SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયપ્રવેશ આપણે આ પાઠમાં કેટલાક અગત્યના શબ્દોની અને તે દ્વારા પ્રતિપાદિત વિષયોની ખપ પૂરતી સમજણ પ્રાપ્ત કરીશું. યોગ : યોગ' શબ્દ છેલ્લા ચારેક દાયકામાં દુનિયાના સમસ્ત દેશોમાં પ્રચલિત થઈ ગયો છે. તેના કેટલાક ઉપયોગી અર્થો આ પ્રમાણે છે. (૧) યોગ એટલે જોડાણ, આપણા જીવનને સાચી શાંતિ અને જ્ઞાન સાથે જોડે તે યોગ. (૨) યોગ એટલે આત્માનું પરમાત્મા સાથે, જીવનું શિવ સાથે અને બંદાનું ખુદા સાથે મિલન કરાવી આપે તેવી જીવનચર્યાં. (૩) યોગ એટલે પોતાના જીવનમાં જે ફરજ બજાવવાની હોય તેમાં નિપુણતા કે કુશળતા પ્રાપ્ત કરવી તે. (૪) યોગ એટલે શ૨ી૨, વાણી અને મનના માધ્યમથી સ્વનો, સમાજ અને બાહ્ય પ્રસંગો સાથેની યથાર્થ સંવાદિતા. (૫) યોગ એટલે જીવનમાં નીચેનાં સૂત્રોનો વિવેકપૂર્વક અને સફળતાથી પ્રયોગ કરવો તે. (૪) ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે. (૬) Adjust, adopt, accommodate. યોગ એટલે કર્મેન્દ્રિયોનો એવી રૂડી રીતે સદુપયોગ કરવો કે જેથી આપણે પવિત્ર બનીએ અને આપણાં સ્પંદનો બીજાને ઉમદા અને દિવ્ય જીવન જીવવાનો સંદેશ આપે. રોજબરોજના જીવનમાં નીચેનાં પદો ભાવપૂર્વક બોલવાથી યોગને અપનાવવાની પ્રેરણા મળશે. આ પદોની સંગીતમય ઓડિયો કૅસેટ સાંભળીને, લયબદ્ધ ગાવાથી પવિત્ર ભાવોની સ્ફુરણા થશે. (૬) (૧) પવિત્ર તન રાખો, પવિત્ર મન રાખો, પવિત્રતા મનુષ્યતાકી શાન હૈ, જો મન-વચન-કર્મસે પવિત્ર હો, વો ચરિત્રવાન હી યહાં મહાન હૈ... Jain Education International For Private & Personal Use Only પવિત્ર www.jainelibrary.org
SR No.001189
Book TitleYoga Swasthya ane Manav Mulyo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1995
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati, Yoga, & Ethics
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy