જોઈએ.
લાભ : (૧) પેટનું સાચું મસાજ થાય છે. પેટનાં વિકાર દૂર થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org